________________
jain
207
કથાસાર
ઉત્તર : શ્રમણોપાસકે પોતાના ઉપયોગ માટે ફ્રીજમાંથી ખાદ્ય પદાર્થો બહાર કાઢયા હોય અને તે અચિત્ત હોય તો તે દાન દેવા અને ગ્રહણ કરવા યોગ્ય હોય છે. સાધુ માટે ફ્રીજમાંથી કાઢતાં સચિત્તનો સ્પર્શ થાય, પાણી અને બરફનો સ્પર્શ થાય કે ફ્રીજ ખોલતાં લાઈટ થાય વગેરે વિરાધનાઓ સામાન્ય રીતે થાય છે. જો તેમાંથી કોઈ પણ વિરાધનાની સંભાવના હોય તો તે ફ્રીજના પદાર્થો સાધુને અકલ્પનીય છે અને સાધુ માટે પદાર્થો ફ્રીજમાંથી કાઢીને વહોરાવવા શ્રાવક માટે યોગ્ય નથી. જો પરિસ્થિતિ વશ તેવું આચરણ કરવામાં આવે તો તેનું શ્રાવક અને સાધુ બંન્નેએ પ્રાયશ્ચિત્ત કરવાનું થાય છે. તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્ન-૩ : શું ડાયનિંગ ટેબલ પર સચિત્ત પદાર્થો રાખવા કે અચિત્ત વહોરાવવાના પદાર્થો ફ્રીજમાં રાખવા શ્રાવકને યોગ્ય છે ? ઉત્તર : ડાયનિંગ ટેબલ પર જ્યારે અચિત્ત ખાદ્ય પદાર્થ રાખ્યા હોય ત્યારે સચેત પદાર્થ રાખવા શ્રાવકના વ્રતનો અતિચાર છે અને વહોરાવવા યોગ્ય પદાર્થોને ફ્રીજમાં રાખવા એ પણ શ્રાવક વ્રતનો અતિચાર જ કહેવાય. જો પદાર્થો ખરાબ થવાના કારણે ફ્રીજમાં રાખવા પડે તો પણ જમતા સમયે કે ભાવના ભાવતા સમયે તે પદાર્થો ફીજમાં રખાય નહીં અન્યથા વ્રતમાં અતિચાર સમજવો. પ્રશ્ન-૪ : મુનિરાજને ફળ કે મેવા કેમ વહોરાવાય ?
ઉત્તર : જે મેવાના પદાર્થો સચિત હોય, ફળ બીજ યુક્ત હોય તો મુનિરાજને માટે અચિત કરીને ન વહોરાવાય. ઘરના સભ્યોને જો સચિતનો ત્યાગ હોય, તો તેના માટે જે પદાર્થો અચિત્ત થાય અથવા જે ફળ કે મેવા ઘરમાં સામાન્ય રીતે અચિત્ત કરીને જ ખાવાનો રિવાજ હોય તો સંયોગ મળતાં મુનિરાજને વહોરાવી શકાય. પ્રશ્ન-૫ઃ મુનિરાજને નિર્દોષ પાણી કેમ વહોરાવાય ?
ઉત્તર : જે શ્રાવક-શ્રાવિકા સચિત્તના ત્યાગી હોય, તેના ઘરના કોઈપણ સભ્ય સચિત્ત પાણી પીવાના કે સચિત્ત પાણીથી સ્નાન કરવાના ત્યાગી હોય અથવા તો કોઈ પણ કારણથી ઘરમાં ગરમપાણી વપરાતું હોય તો તે ગૃહસ્થ માટે કરેલા પાણીમાંથી અચાનક પધારતા મુનિરાજને નિર્દોષપાણી વહોરાવી શકાય. તે સિવાય ઘરના કાર્યક્રમના રિવાજ અનુસાર કોઈ પણ અચિત્ત ધોવણ પાણી થતું હોય અને તે પીવા લાયક હોય અને ગૃહસ્થને અનાવશ્યક કે ફેંકવા માટે પડ્યું હોય, તે પાણીને મુનિરાજ લેવા ઇચ્છે તો વહોરાવી
શકાય.
પ્રશ્ન-૬ : શું સાધુ માટે ગરમ પાણી કે ધોવણ પાણી બનાવી શકાય ?
ઉત્તર : સાધુ-સાધ્વી માટે ગરમ પાણી કે ધોવણ પાણી બનાવવું એ દોષ છે. તેમ કરવાનો રિવાજ થઈ જાય તો પણ તે દોષનું પ્રાયશ્ચિત્ત સાધુ–શ્રાવક બંનેએ કરી લેવું જોઈએ. પ્રાયશ્ચિત્ત ન કરવું એ શિથિલાચારના સેવન અને અનુમોદન રૂપ થાય છે. પ્રશ્ન-૭ : શું જૈન શ્રમણ શ્રાવકોને શ્રાવકાચાર શીખવી ન શકે ?
ઉત્તર : ઉપદેશ રૂપ સમજાવવામાં સંયમની મર્યાદા રહે છે. જે શ્રમણ ભાષા સમિતિનો વિવેક જાળવી શકે તે શ્રમણ શ્રાવકોને શ્રાવકાચાર શીખવી શકે છે. તે ઉપરાંત આદેશ કે પ્રેરણા અથવા આગ્રહના વ્યવહાર પોતાની સગવડ માટે ન જ કરવા જોઈએ. તેમજ પોતાની સગવડનો સ્વીકાર કરનારની પ્રશંસા કે સન્માન વ્યાખ્યાન આદિ કોઈ સભામાં કરવું, તે પૂર્વ–પશ્ચાત્ સંસ્તવ દોષ છે.
પરિશિષ્ટ : તેત્રીસ બોલ વિસ્તાર
પહેલા બોલથી છઠ્ઠા બોલ સુધી પ્રચલિત અને સરલ બોલ છે. તે આવશ્યક સૂત્ર સારાંશમાં પૃષ્ટ.૧૬૦ અને ૧૭૪.માં આપી દીધા છે. બાકીના બોલોમાંથી કેટલાંક બોલોનો વિસ્તાર અહીં આપ્યો છે. તે દરેક સંયમ સાધકે જાણવા અને કંઠસ્થ કરવા બહુ ઉપયોગી છે ભયનાં સાત સ્થાન :– ભય એ મોહનીય કર્મની એક પ્રકૃતિ છે. તેના પ્રભાવથી થતાં આત્મ પરિણામને ભય કહેવાય છે. તે સાત પ્રકારના છે–
૧. ઇહલોક ભય : સજાતીય ભય. મનુષ્યને મનુષ્યથી થતો ભય. ૨. પરલોક ભય : વિજાતીય ભય. તિર્યંચ, દેવ આદિથી થતો ભય. ૩. આદાન ભયઃ ધન આદિના અપહરણથી થતો ભય. ૪. અકસ્માત્ ભય : બાહ્ય નિમિત્તો વિના પોતાના જ સંકલ્પોથી થતો ભય. ૫. રોગ–વેદના ભય : પીડા આદિથી ઉત્પન્ન થતો ભય. ૬. મરણ ભય : મરણનો ભય. ૭. અપયશ ભય : અપકીર્તિનો ભય. આઠ મદ :– ૧. જાતિમદ ૨. કુળમદ ૩. બળમદ ૪. રૂપમદ પ. તપમદ ૬. સૂત્રમદ ૭. લાભમદ ૮. ઐશ્વર્યમદ – પ્રજ્ઞાપના સૂત્ર. બ્રહ્મચર્યની નવગુપ્તિઓ(નવ વાડ) । :– ૧. વિવિક્ત : સ્ત્રી, પશુ રહિત શય્યા– ઉપાશ્રયનું સેવન કરવું. ૨. સ્ત્રી સંબંધી કથા, વાર્તા, ચર્ચા આદિ ન કરવાં. ૩. સ્ત્રીની સાથે એક આસન પર ન બેસવું અને તેના ઉઠયા પછી પણ તે સ્થાન પર થોડા સમય(કેટલોક વખત) સુધી બેસવું નહીં. ૬. પૂર્વ અવસ્થામાં ભોગવેલાં ભોગોની સ્મૃતિ કરવી નહીં.(ચિંતન કરવું નહીં.) ૭. સદા પ્રણીત રસ એટલે અતિ સરસ આહાર કરવો નહીં. ૮. અધિક માત્રામાં આહાર કરવો નહીં. ૯. વિભૂષાવૃત્તિ : સ્નાન શૃંગાર(શણગાર) કરવો નહીં. ૧૦. શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયોમાં તથા યશકીર્તિ પ્રશંસામાં આસક્ત થવું નહીં.નોંધ :- આ દસમો બોલ ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન−૧૬માંથી લેવામાં આવ્યો છે.
-
દશ પ્રકારનો શ્રમણધર્મ (સાધુધર્મ) :– ૧. ક્ષાન્તિ–ક્ષમા. ક્રોધનો વિવેક (ત્યાગ) ૨. મુક્તિ—અકિંચન–લોભનો વિવેક(ત્યાગ) ૩. આર્જવ–ૠજુતા. માયાનો વિવેક(ત્યાગ) ૪. માર્દવ–મૃદુતા. માનનો વિવેક(ત્યાગ) ૫. લાઘવ– લઘુતા. હલકાપણું—અપ્રતિબદ્ધતા ૬. સત્ય–મહાવ્રત આદિ પાલનમાં સત્યનિષ્ઠા ૭. સંયમ–ઇન્દ્રિય નિગ્રહ આદિ ૮. તપ-અનશન આદિ ૯. ત્યાગ–સાધર્મિક સાધુઓને ભોજન આદિ દેવું. ૧૦. બ્રહ્મચર્યવાસ–નિયમ, ઉપનિયમ અને દસ સમાધિયુક્ત બ્રહ્મચર્યનું પાલન. અગિયાર શ્રાવક પડિમા— દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ. બાર ભિક્ષુની પડિમા– દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ.
તેર ક્રિયા સ્થાન– ક્રિયાનો સામાન્ય અર્થ છે પ્રવૃત્તિ. પ્રસ્તુત પ્રસંગમાં તે પ્રવૃત્તિઓનું સંકલન છે કે જે કર્મબંધના હેતુભૂત છે. સૂત્રોમાં ક્રિયાઓના વિવિધ પ્રકારના વર્ગીકરણ મળી આવે છે. અહીં પૂર્ણતઃ સૂયગડાંગ સૂત્ર અનુસાર તેર ક્રિયાઓનો ઉલ્લેખ છે. માટે ત્યાં જુઓ. જીવના ચૌદ ભેદ :– પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ. પરમાધામીના પંદર ભેદ :– પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ. સૂયગડાંગ સૂત્રના સોળ અધ્યયન :– સૂત્ર કૃતાંગ સૂત્રમાં જુઓ.