________________
આગમ-કથાઓ
104
આ પરિવ્રાજક દાનધર્મની અને સ્વચ્છતામૂલક ધર્મની પ્રરૂપણા વિશ્લેષણ કરી યુક્તિપૂર્વક સમજાવે છે. તેઓ એવું કથન કરે છે કે દરેક વસ્તુને માટી અને પાણીથી શુદ્ધ કરી પવિત્ર બનાવાય છે. સ્નાનાદિથી દેહને પવિત્ર બનાવી આપણે આપણા મતાનુસાર સ્વર્ગગામી થઈશું.
(૧૨) પરિવ્રાજકોની આચાર પ્રણાલી :– (૧) વાવડી, તળાવ, નદી આદિમાં પ્રવેશ ન કરવો, માર્ગમાં વચ્ચે આવી જાય તો છૂટ (૨) વાહનોનો પ્રયોગ ન કરવો. (૩) હાથી, ઘોડા, ગધેડા, આદિની સવારીનો પણ ત્યાગ, પરવશતા તથા બલજબરી નો આગાર. (૪) બધા પ્રકારના ખેલ, નૃત્ય, કુતૂહલ, મનોરંજન, વીણા, વાજિંત્ર અને દર્શનીય સ્થળો કે પદાર્થોને જોવા સાંભળવા કલ્પતા નથી. (૫) લીલી વનસ્પતિનો સ્પર્શ કરવો, તોડવી, કચડવી, પાંદડા, શાખા આદિને ઊંચા– નીચા કરવા, વાળવા અકલ્પનીય છે. (૬) બધા જ પ્રકારની વિકથાઓ, હાનિપ્રદ વિકથા કરવી કલ્પતી નથી. (૭) તુંબડા, લાકડા તથા માટી આ ત્રણ સિવાયના અન્ય પ્રકારના પાત્ર કે પાત્રબંધન રાખવા કલ્પતા નથી. (૮) વીંટીથી લઈ ચૂડામણી પર્યંત કોઈ પણ પ્રકારના આભૂષણ પહેરવાનો નિષેધ. (૯) ભગવા રંગના વસ્ત્ર સિવાય કોઈપણ રંગના વસ્ત્ર કલ્પતા નથી. (૧૦) કનેર(કરેણ)ના ફૂલની માળા સિવાય બીજી કોઈપણ માળા ન વાપરવી. (૧૧) ગંગાની માટી સિવાય કોઈપણ જાતના ચંદન કે કેસરનો લેપ કરવો કલ્પતો નથી. (૧૨) પરિવ્રાજકોને પીવા માટે એક શેર પાણી અને હાથ, પગ, પાત્રાદિ ધોવા ચાર શેર(કિલો) પાણી ગ્રહણ કરવું કલ્પે છે. તે પણ સ્વચ્છ, નિર્મળ, વહેતું તથા ગાળેલું પાણી લેવું કલ્પે છે. તે જળ પણ કોઈ ગૃહસ્થ આપે તો જ લે, જાતે લઈ શકતા નથી.
આ પ્રકારના આચારનું પાલન કરતા થકા તે ઉત્કૃષ્ટ પાંચમાં દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની દસ સાગરોપમની સ્થિતિ હોય છે. શુદ્ધ, નિષ્પાપ ધર્મથી અનભિજ્ઞ, અજ્ઞાત હોવાથી તેઓ ધર્મના આરાધક થતા નથી. (૧૩) અંબડ પરિવ્રાજકના શિષ્ય :- બ્રાહ્મણ પરિવ્રાજકોમાં અંબડનું કથન છે. તે અંબડની કથા આ પ્રમાણે છે– અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્ય હતા. એકદા વિચરણ કરતા થકા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો સમાગમ થયો. નિગ્રંથ પ્રવચનનું શ્રવણ કરી બાર વ્રત ધારણ કરવાની રુચિ જાગી. ભગવાને તેમને શ્રાવકના બાર વ્રત ધરાવ્યા. આથી અંબડ પરિવ્રાજક નિગ્રંથ પ્રવચનનો સ્વીકાર કરી શ્રાવકધર્મનું પાલન કરતા થકા પરિવ્રાજક પર્યાયમાં વિચરણ કરવા લાગ્યા. છતાં શ્રાવક વ્રતની આરાધનામાં કોઈ રુકાવટ ન આવી. કયારેક અંબડ પરિવ્રાજક એકલા પણ વિચરતા હતા.
એક વખત અંબડના ૭૦૦ શિષ્યોએ કંપિલપુરથી પુરિમતાલ નગર તરફ પ્રસ્થાન કર્યુ. ત્યારે સાથે લીધેલું પાણી વચ્ચે જ પૂરું થઈ ગયું. જેઠ મહિનાની સખત ગરમી હતી. બધા તૃષાથી સંતપ્ત હતા. શોધ કરવા છતાં સંયોગવશાત્ પાણી દેનારા કોઈ ન મળ્યા. બધાનો અફર નિર્ણય હતો કે આપકાળમાં પણ અદત્ત ગ્રહણ ન કરવું. તેઓ ગંગા નદીની નજીક પહોંચી ગયા. ગરમીના કારણે મનુષ્યનું આવાગમન બંધ હતું. અંતે બધાએ ગંગાની રેતીમાં પાદપોપગમન સંથારો લેવાનો નિર્ણય કર્યો.
તેમણે પોતાના ભંડોપકરણ- વસ્ત્રપાત્રાદિ ૧૪ ઉપકરણોનો ત્યાગ કર્યો. તેઓએ રેતીમાં જ પથંકાસને બેસી બંને હાથ જોડી સિદ્ધ ભગવાનને નમોત્થના પાઠથી વંદના કરી. ત્યાર પછી બીજી વખત નમોત્થણના પાઠથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કર્યા. ત્યાર પછી પોતાના ધર્મગુરુ ધર્માચાર્ય અંબડ સંન્યાસીને ભાવપૂર્વક વંદન કર્યા.
ત્યાર પછી મોટેથી બોલ્યા કે– અમે પ્રથમ અંબડ પરિવ્રાજકની સમીપે જીવનભર સ્થૂલ હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહનો ત્યાગ કર્યો હતો અને સંપૂર્ણ મૈથુનનો ત્યાગ કર્યો હતો. હવે અમે શ્રમણ ભગવાન મહાવીર સમીપે(પરોક્ષ સાક્ષીએ) સંપૂર્ણ હિંસા, જૂઠ, ચોરી આદિ અઢાર પાપનો યાવજ્જીવન ત્યાગ કરીએ છીએ, ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીએ છીએ, અતિપ્રિય આ શરીરનો પણ ત્યાગ કરીએ છીએ. આ પ્રકારે વિસ્તૃત વિધિપૂર્વક સંલેખનાના પાઠથી પાદપોપગમન સંથારો ધારણ કરી સમય વ્યતીત કરવા લાગ્યા. યથા સમયે આયુષ્ય પૂર્ણ કરી તે ૭૦૦ શિષ્યો પાંચમા દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિમાં ઉત્પન્ન થયા. તે અંબડના શિષ્યો ધર્મના આરાધક થયા. કારણકે પરિવ્રાજક પર્યાયમાં રહેતા થકા નિષ્પાપ, નિરવધ ધર્મને સમજ્યા હતા અને યથાશક્તિ પાલન પણ કર્યું હતું.
(૧૪) અંબડ પરિવ્રાજક :– અંબડ સંન્યાસી પરિવ્રાજકપણામાં એકલા જ વિચરણ કરતા હતા. સાથે શ્રાવકના બાર વ્રતનું પણ પાલન કરતા હતા. છટ્ટ છઠ્ઠનું નિરંતર તપ કરવાથી અને આતાપના લેવાથી તેમને અવધિજ્ઞાન અને વૈક્રિયલબ્ધિ ઉત્પન્ન થયા હતા. પોતાના બળ અને શક્તિથી લોકોને આશ્ચર્ય પમાડવા એક સાથે સો ઘરે જતા. ગોચરી લેતા(ભોજન લેતા) અને રહેતા. આ વાતની ચર્ચા ગામમાં થઈ રહી હતી. ભિક્ષાર્થે પધારતા ગૌતમ સ્વામી એ પણ આ વાત સાંભળી હતી.
અંબડ સંન્યાસી નિગ્રંથ પ્રવચનમાં અતૂટ શ્રદ્ધા રાખતા થકા શ્રાવક પર્યાયનું પાલન કરતા અને સંપૂર્ણ બ્રહ્મચર્ય પણ પાળતા. સાથે સાથે પરિવ્રાજક પર્યાયનું પણ પાલન કરતા હતા. વિશેષતા એ છે કે તેઓ આધાકર્મી, ઉદ્દેશિક, મિશ્ર, ક્રીત, પૂતિકર્મ, અધ્યવપૂર્વક, ઉધાર, અનિસૃષ્ટ, અભિહડ, સ્થાપિત, રચિત દોષોથી યુક્ત આહાર ગ્રહણ નહોતા કરતા. કંતાર ભક્ત, દુર્ભિક્ષભક્ત, ગ્લાન ભક્ત, બાદલિક ભક્ત, પાહુણક ભક્ત, આદિ દોષવાળા આહાર પાણી ગ્રહણ નહોતા કરતા. કંદમૂળ, પત્ર, પુષ્પ, ફળ, બીજ પણ ગ્રહણ નહોતા કરતા. તેમણે ચાર પ્રકારના અનર્થ દંડનો યાવજ્જીવન ત્યાગ કર્યો હતો.
તેઓ પીવા માટે તેમજ હાથ-પગ પાત્ર ઘોવા માટે બે શેર પાણી ગ્રહણ કરતા હતા તથા સ્નાન માટે ચાર શેરથી અધિક પાણી નહોતા લેતા. પાણી ગ્રહણમાં પણ સંપૂર્ણ નિયમોનું પાલન કરતા હતા.
અંબડ સંન્યાસી અરિહંત અને અરિહંતના શ્રમણો સિવાય કોઈને સવિધિ વંદન નહોતા કરતા. આ પ્રમાણે અંબડ પરિવ્રાજક પોતાના પૂર્વવેશ અને ચર્યાની સાથે શ્રાવકવ્રતની આરાધના કરી અંતિમ સમયે એક માસનો સંથારો કરી આયુષ્ય પૂર્ણ કરી આરાધક બની પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં દસ સાગરોપમનું આયુષ્ય મેળવ્યું.
દેવભવ પૂર્ણ થતાં અંબડનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં જન્મ લેશે. દઢપ્રતિજ્ઞ નામ રાખવામાં આવશે, ૭૨ કળામાં પારંગત થશે, યૌવનવય પ્રાપ્ત થતા માતા–પિતા તેને ભોગનું આમંત્રણ આપશે છતાં તેનો અસ્વીકાર કરશે. તેઓ અનેક વર્ષનું શુદ્ધ