________________
jain
209
૨. દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ નવ (૯)
૩. વેદનીય કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ બે (૨)૪. મોહનીય કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ બે (૨) ૫. આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ ચાર (૪)૬. નામ કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ બે (૨) ૭. ગોત્ર કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ બે (૨)૮. અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ પાંચ (૫) બીજા પ્રકારની સંખ્યાની ગણતરીમાં સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને વેદ એ છ ઘટક તત્ત્વ છે. (૧) સંસ્થાન : લાંબુ, ગોળ(લાડુ આકારે) ત્રિકોણ, ચોરસ, પરિમંડલ–ચૂડી આકારે ઊ ૫. (૨) વર્ણ : કાળો, નીલો, રાતો, પીળો, ઘોળો ઊ ૫. (૩) ગંધ : સુરભિ ગંધ, દુરભિ ગંધ ઊ ૨. (૪) રસ : : તીખો, કડવો, કસાયેલો, ખાટો, મીઠો ઊ ૫. (૫) સ્પર્શ : સુંવાળો, ખરસટ, હળવો, ભારે, શીત, ઉષ્ણ, ચોપડ્યો અને લુખો ઊ .૮ (૬) વેદ : સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ ઊ ૩. આ કુલ ગુણ ૨૮ થાય છે. તે બધા ગુણોની સાથે “ન” કાર લગાવવો જોઈએ જેમ કે તે ન દીર્ઘ છે, ન હ્રસ્વ છે વગેરે વગેરે. તે સિવાયના ત્રણ ગુણ– અશરીરી, અજન્મા, અનાસક્ત; તેમ કુલ ૩૧ થાય છે. બત્રીસ યોગ સંગ્રહ -- યોગનો અર્થ છે— મન, વચન ને કાયાથી પ્રવૃતિ. તે પ્રવૃતિઓનો સંગ્રહ કરવો, તે યોગ સંગ્રહ છે. અહીં શુભ(આદર્શ)કર્તવ્યોના બત્રીસ ગુણોને ભેગા કર્યા છે. તે આ પ્રમાણે છે– ૧. આલોચના : પોતાના સેવિત–દોષને નિવેદન કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું.
૨. નિરપલાપ : કોઈના આલોચિત પ્રમાદને પ્રગટ ન કરવો. ૩. આપત્કાલમાં દઢધર્મતા : દઢ ધર્મી બની રહેવું. ૪. અનિશ્ચિતોપધાન : બીજાની સહાયતા લીધા વિના તપ કરવું.
કથાસાર
૫. શિક્ષા : સૂત્રાર્થનું પઠન–પાઠન તથા ક્રિયાના આચરણ રૂપ શિક્ષા.
૬. નિષ્પતિકર્મતા ઃ શરીરની સારસંભાળ તથા ચિકિત્સાનું વર્જન.
૭. અશાતતા : અજાણપણે તપ કરવું, તેનું પ્રદર્શન કે પ્રખ્યાતિપણું કરવું નહીં અથવા અજ્ઞાત કુલની ગોચરી કરવી.
૮. અલોભ ઃ નિર્લોભતાનો અભ્યાસ કરવો. ૯. તિતિક્ષા ઃ કષ્ટ સહિષ્ણુતા–પરીષહો ઉપર વિજય મેળવવાનો અભ્યાસ કરવો. ૧૦. આર્જવ : સરલતા, સરલ થવું. ૧૧. શુચિ : પવિત્રતા, પવિત્ર રહેવું, સાફ દિલ રહેવું.
૧૨. સમ્યક્દષ્ટિ : સમ્યક્દર્શનની શુદ્ધિ રાખવી. ૧૩. સમાધિ ઃ ચિત્ત સ્વાસ્થ્ય, ચિત્તની પ્રસન્નતા બનાવી રાખવી. ૧૪. આચાર : આચારનું સમ્યક પ્રકારથી પાલન કરવું. ૧૫. વિનયોપગ : વિનમ્ર બનવું, અભિમાન ન કરવું.
૧૬. ધૃતિમતિ : ધૈર્યયુક્ત બુદ્ધિ હોવી, દીનતા કરવી નહીં, ધૈર્ય રાખવું. ૧૭. સંવેગ ઃ વૈરાગ્ય વૃદ્ધિ અથવા મોક્ષની અભિલાષા. ૧૮. પ્રણિધિ : અધ્યવસાયની એકાગ્રતા, શરીરની સ્થિરતા રાખવી. ૧૯. સુવિધિ : સારા અનુષ્ઠાનનો અભ્યાસ. ૨૦. સંવર : આશ્રવનો નિરોધ. ૨૧. આત્મદોષોપસંહાર ઃ પોતાના દોષોનો નિકાલ કરવો.
:
૨૨. સર્વ કામ વિરક્તતા : સર્વ વિષયથી વિમુખતા. ૨૩. પ્રત્યાખ્યાન : મૂલ ગુણ વિષે ત્યાગ અથવા પાપ ત્યાગ.
‘૨૪. ત્યાગ : ઉત્તરગુણ વિષે ત્યાગ અથવા નિયમ ઉપનિયમ વધારવા.
૨૫. વ્યુત્સર્ગ: શરીર, ભક્તપાન, ઉપધિ તથા કષાયનું વિસર્જન. ૨૬. અપ્રમાદ : પ્રમાદને વર્લ્ડવો, અપ્રમાદ ભાવનો અભ્યાસ. ૨૭. લવાલવ : સમાચારીના પાલનમાં પ્રતિક્ષણ(સતત) જાગૃત રહેવું. ૨૮. ધ્યાન સંવર યોગ : ધ્યાન, સંવર, અક્રિયતાની વૃદ્ધિ કરવી. ૨૯. મારણાંતિક ઉદય : મરણની વેદનામાં સહન કરતાં શાંત અને પ્રસન્ન રહેવું.
૩૦. પરિક્ષા : હેય ઉપાદેય જ્ઞપરિક્ષાથી જાણવા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી હેયનો ત્યાગ કરવો, ઉપાદેયનો સ્વીકાર કરવો. ૩૧. પ્રાયશ્ચિત્ત કરણ : વિશુદ્ધિ માટે પ્રાપ્ત થયેલા પ્રાયશ્ચિત્તનું અનુષ્ઠાન કરવું.
૩૨. મારણાંતિક આરાધના : મૃત્યુકાળમાં આરાધના કરવી, સંલેખના, સંથારો કરવાના સંસ્કારોને દઢ કરવા, અભ્યાસ કરવો. તેત્રીસ આશાતના :- શિષ્ય દ્વારા ગુરુ–રત્નાધિક પ્રતિ અભક્તિ અવિનયના વ્યવહારોને આશાતના કહેવામાં આવે છે. અનેક આગમોમાં તે તેત્રીસ કહેવામાં આવી છે. બીજી અપેક્ષાએ અરિહંત, સિદ્ધ આદિથી લઈને લોકના સમસ્ત પ્રાણીઓની અને અધ્યયન,આગમસંબંધી અવિવેક યુક્ત આચરણોનું સંકલન કરીને તેને તેત્રીસ આશાતના કહેવામાં આવી છે. મૌલિક રૂપમાં તો સૂત્રગત તેત્રીસ અશાતનાઓ ગુરુ શિષ્ય સંબંધી જ છે. બીજો પ્રકાર વ્યાખ્યાકારોએ સંકલન કરીને સમજાવ્યો છે પ્રથમ પ્રકારની તેત્રીસ અશાતના :–
(૧ થી ૯) ગુરુ અથવા વિડલોની ૧. આગળ ૨.પાછળ ૩. બરાબર અવિનયથી ૧. ચાલે ૨. ઉભો રહે ૩. બેસે. ૩ × ૩ ઊ ૯. (૧૦–૧૧) અશકત, વૃધ્ધ કે વડીલની સાથે જઈને પહેલાં આવી જાય તેમજ પહેલાં ઈરિયાવહિનો કાઉસ્સગ્ગ કરે. (૧૨) આવેલી વિશેષ વ્યક્તિ સાથે ગુરુની પહેલાં શિષ્ય વાત કરે.(૧૩) રાત્રિના સમયે ગુરુ પૂછે ત્યારે જાગૃત હોય તો પણ ન બોલે. (૧૪–૧૭) ગોચરી લાવ્યા બાદ આહારાદિની વાત પહેલાં બીજાને કહે, આહાર દેખાડે, નિયંત્રણ કરે અને આપે. પછી ગુરુને કહે, દેખાડે, નિમંત્રણ કરે ને આપે.
(૧૮) સાથે બેસીને આહાર કરતાં સારા આહારને શિષ્ય મોટાની અપેક્ષાએ જલ્દી અને ઝાઝો ખાય. અર્થાત્ આસક્તિ ભાવના કારણે માયા કરે અથવા અવિવેક કરે.
(૧૯–૨૦) ગુરુ આદિના બોલાવ્યા છતાં સાંભળ્યું ન સાંભળ્યું કરી દે અથવા ઉદ્ધતાઈ પૂર્વક અવિનયથી બોલે.
(૨૧) ગુરુના બોલાવ્યા પર રોષયુક્ત બોલે કે શું કહો છો ? શું છે ? (૨૨) શિષ્ય ગુરુ આદિને તું તું એવા તુચ્છ શબ્દ કહે.
(૨૩) શિક્ષા અથવા સેવા કાર્ય બતાવવાથી કહે કે એવું તો આપ જ કરી લ્યો અથવા આપ જ કેમ કરી લેતા નથી ? (૨૪) ગુરુ આદિ ધર્મોપદેશ દઈ રહ્યા હોય તો તેને સારો ન સમજે, (રૂડો ન માને) માન્ય ન કરે.
(૨૫) ધર્મકથા કરતાં સમયે ગુરુ આદિને કહે આપને આ યાદ નથી.
(૨૬) ધર્મકથા કરતાં સમયે ગુરુની અથવા પરિષદની લીંક(એકાગ્રતા) તોડે. (૨૭) શ્રોતાજનને ઉપદેશથી ખિન્ન કરે.