________________
162
આગમ-કથાઓ સેવન કરે છે. સાથે જ તેને દોષ સમજીને યોગ્ય સમયે શુદ્ધિ પણ કરે છે અને કયારેક પરીસહ ઉપસર્ગ સહન કરવાની અસમર્થતાને કારણે પણ દોષ લગાડી લે છે તેમજ ખેદ કરીને શુદ્ધિ પણ કરી લે છે.
પરિસ્થિતિવશ દોષ સેવન કરીને પરિસ્થિતિ દૂર થતાં જ તે દોષને છોડી દે છે અર્થાત્ કોઈપણ દોષની અનાવશ્યક પ્રવૃત્તિને દીર્ઘ સમય સુધી નથી ચલાવતા. આ પ્રકારની સાધનાની સ્થિતિમાં પ્રતિસેવના કુશીલ નિગ્રંથ રહે છે.
કોઈપણ દોષને દીર્ઘ સમય સુધી ચલાવવાથી, શુદ્ધિ કરવાનું લક્ષ્ય ન રાખવાથી અન્ય અનેક સમાચારીમાં પણ શિથિલ થઈ જવાથી અથવા તો અશુદ્ધ પ્રરુપણા કરવાથી તે સાધક ક્રમશઃ નિગ્રંથ વિભાગથી ટ્યુત થઈ જાય છે. કૃષ્ણ, નીલ, કપોત એ ત્રણે અશુભ લેશ્યાના પરિણામ આવવાથી તો સાધક આ નિગ્રંથ વિભાગથી તત્કાલ જ ગબડી પડે છે અર્થાત્ સંયમના છઠ્ઠા સાતમા આદિ ગુણસ્થાનોમાં રહેતો નથી, ત્યારે તે શિથિલાચારી વિભાગના પાસત્થા આદિમાં પહોંચી જાય છે. (૩) કષાય કુશીલ નિગ્રંથ – આ સાધક સંયમ સમાચારીનું નિરતિચાર પાલન કરે છે અર્થાતુ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને સંપૂર્ણ સંયમ વિધિઓનું આગમ અનુસાર પાલન કરે છે.
આ સાધક સંજવલન કષાયના ઉદયથી ક્ષણિક અને પ્રગટરૂપે કષાયમાં પરિણત થઈ જાય છે. પરંતુ તે કષાયના કારણે કોઈપણ પ્રકારે સંયમાચરણ ને દૂષિત નથી કરતો.
અનુશાસન ચલાવવામાં કે અનુશાસિત થવા પર અથવા કોઈના અસવ્યવહાર કરવા પર આ સાધકને ક્ષણિક ક્રોધ આવી જાય છે. આજ રીતે ક્ષણિક માન, માયા, લોભનું આચરણ પણ એનાથી થઈ જાય છે. આ કષાયોની અવસ્થા બહારથી અલ્પ કે વિશેષ કેવીય પણ દેખાતી કેમ ન હોય, પરંતુ અંતરમાં તે સ્થિતિ તુરતજ દૂર થઈ જાય છે. પ્રતિક્રમણ સમયે તો તે સ્થિતિ સુધરીને સાધકનું હૃદય સર્વથા શુદ્ધ અને પવિત્ર બની જાય છે.
આ સાધકના કષાયના નિમિત્તથી સંયમ મર્યાદાનો ભંગ થઈ જાય તો તેની શુદ્ધ નિગ્રંથ અવસ્થા નથી રહેતી, પરંતુ પૂર્વકથિત પ્રતિસેવના નિગ્રંથ અવસ્થામાં તે ચાલ્યો જાય છે.
કોઈ કષાયની અવસ્થાનો જો પ્રતિક્રમણ સુધીમાં પણ અંત ન થઈ જાય તો એ નિગ્રંથ પોતાની નિગ્રંથ અવસ્થાથી ટ્યુત થઈને સંયમ રહિત અથવા સમકિત રહિત અવસ્થાને પણ પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે પૂર્વે કહેલા બન્ને નિગ્રંથ પણ પ્રતિક્રમણના સમય સુધી કષાય પરિણામોનું સંશોધન ન કરી લે તો પછી નિગ્રંથ વિભાગમાં રહેતા નથી.
કષાયની અલ્પકાલીનતામાં એવં પ્રતિપૂર્ણ સંયમ મર્યાદાનું પાલન કરતાં આ કષાય કુશીલ નિગ્રંથને કયારેય ત્રણ અશુભ લેશ્યાના પરિણામ આવી જાય તો પણ તે પોતાના નિગ્રંથ વિભાગથી તત્કાલ ટ્યુત થતો નથી, પરંતુ અશુભ લેશ્યાઓમાં અધિક સમય રહી જાય તો પૂર્ણ શુદ્વાચારી આ નિગ્રંથ પણ સંયમ અવસ્થાથી ટ્યુત થઈ જાય છે. વિવેક જ્ઞાન – નિગ્રંથ અવસ્થાથી ટ્યુત-ભ્રષ્ટ નહિ થવાના લક્ષ્યવાળા સાધકોએ પોતાના કોઈપણ દોષમાં, કોઈપણ કષાય વૃત્તિમાં, કોઈપણ અશુભ લેગ્યામાં અધિક સમય સ્થિર રહેવું જોઈએ નહિ. સદા સતર્ક, સાવધાન, જાગૃત રહીને વિના વિલંબે એ અવસ્થાઓથી નિવૃત્ત થઈને આત્મ ભાવમાં લીન બની જવું જોઈએ. શિથિલાચારીના વિભાગ:(૧) પાર્શ્વસ્થ :- જે શ્રમણ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં પુરુષાર્થ નથી કરતો પરંતુ તેમાં સુસ્ત થઈ જાય છે તથા રત્નત્રયીના અતિચારો અને અનાચારોનું આચરણ કરીને તેની શુદ્ધિ નથી કરતો તે પાર્વેસ્થ(પાસત્થા) કહેવાય છે. (૨) અવસગ્ન – જે પ્રતિક્રમણ, પ્રતિલેખન, સ્વાધ્યાય, વિનય પ્રતિપત્તિ, આવશ્યકી આદિ સમાચારીઓનું અને સમિતિઓનું પાલન નથી કરતો અથવા તેમાં હીનાધિક યા વિપરીત આચરણ કરે છે અને શુદ્ધિ નથી કરતો તે અવસન (ઓસન્ના) કહેવાય છે. (૩) કુશીલ:- જે વિદ્યા, મંત્ર, તંત્ર, નિમિત્ત કથન યા ચિકિત્સક વૃત્તિ આદિ નિષિદ્ધ કૃત્ય કરે છે અને તેનાથી પોતાની માન સંજ્ઞા અથવા લોભ સંજ્ઞાનું પોષણ કરે છે તથા એ પ્રવૃત્તિઓનું કોઈ પ્રાયશ્ચિત પણ નથી લેતો, તે કુશીલ કહેવાય છે. (૪) સંસક્ત :- જે ઉન્નત આચાર વાળાનો સંસર્ગ પ્રાપ્ત કરીને ઉન્નત આચારનું પાલન કરવા લાગી જાય છે તેમજ શિથિલાચાર વાળાનો સંસર્ગ મેળવીને તેનાં જેવો પણ બની જાય છે અર્થાત્ નટની સમાન અનેક સ્વાંગ ધરી શકે છે અને ઊનની જેમ અનેક રંગ ધારણ કરી શકે છે, તે “સંસક્ત'(સંસત્તા) કહેવાય છે. (૫) નિત્યક – જે ચાતુર્માસ કલ્પ અને માસકલ્પ પછી વિહાર નથી કરતો અથવા તેનાથી બે ગણો સમય અન્યત્ર વ્યતીત કર્યા પહેલાં ફરીને એજ ક્ષેત્રમાં આવીને રહી જાય છે અર્થાત્ જે ચાતુર્માસ પછી આઠ માસ અન્યત્ર પસાર કર્યા વિના જ ત્યાં ફરી આવીને રહી જાય છે તે નિત્યક(નિતિયા) કહેવાય છે. (૬) યથાશ્ચંદ – જે સ્વચ્છંદતા પૂર્વક આગમથી વિપરીત મન માન્યુ પ્રરુપણ યા આચરણ કરે છે. તે “યથાશ્ચંદ–સ્વચ્છંદાચારી' કહેવાય છે. (૭) પ્રેક્ષણિક – જે અનેક દર્શનીય સ્થળો અને દશ્યો જોવાની અભિરુચિ– વાળો હોય છે અને તેને જોતો રહે છે તથા તેનું સૂત્રોક્ત કોઈપણ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરતો નથી તે પ્રેક્ષણિક'(પાસણિયા) કહેવાય છે. (૮) કાથિક - જે આહાર કથા, દેશ કથા વગેરે કરવા, સાંભળવા, જાણવામાં અભિરુચિ રાખે છે તેમજ તેને માટે સ્વાધ્યાયના સમયનો વ્યય કરીને સમાચાર પત્ર વાંચે છે, તે કાશિક(કાફિયા) કહેવાય છે. અથવા જે અમર્યાદિત સમય સુધી ધર્મકથા કરતો જ રહે છે, જેના કારણે પ્રતિલેખન, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાન, વિનય, વૈયાવૃત્ય વગેરે પ્રવૃત્તિઓમાં અવ્યવસ્થા કરે છે. તેમજ પોતાના સ્વાથ્યને પણ અવ્યવસ્થિત કરે છે, તે પણ “કાથિક' કહેવાય છે. (૯) મામક:- જે ગામ અને નગરને, ગૃહસ્થના ઘરોને, શ્રાવકોને કે અન્ય સચિત્ત- અચિત પદાર્થોને મારા-મારા કહે છે અથવા એમાંથી કોઈમાં પણ મમત્વ કે સ્વામિત્વ ભાવ રાખે છે અથવા અધિકાર જમાવે છે તથા શિષ્ય, શિષ્યાઓ પ્રત્યે અતિલોભ,