________________
81
jain
કથાસાર એક વાકયમાં ધર્મની વ્યાખ્યા કરવી હોય તો “અહિંસા પરમો ધર્મ” કહી શકાય પરંતુ “હું એક શુધ્ધ આત્મા છું” એટલું જ પુરતું નથી.
લોક જીવ અને અજીવથી બનેલો છે. અજીવ પુદગલ પ્રત્યેનો અનાતી ભાવ અડધો વ્યવહાર શુધ્ધ કરે છે. આત્મભાવોમાં રમકતા કરવાથી પોતાના પર ઉપકાર કર્યો કહેવાય. બાકી રહેલા અડધા ભાગ, જીવદવ્ય પ્રત્યેના અનુકંપા ભાવથી જ સંપૂર્ણ વ્યવહાર શુધ્ધ થાય છે.
વ્યવહારમાં પણ કોઈનાં ડૉકટર હોવા માત્રથી તે સ્વયં પણ બીમારીથી બચી શકતો નથી. તે પોતે પકા ઉપચારની ક્રિયા વગર સાજો થતો નથી. તેનું જ્ઞાન ક્રિયા વગર અધુરું છે.
જીવોના સુખ દુઃખનું કારણ તેમનાં કર્મ છે. આપણો જીવ તેમાં પ્રમાદવશ નીમીત બને છે. આ પ્રમાદનાં કારણે આત્માનાં અનુકંપાના ગુણ ની ઘાત થાય છે. તથા રાગદ્વેષ નાં પરિણામો કરી જીવ કર્મોનો બંધ કરે છે. એકેન્દ્રીયનાં જીવોને તુચ્છ સમજી ( પૃથ્વી, પાળી અગ્નિ, વનસ્પતિ વાયરો) તે જીવો પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી આત્માની શુદ્ધતાનું રટણ કરવું એ નિક્રિયતા છે. આત્માનું શુભભાવથી ક્રિયાશીલ થવું એટલે અનુકંપા.
કડીઓની રક્ષા માટે કડવી તુંબીનું શાક પી જનાર અાગાર કે માથા પર અંગારા સહેનાર ગજસુકુમારની જેમ જીવ જ્યારે ખરેખર અનુકંપાના ભાવ સાથે પ્રવૃતિ કરે છે ત્યારે પોતાનાં શરીર બળને પણ ઓળંગી જાય છે.
જાણે હોવા છતાં ચંડકોશોકનાં માર્ગ પર આગળ વધે છે તે આત્મા છે. પાસે જઈ ડેબ સહે છે તે આત્મા છે, લોહીની ધારા વહી રહી છે છતાં ઉપદેશ આપે છે તે આત્મા છે. સાહસિક સહનશીલ અનુકંપાધારક આવા અનેક ગુણવાચક શબ્દોને અપૂરતાં સાબીત કરનાર આત્માની ઓળખ ફકત શુધ્ધતા કેવી રીતે હોઈ શકે ?
સાતમું અધ્યયન દષ્ટાંતયુક્ત ધર્મપ્રેરણા (૧) જે પ્રકારે ખાવા-પીવામાં મસ્ત બનેલો બકરો, જાણે કે અતિથિઓની પ્રતીક્ષા જ કરે છે એટલે કે યજમાન આવતાં જ તેનું મસ્તક ધડથી જાદુ કરી, તેના માંસને પકાવીને ખાવામાં આવે છે. તે જ રીતે અધાર્મિક પ્રાણી પોતાના કૃત્યોથી જાણે નરકની જ ચાહના કરે છે. એટલે કે તેઓ અધર્મ આચરણના કારણે નરકમાં જાય છે. (૨) તે અજ્ઞાની પ્રાણી હિંસા, જૂઠ કે ચોરી ના કૃત્યો કરનારા, લુંટારાં, માયાચારી, સ્ત્રીલંપટ, મહારંભી, મહાપરિગ્રહી, માંસ-મદિરાનું સેવન કરનારા, હૃષ્ટપુષ્ટ શરીરવાળા બનીને નરકની આકાંક્ષા કરે છે. (૩) તે ઈચ્છિત ભોગોનું સેવન કરી, દુઃખથી એકત્રિત કરેલ ધન સામગ્રીને છોડીને, અનેક સંચિત કર્મોને સાથે લઈ જાય છે. વર્તમાનમાં રાચનારા, ભવિષ્યનો વિચાર ન કરનારા ભારે કર્મી બની મૃત્યુ સમયે ખેદ કરે છે. (૪) જેવી રીતે એક કાંગણી(કોડી) ને લેવા જતાં મનુષ્ય હજાર મહોરોને ગુમાવે છે, અપથ્યકારી આમ્રફળને ખાઈ રાજા રાજ્યસુખ હારી જાય છે તે પ્રકારે તુચ્છ માનવીય ભોગોમાં આસક્ત પ્રાણી દૈવિક સુખ અને મોક્ષના સુખને હારી જાય છે.(અહીં બે કથાઓ છે) (૫) ત્રણ પ્રકારના વણિક- ૧. લાભ મેળવવા વાળા ૨. મૂળ મૂડીનું રક્ષણ કરવાવાળા ૩. મૂળ મૂડીને પણ ગુમાવી દેવાવાળા. તે જ રીતે ધર્મની અપેક્ષાએ સાધક પ્રાણીની ત્રણ અવસ્થા છે– ૧. દેવગતિ કે મોક્ષગતિના લાભને મેળવનારા ૨. મનુષ્ય ભવ રૂપ મૂળ મૂડીને પનઃ પ્રાપ્ત કરનારા ૩. નરક-તિર્યંચ ગતિ ૩પ દુર્ગતિને પ્રાપ્ત કરનારા (૬) નરક-તિર્યંચગતિમાં જનારો સદાય પરાજિત થયેલો હોય છે. તે ગતિમાંથી દીર્ઘકાળ સુધી બહાર નીકળી શકતો નથી અર્થાત્ તેનું બહાર નીકળવું દુર્લભ છે. (૭) મનુષ્યનું આયુષ્ય અને તેના ભોગ સુખ દેવની તુલનામાં અતિ અલ્પ છે. પાણીનું ટીપું અને સમુદ્ર જેટલું અંતર છે. તેવું જાણ્યા છતાં પણ જે મનુષ્ય સંબંધી ભોગોથી નિવૃત્ત થતો નથી, તેમનું આત્મપ્રયોજન નષ્ટ થઈ જાય છે. તે મોક્ષમાર્ગને પ્રાપ્ત કરીને પણ પથભ્રષ્ટ થઈ જાય છે. (૮) ભોગોથી નિવૃત્ત થનારા પ્રાણી ઉત્તમ દેવગતિને અને પછી મનુષ્ય જીવનને પ્રાપ્ત કરી અનુત્તર સુખોને પ્રાપ્ત કરે છે. (૯) બાલ જીવ ધર્મને છોડી, અધર્મને સ્વીકારી દુર્ગતિ પ્રાપ્ત કરે છે. અને ધીર, વીર પુરુષ અધર્મને છોડી ધર્મને સ્વીકારી સદ્ગતિને પ્રાપ્ત કરે છે.
આઠમું અધ્યયન : દુર્ગતિથી મુક્તિ (૧) સંપૂર્ણ સ્નેહનો ત્યાગ કરનારા સાધક બધા દોષો અને દુઃખોથી મુક્ત થઈ જાય છે, પછી તે સ્નેહ ઇન્દ્રિયના વિષયનો હોય કે ધન-પરિવારનો હોય અથવા તો યશ-કીર્તિ કે શરીરનો હોય, પણ તે સ્નેહ ત્યાજ્ય છે. (૨) શ્લેખમાં માખી જે રીતે ફસાઈ જાય છે તે રીતે ભોગાસક્ત પ્રાણી સંસારમાં ફસાઈ જાય છે (૩) કેટલાક સાધક પોતાની જાતને સંન્યાસી માને છે પરંતુ પ્રાણીવધને નથી જાણતા, તે દુર્ગતિ પ્રાપ્ત કરે છે, કારણ કે પ્રાણવધની અનુમોદના કરવાવાળો પણ કદાપિ મુક્ત થઈ શકતો નથી, તો સ્વયં અજ્ઞાનવશ વધ કરનારા માટે મુક્તિનો પ્રશ્ન જ રહેતો નથી. (૪) તેથી સંપૂર્ણ જગતના ચરાચર પ્રાણિઓને મન,વચન, કાયાથી હણવા નહિ, હણાવવા નહિ અને હણનારની અનુમોદના પણ કરવી નહિ. (૫) સંપૂર્ણ અહિંસા પાલન હેતુ ભિક્ષુ એષણા સમિતિયુક્ત આહાર ગ્રહણ કરે અર્થાત્ કોઈપણ પ્રકારે પ્રાણીવધ થાય તેવી ભિક્ષા ગ્રહણ ન કરે. (૬) નિર્દોષ ભિક્ષામાં પણ આસક્ત ન બને પરંતુ જીવન નિર્વાહ માટે નીરસ, શીતલ, સારહીન, રૂક્ષ પદાર્થોનું સેવન કરે. (૭) લક્ષણ, સ્વપ્ન આદિ ફળ બતાવનારા પાપ શાસ્ત્રોનો પ્રયોગ ન કરે. (૮) સંસારમાં જેમ-જેમ લાભ મળતો જાય છે તેમ-તેમ લોભ વધતો જાય છે. જેમ કે બે માસા સુવર્ણની પ્રાપ્તિની ઇચ્છાવાળા કપિલની લાલસા રાજ્ય મેળવવા સુધી પહોંચી ગઈ હતી. તેથી ઇચ્છાઓનું નિયંત્રણ કરવું જોઈએ.(અહીં કપીલ કેવળીની કથા છે.) (૯) ઉદરને હંમેશાં બિલાડીનો ભય રહે છે, તેવી રીતે છઘસ્થ સાધકને હંમેશાં સ્ત્રીનો ભય રહે છે, તેથી ભિક્ષુઓએ સ્ત્રીસંપર્ક અને તેનો અતિ પરિચય વર્જવો જોઈએ.