________________
આગમ-કથાઓ
102
નરકમાં જનારા નારકી વિવિધ દુઃખમય વેદના પામે છે. તિર્યંચમાં જીવો શારીરિક, માનસિક સંતાપ પ્રાપ્ત કરે છે. મનુષ્ય જીવન અનિત્ય છે; વ્યાધિ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને વેદના આદિ કષ્ટોથી વ્યાપ્ત છે. દેવલોકમાં દેવ ઋદ્ધિ અને અનેક દૈવિક સુખો પ્રાપ્ત કરે છે. આ પ્રકારે ચારગતિ, સિદ્ધ તથા છ જવનિકાયના જીવો અલગ-અલગ છે. કેટલાક જીવ કર્મબંધ કરે છે. કોઈ તેનાથી મુક્ત થાય છે. કોઈ કલેશ પામે છે. પણ અનાસક્ત રહેનારી કેટલીક વ્યક્તિ દુઃખોનો અંત કરે છે. આર્તધ્યાનથી પીડિત ચિત્તવાળા જીવ દુઃખ પ્રાપ્ત કરે છે. વૈરાગ્યને પ્રાપ્ત કરનારા જીવ કર્મ દલનો નાશ કરે છે. રાગ સહિત કરવામાં આવેલા કર્મોનો વિપાક પાપપૂર્ણ હોય છે. ધર્માચરણ દ્વારા સંપૂર્ણ કર્મોથી રહિત થતાં જ જીવ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે
ધર્માચરણના બે પ્રકાર છે– (૧) આગાર ધર્મ (ર)અણગારધર્મ. અણગાર ધર્મમાં માનવ સંપૂર્ણ રૂપે, સર્વાત્મભાવથી સાવધકર્મોનો પરિત્યાગ કરી, મુંડિત થઈ મુનિ અવસ્થામાં પ્રવ્રજિત થાય છે. સંપૂર્ણ પણે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ તથા રાત્રિભોજનથી વિરત થાય છે. આ અણગારનો સામાયિક સંયમ ધર્મ છે. આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત થઈ આગમ પ્રમાણની પ્રમુખતાથી પ્રવૃત્તિ કરનારા સાધુ-સાધ્વી આરાધક થાય છે.
આગાર ધમેના ૧૨ પ્રકારે છે- ૫ અણુવ્રત ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત. પાંચ અણુવ્રત:- સ્થૂલ પ્રાણાતિપાતનો ત્યાગ, સ્થૂલ મૃષાવાદનો ત્યાગ, સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ, સ્વદાર સંતોષ અને ઇચ્છા પરિમાણ. ત્રણ ગુણવ્રત – દિશાઓમાં જવાની મર્યાદા, ઉપભોગ પરિભોગનું પરિમાણ તથા અનર્થદંડ વિરમણ. ચાર શિક્ષાવ્રત સામાયિક, દેશાવગાસિક(દૈનિક પ્રવૃત્તિઓમાં નિવૃત્તિભાવની વૃદ્ધિનો અભ્યાસ), પૌષધ, અતિથિ સંવિભાગ. અંતિમ સમયે સંલેખના આમરણ અનશન કરી આરાધના પૂર્વક દેહ ત્યાગ કરવો, શ્રાવક જીવનની સાધનાનું પર્યવસાન છે. આ આગાર સામાયિક ધર્મ છે. આ ધર્મના અનુસરણમાં પ્રયત્નશીલ આગમ આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરનારા શ્રાવક-શ્રાવિકા આજ્ઞાના આરાધક થાય છે.
આ પ્રમાણે સિદ્ધાંતોનું કથન, આચારધર્મ, ચારગતિ બંધ, અઢાર પાપનો ત્યાગ, શ્રાવકવ્રત, સાધુવ્રત તથા મુક્તિગમન સુધીનું પૂર્ણ અને વિસ્તૃત વિશ્લેષણ યુક્ત ભગવાનનું પ્રવચન સદાય મનનીય છે. ૨૨. પરિષદ વિસર્જન – વિશાળ માનવ પરિષદે શ્રમણ ભગવાન મહાવીરની ધર્મદેશના સાંભળી. તેમાંથી કેટલાક હળુકર્મી જીવોએ દીક્ષા અંગીકાર કરી તો કેટલાકે શ્રાવકના બાર વ્રતો સ્વીકાર્યા. શેષ પરિષદમાંથી કેટલાકે ભગવાનને વંદન–નમસ્કાર કર્યા અને કહ્યું કે– “આપ દ્વારા સારી રીતે કહેવાયેલું, સુભાષિત, સુવિનીત, સુભાવિત, નિગ્રંથ પ્રવચન શ્રેષ્ઠ છે. આપે ધર્મની વ્યાખ્યા કરતાં જે વિશ્લેષણ કરી સમજાવ્યું, વિરતિ અથવા નિવૃત્તિનું નિરૂપણ કર્યું, પાપકર્મ ન કરવાનું વિવેચન કર્યું; આ પ્રમાણે ઉપદેશ બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ આપી ન શકે.” આ પ્રમાણે કહી ક્રમશઃ પરિષદનું વિસર્જન થયું. ત્યાર પછી કુણિક રાજા આસનથી ઉઠયા, ત્રણ વખત આવર્તનપૂર્વક, વંદન–નમસ્કાર કરી ઉપરોક્ત શ્રદ્ધા-કીર્તનના ભાવ વ્યક્ત કરી રાજધાની તરફ વળ્યા. રાણીઓ પણ ઉઠી, વંદના કરી, ગુણગ્રામ કરી રાજભવનો તરફ પાછી વળી.
દ્વિતીય પ્રકરણ - ઉપપાત (૧) ગૌતમ સ્વામી - પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય હતા. સાત ફૂટની તેમની અવગાહના-ઊંચાઈ હતી. સમચરિંસ સંઠાણ, વજઋષભનારાચ સંઘયણ યુક્ત તેમનું શ્રેષ્ઠ શરીર હતું. તેઓ અનુપમ શ્રેષ્ઠ શક્તિ સંપન્ન હતા. તેઓ ગૌરવર્ણવાળા અને વિપુલ તપ કરનારા હતા. તેઓ સાધનામાં સશક્ત, વિશાળ ગુણોના ધારક, કઠોરતમ બ્રહ્મચર્યવ્રતની વિશુદ્ધ પાલના કરનારા હતા; શરીર મમત્વના ત્યાગી હતા; તેજોલેશ્યા આદિ વિવિધ લબ્ધિઓના ધારક હતા. તેઓ અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની શ્રમણ શિરોમણી હતા. તેઓ બાર અંગના ધારક, ચૌદ પૂર્વધારી, અદ્વિતીય મતિશ્રુતજ્ઞાની હતા. તે શ્રમણ ગૌતમ ભગવાન મહાવીર સ્વામીના દષ્ટિ ક્ષેત્રમાં વિશિષ્ટ ધ્યાનમુદ્રાના આસને બેસી ધ્યાન ધરતા. તેમનું તે ધ્ય અને પ્રેક્ષા ધ્યાન રૂપ હતું. તે ધ્યાનના માધ્યમથી તેમને જિજ્ઞાસા ઉત્પન્ન થતી અને અવિલંબ ભગવાન પાસે જતા, વિનયપૂર્વક સમાધાન પ્રાપ્ત કરી લેતા. તે સમાધાનના કેટલાક ઉદાહરણો આ પ્રમાણે છે| (૨) પાપકર્મનો બંધ :- અસંયત, અવિરત, પાપકર્મોનો ત્યાગ ન કરનારો, વિવિધ પાપક્રિયા કરનારો, ઇન્દ્રિયોને કાબૂમાં ન રાખનારો, એકાંત પાપી, અજ્ઞાની, ભાવ નિદ્રામાં સુષુપ્ત જીવ પ્રાયઃ પાપકર્મનું જ ઉપાર્જન કરે છે. તે મોહવર્ધક પાપ કર્મનું જ ઉપાર્જન કરે છે, મોહકર્મનું વેદન કરતો હોવા છતાં ફરી ફરી મોહનીયકર્મનો બંધ કરે છે. (અંતતોગત્વા) દસમા ગુણસ્થાનકે ગયા પછી જ મોહનીયકર્મનો બંધ અટકે છે. ત્યાર પછી માત્ર વેદનીય કર્મનો જ બંધ થાય છે. (૩) અસંયતની ગતિ :- અસંયત જીવ જે ત્રસપ્રાણીની ઘાતમાં અનુરક્ત રહે છે તે મૃત્યુ પામી નરકમાં જાય છે. જે ત્રસપ્રાણીની ઘાતમાં લીન નથી રહેતા, તેમાંથી કોઈ દેવ પણ બની શકે છે, તો કોઈ અન્યગતિઓમાં પણ જાય છે. દેવગતિમાં કોણ કોણ, કેવા અજ્ઞાની(અસંવૃત) જીવ જાય છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે(૪) અકામ કષ્ટ સહનથી ગતિ :- જે અજ્ઞાની જીવ કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રેરણા વિના અશુભ કર્મના ઉદયથી અને પરિસ્થિતિવશ ભૂખ, તરસ, સહન કરે છે, બ્રહ્મચર્ય પાળે છે, સ્નાન નથી કરતા, ઠંડી-ગરમી સહન કરે છે, ડાંસ મચ્છરના ડંખ તથા મેલ-પરસેવાના પરીષહને સહન કરે છે, તે અલ્પ સમય યા અધિક સમય સુધી આ પ્રકારના દુઃખો ભોગવી વ્યંતર જાતિના ભૂત, પિશાચ, યક્ષ, રાક્ષસ આદિ દેવ બને છે. ત્યાં ૧૦,000 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. તેમનું દેવ બનવું આરાધક ભાવે નહિ પરંતુ સંસાર ભ્રમણની કોટીનું હોય છે.