________________
jain
163
કથાસાર આસક્તિ ભાવ રાખે છે તથા સ્વાર્થભાવથી ગુરુઆમના આદિ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને પોતાના બનાવવાનો પ્રયત્ન કરતો રહે છે, તે 'મામક'(મામગા) કહેવાય છે.
જન સાધારણને જિન માર્ગમા જોડવાને માટે ધર્મકથા કે પ્રેરણા વગેરે કોઈપણ પ્રવૃત્તિ કરવાથી કોઈ સ્વતઃ અનુરાગી બની જાય અને ભિક્ષુ તેમાં મારા-મારાની બુદ્ધિ ન રાખે તો એ પ્રવૃત્તિથી તે “મામક' નથી કહેવાતો. (૧૦) સંપ્રસારિક – જે ગૃહસ્થના સાંસારિક કાર્યોમાં, સંસ્થાઓમાં ભાગ લે છે, ગૃહસ્થને કોઈપણ કાર્યના પ્રારંભ માટે શુભ મુહૂર્ત વગેરેનું કથન કરે છે, વ્યાપાર આદિ પ્રવૃત્તિઓમાં તેને પ્રત્યક્ષ પરોક્ષ કોઈપણ પ્રકારે મદદ કરે છે. અન્ય પણ અનેક પુણ્યના મિશ્રપક્ષવાળા અકલ્પનીય કાર્યોમાં ભાગ લે છે, તે સંપ્રસારિક (સંપારિયા) કહેવાય છે. મહાદોષી :
આ દસ વિભાગોના શ્રમણ સિવાય જે રૌદ્ર ધ્યાનમાં વર્તે છે ફૂર પરિણામી હોય છે, બીજાઓનું અનિષ્ટ કરે છે, ખોટા આરોપ મૂકે છે, અનેક પ્રકારે છળકપટ કરે છે અથવા તો પરસ્ત્રી ગમન કરે છે, અનેક મોટી ચોરીઓ કરે છે, ધન સંગ્રહ કરે છે, છકાયના આરંભજનક મકાનોનું નિર્માણ કાર્ય વગેરે કરાવે છે, પોતાની પ્રતિષ્ઠા માટે સંઘમાં ફાટફૂટ પડાવી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે; આવું કરવા– વાળો સામાન્ય સાધુ હોય કે આચાર્ય આદિ પદવીધર હોય, તે આ શિથિલાચારના દશ વિભાગોથી પણ ચડી જાય છે અને સાધુવેષમાં રહેવા છતાં પણ ગૃહસ્થ સમાન હોય છે અને આત્મ વંચક પણ હોય છે તથા કોઈ કોઈ પ્રવૃત્તિઓવાળા તો મહાન ધૂર્ત અને મકકાર પણ હોય છે. ઉપસંહાર:– સંયમ સ્વીકાર કર્યા પછી ઉત્થાન–પતનરૂપે આવવાવાળી અનેક અવસ્થાઓની આ બહુમુખી પરિજ્ઞા કહી છે. પ્રત્યેક સાધકે તેને આત્મ-પરીક્ષાનો અરીસો સમજીને ધ્યાન પૂર્વક એમાં પોતાનું મુખ જુએ અર્થાત્ એના પરથી આત્મ નિરીક્ષણ કરે. જો મનુષ્ય ભવને સાર્થક કરવો હોય, સંયમ આરાધના કરવી હોય તો પોતાનામાં યોગ્ય સુધારો કરે. (શુભ ભવતુ સર્વ નિગ્રંથાનામું). સર્વનિગ્રંથોનું શુભ થાઓ.
સંયમ ઉન્નતિની દશ આગમ કણિકા (૧) જે વૈરાગ્ય ભાવના અને ઉત્સાહથી સંયમ ગ્રહણ કરેલ છે તે જ ભાવના અને ઉત્સાહથી અન્ય સર્વ સંકલ્પરૂપી અડચણોને દૂર કરીને સદા સંયમનું પાલન કરો. - આચારાંગ – ૧/૧/૩ તથા દશવૈકાલિક-૮/૧ (૨) કોઈપણ વ્યક્તિને આ (તે) “કુશીલિયો છે' શિથિલાચારી છે' “આચાર ભ્રષ્ટ છે' ઈત્યાદિ ન કહો અને પોતાની બડાઈ પણ ન કરો. કોઈને ગુસ્સો આવે તેવા નિંદાસ્પદ શબ્દ ન બોલો. –દશવૈકાલિક-૧૦/૧૮ | (૩) જે બીજાની હીલના, નિંદા, તિરસ્કાર, અપમાન કરે છે, હલકા દેખાડવા કે નીચા પાડવાની હીન ભાવના રાખે છે તે મહા
સંસારમાં પરિભ્રમણ કરે છે. કારણકે આ પરનિંદા પાપકારી વૃત્તિ છે. -સૂય અ.૨ ૧.૨ ગા.૨ (૪) ભિક્ષુએ સારી રીતે વિચાર કરીને– ક્ષમા, સરલતા, નિર્લોભતા, નમ્રતા, હૃદયની પવિત્રતા, અહિંસા, ત્યાગ, તપ, વ્રત–નિયમ વગેરે વિષયો પર પ્રવચન આપવું જોઈએ. તેમાં અન્ય કોઈની પણ અવહેલના આશાતના નહિ કરવી જોઈએ.– આચા. ૧/૪/પ અને પ્રશ્નવ્યાકરણ–૨. કોઈ સાધુની કે ગૃહસ્થની કોઈપણ પ્રકારની આશાતના કરવાથી ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે.નિશીથ.૧૩ ને ૧૫. (૫) સરલતા ધારણ કરવાથી જ આત્માની શુદ્ધિ થાય છે અને આત્મામાં ધર્મ સ્થિર થાય છે. માયા, જૂઠ–કપટના સંકલ્પોથી ધર્મ આત્મામાંથી નીકળી જાય છે. –ઉત્તરા.અ.૩ ગા. ૧૨ (૬) સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન રહે છે, તે સાચો ભિક્ષુ છે. ભિક્ષુ નિદ્રા અને વાતોમાં અધિક રુચિ ન રાખે તથા ઠઠ્ઠા મશ્કરી ન કરે, સદા સ્વાધ્યાય-અધ્યયન વગેરેમાં રત રહે. – દશવૈ. ૮ ગા. ૪૨ (૭) જે ઘણી મોટી તપસ્યાઓ કરે છે અથવા જે બહુશ્રુત અને વિશાળ જ્ઞાની છે તો પણ જો તે ક્રોધ, ઘમંડ, માયા, પ્રપંચ, મમત્વ, પરિગ્રહ વૃત્તિ રાખે છે, તો તે તીવ્ર કર્મોનો બંધ કરે છે અને અનંત જન્મ મરણ વધારે છે. – સૂય. ૧ અ. ૨, ૩.-૧, ગા. ૭,૯ (૮) જે ભિક્ષુ સંયમ લીધા પછી મહાવ્રતોનું ત્રણ કરણ અને ત્રણ યોગથી શુદ્ધ પાલન નથી કરતો, સમિતિઓના પાલનમાં કોઈ પણ વિવેક કે લગની નથી રાખતો, ખાવામાં વૃદ્ધ બની રહે છે, આત્મ નિયંત્રણ નથી કરતો, તે જિનાજ્ઞામાં નથી, તેથી તે કર્મોથી મુક્ત થઈ શકતો નથી. તે ચિરકાલ સુધી સંયમના કષ્ટો સહન કરવા છતાં પણ સંસારથી પાર થઈ શકતો નથી. તે વાસ્તવમાં આનાથ જ છે.ઉત્તર, આ.—૨), ગા.-૩૯/૪૧ (૯) ગળું કાપી નાખવા વાળી અર્થાત્ પ્રાણોનો અંત કરી દેવાવાળી વ્યક્તિ પણ પોતાનું એટલું નુકશાન નથી કરી શક્તી, જેટલું ખોટા વિચારો અને ખોટા આચરણોમાં લાગેલ પોતાનો આત્મા જ પોતાનું નુકશાન કરે છે. – ઉત્તરા-૨૦, ગા.-૪૮ (૧૦) સદા સૂવાના સમયે અને ઉઠતા સમયે પોતાના અવગુણોનું, દોષોનું ચિંતન કરી-કરીને, વીણી–વીણીને, તેને કાઢતા રહેવું જોઈએ તેમજ શક્તિનો વિકાસ અને ઉત્સાહની વૃદ્ધિ કરી સંયમ ગુણોમાં પુરુષાર્થ કરવો જોઈએ. આ પ્રકારે આત્મ સુરક્ષા કરવાવાળો જ લોકમાં પ્રતિબદ્ધજીવી છે અને તે જન્મ મરણના ચક્કરમાં ભટકતો નથી. – દશર્વે. ૨.૨ ગા. ૧ર થી ૧૬. જે સાધુ ગુણોથી સંપન્ન થઈને આત્મ ગવેષક બને છે તે ભિક્ષુ છે.—ઉત્તરા. આ.-૧૫, ગા.-૫.
પાર્થસ્થાદિ વિષે તુલનાત્મક વિચારણા
પાÖસ્થાદિ એ કુલ દશ દૂષિત આચારવાળા કહ્યા છે. આગામના પ્રાયશ્ચિત વર્ણન અનુસાર એની પણ ત્રણ શ્રેણીઓ બને છે. ૧. ઉત્કૃષ્ટ દૂષિત ચારિત્ર, ૨. મધ્યમ દૂષિત ચારિત્ર, ૩. જઘન્ય દૂષિત ચારિત્ર. (૧) પ્રથમ શ્રેણીમાં – “યથા છંદ'નો સમાવેશ થાય છે. એની સાથે વંદન વ્યવહાર, આહાર, વસ્ત્ર, શિષ્ય વગેરેનું આદાન-પ્રદાન તેમજ ગુણગ્રામ કરવાનું, વાચના દેવા લેવાનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.