________________
jain
119
કથાસાર અધ્યાપન વિધિઃ- આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ આદિ પહેલા સૂત્રોચ્ચારણ શીખવે. પછી સામાન્ય અર્થ અર્થાત્ શબ્દોની સૂત્ર સ્પર્શી નિયુકિત (શબ્દાર્થ) બતાવે. પશ્ચાત્ ઉત્સર્ગ–અપવાદ, નિશ્ચય-વ્યવહાર આદિ એ સર્વેનો આશય વ્યાખ્યા સહિત બતાવે. આ ક્રમ પ્રમાણે અધ્યયન કરાવવાથી ગુરુ શિષ્યને પારંગત બનાવી શકે છે. (૩) અવધિજ્ઞાન :- આ જ્ઞાન મન અને ઇન્દ્રિયોની સહાયતાની અપેક્ષા નથી રાખતું. પણ આત્મા દ્વારા રૂપી પદાર્થો નો સાક્ષાત્કાર કરે છે. આ જ્ઞાનમાં માત્ર રૂપી પદાર્થોને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા છે, અરૂપીને નહિ. તે આ જ્ઞાનની મર્યાદા છે. બીજા શબ્દોમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા સાથે આ જ્ઞાન રૂપી દ્રવ્યોને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા ધરાવે છે. અહીં અવધિ શબ્દ મર્યાદાના અર્થમાં પ્રયુક્ત થયો છે. અવધિ જ્ઞાનના બે પ્રકાર - આ જ્ઞાન ચાર ગતિના જીવોને હોય છે. નરકગતિ અને દેવગતિના જીવોમાં આ જ્ઞાન “ભવ પ્રત્યયિક' હોય છે અર્થાત્ બધાને જન્મના સમયથી તે મૃત્યુ પર્યત રહે છે. સમ્યગ્દષ્ટિનું આ જ્ઞાન અવધિજ્ઞાન કહેવાય છે અને મિથ્યા દષ્ટિનું આ જ્ઞાન અવધિ અજ્ઞાન કહેવાય છે અથવા વિલંગ જ્ઞાન” કહેવાય છે. તિર્યંચ અને મનુષ્યમાં ક્ષયોપશમ અનુસાર કોઈ કોઈને આ જ્ઞાન ઉત્પન્ન થાય છે, બધાને નહીં. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિયના જીવોમાં આ જ્ઞાન નથી હોતું, સન્ની પંચેન્દ્રિયમાં જ હોય છે. (૧) મનુષ્ય, તિર્યંચના આ જ્ઞાનને ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કહેવાય છે. (૨) દેવ નારકીના આ જ્ઞાનને ભવ પ્રત્યયિક અવધિ જ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાનના છ ભેદ – જ્ઞાન દર્શન ચારિત્ર સંપન્ન અણગારને અને ક્યારેક શ્રમણોપાસકને ક્ષયોપથમિક અવધિજ્ઞાન સમુત્પન્ન થાય છે. એના છ પ્રકાર છે. (૧) અનુગામિક– જે સાથે ચાલે છે. (૨) અનાનુગામિક– જે સાથે ચાલતું નથી. (૩) વર્ધમાન– જે વધતું જાય છે. (૪) હીયમાન- જે ઘટતું જાય છે. (૫) પ્રતિપાતી– જે ઉત્પન્ન થઈને નાશ પામે છે. (૬) અપ્રતિપાતી– જે સંપૂર્ણ ભવમાં નાશ પામતું નથી. તેમ ઘટતું પણ નથી. (૧) અનુગામિક અવધિજ્ઞાન - આ અવધિજ્ઞાનમાં કોઈને આગળ દેખાય, કોઈને પાછળ દેખાય, કોઈને જમણી બાજુ તો કોઈને ડાબી બાજુ દેખાય છે. આ અવધિજ્ઞાન જયાં ઉત્પન્ન થયું હોય ત્યાંથી તે અવધિજ્ઞાની જયાં જાય ત્યાં તેની સાથે અવધિજ્ઞાન જાય છે.
જ્યારે અવધિજ્ઞાની ઇચ્છે ત્યારે તે દિશામાં પોતાની સીમામાં અવધિજ્ઞાનમાં જોઈ શકે છે. ઉદાહરણ :- કોઈને ૫૦૦ માઈલના વર્તુળમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે અવધિ જ્ઞાની બીજે જાય તો ત્યાંથી પણ ૫૦૦ માઈલના વર્તુળમાં જોઈ શકે છે પરંતુ એની સીમાથી દૂર અવધિજ્ઞાનમાં જોઈ શકાતું નથી. આ જ્ઞાન ઉત્કૃષ્ટ સંખ્યાતા અસંખ્યાતા યોજનનું હોઈ શકે છે. દેવ-નારકીના
અવધિજ્ઞાનથી ચારેબાજુ જોઈ શકાય છે. તિર્યંચ અને મનુષ્ય એક તરફ કે ચારે તરફ જાણી-દેખી શકે છે. | (૨) અનાનુગામિક અવધિજ્ઞાન – જેમ કોઈને એક ક્ષેત્રમાં પ00 માઈલનું અવધિજ્ઞાન થયું. તે વ્યક્તિ તે ક્ષેત્રની મર્યાદામાં રહીને
અવધિજ્ઞાનથી જાણી–દેખી શકે. તેની બહાર જાય તો ત્યાંથી કંઈ જાણી–દેખી શકે નહીં. (૩) વર્ધમાન અવધિજ્ઞાન – પ્રશસ્ત અધ્યવસાયો તથા ચારિત્રની વિશુદ્ધતાથી જે અવધિજ્ઞાનીના આત્મ પરિણામ વિશુદ્ધતર થતા જાય છે, તેમનું અવધિજ્ઞાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે અને સર્વે દિશામાં વૃદ્ધિ થાય છે. તેના ક્ષેત્રમાં, કાળમાં અને દ્રવ્ય-પર્યાયોમાં પણ વૃદ્ધિ થાય છે. તેને વર્ધમાન અવધિજ્ઞાન કહે છે. અવધિજ્ઞાનનું જઘન્ય ક્ષેત્ર સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તાની અવગાહના જેટલું તથા વધતાં-વધતાં અલોકમાં લોક જેટલા અસંખ્ય ખંડ જેટલી સીમા જોવાની તેની ક્ષમતા થઈ જાય છે. કલ્પના કરો કે અગ્નિકાયના જીવોને ઉત્કૃષ્ટ સંખ્યામાં મેરુ પર્વતથી એક દિશામાં ક્રમશઃ ગોઠવીએ તો તે અલોકમાં ખૂબ દૂર સુધી પહોંચી જશે. આ કતાર ને ચારે તરફ ફેરવતા જે મંડલાકાર ક્ષેત્ર બને તેટલું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનું ક્ષેત્ર સમજવું. જે અસંખ્ય લોક પ્રમાણ બની જાય છે.
અવધિજ્ઞાનના ક્ષેત્રની વૃદ્ધિ સાથે કાળની વૃદ્ધિ કયા ક્રમથી થાય છે તેને સમજવાની તાલિકા આ પ્રમાણે છેક્ષેત્ર
કાળ (૧) એક અંગુલનો અસંખ્યાતમો ભાગ જોવે. (૧) આવલિકાનો અસંખ્યાતમો ભાગ જોવે. (૨) અંગુલનો સંખ્યાત. ભાગ જોવે.
(૨) આવલિકાનો સંખ્યાતમો ભાગ જોવે (૩) એક અંગુલ
(૩) આવલિકાથી થોડુંક ઓછું (૪) અનેક અંગુલ
એક આવલિકા (૫) એક હસ્ત પ્રમાણ
(૫) એક મુહૂર્તથી થોડું ઓછું. (૬) એક કોસ(ગાઉ)
(૬) એક દિવસથી થોડું ઓછું. (૭) એક યોજના
(૭) અનેક દિવસ (૮) પચ્ચીસ યોજના
(૮) એક પક્ષથી થોડું ઓછું (૯) ભરત ક્ષેત્ર
(૯) અર્ધ માસ (૧૦) જંબુદ્વીપ
(૧૦) એક માસથી થોડું વધુ (૧૧) અઢી દ્વીપ
(૧૧) એક વર્ષ (૧૨) રૂચકદીપ
(૧૨) અનેક વર્ષ (૧૩) સંખ્યાતદ્વીપ
(૧૩) સંખ્યાત કાળ (૧૪) સંખ્યાત અસંખ્યાત દ્વીપ સમુદ્ર (૧૪) પલ્યોપમ આદિ અસંખ્ય કાળ
(૪) હીયમાન અવધિજ્ઞાન – સાધકને અપ્રશસ્ત યોગ, સંકિલષ્ટ પરિણામ આવે ત્યારે અવધિજ્ઞાનનો વિષય ઘટતો જાય છે. એ સર્વે દિશાઓથી ઘટે છે.