________________
આગમ-કથાઓ
206 રાખવું જોઈએ. (૬) રસોડામાં કામમાં આવતા સચિત્ત પાણીનું માટલું કે ડોલ વગેરે રાખવાનું સ્થાન વિવેકપૂર્ણ હોવું જોઈએ. (૭) લીલા શાકભાજી સુધારવા માટે બેસવાની જગ્યા વિવેકપૂર્ણ હોવી જોઈએ અર્થાત્ માર્ગમાં ન બેસતાં એક બાજુએ બેસવું જોઈએ. (૮) ઘરનો મુખ્ય દરવાજો ગોચરી સમયે ખુલ્લો રાખવો અથવા અંદરથી બંધ ન રાખવો.
(૯) ઘરમાં કયારેક કોઈ સચિત્ત પદાર્થ ઘઉં, બાજરો વગેરે અનાજ કે શાકભાજીનો સુધારેલ કચરો વગેરે વેરાઈ જાય તો તેને તુરંત ઝાડુ મારી સાફ કરવાની ટેવ હોવી જોઈએ. તેમાં આળસ કે બેદરકારી ન હોવી જોઈએ. (૧૦) ઘરના દરેક સભ્યોને સમયે સમયે ભિક્ષાના સુસંસ્કારોથી ભાવિત અને અભ્યસ્ત કરતા રહેવું જોઈએ. (૧૧) માંગનાર ભિખારી વગેરે ઘરના દરવાજા પર વધારે વાર ઊભા ન રહે, તેના દાન વિવેકનું ધ્યાન રાખવું જોઈએ. (૧૨) વહોરાવવા યોગ્ય પદાર્થોને સચિત્ત પદાર્થ પર કે સચિત્ત સ્થાનને સ્પર્શતાં તેમજ ગેસ ચૂલા આદિ પર રાખી મૂકવા નહીં. (૧૩) દિવસભર બીડી પીવી, પાન ખાવા, બીજ ઠડીયા વાળા સચિત્ત પદાર્થો ખાતા રહેવું, જમતી વખતે સચિત્ત પદાર્થ ખાવા કે તે પદાર્થો પોતાના સંઘટ્ટામાં(સ્પર્શાવેલા) રાખવા વગેરે અવિવેકવાળી પ્રવૃત્તિઓ છે. આ પ્રકારની આદતો અને પ્રવૃત્તિઓને સુધારવી આવશ્યક છે. અન્યથા સુપાત્રદાનનો(મુનિનો) સંયોગ મળવા છતાં તે લાભથી વંચિત રહેવું પડે છે અને બારમા વ્રતમાં અતિચાર-દોષ પણ લાગે છે.(૧૪) શ્રાવકે નિઃસ્વાર્થપણે ભક્તિયુક્ત ભાવોથી તેમજ નિર્જરા માટે મુનિને વહોરાવવું. વહોરાવવામાં અભિમાન કે માયા, કપટના આચરણો અથવા રાગ-દ્વેષના ભાવો ન કરતાં | વિવેકપૂર્વક શુદ્ધ સરલ ભાવે દાન આપવું જોઈએ. દાન દેતા સમયે વચન વ્યવહારનો પણ પૂર્ણ વિવેક રાખવો જોઈએ. આક્ષેપ, ઉપાલંભ કે તિરસ્કાર પૂર્ણ વચન અથવા કઠોર ભાષાનો પ્રયોગ કરવો નહીં. આ પ્રકારે ભાવ અને ભાષાના વિવેકથી મચ્છરિયાએ નામક બારમા વ્રતના પાંચમા અતિચારની શુદ્ધિ રહે છે. (૧૫) આ સર્વ વિવેકમાં પોતાનું બારમું વ્રત નિરતિચાર રહે, તે જ લક્ષ્ય માનસમાં રાખવું જોઈએ. સાધુનું નામ તે પ્રવૃત્તિઓમાં ન આવવું જોઈએ. સંક્ષેપમાં આ સર્વ શ્રાવકાચાર છે; વ્રતધારીનો વિવેક છે; સુપાત્ર દાનનો લાભ ઇચ્છનારનું કર્તવ્ય છે, તેમ માનવું અને સમજવું જોઈએ. નોંધ:- ગોચરીના દોષો અને નિયમોને દર્શાવતા કેલેન્ડર કે પોકેટ બુક ઘરમાં યથાસ્થાને રાખવા જોઈએ. તેથી અવારનવાર ઘરના સદસ્યોને તે જોવા વાંચવાનો સહજ સંયોગ થતો રહે અને જ્ઞાન વૃદ્ધિ થતી રહે.
સચિત્ત અને અચિત્ત પરિજ્ઞાન જેન શ્રમણ સચિત્ત (જીવયુક્ત પદાર્થ)ના ત્યાગી હોય છે. માટે શ્રમણોને સુપાત્રદાન આપનાર શ્રમણોપાસકને સચિત્ત-અચિત્ત પદાર્થોનું જ્ઞાન હોવું જરૂરી છે. તે જ્ઞાન માટે નિમ્ન મદાઓ સમજવા જેવા છે.
(૧) શેકયા વગરનું મીઠું સચિત્ત છે. તેને કોઈ પણ પદાર્થ દહીં, છાશ, શાક વગેરેમાં જમતી સમય તત્કાલ નાખ્યું હોય તો તે સચિત્ત કહેવાય. અર્ધા મુહૂર્ત પછી તે અચિત્ત ગણાય. (૨) વરસાદનું, નદીનું વગેરે કોઈપણ પાણી સચિત્ત હોય છે. તેમાં કોઈ પણ પદાર્થનું મિશ્રણ થઈ જાય કે તેને ગરમ કર્યું હોય તો તે અચિત્ત થાય છે. દાતાના હાથ, પગ કે શરીર પર પાણીના છાંટા લાગેલા હોય તે પણ સચિત્ત કહેવાય. સ્નાન કર્યા પછી કેશ વગેરે ભીના હોય તો તે પણ પાણીનો અંશ સચિત્ત કહેવાય. (૩) પાકા ફળોમાંથી બી કે ઠળિયા નીકળી જાય તો તે અચિત્ત કહેવાય અને તે પહેલાં સચિત્ત કહેવાય. મીઠું, મરચું, મસાલા નાંખેલા ટમેટામાં બી સચેત રહે છે. માટે તે અચિત્ત ન કહેવાય. (૪) મેવામાં બદામ, પિસ્તા, ચારોળી વગેરે બીજરૂપ છે. તે ખંડિત ન થાય કે અગ્નિ પર ન ચઢે ત્યાં સુધી સચિત્ત કહેવાય. અંજીર વગેરે બી યુક્ત મેવા સચિત્ત છે અને અગ્નિથી શસ્ત્ર પરિણત થાય ત્યારે તે અચિત્ત થાય છે. (૫) લીલા શાકભાજી સચિત્ત હોય છે. તે શસ્ત્રથી છેદન ભેદન કે ટુકડા થયા હોય તો પણ સચિત્ત હોય છે. તે અગ્નિ પર પૂર્ણ ગરમ ન થઈ જાય ત્યાં સુધી સચિત્ત કહેવાય છે. લીંબુનો રસ અને મીઠું નાખેલા આવા શાકભાજીના પદાર્થો પણ અસંખ્ય કે અનંતજીવી હોવાના કારણે સંદેહ પૂર્ણ હોવાથી એક દિવસ પછી જ અચિત્ત સમજવા જોઈએ. (૬) મીઠું, મરચું, મસાલો નાખેલી કાકડી વગેરે પદાર્થ પણ
સંખ્ય જીવી હોવાથી શસ્ત્ર પરિણત થતો નથી માટે તે પણ સચિત્ત ગણાય છે. (૭) દાળ, શાક તૈયાર થઈ અગ્નિ પરથી નીચે ઉતાર્યા પછી તેમાં કોથમીર વગેરે નાંખવામાં આવ્યા હોય અને તે ઉપરથી તાજા જ દેખાતા હોય તો તે પૂર્ણ અચિત્ત થતા નથી. જો કોથમરી તે પદાર્થમાં એકમેક થઈ જાય કે કરમાઈ જાય તો તેને અચેત કહેવાય. (૮) કોથમીર વગેરેની ચટણી તત્કાલ સચિત્ત કહેવાય. અર્ધો મુહૂર્ત કે મુહૂર્ત પછી અચિત્ત થાય છે, કારણ કે તે પણ અસંખ્ય જીવી વનસ્પતિ છે. (૯) સૂકા ધાણા, જીરું, રાઈ, વરીયાળી, સુવા, અજમા, મેથી, એલચીના દાણા (બી) વગેરે બીજરૂપ સર્વે પદાર્થો સચિત્ત હોય છે. અગ્નિ વગેરેથી શસ્ત્ર પરિણત થયા પછી અચિત્ત થાય છે કે પૂર્ણ પીસાઈ જાય તો અચિત્ત થાય છે. (૧૦) ઘઉં, બાજરી, ચણા, મઠ વગેરે ધાન્ય બી રૂપ હોય છે, તે સચિત્ત હોય છે. ભાત(ધાણી રહિત) અચિત્ત હોય છે. કોઈ પણ અનાજ કે કઠોળ પાણીમાં પલાળવાથી અચિત્ત થતા નથી, પીસવાથી કે અગ્નિ પર ચઢવાથી અચિત્ત થાય. સચિત્ત પદાર્થનો કે તેને સ્પર્શિત વ્યક્તિનો વિવેક (૧) જે દાતાના હાથ-પગ વગેરે સચિત્ત પાણીથી ભીના હોય તો તેણે ગોચરી પધારેલા મુનિરાજ માટે બોલવું, ચાલવું કે ઇશારા કરવા યોગ્ય નથી, તેમ કરતાં પાણીના જીવોની વિરાધના થવાનો સંભવ રહે છે. (૨) અગ્નિ, લીલોતરી, બી વગેરે સચેત પદાર્થને સ્પર્શેલી વ્યક્તિ મુનિને ગોચરી વહોરાવી શકતી નથી. જો સહજ રીતે તે પદાર્થોનો સ્પર્શ છૂટી જાય, પછી તેના દ્વારા બોલવા, ચાલવામાં કોઈ વિરાધનાની સંભાવના રહેતી નથી. પ્રશ્ન-૧ શું રેફ્રીજરેટરમાં સંગ્રહ કરેલા ખાદ્ય પદાર્થ સાધુને માટે અકલ્પનીય ગણાય? ઉત્તર : હા, ગોચરીના દરેક નિયમોનું હાર્દ એ છે કે આહાર–પાણી વહોરાવવાના નિમિત્તે ત્રસ કે સ્થાવર કોઈ પણ પ્રાણી, વનસ્પતિની વિરાધના ન થાય, તેનો વિવેક રાખવો જોઈએ. પ્રશ્ન-૨: રેફ્રીજરેટરમાં રાખેલા પદાર્થો જૈન મુનિરાજને ગ્રાહ્ય છે? વ્રતધારી શ્રમણો પાસક(શ્રાવક) વહોરાવી શકે ?