________________
આગમ-કથાઓ
106
ગયા. શ્રમણોના ચિત્તમાં સદાય સંદેહ રહ્યો કે કોણ દેવ ને કોણ સાધુ ? તે અવ્યક્ત છે. તેથી તેઓ શ્રમણ વ્યવહાર છોડી દુરાગ્રહમાં ફસાયા. તેમ વીર નિર્વાણ પછી ૧૧૪ માં વર્ષે આ મત ચાલ્યો.
(૪) સામુચ્છેદિક વાદ :– કૉંડિલ નામના આચાર્ય હતા. તેમના શિષ્ય અશ્વમિત્ર હતા. શિષ્યને પૂર્વનું જ્ઞાન શીખવાડી રહ્યા હતા. પર્યાય સ્વરૂપનું પ્રકરણ ચાલી રહ્યું હતું. પ્રથમ સમયના નારક સમુચ્છિન્ન થશે પછી બીજા સમયના નારક સમુચ્છિન્ન થશે. દ્રવ્યની અપેક્ષાએ તે જ નારક જીવ તે સમયની પર્યાયમાં રહેશે તેમણે તે સમય પર્યાયાત્મક દૃષ્ટિથી જ સમુચ્છિન્નતાનું કથન કર્યું હતું પણ અશ્વમિત્રે તે પકડી લીધું કે “નારક આદિ ભાવોનો એકાંતે પ્રતિક્ષણ સમુચ્છેદ, વિનાશ થતો રહે છે.” તેમણે આ પ્રરૂપણા વીર નિર્વાણ પછી ૨૨૦ વર્ષે ચાલુ કરી.
(૫) વૈક્રિય વાદ :– શીતલતા અને ઉષ્ણતા આ બે ક્રિયાની અનુભૂતિ એક જ સમયે એક વ્યક્તિને થાય છે– આ ત્રૈક્રિયવાદ છે. ગંગાચાર્ય તેના પ્રવર્તક હતા. ગંગમુનિ ધનગુપ્તના શિષ્ય હતા. તે એક વખત પોતાના ગુરુની સેવામાં જઈ રહ્યા હતા, માર્ગમાં ઉલ્લુકા નદીના પાણીમાં ચાલીને નદી પાર કરી રહ્યા હતા. માથા ઉપર સૂર્યના તાપથી ઉષ્ણતા અને પગમાં પાણીની શીતળતાનો અનુભવ થઈ રહ્યો હતો. ગંગમુનિ વિચારવા લાગ્યા– આગમોમાં બતાવ્યું છે કે એક સાથે બે ક્રિયાની અનુભૂતિ થતી નથી પણ હું તો પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. ભગવાનના નિર્વાણ બાદ ૨૨૮ વર્ષ પછી આ નિન્હેવ થયા. આગમ તત્વ એ છે કે એક જીવને એક સાથે બે ક્રિયાનો અનુભવ થઈ શકે છે પરંતુ એક સૂક્ષ્મ સમયમાં જીવને એક જ ઉપયોગ હોય છે.
(૬) ત્રેરાશિક વાદ :– જીવ, અજીવ, નોજીવ(જીવ પણ નહી અને અજીવ પણ નહીં) એવો ત્રેરાશિકવાદ આચાર્ય રોહગુપ્તે સ્વીકાર્યો હતો. તે અંતરંજિકા નામની નગરીમાં આચાર્ય શ્રીગુપ્તની સેવામાં જઈ રહ્યો હતો, રસ્તામાં પોઢશાલ પરિવ્રાજક પોતાની વિદ્યાઓનો ચમત્કાર બતાવી રહ્યો હતો. તે વાદ કરવા બધાને આમંત્રણ આપી રહ્યો હતો. રોહગુપ્તે આમંત્રણનો સ્વીકાર કર્યો. પોઢશાલ વૃશ્ચિકી, સર્પિણી, મૂષિકી, વિદ્યાઓનો સાધક હતો. તેમણે ચાલાકી કરી. અને રોહગુપ્તના સિદ્ધાંતોને જ માન્ય કરી બતાવ્યું કે રાશિ બે છે જીવ, અજીવ. રોહગુપ્ત ખંડન ન કરી શકે તે હેતુએ જ તેણે આમ કહ્યું હતું. રોહગુપ્ત પણ બે રાશિ જ માનતા હતા. પણ પોઢશાલની વાત માની લેવાથી પરાજિત થવું પડે તેથી વિરોધ કરતા સાથે કહ્યું– જગતમાં રાશિ ત્રણ છે– જીવ, અજીવ, નોજીવ અજીવ. આ પ્રરૂપણા તર્કની સાથે સિદ્ધ કરી વિજયી થયા. ગુરુદેવ શ્રીગુપ્તે આ તર્કને અમાન્ય કર્યો, તેમને પુનઃ રાજસભામાં જઈ પ્રતિવાદ કરવાનું કહ્યું. પણ હવે તો પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઉભો થયો. તેમણે ગુરુ આજ્ઞાનું પાલન ન કર્યું. ત્યારથી ત્રિરાશિકવાદ શરૂ કર્યો. વીર નિર્વાણના ૫૪૪ વર્ષ પછી આ નિહ્નવ થયા.
(૭) અબદ્ધિકવાદ :— “કર્મ જીવની સાથે બંધાતા નથી પણ કંચુકની જેમ સ્પર્શમાત્ર કરી સાથે લાગ્યા રહે છે.” ગોષ્ઠામાહિલ આ મતના પ્રવર્તક હતા. દુર્બલિકા પુષ્યમિત્ર આર્યરક્ષિતના ઉત્તરાધિકારી હતા, વિન્ધ્ય નામના શિષ્યને કર્મપ્રવાદના બંધઅધિકારનો અભ્યાસ કરાવી રહ્યા હતા. તે સમજાવી રહ્યા હતા કે જેવી રીતે દિવાલ ઉપર ભીની માટીના ગોળાને ફેંકવાથી ચીટકી જાય છે તેવી જ રીતે કેટલાક કર્મ આત્માની સાથે ચીટકી જાય છે. સૂકી માટીના ગોળાને દિવાલ ઉપર ફેંકતા દિવાલનો સ્પર્શ કરી નીચે પડી જાય છે, તેવી રીતે કેટલાક કર્મ સ્પર્શ માત્ર જ કરે છે, ગાઢરૂપે બંધાતા નથી. ગોષ્ઠામાહિલે આ કથન સાંભળ્યું તો અપેક્ષાની ઉપેક્ષા કરી શંકિત થઈ ગયા કે જો આત્મા અને કર્મ એકાકાર થઈ જાય તો તે જુદા થઈ શકતા નથી. તેથી આ જ ન્યાય યુક્ત છે કે કર્મ આત્માની સાથે બંધાતા નથી, માત્ર સ્પર્શ કરે છે. પુષ્યમિત્રે તેમને બહુ સમજાવ્યા પણ પોતાની જિદ ઉપર તે અડગ રહ્યા. વીર નિર્વાણના ૬૦૯ વર્ષ બાદ ગોષ્ઠામાહિલે આ મત પ્રવર્તાવ્યો.
(૧૯) સંન્નીતિર્યંચ પંચેન્દ્રિય શ્રાવકની ગતિ :– પાંચે ય જાતિના સંન્ની તિર્યંચ પંચેન્દ્રિયને યથાયોગ્ય ચિંતન મનન કરવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનાથી તેઓ શ્રાવકના વ્રત સ્વીકારી પોતાની યોગ્યતા અને ક્ષમતા અનુસાર પાલન કરે છે. સામાયિક, પૌષધઉપવાસ આદિ પણ અનુકૂળતા પ્રમાણે કરે છે. તેઓ શ્રમણોપાસક પર્યાયનું પાલન કરતાં કરતાં સમાધિપૂર્વક આયુષ્યપૂર્ણ કરી ઉત્કૃષ્ટ આઠમા દેવલોક સુધી જઈ શકે છે. તેઓ નિગ્રંથ પ્રવચન અને શ્રાવક ધર્મના આરાધક થાય છે. દેવલોકમાં તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૮ સાગરોપમનું હોય છે. તેઓ ૧૫ ભવથી વધારે સંસારમાં પરિભ્રમણ કરતા નથી. (૨૦) શ્રમણોપાસક મનુષ્યોની ગતિ :– કેટલાક મનુષ્યો ધર્મપ્રેમી, ધર્મશ્રદ્ધા– વાળા, ધર્માનુયાયી, ધાર્મિકવૃત્તિવાળા અને ધર્મ સંસ્કારોવાળા સદાચારી તથા સંતોષી હોય છે. અલ્પઆરંભ, અલ્પ પરિગ્રહથી જીવન ચલાવે છે. તેઓ હિંસા આદિ મિથ્યાત્વ સુધીના ૧૮ પાપ સ્થાનકોના આંશિક ત્યાગી હોય છે અર્થાત્ અમુક અંશે મર્યાદા કરી હોય છે. આ પ્રકારના આરંભ સમારંભ કરવા–કરાવવા, ભોજનઆદિ બનાવવું–બનાવડાવવું, પદાર્થોને ફૂટવા, પીસવા; કોઈને મારવું, પીટવું, તાડના તર્જના કરવી, વધ બંધન કરવા, કોઈને દુઃખ દેવું ઇત્યાદિ ક્રિયાના આંશિક ત્યાગી હોય છે. સ્નાન, અત્યંગન, વિલેપન, ઉબટન, શૃંગાર, અલંકાર, માળા તેમજ મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શના સુખોના દેશથી ત્યાગી અને મર્યાદિત આગારવાળા હોય છે. તે શ્રમણોપાસક પરપીડાકારી સાવધ યોગોના અંશતઃ ત્યાગી અને મર્યાદિત આગારવાળા હોય છે.
આવા શ્રમણોપાસક જીવ, અજીવ તત્વના જ્ઞાતા; પુણ્યપાપને અનુભવ પૂર્વક સમજીને આશ્રવ, સંવર, નિર્જરા, મોક્ષના વિષયમાં કુશળ; દેવ, દાનવના ડગાવ્યા છતાં ડગે નહિ; નિગ્રંથ પ્રવચનમાં શંકા, કાંક્ષા આદિ દોષોથી રહિત; નિગ્રંથ પ્રવચનના(સિદ્ધાંતોના) અર્થ, પરમાર્થના જાણકાર હોય છે. તેમની હાડ– હાડની મિજ્જામાં ધર્મપ્રેમ વણાયેલો હોય છે. નિગ્રંથ પ્રવચનને જ જીવનમાં અર્થ–પરમાર્થરૂપે સમજે છે, શેષ અન્યકૃત્યોને આત્મા માટે નિષ્પ્રયોજન રૂપ સમજે છે. તેમને દાન દેવાની પૂર્ણ ભાવના હોય છે, તે કારણે તેમના ઘરના દરવાજા સદાય ખુલ્લા રહે છે. કોઈ પણ યાચક તેમના દરવાજેથી ખાલી હાથે પાછો જતો નથી. વિશેષ પ્રયોજન વિના કોઈના ઘરમાં કે અંતઃપુરમાં તેઓ પ્રવેશ ન કરે. તેઓ મહિનામાં છ પ્રતિપૂર્ણ પૌષધ કરે; શ્રમણ નિગ્રંથોને કલ્પનીય આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, રજોહરણ, ઔષધ, ભેષજ, મકાન, પાટ, ઘાસ આદિ પરમ ભક્તિ અને વિવેકપૂર્વક પ્રતિલાભતાં શ્રમણોપાસક પર્યાયમાં વિચરણ કરે છે. અંતિમ સમયે યથાઅવસરે તેઓ અનશનનો સ્વીકાર કરે છે. અંતે આલોચના,