________________
આગમ-કથાઓ
80
પાંચમું અધ્યયન : બાલ–પંડિત મરણ
જન્મની સાથે જ મૃત્યુ સંકળાયેલુ છે. જીવન જીવવું એક કળા છે તો સમાધિ મૃત્યુ ને વરવું તે પણ ઓછી કળા નથી ! આ અધ્યયનમાં મરણના બે પ્રકાર વર્ણવ્યા છે– બાલ મરણ(અકામ મરણ) અને પંડિત મરણ(સકામ મરણ). (૧) બાળ એટલે અજ્ઞાની જીવોનું વારંવાર અકામ મરણ થાય છે, જ્યારે પંડિત પુરુષોનું ઉત્કૃષ્ટ સકામ મરણ એક જ વખત થાય છે; અર્થાત્ જઘન્ય, મધ્યમ આરાધનામાં અધિકતમ સાત—આઠ ભવ થાય છે અને ઉત્કૃષ્ટ આરાધનામાં જીવ તે જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરે છે.
(૨) વિષય આસક્ત બાળ જીવ અનેક ક્રૂર કર્મ કરે છે. કેટલાક તો પરલોકનો જ સ્વીકાર કરતા નથી. બધા પ્રાણીઓના જે હાલ થશે તે અમારા થશે”. એવું વિચારીને કેટલાક જીવો હિંસા, જૂઠ, છળ–કપટ, ધૂર્તતા આદિ કરે છે, સુરા અને માંસનું સેવન કરે છે તેમજ ધન અને સ્ત્રીઓમાં ગૃદ્ધ બને છે.
(૩) એવા લોકો અળસિયાની સમાન ‘મુખ અને શરીરથી’ માટી ગ્રહણ કરવાની જેમ રાગ અને દ્વેષ બંનેથી કર્મ બંધ કરે છે.
(૪) ઉક્ત અજ્ઞાની પ્રાણી મૃત્યુથી ક્લાંત થવાના સમયે નરકગતિ આદિ દુઃખોનું ભાન થતાં શોક કરે છે. જેવી રીતે અટવીમાં ગાડાની ધૂરા તૂટી જવાથી ગાડીવાન શોક કરે છે.
(૫) તેમ જ ધર્માચરણ રહિત અજ્ઞાની જીવ હારેલા જુગારીની સમાન મૃત્યુ સમયે આર્તધ્યાન કરે છે.
(૬) પંડિત મરણ પણ ગૃહસ્થજીવનની વિભિન્નતા અને શ્રમણજીવનની વિષમતાના કારણે બધા ભિક્ષુઓને કે બધા ગૃહસ્થોને પ્રાપ્ત થતું નથી.
(૭) કેટલાક ગૃહસ્થોની ધર્મસાધના સાધુઓથી પણ ઉચ્ચ હોય છે. પરંતુ સુસાધુઓના સંયમ તો સર્વગૃહસ્થોથી ઉત્કૃષ્ટ જ હોય છે. (૮) ભિક્ષાજીવી કેટલાક સંન્યાસીઓના આચરણ અને શ્રદ્ધા શુદ્ધ હોતા નથી. તેથી તેમના જટાધારણ, મુંડન, નગ્નત્વ, ચર્મ, વસ્ત્ર, વિભિન્ન વેષભૂષા અને અન્ય ઉપકરણ ધારણ કરવા આદિ તેમને દુર્ગતિથી મુક્ત કરી શકતા નથી. તેથી ભિક્ષુ હોય યા ગૃહસ્થ, જો તે સુવ્રતી અને સુશીલ હોય તો જ દિવ્યગતિને પ્રાપ્ત કરી શકે છે.
(૯) જે પૌષધ, વ્રત, નિયમ અને સદાચારનું પાલન કરતાં થકાં ગૃહસ્થ અવસ્થામાં રહે છે અથવા ઇન્દ્રિયના વિષયોથી તેમજ સંપૂર્ણ પાપોથી નિવૃત થઈ ભિક્ષા જીવનથી ધર્મ આરાધના કરે છે એવા શ્રમણોપાસક અને શ્રમણ મૃત્યુ સમયે ત્રાસ પામતા નથી પરંતુ પંડિત મરણને વરે છે. તેમાંથી કોઈ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે તો કોઈ એક ભવ દેવનો કરી પુનઃ મનુષ્ય થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. (૧૦) આ અકામ–સકામ બંને મરણોના ફળની તુલના કરીને મુમુક્ષુઓએ દયાધર્મનો સ્વીકાર કરવો જોઈએ અને દેહ મમત્વનો ત્યાગ કરી અંતિમ સમયે ભક્તપ્રત્યાખ્યાન આદિ કોઈપણ પ્રકારના પંડિતમરણ (અનશન)નો સ્વીકાર કરવો જોઈએ.
છઠ્ઠું અધ્યયન : જ્ઞાન—ક્રિયા
(૧) અજ્ઞાની જીવો દુઃખોની વૃદ્ધિ કરતા રહે છે, તેથી મુમુક્ષુઓએ જીવાદિ નવ તત્વોને જાણીને સત્યની ગવેષણા કરતા થકા બધા પ્રાણીઓ સાથે મૈત્રીનો વ્યવહાર કરવો જોઈએ અને પરિવારના સભ્યોમાં પણ અસંરક્ષણનો ભાવ જાણીને સ્નેહરહિત બને તથા ધન–સંપત્તિને ચંચળ સમજી તેનો ત્યાગ કરે.
(૨) જ્ઞાનયુક્ત આચરણને હૃદયંગમ કરી, પરિગ્રહને નરકનું મુખ્ય કારણ સમજી તેનો ત્યાગ કરે અને સર્વ જીવોને આત્મવત્ સમજીને સાવધ આચરણનો સર્વથા ત્યાગ કરે.
(૩) સાવધકર્મ, ધન અને પરિગ્રહના ત્યાગી મુનિ ગૃહસ્થ દ્વારા અપાયેલ, એષણા સમિતિની વિધિથી પ્રાપ્ત આહારથી સંયમ નિર્વાહ કરે. પક્ષીની જેમ સંગ્રહવૃત્તિથી મુક્ત રહે.
(૪) માત્ર જ્ઞાનથી મુક્તિ માનનારા અને કંઇપણ આચરણ(પાપ ત્યાગ) ન કરનારા સ્વેચ્છાએ વચન વીર્યથી મુક્તિની કલ્પના કરી શકે છે પરંતુ તેઓને વાસ્તવિક આત્મોન્નતિની ઉપલબ્ધિ થઈ શકતી નથી. પાપાચરણ અને આસકિતથી દુર્ગતિ પ્રાપ્ત કરતા સમયે તે જ્ઞાન અને વચનવીર્ય તેનું આંશિક પણ રક્ષણ કરી શકતા નથી.
તેની દશા ‘બિલ્લી આવે ત્યારે ઉડી જવું” એ પ્રમાણે રટણ કરનારા પોપટ સમાન થાય છે. અર્થાત્ પોપટનું તે પ્રકારનું કોરૂં રટણ બિલ્લીના ઝપાટા– માંથી તેને બચાવી શકતું નથી. તેવી રીતે અજ્ઞાની જીવો (આચરણ વગરનુ જ્ઞાન,જ્ઞાન નથી પણ માહિતી છે, તેથી અજ્ઞાની જીવો કહયા છે.)જન્મ-મરણના દુ:ખથી છૂટી શકતાં નથી.
અનુકંપા અને આત્માની શુધ્ધતા
હાથીના ભવમાં મેઘકુમારે સસલાંના જીવની દયા પાળી સંસાર પરિત કર્યો. ત્યારે આત્માનું કોઈ વિશેષ જ્ઞાન તેમની પાસે ન હતું. એક ગાઉ પ્રમાણ વનસ્પતિનું નિકંદન કાઢી મેદાન તૈયાર કર્યું હતું. તેથી વનસ્પતિનાં જીવોથી પણ અજાણ હતા. છ દ્દવ્ય કે નવ તત્વથી અજાણ હોવા છતાં એક જીવ પર આવેલા અનુકંપાના ઉત્કૃષ્ટ પરિણામોથી સમયકત્વને પ્રાપ્ત કર્યું.
અહીં સમકીતનાં પ્રારંભીક અને મુખ્ય લક્ષણ તરીકે અનુકંપાના ભાવોનું મહત્વ દેખાઈ રહયું છે.
જે જીવોની દયા પાળવાથી જ સંભવ છે.
આત્મા અને શરીર ભીન્ન છે એ શાન રૂરી હોવા છતાં એવું જ મુક્તિનું કારણ બની શકતું નથી.
દેવ પર્યાયમાં ઉત્પન્ન થયેલ જીવ પોતાના પૂર્વના શરીરની અંતિમ યિા થઈ રહેલી જોઇ શકે છે. તથા છ મહિના આયુષ્ય બાકી રહે ત્યારે નવો જન્મ ક્યાં થશે તે પણ જાણી શકે છે. આમ તે પ્રત્યક્ષ શરીર અને આત્માને જુદા જાણે છે. પણ તેનું આ ભેદ વિજ્ઞાન તેને કંઈ કામ આવતું નથી.
જેમ સારનો ગુણ મીઠાસ છે તેની શુધ્ધતા નથી. તેમ આત્માનો ગુણ અનુકંપાનો ભાવ છે. શુધ્ધતા સ્વયં કોઈ ગુણ નથી.