________________
jain
107
કથાસાર પ્રતિક્રમણ કરી, સમાધિ ભાવે પંડિત મરણને પ્રાપ્ત કરી, ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં વધુમાં વધુ ૨૨ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે શ્રમણોપાસક આરાધક થઈને ઉત્કૃષ્ટ પંદર ભવથી અધિક ભ્રમણ કરતા નથી. એટલેકે પંદર ભવમાં મોક્ષ ગામી બને છે. નિગ્રંથ સુશ્રમણોની ગતિ – શ્રમણ નિગ્રંથ શ્રેષ્ઠ ધર્મી, ધર્માનુરાગી, ધાર્મિક જીવન જીવવાવાળા હોય છે. ૧૮ પાપના સંપૂર્ણ ત્યાગી હોય છે. સાથે સાથે કરવું, કરાવવું, પકવવું, પકાવવું, આરંભ, સમારંભ, કૂટવું, પીસવું, તેમજ તેઓ પર– પરિતાપકારી કૃત્યોના ત્યાગી હોય છે. સ્નાન, શરીરસુશ્રુષા, માળા, અલંકાર આદિ પ્રવૃત્તિઓના પણ તેઓ ત્યાગી હોય છે. તેઓ ઇન્દ્રિયોના વિષયો શબ્દ, રૂપ આદિના પૂર્ણ ત્યાગી હોય છે.
આવા અણગાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ યુક્ત હોય છે. તેઓ ઇન્દ્રિયોને વશમાં રાખનારા, વિષયોમાં અનાસક્ત, નિયમઉપનિયમયુક્ત, બ્રહ્મચર્યનું પાલન કરનારા, નિર્મમત્વી, અકિંચન, ભાવગ્રંથીઓથી રહિત અને આશ્રવ રહિત હોય છે. કર્મ બંધથી રહિત હોય છે. તેઓ સૂત્રોક્ત રર ઉપમાઓના ગુણોથી યુક્ત હોય છે. શાસ્ત્ર આજ્ઞા ને જ સર્વસ્વ સમજી જીવનની માનસિક, વાચિક તથા કાયિક દરેક પ્રવૃત્તિ કરનારા હોય છે.
આ પ્રમાણે વિચરણ કરતા કેટલાક શ્રમણોને કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થાય છે. તેઓ અનેક વર્ષો સુધી કેવળી પણ વિચરી અંતે ભક્ત પ્રત્યાખ્યાન, સંલેખના કરી, સંપૂર્ણ કર્મનો ક્ષય કરી મોક્ષ પદને પ્રાપ્ત કરે છે.
કેટલાક શ્રમણ જીવન પર્યત છદ્મસ્થ અવસ્થામાં જ વિચરણ કરે છે અને અંતિમ ક્ષણે સંથારો કરી તે સ્થિતિમાં જ કેવળજ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે.
જયારે કેટલાક શ્રમણ સંયમનું આરાધન કરી ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે, ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. ત્યાંથી ચ્યવી તેઓ એક ભવ મનુષ્યનો કરી સિદ્ધ(મુક્ત) થાય છે. ધર્મના આરાધક શ્રમણ-શ્રમણોપાસક જઘન્ય પહેલા દેવલોકમાં બે પલ્યની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. ધર્મના વિરાધક અહીં વર્ણવેલા બધાજ જઘન્ય ભવન- પતિ તથા વ્યંતરમાં દસ હજાર વર્ષની સ્થિતિએ ઉત્પન્ન થાય છે, તેમજ અન્ય ત્રણ ગતિમાં પણ જાય છે. કેવલી સમુઘાત – બધાજ કેવળી ભગવાન કેવળી સમુદ્યાત કરતા નથી. જે કેવળીને છ મહિનાથી વધુ આયુષ્ય બાકી હોય ત્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન થયા હોય તેઓ કેવળી સમુદ્યાત કરતા નથી.
છ મહિનાથી ઓછું આયુષ્ય હોય અથવા તો જીવનની અંતિમ ક્ષણોમાં કેવળજ્ઞાન થયું હોય તેમજ જે કેવળીને આયુષ્ય અને અન્ય કર્મની અત્યધિક અસમાનતા હોય તે કેવળી કર્મોને સમ અવસ્થામાં કરવા માટે કેવળી સમુઘાત કરે છે. જેને સ્વભાવિક કર્મોની અસમાનતા ન હોય તેમને કેવળી સમુઘાત કરવાની આવશ્યકતા રહેતી નથી. કેવળી સમુઘાતમાં આત્મપ્રદેશ બહાર નીકળીને ક્રમશઃ સંપૂર્ણ લોકમાં ફેલાઈ, ફરીને ક્રમશઃ શરીરસ્થ થઈ જાય છે. આ પ્રક્રિયામાં માત્ર આઠ સમય જ લાગે છે.
આ કેવળી સમુદ્યાત યોગ નિરોધ અવસ્થાના અધિકતમ અંતર્મુહૂર્ત પહેલાં થઈ જાય છે. પછી કેવળી સંપૂર્ણ યોગનો નિરોધ કરી શરીરની ર/૩ અવગાહનામાં આત્મપ્રદેશોને અવસ્થિત કરી દે છે. તે અવસ્થિત અવસ્થામાં પાંચ લઘુ અક્ષર ઉચ્ચાર જેટલો સમય રહે છે. તેને ૧૪ મું ગુણસ્થાન કહેવામાં આવે છે. તે સમય પછી તે અયોગી કેવળી સંપૂર્ણ કર્મક્ષય કરી, ઔદારિક, તેજસ, કાર્મણ શરીરનો ત્યાગ કરી શાશ્વત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. સિદ્ધોનું સ્વરૂપ – જેવી રીતે અગ્નિથી બળેલા બીજ ફરીને અંકુરિત નથી થતા તેવી રીતે સંપૂર્ણ કર્મબીજ બળી જવાના કારણે સિદ્ધને પુનઃ સંસારમાં અવતરવું પડતું નથી. વજઋષભનારા સંઘયણવાળા અને બધાજ સંઠાણવાળા મનષ્ય સિદ્ધ થઈ શકે છે. જઘન્ય બે હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્ય સિદ્ધ થઈ શકે છે. જઘન્ય સાધિક આઠ વર્ષ(ગર્ભ સહિત નવ વર્ષ) ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વની સ્થિતિવાળા સિદ્ધ બની શકે છે.
બધા દેવલોકથી ઉપર સિદ્ધ શિલા છે, જે પૃથ્વીકાયની છે, ૪૫ લાખ યોજનાના વિસ્તારવાળી ગોળાકાર છે, કિનારે માખીની પાંખ જેટલી પાતળી છે, અને વચ્ચે આઠ યોજન જાડી છે. તેનું ઉપરનું તળિયું સમતલ છે અને નીચેનું છત્રાકારે ગોળ છે. તે સિદ્ધશિલા સર્વાર્થસિદ્ધ મહાવિમાનથી ૧૨ યોજન ઉપર છે. તે સિદ્ધશિલાથી ઉપર ઉભેધાંગુલના એક યોજન સુધી લોક છે. ત્યાર પછી અલોક છે. લોકના અંતિમ કિનારેથી લોકની અંદર ૩૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલ સુધીના ક્ષેત્રમાં અનંતાનંત સિદ્ધ ભગવંતો રહેલા છે. તે બધાયના આત્મા અવગાહનાના ઉપલા કિનારા અલોકથી સ્પર્શેલા છે. જે
તે સિદ્ધ ભગવાન ત્યાં સાદિ અનંતકાળ સુધી અરૂપી શુદ્ધાત્મ સ્વભાવમાં સ્થિર રહે છે. સિદ્ધોના આત્મપ્રદેશોની અવગાહના જઘન્ય એક હાથ આઠ અંગુલ, ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ્ય ને ૩૨ અંગુલ તથા મધ્યમ બધી અવગાહનાઓ હોય છે. ૪૫ લાખ યોજન ક્ષેત્રમાં કોઈપણ સ્થાન સિદ્ધ પ્રદેશોથી ખાલી નથી પરંતુ પ્રત્યેક પ્રદેશ ઉપર અનંત સિદ્ધોના આત્મપ્રદેશો રહેલા છે.
સાથે સેકડો દીપકોનો પ્રકાશ પણ તે જ દીપકના પ્રકાશમાં રહી શકે છે. જ્યારે આ રૂપી પદગલ પ્રકાશને રહેવામાં ક્યાંય મુશ્કેલી આવતી નથી તો અરૂપી આત્મપ્રદેશ અનંત સિદ્ધોના એકમાં અનેક વ્યાપ્ત થઈ જાય તેમાં સંદેહને સ્થાન રહેતું નથી. અર્થાત્ આવી રીતે અનંતાનંત સિદ્ધ ભગવાન એક સાથે રહે છે.
બધા સિદ્ધોની અવગાહના એક સરખી હોતી નથી. અંતિમભવમાં મનુષ્ય દેહની જે અવગાહના અને સંઠાણ હોય છે તેના બે તૃતીયાંશ અંશ જેટલી પ્રત્યેક સિદ્ધની પોત પોતાની અલગ અલગ અવગાહના હોય છે.
તે ત્યાં સ્થિર રહેતાં લોક, અલોકના બધા ભાવોને, દ્રવ્ય ગુણ પર્યાયોને કેવળજ્ઞાનથી જાણે છે અને કેવળ દર્શનથી જુએ છે. આ જ્ઞાન અને દર્શન બે આત્મગુણો જ સિદ્ધોમાં હોય છે. તેનો ઉપયોગ સાકારોપયોગ અને અનાકારોપયોગ કહેવાય છે.