________________
jain
105
કથાસાર શ્રામણ્ય પાળી કેવળજ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ કરશે, અનેક વર્ષ સુધી કેવળ પર્યાયનું પાલન કરી કર્મક્ષય કરી સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. મુક્ત થવા માટે સાધુએ નિમ્ન કઠોરતમ નિયમોનું પાલન કરવું પડે છે. યથા– (૧) નગ્ન ભાવ-શરીર સંસ્કારનો ત્યાગ. (૨) મુંડભાવ-ગૃહાદિ પરિગ્રહ તથા મમત્વનો ત્યાગ. (૩) સ્નાન ન કરવું. (૪) દાતણ આદિ ન કરવું. (૫) કેશલુંચન કરવું. (૬) અખંડ બ્રહ્મચર્યનું પાલન. (૭) છત્ર ત્યાગ. (૮) પાદરક્ષકનો ત્યાગ. (૯) ભૂમિ શયન કરવું. પાટ અથવા કાષ્ટના ટુકડા ઉપર સુવું. (૧૦) ઘર ઘરથી ભિક્ષા લેવી. (૧૧) લાભઅલાભમાં સંતુષ્ટ રહેવું (૧૨) બીજા દ્વારા થયેલ હીલના, નિંદા, ગહ, તાડન, તર્જન, પરાભવ(તિરસ્કાર), વ્યથા(પરિતાપ) આ બધી પરિસ્થિતિમાં સમભાવ કેળવવો.
અન્ય કોઈ ઊંચા-નીચા રાગ-દ્વેષાત્મક સંકલ્પ-વિકલ્પ ન કરવા. તે સિવાય નાની મોટી ઇન્દ્રિય વિરોધી કષ્ટકારક પરિસ્થિતિ, ૨૨ પરીષહ, દેવ-મનુષ્ય કે તિર્યંચકૃત ઉપસર્ગ આદિનો સમભાવથી સ્વીકાર કરી શાંત, પ્રસન્ન રહેવું. ઇત્યાદિ મન અને તનની પ્રતિકૂળ સ્થિતિઓનો પ્રતિકાર ન કરતાં તે અવસ્થામાં જ્ઞાતા દષ્ટ બની સમભાવ રાખવો.
આ બધા મન અને તનના કષ્ટ સાધ્ય નિયમોને સાધક સર્વથા કર્મમુક્ત થવા જ ધારણ કરે છે. (૧૫) ગુરુ પ્રત્યેનીક શ્રમણોની ગતિ:- જે શ્રમણ નિગ્રંથ પ્રવચનમાં પ્રવ્રજિત થયા બાદ કાલાંતરે અહંભાવમાં આવી આચાર્ય, ઉપાધ્યાય, કુલ, ગણ, ગુરુ આદિનો તિરસ્કાર, અપકીર્તિ કરે છે, નિગ્રંથ પ્રવચનથી વિપરીત પ્રરૂપણા કરે છે, જેથી પોતે ભ્રમણામાં પડે છે અને અન્યને ભ્રમમાં નાખે છે; આ પ્રકારે અભિનિવેશિક મિથ્યાત્વ યુક્ત શ્રમણ પર્યાયનું પાલન કરે છે; તેવા સાધક મૃત્યુ સમયે તે દોષોની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના જ આયુષ્યપૂર્ણ કરી ઉત્કૃષ્ટ છઠ્ઠા દેવલોકમાં કિલ્પિષક દેવોના રૂપમાં તેર સાગરની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. તે મિથ્યા મતિ હોવાથી બાલ ભાવના કારણે ધર્મના આરાધક થતા નથી. તેથી આ દેવભવ સંસાર બ્રમણનો જ સમજવો. (૧૬) આજીવિક ગોશાલક મતાવલંબીની ગતિ - આજીવિકા મતના શ્રમણ કોઈ બે ઘરના અંતરે તો કોઈ ત્રણ, ચાર, પાંચ, છ, સાત ઘરના અંતરે ભિક્ષા લે છે. કોઈ ફક્ત કમળના ડંઠણ (ડીંટીયા) લે છે. કોઈ પ્રત્યેક ઘરથી ભિક્ષા લેનારા, આકાશમાં વિજળી ચમકે ત્યારે ભિક્ષા ન લેનારા, માટીના મોટા વાસણમાં પ્રવિષ્ટ થઈ તપ કરનારા ઇત્યાદિ વિવિધ વિહાર ચર્યા અને તપ કરનારા ગોશાલક મતાવલંબી કાળ કરી ઉત્કૃષ્ટ ૧૨મા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિ હોય છે. તે પણ મિથ્યાત્વ અભિભૂત અજ્ઞાન દશામાં હોવાથી ધર્મના આરાધક થતા નથી. (૧૭) આત્મોત્કર્ષક કુશીલ શ્રમણોની ગતિઃ- જે શ્રમણ નિગ્રંથ પ્રવચનમાં પ્રવ્રજિત થઈ કાલાંતરે મહિમા, પૂજા, માન-પ્રતિષ્ઠાથી અભિભૂત થઈ સ્વયંના ગુણાનવાદ અને અન્યના અવગણ ગાય છે, દોરા-ધાગા, રક્ષા પોટલી, યંત્ર-મંત્ર-તંત્ર આદિ ચમત્કાર પૂર્ણ વૃત્તિઓથી લોકોને આકર્ષિત કરે છે; આ પ્રકારના કુશીલ આચરણથી યુક્ત થઈ શ્રમણ પર્યાયનું પાલન કરે છે એવા સાધક મૃત્યુ પર્યત આ દોષોનો પરિત્યાગ, આલોચના પ્રતિક્રમણ આદિ ન કરતાં આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં આભિયોગિક(નોકર) દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિ પામે છે. તે સાધકોની શુદ્ધ, નિરતિચાર સંયમની આરાધના ન હોવાથી તેને પણ વિરાધક કહ્યા છે. (૧૮) નિન્દવોની ઉત્પત્તિ :- જે શ્રમણ નિગ્રંથ ધર્મમાં પ્રવ્રજિત થયા બાદ અહંભાવમાં આવી તીર્થકરના સિદ્ધાંતોની ઉપેક્ષા કરી વિપરીત પ્રરૂપણા કરે છે; કુતર્ક અને બુદ્ધિ બળથી અભિનિવેષિક મિથ્યાત્વને પુષ્ટ કરે છે; સાથે બીજાને પણ અસત્ પ્રરૂપણાથી ભાવિત કરે છે; મિથ્યામતમાં જોડે છે. તેઓ બાહ્યાચારથી શ્રમણ પર્યાયમાં હોય છે, તેવા સાધક વિશુદ્ધ દ્રવ્ય શ્રમણાચારનું પાલન કરી (મિથ્યાત્વ ભાવો હોવા છતાં) ઉત્કૃષ્ટ નવરૈવેયકમાં ૩૧ સાગરોપમનું આયુષ્ય પ્રાપ્ત કરે છે.
વર્તમાનમાં ૨૪મા તીર્થંકરના શાસનમાં ૭ નિન્દવ થયા. (૧) જમાલી (૨) તિષ્યગુપ્તાચાર્ય (૩) અષાઢાચાર્યના શિષ્ય (૪) અશ્વમિત્ર (૫) ગંગાચાર્ય (૬) રોહગુપ્ત (૭) ગોષ્ઠામાહિલ – તેઓએ જિનોક્ત, આગમોક્ત સિદ્ધાંતોની વિપરીત પ્રરૂપણા કરી હતી. તે સાત નિહવોનું વિવરણ આ પ્રમાણે છે(૧) બહુરતવાદ:- ઘણા સમય પછી કાર્ય પૂર્ણ થાય છે. કરતાં ને કર્યું ન કહેવાય, આ વિચારધારા જમાલીની હતી. તેઓ ભગવાન મહાવીરના જમાઈ હતા, વૈરાગ્યભાવે દીક્ષિત થયા. તેઓએ એક વખત સ્વતંત્ર વિહરવાની ભગવાન પાસે આજ્ઞા માગી, ભગવાને મૌન રાખ્યું છતાં ૫૦૦ શ્રમણોને લઈ વિહાર કર્યો. તેમણે કઠોર આચાર અને તપશ્ચર્યા કરી. શ્રાવસ્તી નગરીમાં જમાલીને પિત્તજવરની પીડા થઈ, અસહ્ય વેદના થઈ, પથારી કરવા સાધુઓને નિર્દેશ કર્યો. તેમને એક એક પળ પણ ભારે થવા લાગી. સાધુઓને પૂછયું- પથારી તૈયાર છે? જવાબ મળ્યો- પથારી થઈ રહી છે, થઈ નથી. આ સાંભળી તેમણે વિચાર કર્યો કે એક સમયમાં કાર્ય નિષ્પન્ન થતું નથી. ભગવાને કહ્યું છે કે “કરતા તે કર્યું તેમ કહેવું, તે મોટી ભૂલ છે. વેદના શાંત થયા છતાં તે પોતાના વિચારને છોડી ન શકયા. જમાલી ભગવાન સમીપે ગયા. તેમણે ભગવાન મહાવીર તથા ગૌતમ સ્વામી સાથે વાર્તાલાપ કર્યો. જમાલી એ જીદ ન છોડી અને જુદા થઈ ગયા. કેટલાક શિષ્યો તેમની સાથે ગયા તો કેટલાક ભગવાનની પાસે જ રહ્યા. આ ઘટના ભગવાનના કેવળજ્ઞાન પ્રાપ્તિના ૧૪ વર્ષ પછી થઈ. (૨) જીવપ્રાદેશિકવાદ – એક પ્રદેશ પણ ઓછો હોય તો જીવ જીવત્વયુક્ત કહેવાતો નથી. અંતિમ પ્રદેશથી પૂર્ણ હોય ત્યારે જ જીવ, જીવ કહેવાય છે. તેથી તે એક પ્રદેશ જ જીવ છે આ સિદ્ધાન્તના પ્રવર્તક તિષ્યગુપ્તાચાર્ય હતા. તે ભગવાનના મોક્ષગમન પછી ૧૬ વર્ષે થયા. (૩) અવ્યક્તવાદ - સાધુ આદિના સંદર્ભમાં આખુંય જગત અવ્યક્ત છે. અમુક સાધુ છે કે દેવ, કંઈ કહી શકાતું નથી. તેના પ્રવર્તક આચાર્ય આષાઢના શિષ્યો મનાય છે. આચાર્ય આષાઢ શ્વેતાંબિકા નગરીમાં હતા. શિષ્યોને યોગ સાધના શીખવાડી રહ્યા હતા. અચાનક તેમનો દેહાંત થયો, દેવ બન્યા. શિષ્યોનો અભ્યાસ અટકે નહીં તેથી મૃત શરીરમાં તે દેવે પુનઃ પ્રવેશ કર્યો, અલ્પ સમયમાં જ તે ક્રિયા થઈ ગઈ. કોઈને આ ઘટનાનો ખ્યાલ ન રહ્યો. શિષ્યોને અભ્યાસ કરાવી દેવરૂપે દેહમાંથી નીકળ્યા. શ્રમણોને બધી પરિસ્થિતિ કહી ક્ષમાયાચના કરી કે દેવરૂપ અસંયત હોવા છતાં મેં સંયતાત્માઓને વંદન કરાવ્યા. તેમ કહી પોતાના સ્થાને ચાલ્યા