________________
આગમ-કથાઓ
208 સત્તર પ્રકારનો અસંયમ – ૧. પૃથ્વીકાય અસંયમ ૨. અપ્લાય અસંયમ ૩. તેઉકાય અસંયમ ૪. વાઉકાય અસંયમ પ. વનસ્પતિકાય અસંયમ ૬. બેઇન્દ્રિય અસંયમ ૭. તે ઇન્દ્રિય અસંયમ ૮. ચોરેન્દ્રિય અસંયમ ૯. પંચેન્દ્રિય અસંયમ ૧૦. અજીવકાય અસંયમ ૧૧. પ્રેક્ષા અસંયમ ૧૨. ઉપેક્ષા અસંયમ ૧૩. અપહત્ય અસંયમ ૧૪. અપ્રમાર્જના અસંયમ ૧૫. મન અસંયમ ૧૬. વચન અસંયમ ૧૭. કાયા અસંયમ. સ્પષ્ટી કરણ – પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવો અને બેઇન્દ્રિયાદિ ત્રસ જીવોનું મન, વચન, કાયાથી સંઘટન આદિ કરવું. તેને પીડા પહોંચાડવી એ તે જીવો પ્રત્યે કરાતો અસંયમ છે. અજીવ વસ્તુઓ જે નિરંતર કામમાં લેવામાં આવે છે, તેના વ્યવહારમાં જે પ્રમાદ થાય છે, તે અજીવકાય અસંયમ છે.
સ્થાન આદિનું પ્રતિલેખન કરવું નહીં અને સારી રીતે જોયાં વિના કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો તે પ્રેક્ષા અસંયમ છે. સાધર્મી શ્રમણોને સંયમ-નિયમ પ્રતિ પ્રેરિત ન કરવા તે ઉપેક્ષા અસંયમ છે. (પરિષ્ઠાપન) પરઠવા યોગ્ય પદાર્થોને યોગ્ય રીતે ન પરઠવા તે અપહત્ય અસંયમ છે. આવશ્યક સમયે પ્રમાર્જન ન કરવું કે અયોગ્ય રીતે પ્રમાર્જન કરવું તે અપ્રમાર્જના અસંયમ છે. અશુભ મનથી પ્રવૃતિ કરવી તે મન અસંયમ છે. અશુભ વચનથી પ્રવૃતિ કરવી તે વચન અસંયમ છે. કાયાની અસમ્યક પ્રવૃતિ તે કાયા અસંયમ છે. અઢાર પ્રકારનું અબ્રહ્મચર્ય - ઔદારિક શરીર(મનુષ્ય-તિર્યચ) સંબંધી અબ્રહ્મચર્ય ૯ પ્રકારે(૩ કરણ, ૩ યોગ) અને વૈક્રિય શરીર(દેવ-દેવી) સંબંધી નવપ્રકારે(૩ કરણ, ૩ યોગ, આ રીતે કુલ ૧૮ પ્રકારનું અબ્રહ્મચર્ય. બીજી રીતે- નવ પ્રકારે મનુષ્ય સંબંધી અને નવપ્રકારે તિર્યંચ સંબંધી.(દેવ સંબંધી સ્વભાવિક ન હોય, પરવશ પણ હોય) જ્ઞાતાસૂત્રના ઓગણીસ અધ્યયન – જ્ઞાતા સૂત્રમાં જુઓ. વીસ અસમાધિના સ્થાન – દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ. એકવીસ પ્રકારના સબળા દોષ:- દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ. બાવીસ પરિષહ – ઉત્તરાધ્યયન સૂત્રમાં જુઓ.
ના અધ્યયન છે. તે ત્યાં જઓ. પ્રથમ શ્રતસ્કંધમાં સોળ અને બીજા શ્રતસ્કંધમાં સાત, એમ ત્રેવીસ થાય છે. ચોવીસ જાતના દેવ ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષી અને ૧ વૈમાનિક એ કુલ ૨૪ જાતના દેવતા. તેમજ ૨૪ તીર્થકર દેવો. પચ્ચીસ ભાવના:- આચાo સૂત્ર પૃષ્ટ ૧૧૦.અને પ્રશ્રી સૂત્ર પૃષ્ટ.૨૨૭.માં જુઓ. છવ્વીસ અધ્યયન :- ૧. દશાશ્રુત સ્કંધ સૂત્રના–૧૦ અધ્યયન(દશા દશ છે). ઍલ્પ સૂત્રનાં અધ્યયન(ઉદ્દેશક છે.) ૩. વ્યવહાર સૂત્રનાં-૧૦ અધ્યયન (ઉદ્દેશક છે) આ ત્રણે મળીને કુલ ૨૬ અધ્યયન થાય છે. સાધના સત્તાવીસ ગણો :- ૧. પ્રાણાતિપાત વિરમણ ૨. અષાવાદ વિરમણ ૩. અદત્તાદાન વિરમણ ૪, મેથન વિરમણ પ. પરિગ્રહ વિરમણ ૬. શ્રોતેન્દ્રિય નિગ્રહ ૭. ચક્ષઇન્દ્રિય નિગ્રહ ૮. ધ્રાણેન્દ્રિય નિગ્રહ ૯. ૨સેન્દ્રિય નિગ્રહ ૧૦. સ્પર્શેન્દ્રિય નિગ્રહ ૧૧. ક્રોધ વિવેક ૧૨. માન વિવેક ૧૩. માયા વિવેક ૧૪. લોભ વિવેક ૧૫. ભાવ સત્ય-અંતરાત્માની પવિત્રતા ૧૬. કરણ સત્ય-ક્રિયાની પવિત્રતા ૧૭. યોગસત્ય-મન, વચન, કાયાનું સમ્યક પ્રવર્તમ્ ૧૮. ક્ષમા ૧૯. વૈરાગ્ય ૨૦. મન સમાહરણ–મનનો સમ્યક ઉપયોગ ૨૧. વચન સમાહરણ–વચનનો સમ્યક ઉપયોગ ૨૨. કાયા સમાહરણ-કાયાનો સમ્યક ઉપયોગ ૨૩. જ્ઞાન સંપન્નતા ૨૪. દર્શન સંપન્નતા ૨૫. ચારિત્ર સંપન્નતા ૨૬. કષ્ટ-વેદનાની સહનશીલતા ૨૭. મારણાંતિક કષ્ટની સહનશીલતા.
આવશ્યક હરિભદ્રીય ટીકા(પૃષ્ઠ ૧૧૩)માં જુદા પ્રકારથી ઉલ્લેખ છે. જેમ કે- રાત્રિ ભોજન વિરમણ સહિત વ્રતષક, પાંચ ઈન્દ્રિય નિગ્રહ, છકાય સંયમ, ભાવ સત્ય, કરણ સત્ય, ક્ષમા, વિરાગતા, મન, વચન, કાયા નિગ્રહ, સંયમયોગ યુક્તતા, રોગાદિ વેદના સહન, મારણાંતિક કષ્ટ સહન. અઠ્ઠાવીસ આચાર પ્રકલ્પ – આચાર – આચારાંગ સૂત્રના બને શ્રુતસ્કંધના (૧૬+૯) પચ્ચીસ અધ્યયન. પ્રકલ્પ – નિશીથસૂત્રના ત્રણ અધ્યયન – લઘુ, ગુરુ અને આરોપણા. આ (૨૫ + ૩)- ૨૮ આચારપ્રકલ્પ અધ્યયન છે.
બીજી રીતે પ્રાયશ્ચિત્તની અપેક્ષાએ ૨૮ આચાર પ્રકલ્પ આ પ્રકારે છે– (૧) પાંચ દિવસનું પ્રાયશ્ચિત્ત (૨) આ જ રીતે દશ દિવસનું (૩) પંદર દિવસનું (૪) વીસ દિવસનું (૫) પચીસ દિવસનું (૬) એક મહિનાનું (૭) એકમાસને પાંચ દિવસ (2) એકમાસને દસ દિવસ (૯) એકમાસને પંદર દિવસ (૧૦) એક માસને વીસ દિવસ (૧૧) એક માસને પચીસ દિવસ (૧૨) બે માસનું (૧૩) બે માસને પાંચ દિવસ (૧૪) બે માસ ને દસ દિવસ (૧૫) બે માસને પંદર દિવસ (૧૬) બે માસને વીસ દિવસ (૧૭) બે માસને પચીસ દિવસ (૧૮) ત્રણ માસનું (૧૯) ત્રણ માસને પાંચ દિવસ (૨૦) ત્રણ માસને દસ દિવસ (૨૧) ત્રણ માસને પંદર દિવસ (૨૨) ત્રણ માસને વીસ દિવસ (૨૩) ત્રણ માસને પચીસ દિવસ (૨૪) ચાર માસનું પ્રાયશ્ચિત્ત (૩૫) લઘુ(અલ્પતમ) (૨૬) ગુરુ(મહત્તર) (૨૭) સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત આરોપણ (૨૮) થોડું ઓછું પ્રાયશ્ચિત્ત આરોપણ, જેમ કે એક માસ પ્રાયશ્ચિત્તને પંદર દિવસની આરોપણા અને બે માસને વીસ દિવસની આરોપણા. ઓગણત્રીસ પાપસૂત્ર પ્રસંગ – જે સૂત્ર(શાસ્ત્ર) મોક્ષના હેતુ ભૂત નથી તેને અહીં પાપગ્રુત કહેવામાં આવ્યા છે. પ્રસંગ શબ્દના બે અર્થ છે– આસક્તિ અને આસેવન. તે પાપગ્રુત આ પ્રમાણે છે– (૧) ભૂમિ કંપશાસ્ત્ર (૨) ઉત્પાત શાસ્ત્ર (૩) સ્વપ્ન શાસ્ત્ર (૪). અંતરિક્ષ શાસ્ત્ર (૫) અંગ સ્કૂરણ (૬) સ્વર શાસ્ત્ર (૭) વ્યંજન શાસ્ત્ર (૮) લક્ષણ શાસ્ત્ર. એ આઠના સૂત્ર, વૃત્તિ અને વાર્તિક એમ ત્રણ– ત્રણ પ્રકાર હોવાથી ૨૪ ભેદથાય છે. ૨૫. વિકથાનુયોગ, ૨૬. વિદ્યાનુયોગ, ૨૭. મંત્રાનુયોગ, ૨૮. યોગાનુયોગ, ૨૯. અન્ય તીર્થિક પ્રવૃત્તાનુયોગ. ત્રીસ મહામોહનીય નાં સ્થાન – પાના નં ૨૬૭. દશાશ્રુત સ્કંધ. નવમી દશામાં જોવું. એકત્રીસ સિદ્ધના આદિ(આદ્ય) ગુણો - આદિ ગુણનો અર્થ છે મુક્ત થવાની પ્રથમ ક્ષણમાં થવાવાળા ગુણ. તેની સંખ્યા એકત્રીસ છે. આ સંખ્યા બે પ્રકારની બતાવવામાં આવી છે. ૧. જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ પાંચ (૫)