________________
jain
103
કથાસાર (૫) દારૂણ દુ:ખથી ગતિઃ- જે કોઈ પ્રકારના અપરાધમાં આવવાથી રાજ્ય પુરુષો દ્વારા વિભિન્ન યાતનાઓ ભોગવી મૃત્યુ પામે છે, વિરોધીઓ દ્વારા રીબાવીને મારી નાંખવામાં આવે છે, કોઈ-કોઈ જાતે જ દુઃખથી ગભરાઈ આત્મહત્યા કરે છે, જેથી અચાનક ઘટનાગ્રસ્ત થઈ મૃત્યુ પામે છે, વેદનીય કર્મની તીવ્રતાનાં કારણે મોહનીય કર્મ મંદ થઈ જાય છે. અંતિમ સમયે રૌદ્રધ્યાન તથા સંકિલષ્ટ પરિણામોમાં મૃત્યુ ન પામે તો, એટલે કે સામાન્ય આર્તધ્યાનમાં મૃત્યુ પામે તો વ્યંતર દેવમાં ઉત્પન્ન થાય છે. ત્યાં જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૧૨,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. તેનો આ દેવભવ પણ ભવભ્રમણ રૂપ જ હોય છે.
? સ્વભાવથી ભદ્ર, ઉપશાંત અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા છે, નમ્ર, સરલ. વિનીત સ્વભાવવાળા છે; માતાપિતાની સેવા કરે છે, તેમની આજ્ઞાનો અનાદર કરતા નથી, અલ્પ ઇચ્છાવાળા, અલ્પ પરિગ્રહી, અલ્પારંભી, અલ્પ પાપની પ્રવૃત્તિ કરનારા, જીવન નિર્વાહ અલ્પ આરંભથી કરનારા, વ્રત નિયમ ધર્માચરણ ન કરનારા પણ મૃત્યુ પામી વ્યંતર જાતિના દેવ બની ઉત્કૃષ્ટ ૧૪,000 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. (૭) અકામ કષ્ટ સહનથી સ્ત્રીઓની ગતિ – જે સ્ત્રીઓ પતિથી ત્યજાયેલી હોય, બાળ વિધવા હોય, જે રાજ અંતઃપુરમાં રહેતી હોય, જેનો પતિ પરદેશ હોય, બીજો પતિ ન કરી શકતી હોય; પરિસ્થિતિ વશ ખાવું, પીવું, પહેરવું આદિ સુખ ભોગ ન કરી શકતી હોય; સંયોગ ન મળવાથી શૃંગાર, સ્નાન, ધૂપ, માળા આદિનો ઉપયોગ ન કરતી હોય; મેલ, પરસેવા, ડાંસ મચ્છરના ડંખને સહેતી હોય; ભૂખ, તરસ, ઠંડી ગરમીને સહન કરતી હોય; અલ્પ આરંભ, પરિગ્રહથી જીવન નિર્વાહ કરતી હોય, અલ્પ ઇચ્છાવાળી હોય; આ પ્રમાણે અકામ (અનિચ્છાએ) બ્રહ્મચર્યનું પાલન કરનારી હોય તે મૃત્યુ પામી વ્યંતર દેવમાં ઉત્કૃષ્ટ ૬૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. આ દેવભવ ધર્મ આરાધનાનો ન થતાં સંસાર ભ્રમણનું જ કારણ બને છે. (૮) ખાદ્ય દ્રવ્યોના ત્યાગી આદિ બાળજીવોની ગતિ :- એક દિવસના ભોજનમાં પાણીથી અધિક એક દ્રવ્ય લેવાવાળા, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને અગિયાર દ્રવ્ય લેનારા, ગોસેવાના વિશેષ વ્રત અને પ્રદર્શન કરનારા, ગૂ અતિથિ સેવા, દાનાદિથી યુક્ત, ગૃહસ્થ ધર્મને જ શ્રેષ્ઠ માનનારા અને તેનું અનુસરણ કરનારા, ધર્મકથા સાંભળવાવાળા, ભક્તિમાર્ગી, અનાત્મવાદી, ક્રિયાવિરોધી, વૃદ્ધ, તાપસ, શ્રાવક, ધર્મશાસ્ત્રના શ્રોતા, બ્રાહ્મણાદિ, નવ વિગય તથા મધમાંસના ત્યાગી, માત્ર સરસવના તેલનું વિગય વાપરનારા, તેવા મનુષ્ય અલ્પ ઇચ્છા, અલ્પ પરિગ્રહ, અલ્પ પાપ પ્રવૃત્તિઓથી જીવન ચલાવનારા ત્યાંથી મૃત્યુ પામી વ્યંતર દેવનું ઉત્કૃષ્ટ ૮૪,૦૦૦ વર્ષનું આયુષ્ય પામે છે. બાળ ભાવ અને અજ્ઞાન દશાના કારણે ધર્મના આરાધક નથી હોતા તેથી તેમની આ દેવ અવસ્થા ભવ ભ્રમણની અવસ્થા છે. | (૯) વાનપ્રસ્થ સાધકોની ગતિ - ગંગાનદીના કિનારે વાનપ્રસ્થ તાપસ રહે છે. તેનામાં કોઈ અગ્નિહોત્રી હોય છે, કોઈ વસ્ત્રધારી
તો કોઈ પૃથ્વી શયનવાળા હોય છે. તેમાં કોઈ શ્રાદ્ધ કરનારા, પાત્ર ધારણ કરનારા, કંઠી ધારણ કરનારા, ફળાહારી, પાણીમાં એક વખત કે વારંવાર ડૂબકી લગાડી સ્નાન કરનારા, પાણીમાં ડૂખ્યા રહી સ્નાન કરનારા, માટીનો લેપ લગાડી સ્નાન કરનારા, ગંગાના દક્ષિણ તટપર રહેનારા, ઉત્તર તટપર રહેનારા, શંખ વગાડી ભિક્ષા લેનારા, ગંગા તટ ઉપર ઉભા રહી અવાજ કરી ભિક્ષા લેનારા, દંડને ઊંચો રાખી ચાલનારા, દિશા પ્રોક્ષી– દિશાઓમાં પાણી છાંટી ફળ-ફૂલ એકઠા કરનારા અને પ્રાપ્ત આહારમાંથી દાન કરી ખાનારા, ગુફાવાસી, જલ–તટવાસી, પાણીમાં નિવાસ કરનારા, વૃક્ષ નીચે રહેનારા, કેવળ જળાહારી, કેવળ વાયુ ભક્ષી, શેવાળ, મૂળ, કંદ, ત્વચા, પત્ર, પુષ્પ, ફળ, બીજનો આહાર કરનારા, નીચે પડેલા મૂળ, કંદાદિ મળે તો જ એનો આહાર કરનારા, પંચાગ્નિ તાપથી શરીરને આતાપના દેવાવાળા.
આવા સાધક વિવિધ પ્રકારના નિયમ યુક્ત વાનપ્રસ્થ પર્યાયનું પાલન કરવાવાળા ઉત્કૃષ્ટ જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમનું ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. તેઓ પણ બાલ ભાવ અને અજ્ઞાન દશામાં હોવાના કારણે અર્થાત્ શુદ્ધ નિર્વદ્ય ધર્મને ન સમજવાથી, ધર્મના આરાધક ન હોવાથી તેમનો દેવભવ પણ મોક્ષ હેતુક થતો નથી, સંસાર બ્રમણ રૂપ જ હોય છે. (૧૦) કાંદર્ષિક શ્રમણોની ગતિ: જે શ્રમણ પ્રવ્રજિત થઈને વિવિધ હાંસી મજાકમાં ઉટપટાંગ આલાપ–સંલાપમાં, ભાંડ જેવી ચેષ્ટા કરનારા, અન્યને હસાવનારા, ગાન યુક્ત ક્રિીડામાં અને નૃત્યવૃત્તિમાં વિશેષ અભિરૂચિ રાખી પ્રવૃત્ત થાય છે અને તેમાં જ આનંદ માનતા રહે છે. આ પ્રકારે મોહરૂપ અને મોહવર્ધન દશામાં રહેતા થકા આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી તે વિરાધક થાય છે. પ્રથમ સૌધર્મ દેવલોકમાં કાંદપિંક હાસ્યપ્રિય અને નોકર દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ મેળવે છે. (૧૧) પરિવ્રાજકોની ગતિ :- પરિવ્રાજકોના અનેક પ્રકાર હોય છે. (૧) પચ્ચીસ તત્વોને માનનારા અને અનાત્મત્વાદી, અનીશ્વરવાદી, સાંખ્ય મતાવલંબી(પાંચ મહા ભૂત, અગિયાર ઇન્દ્રિય, પાંચ તન્માત્રાઓ, પુરુષ, પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર આ પચીસ તત્ત્વ માનનારા) (૨) હઠ યોગ અનુષ્ઠાતા યોગી (૩) મહર્ષિ કપિલના મતાવલંબી (૪) ભૃગુઋષિની પરંપરાના અનુયાયી “ભાર્ગવ' (૫) ગુફા, પર્વત, આશ્રમ, દેવસ્થાનમાં રહેનારા, માત્ર ભિક્ષા હેતુએ વસ્તીમાં જનારા હંસ પરિવ્રાજક' (૬) નદીના તટે અથવા નદીના સંગમ સ્થાને રહેતા “પરમહંસ', મૃત્યુ સમયે વસ્ત્ર, ઘાસ આદિનો પણ ત્યાગ કરી દેનારા (૭) ગામમાં એક રાત અને શહેરમાં પાંચ રાત રહી પ્રાપ્ત ભોગોનો સ્વીકાર કરનારા બહૂદક' (૮) ગૃહસ્થા– વસ્થામાં રહેતા થકા ક્રોધ, લોભ, મોહ અને અહંકારનો ત્યાગ કરનારા કુટીવ્રતી યા કુટીચરી (૯) નારાયણમાં ભક્તિશીલ પરિવ્રાજક – “કૃષ્ણ પરિવ્રાજક' તથા આઠ બ્રાહ્મણ પરિવ્રાજક અને આઠ ક્ષત્રિય પરિવ્રાજક છે. આઠ બ્રાહ્મણ પરિવ્રાજક- કર્ણ, કરકંડ, અંબડ, પારાશર, કૃષ્ણ, દ્વિપાયન, દેવગુપ્ત, નારદ, આઠ ક્ષત્રિય પરિવ્રાજક- શીલધી, શશિધર, નગ્ન, ભગ્નક, વિદેહ, રાજરાજ, રાજરામ, બલ.
- આ પરિવ્રાજક ચાર વેદ, ઇતિહાસ, નિઘંટુ, છ અંગોમાં નિષ્ણાત, વ્યાકરણ, જ્યોતિષ આદિ બ્રાહ્મણ યોગ્ય શાસ્ત્રો, ગ્રંથોમાં સુપરિપક્વ જ્ઞાન યુક્ત હોય છે.