________________
આગમ-કથાઓ
(૨૮) ગુરુના કહેલા ઉપદેશને ફરી વિસ્તારથી પોતે કહે.
(૨૯) ગુરુના આસન અથવા ઉપકરણને પગ લાગી જવાથી તેનો ખેદ પ્રગટ કર્યા વિના અથવા અનુનય, વિનય કે શિષ્ટતા કર્યા વિના જ ચાલ્યો જાય. (૩૦) ગુરુના કીધાં વિના તેના શય્યા આસન ઉપર બેસે, સૂએ અથવા ઉભો રહે.
(૩૧) શિષ્ય ગુરુથી ઊંચા આસન ઉપર બેસે, સૂએ અથવા ગુરુથી પોતાને વિશેષ(ઊંચો) માને અથવા અવિવેક કરે.
210
(૩૨) શિષ્ય ગુરુની બરાબરીમાં બેસે, સૂએ, ઊભો રહે અર્થાત્ તેની બરાબરી કરે અથવા અવિવેક કરે.
(૩૩) ગુરુ આદિનાં કાંઈપણ કહેવા પર દૂર રહીને જ કે પોતાના આસન પર અવિવેકયુક્ત બેઠાં–બેઠાં સાંભળે, ઉત્તર દે, વિનયપૂર્વક નજીક આવીને ન બોલે.
ગુરુ આદિની આશાતનાઓમાં અપવાદ
ભાષ્ય ચૂર્ણિમાં આશાતનાઓના અનેક અપવાદોનો ઉલ્લેખ કરેલ છે, જેમ કે– (૧) ગુરુ બીમાર હોય તો તેના માટે જે અપથ્ય આહાર હોય તો તે તેને ન દેખાડવો પરંતુ સ્વયં ખાઈ જવો કે પૂછ્યા વિના બીજાને દઈ દેવો. (૨) માર્ગમાં કાંટા વગેરે દૂર હટાવવા માટે આગળ ચાલવું. (૩) વિષમ સ્થાનમાં કે વૃદ્ધાવસ્થામાં સહારાને માટે અત્યંત નજીક ચાલવું. (૪) શારીરિક પરિચર્યા(સેવા) કરવાને માટે નજીક બેસવું તેમજ સ્પર્શ કરવો. (૫) અપરિણત (અયોગ્ય) સાધુ ન સાંભળી શકે એટલા માટે છેદસૂત્રની વાંચનાના સમયે નજીક બેસવું. (૬) ગૃહસ્થનું ઘર નજીક હોય તો ગુરુના અવાજ દેવા પર પણ ન બોલવું અથવા સંઘર્ષની સંભાવના હોય તો પણ ન બોલવું.
(૭) સાધુઓથી માર્ગ અવરુદ્ધ(રોકાયેલ) હોય તો સ્થાન પરથી ગુરુને ઉત્તર દેવો. (૮) સ્વયં બીમાર હોય કે અન્ય બીમારની સેવામાં સંલગ્ન હોય તો બોલાવવા પર પણ ન બોલવું. (૯) મળ વિસર્જન કરતા ન બોલવું. (૧૦) ગુરુથી ક્યારેક ઉત્સૂત્ર પ્રરૂપણા થઈ જાય તો વિવેકપૂર્વક કે એકાંતમાં કહેવું. (૧૧) ગુરુ વગેરે સંયમમાં શિથિલ થઈ ગયા હોય તો તેને સંયમમાં સ્થિર કરવા માટે કર્કશ ભાષાનો પ્રયોગ કરવો.
ઉક્ત આશાતનાની પ્રવૃત્તિ કરવા પર પણ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી, કારણ કે તેમાં આશાતનાનો ભાવ હોતો નથી પરંતુ ઉચિત વિવેક દષ્ટિ હોય છે.
બીજા પ્રકારની તેત્રીસ અશાતના :– - (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય (૫) સાધુ (૬) સાધ્વી (૭) શ્રાવક (૮) શ્રાવિકા (૯) દેવ (૧૦) દેવી (૧૧) આ લોક (૧૨) પરલોક (૧૩) કેવલી પ્રરૂપિત ધર્મ (૧૪) દેવ મનુષ્યમય લોક (૧૫) સર્વ પ્રાણી (૧૬) કાળ (૧૭) શ્રુત (૧૮) ગણધર (૧૯) વાચનાચાર્ય. આ ઓગણીસની આશાતના. શેષ ૧૪ જ્ઞાનના અતિચારોનું સંકલન સમજવું જોઈએ. આ પ્રકારે (૧૯ + ૧૪) ૩૩ અશાતના. વ્યાખ્યાકારે પહેલાં ગુરુશિષ્યની ૩૩ આશાતનાઓનું વિશ્લેષણ કરીને પછી અરિહંત આદિ ૩૩ આશાતનાઓનું વિશ્લેષણ કર્યું છે.
આવશ્યક સૂત્રમાં શ્રમણસૂત્રના ચોથા પાઠમાં તેતીસ બોલ છે. તેમાં છ સુધીનાં બોલોના ખુલાશા છે ત્યાર પછીની સંખ્યાના બોલોનું સૂચનમાત્ર છે. તે સર્વનું વિવેચન વ્યાખ્યાકારે યથાયોગ્ય કર્યું છે તેમજ વિવિધ શાસ્ત્રોમાં અમુક અમુક બોલનો વિસ્તાર યથાસ્થાન છે ત્રીજી રીતે :– પાંચ અસ્તિકાય, છ જીવનિકાય, પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતા અને નવતત્ત્વ આ તેત્રીસ તત્ત્વોના પ્રત્યે અવિનય કરવો આશાતના છે. તેત્રીસ આશાતનાનો આ ત્રીજો પ્રકાર મૂલાચાર ગ્રંથમાં બતાવ્યો છે.
પરિશિષ્ટ :તપ સ્વરૂપ (ચારિત્રનો ભેદ)
ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦મા અધ્યયનમાં તપનું વર્ણન છે. ઔપપાતિક સૂત્રમાં અણગારોના તપોગુણરૂપે વિસ્તારથી તપનું વર્ણન છે. ઠાણાંગ સૂત્રમાં તપના ભેદોપભેદના નામ કહ્યા છે અને ભગવતી સૂત્રમાં પ્રશ્નોત્તરના રૂપે બધા જ તપોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
તપના પ્રકાર :– તપના મુખ્ય બે ભેદ છે– (૧) આપ્યંતર (૨) બાહ્ય. બંનેના છ–છ પ્રકાર છે.
બંને પ્રકારના તપમાં શરીર અને આધ્યાત્મ બંનેનો પૂર્ણ સહયોગ રહેલો છે. તો પણ અપેક્ષાએ બાહ્ય તપમાં બાહ્ય વ્યવહારની પ્રધાનતા છે અને આત્યંતર તપમાં આધ્યાત્મ ભાવોની પ્રધાનતા છે. તાત્પર્ય એ છે કે અપેક્ષાએ આપ્યંતર અને બાહ્ય તપ છે(એકાંતે નહિ)અર્થાત્ કાયાના સહયોગ વિના વૈયાવચ્ચ આદિ આપ્યંતર તપ નથી થઈ શકતું અને ભાવોની ઉચ્ચતા વિના બાહ્ય તપમાં ફોરવેલું પરાક્રમ આગળ વધારી શકાતું નથી.
મોક્ષ ભાવનાથી નિરપેક્ષ બેઉ તપ અકામ નિર્જરામાં પરિણમે છે. આત્મલક્ષ્ય અને આત્મજ્ઞાનથી શૂનય નિર્જરાતપ, પુણયબંધ નું કારણ બને છે. આ ભેદથી ફકત સમયકદૃષ્ટીનું આત્યંતર તપજ આત્મલક્ષી છે. મિથ્યાદૃષ્ટીનું આત્યંતર તપ પણ બાહય જેવુંજ છે. આત્મશુધ્ધિ નથી થતી.
આત્યંતર તપને બહાને બાહ્ય તપની ઉપેક્ષાથી બહિર્મુખી થવાય છે. અને આત્યંતર તપની ઉપેક્ષા કરી બાહ્ય તપ કરવાથી ક્રોધની વૃધ્ધિ થાય છે. પરસ્પર નિરપેક્ષ બેઉ તપ કેવલી પ્રરુપીત ધર્મથી ભ્રષ્ટ કરી નાખે છે. બેઉના સમનવયથી સમયકત્વ અને ચારિત્ર ટકી રહે છે.
મન, વચન કાયાનાં યોગ વાળા આત્મામાં સ્પંદન થાય છે. જેનાથી શકિત, મનોબળ ઉત્પન્ન થાય છે. જો તેનો સદઉપયોગ ન થાય તો, વૃથા અનિષ્ટ ક્રિયાઓમાં તે વપરાય છે અને આત્માને ગેરમાર્ગે લઈ જાય છે. તેથી શકિત હોવા છતાં તપ ન કરવાથી ચારિત્રની હાની થાય છે. ચારિત્રની ધાત(વધારે હાની એટલે ઘાત) સાથે દર્શનની ધાત થાય છે. દર્શન વગર જ્ઞાન અજ્ઞાનમાં પરિણમે છે. તેથી શકિત હોવા છતાં, તપ ન કરનારનું કાળક્રમે સમયકત્વ પણ ચાલી જવાની શકયતા છે.