________________
આગમ-કથાઓ
198 (૭) રાસાયણિક ઔષધિઓનું કે ઉષ્મા(ગરમી/શક્તિ) વર્ધક ઔષધિનું સેવન ન કરવું. બને ત્યાં સુધી ઔષધનું સેવન પણ ન કરવું. (૮) મહિનામાં ઓછામાં ઓછા ૧૫ દિવસ રૂક્ષ અથવા સામાન્ય આહાર કરવો અર્થાત્ ધાર વિનયનો(ઘી, દૂધ, દહીં આદિ) ત્યાગ કરવો. (૯) સ્ત્રીનો નજીકથી સંપર્ક અથવા તેના મુખ, હાથ, પગ, તેમજ વસ્ત્રાભૂષણ આદિને જોવાની પ્રવૃતિ ન કરવી. (૧૦) દિવસે સૂવું નહિ. તેમજ ભોજન બાદ તરત જ સંકુચિત પેટ રાખી બેસવું કે સૂવું નહિ. (૧૧) ભિક્ષુએ વિહાર અથવા ભિક્ષાચારી આદિ શ્રમ કાર્ય અવશ્ય કરવું અથવા તપશ્ચર્યા કે ઉભા રહેવાની પ્રવૃતિ રાખવી. (૧૨) ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર, સૂયગડાંગ સૂત્ર, તેમજ દશવૈકાલિક સૂત્રનો સ્વાધ્યાય તેમજ વાચના, અનુપ્રેક્ષા આદિ કરતાં રહેવું. તથા નિયમિત ભક્તામર સ્તોત્ર અથવા પ્રભુ ભક્તિ કરવી. (૧૩) સૂતા સમયે અને ઊઠતા સમયે કંઈક આત્મહિત વિચાર અવશ્ય કરવા. (૧૪) ક્રોધનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે મૌન રહેવું, આવેશયુક્ત બોલવાની પ્રવૃત્તિનો ત્યાગ કરવો. (૧૫) યથા સમયે સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ અવશ્ય કરવા.
આ સાવધાનીઓ રાખવી એ ગચ્છગત અને એકલ વિહારી બધાં જ તરુણ ભિક્ષુઓ માટે અત્યન્ત હિતકર છે. આ સાવધાનીઓથી યુક્ત જીવન બનાવવાથી વિકાર ઉત્પન્ન થવાની સંભાવના પ્રાયઃ રહેતી નથી. પરિશિષ્ટ, અધ્યયન-૩:-સાધુ જીવનમાં દત્તમંજન
સંયમ પાલન કરવા માટે શરીરનું નિરોગી હોવું નિતાના આવશ્યક છે કારણ કે સંયમ જીવનમાં શરીરનું રોગગ્રસ્ત હોવું છિદ્રોવાળી નાવ દ્વારા સમુદ્ર પાર કરવા સમાન છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩માં અધ્યયનમાં શરીરને ‘નાવ’ કહેલ છે અને જીવને ‘નાવિક કહેલ છે. છિદ્રો રહિત નૌકાને સંસાર સમુદ્ર પાર કરવા માટે યોગ્ય કહેલ છે. શરીરરૂપી નૌકા સછિદ્ર હોવાનું તાત્પર્ય છે – તેનું રોગગ્રસ્ત હોવું! મંજન કરવું એ સ્વસ્થ રહેવાનું પ્રમુખ અંગ માનવામાં આવે છે. કહ્યું પણ છે કે 'આંખમાં અંજન, દાંતમાં મંજન, નિત કર નિત કર.
પ્રસ્તુત સૂત્રના ત્રીજા અધ્યયનમાં મંજન કરવું, દાંત ધોવા સાધુ માટે અનાચરણીય કહેલ છે. અન્યત્ર પણ અનેક આગમોમાં મંજન ન કરવાને સંયમના મહત્ત્વશીલ નિયમરૂપે સૂચિત કરવામાં આવેલ છે. યથા– જે હેતુથી સાધકે નગ્ન ભાવ યાવત્ અદંત ધાવન(દાંત સાફ ન કરવાની પ્રતિજ્ઞા)નો સ્વીકાર કરેલ હતો તે હેતુ ને પૂર્ણ સિદ્ધ કરી મોક્ષ પ્રા
વર્તમાન કાળની ખાવા-પીવાની પદ્ધતિ તેમજ અશુદ્ધ ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધિના કારણે દાંતના રોગો, જેમ કે પાયોરિયા આદિની બીમારીઓ જલ્દી થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં સ્વાથ્યની સુરક્ષાના હેતુથી ઘણા સંત- સતીજીઓએ દંત મંજનને આવશ્યક સમજી લીધેલ છે.
આવી સમજ અને આચરણ પાછળ આગમ નિષ્ઠા તેમજ આચાર નિષ્ઠાના પરિણામોની શિથિલતાની સાથે સાથે શુદ્ધ વિવેકપૂર્ણ જ્ઞાનની અનભિજ્ઞતા પણ છે જ. તેનું કારણ એ છે કે જેને આગમોમાં આવતા સાધ્વાચારના નિયમો સાધારણ છવસ્થો દ્વારા સૂચિત નથી પરંતુ તે સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતોના અનુભવજ્ઞાન તેમજ કેવળજ્ઞાનના પ્રભાવથી યુક્ત છે. તેના પર શુદ્ધ શ્રદ્ધા અને ઊંડા ચિંતનની આવશ્યકતા છે.
ચિંતન તેમજ અનુભવ કરવાથી ખ્યાલ આવે છે કે આ અવ્યવહારિક જેવા લાગતા આગમ વિધાન પણ મહાન વૈજ્ઞાનિક છે, તેના મૂળમાં શરીર સ્વાથ્ય તેમજ સંયમ સ્વાથ્ય બંનેનો હેતુ રહેલ છે.
સાધુને સદા ભૂખથી ઓછું ખાવારૂપી ઉણોદરી તપ કરવું આવશ્યક છે. મંજન ન કરવા છતાં પણ દાંતોને સ્વસ્થ રાખવા માટે ઓછું ખાવું, તેમજ ક્યારેક-ક્યારેક ઉપવાસ આદિ તપ કરવું આવશ્યક છે.
બ્રહ્મચર્ય પાલન માટે તેમજ ઇન્દ્રિય નિગ્રહ માટે પણ ઓછું ખાવું અને ક્યારેક-ક્યારેક ઉપવાસ આદિ કરવા આવશ્યક છે. બ્રહ્મચર્યની શુદ્ધિ જ સંયમની શુદ્ધિ છે. દિવસમાં એક જ વાર ખાવું કે દિવસભર ન ખાવું તે સંયમ તેમજ શરીર તથા દાંતો માટે અતિ આવશ્યક છે. પાચન શક્તિ તેમજ લીવરની સ્વસ્થતા માટે પણ અલ્પ–ભોજન આવશ્યક છે. આ પ્રકારે અલ્પ ભોજન, મંજનત્યાગ, બ્રહ્મચર્ય, સંયમ, સ્વાથ્ય આદિ એક બીજા સાથે સંલગ્ન (જોડાયેલા) છે. રોક-ટોક વગર ખાતા રહેવું તેમજ કેવળ દાંત શુદ્ધિ માટે મંજન કરી લેવું અપૂર્ણ વિવેક છે. એવું કરવાથી પાચન શક્તિ(લીવર)ની ખરાબી અને બ્રહ્મચર્યની વિકૃતિ અટકવી શકય નથી. તેથી ભિક્ષુએ મંજન કર્યા વિના પણ દાંત નિરોગી રહે તેટલો જ આહાર કરવો, તેને પોતાનું પ્રમુખ કર્તવ્ય સમજવું જોઈએ. આજના વૈજ્ઞાનિકો પણ મંજન કર્યા વગર ખાવાને સ્વાથ્ય માટે ઉપયોગી માને છે.
સપ્તાહમાં એક ઉપવાસ કરી લેવાથી દાંતોની અત્યાધિક સફાઈ સ્વતઃ થઈ જાય છે. ભોજન કર્યા બાદ પાત્ર ધોઈને પાણી પીવાનો આચાર પણ વૈજ્ઞાનિક છે, એવું કરવાથી દાંત સ્વતઃ પાણીથી ધોવાઈ જાય છે અને ઘૂંકવા–ફેંકવાની પ્રવૃતિ સાધુ જીવનમાં વધતી નથી.
દંત રોગની આશંકાથી શંકાશીલ ભિક્ષુઓએ મંજન કરવાની અપેક્ષાએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. (૧) ઓછું ખાવું, ઓછી વાર ખાવું અને ઓછી વસ્તુ ખાવી. મન કહે તે ન ખાવું, શરીર માંગે તે ખાવું. | (૨) ખાધા પછી તરત કે થોડા સમય પછી દાંતોમાં પાણીને હલાવતા રહી એક—બે ઘૂંટ પાણી ગળવું જોઈએ. જ્યારે પણ પાણી પીવામાં આવે ત્યારે અંતમાં પાણીને દાંતોમાં હલાવીને ગળવું જોઈએ. (૩) મહિનામાં ૨ અથવા ૪ ઉપવાસ આદિ અવશ્ય કરવા જોઈએ. આહારની અરુચિ હોય કે વાયુનિસર્ગ દુર્ગધયુક્ત હોય તો ભોજન છોડી દેવું જોઈએ. ઝાડા-ઉલ્ટી હોય તો ભોજન છોડી દેવું જોઈએ.
આ પ્રકારે શ્રદ્ધા અને વિવેક રાખવામાં આવે તો અદંત ઘાવન (મંજન નહીં કરવાના) નિયમનું પાલન કરતા હોવા છતાં પણ સ્વસ્થ રહી શકાય છે. આવું કરવાથી જ સર્વજ્ઞોની આજ્ઞાની શ્રદ્ધા તેમજ આરાધના શુદ્ધ થઈ શકે છે.