________________
jain
205
કથાસાર
(૭૩) ગૃહસ્થનું આમંત્રણ કે નિમંત્રણ સ્વીકારી, તેને ઘરે ગોચરી વહોરવી તે નિમંત્રણ પિંડ દોષ છે. અનાગ્રહ ભાવે સાધુને નિવેદન કરવું કે ભાવના ભાવવી તે સુપાત્રદાનની લાગણી કહેવાય છે. તેમાં પણ અનાગ્રહ ભાવોનો અને નિર્દોષતાનો વિવેક હોવો જરૂરી છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રના પ્રથમ અહિંસા સંવર દ્વારમાં આહાર સંબંધી ઘણાં વિધિ નિષેધ છે, તેમાં વિશેષ સૂચન આ પ્રમાણે છે—
(૭૪) મુનિ ગૃહસ્થના ઘરેથી પોતાના હાથે આહાર ગ્રહણ ન કરે. (ગૃહસ્થની આજ્ઞાથી પાણી લેવામાં દોષ નથી, જિનાજ્ઞા છે. – આચારાંગ સૂત્ર) (૭૫) મુનિ ગૃહસ્થની ખુશામત કરીને આહાર પ્રાપ્ત ન કરે. (૭૬) આહાર કરતાં પહેલાં મુનિ આખા શરીરને પૂંજીને પછી આહાર કરવા બેસે. (૭૭) મુનિ મૌનપૂર્વક આહાર કરે. (૭૮) અતિ ધીરે કે અતિ ઉતાવળે આહાર ન કરે. (૭૯) આહાર કરતાં મુખથી ચવ–ચવ કે સુડ–સુડનો અવાજ કરતાં અર્થાત્ સબડકા લઈને આહાર કરે તો તે દોષ રૂપ છે. નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિધાન કરતાં એષણા સમિતિ સંબંધી સૂચનો છે. તેમાં વિશેષ સૂચન આ પ્રમાણે છે—
(૮૦) આ વાસણમાં શું છે ? પેલા વાસણમાં શું છે ? તેમ પૂછી–પૂછીને મુનિ આહાર પ્રાપ્ત કરે તો પ્રાયશ્ચિત્ત (૮૧) મુનિ મોટે અવાજે માંગે કે કુતૂહલ ભાવે યાચના કરે તો પ્રાયશ્ચિત્ત (૮૨) મુનિ પહેલાં કંઈપણ દોષ દેખાડી ગોચરી ગ્રહણ કરવાનો નિષેધ કરે અને પછી ચિત્તની ચંચલતા થતાં ગૃહસ્થની ખુશામત કરે તો પ્રાયશ્ચિત્ત (૮૩) મુનિ ગૃહસ્થો વગેરેને આહારાદિ આપે તો પ્રાયશ્ચિત્ત (૮૪) મુનિ પાસસ્થા–શિથિલાચારી સાધુને આહાર દે અને તેના પાસેથી લે તો પ્રાયશ્ચિત્ત (૮૫) મુનિ લોક વ્યવહારમાં જુગુપ્સિત અને નિંદિત ગર્હિત તેમજ આગમમાં નિષિદ્ધ કુલોમાં ગોચરી જાય તો પ્રાયશ્ચિત્ત (૮૬) મુનિ શય્યાદાતા (રહેવાનું સ્થાન આપનાર)નો આહાર કે તેની દલાલીનો આહાર ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત્ત (૮૭) મુનિ ગુરુ આચાર્યાદિની આજ્ઞા વિના દૂધ, દહીં વગેરે વિગયોનું સેવન કરે તો પ્રાયશ્ચિત્ત.(નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્તોના જ વિધાન છે માટે અહીં દરેકમાં પ્રાયશ્ચિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે.)
દશવૈકાલિક સૂત્રના પાંચમા પિંડેષણા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં વર્ણિત કેટલાક વિધિ, નિયમ કે દોષ આ પ્રમાણે છે—
(૮૮) વરસાદ વરસતો હોય, ધુમ્મસ પડતી હોય ત્યારે મુનિ ગોચરીએ ન જાય. વાવાઝોડાના સમયે અને ઉડનારા કે ચાલનારા ત્રસ જીવોની બહુ ઉત્પત્તિ થઈ હોય ત્યારે પણ ગોચરી ન જાય (૮૯) જે ગૃહસ્થે પોતાના ઘરે આવવાના ના પાડી હોય ત્યાં ગોચરી જવું નહીં. (૯૦) ગૃહસ્થની આજ્ઞા લીધા વિના વસ્ત્ર કે શણ વગેરેના પડદાને હટાવી ગોચરી જવું નહીં. (૯૧) નીચા(નાના) દ્વારવાળા કે અંધકાર યુક્ત ઓરડામાં ગોચરીએ જવું નહીં. (૯૨) ફૂલ, બીજ વગેરે ચિત્ત પદાર્થ ઘણા વિખરાયેલા હોય ત્યાં ગોચરી જવું નહીં. (૯૩) તત્કાલનું લીપેલું કે ધોયેલું આંગણું હોય તેમાં ચાલીને ગોચરી જવું નહીં. (૯૪) ઘરના દરવાજામાં બકરા, બાળક, કૂતરા, વાછરડા વગેરે બેઠાં, ઊભા કે સૂતાં હોય તો તેને ઓળંગીને ગોચરીએ જવું નહીં. (૯૫) શુચિધર્મી(ચોક્ખાઈની પરંપરાવાળા) કુલોમાં રસોઈ ઘર વગેરે જ્યાં સુધી આવવાની ગૃહસ્થની મર્યાદા હોય ત્યાં સુધી જ જવું, તેનાથી આગળ જવું નહીં. (૯૬) વહોરાવવા સમયે દાતાના પગ નીચે ત્રસ જીવ, બીજ, લીલોતરી વગેરે દબાઈ જાય તેમજ સચિત્ત પાણીનો સ્પર્શ(સંઘટ્ટો) કે કોઈ પ્રકારે પાણીની વિરાધના થઈ જાય તો તે ઘરથી ગોચરી ન લેવી. (૯૭) ગોચરી વહોરાવવાના પહેલાં કે પછી દાતા પાણીથી હાથ, ચમચા વગેરે ધોવે તો તે પૂર્વકર્મ અને પશ્ચાત્કર્મ દોષ થાય, માટે ભિક્ષુએ તે વિષયમાં વિવેકપૂર્વક ભિક્ષા ગ્રહણ કરવી. (૯૮) ગર્ભવતી સ્ત્રી માટે બનાવેલા આહારમાંથી તેના વાપર્યા પહેલાં લેવું નહીં. (૯૯) ગર્ભવતી સ્ત્રીને પ્રસૂતિ કાળનો માસ ચાલતો હોય ત્યારે તેને સાધુ માટે ઊઠવું કે બેસવું પડે તે રીતે મુનિએ ગોચરી ન લેવી; તે સ્ત્રી બેઠેલી કે ઊભી રહેલી જેમ હોય તેમ વહોરાવે તો ભિક્ષા લઈ શકાય. (૧૦૦) બાળકને દુગ્ધ પાન કરાવતી સ્ત્રી તેને રડતો મૂકીને ગોચરી વહોરાવે તો તેના હાથે મુનિએ ગોચરી ન લેવી. (૧૦૧) ભારે વાસણ કે પદાર્થ મુશ્કેલીથી ઉપાડીને દાતા વહોરાવે તો ગોચરી ન લેવી. (૧૦૨) મુનિએ દાન, પુણ્ય માટે કે ગરીબ ભિખારી માટે તેમજ સાધુ સન્યાસીઓ માટે બનાવેલો આહાર ન લેવો, તે દાનપિંડ દોષ છે. (૧૦૩) મુનિએ કંદ, મૂલ, આદું તેમજ ફૂલ, ફળ અને બીજ વગેરે સચિત્ત પદાર્થો વહોરવા નહીં. દશવૈ. -૫/૧/૭૦. (૧૪) મુનિએ દુકાન વગેરેમાં ખુલ્લા પડેલા અને રજથી ભરેલા પદાર્થ વહોરવા નહીં. (૧૦૫) જેમાં ગોઠલી, ઠળિયા વગેરે ફેંકવાનું બહુ હોય તેવા અચિત પદાર્થ પણ વહોરવા નહીં, તે બહુઉજ્જિત દોષ છે. (૧૦૬) મુનિએ ધોવણ પાણી કે છાશ વગેરે તૈયાર થતાં તત્કાલ વહોરવા નહીં; એક બે ઘડીનો સમય વ્યતીત થઈ જાય પછી લઈ શકાય છે.
ન
દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદ્દેશકમાં અને તે પછીના અધ્યયનોમાં વર્ણિત કેટલાક નિયમો આ પ્રમાણે છે—
(૧૦૭) અન્ય કોઈ ભિક્ષાચર ઘરના દ્વાર પર ઊભા હોય તો મુનિએ ત્યાં તેને ઓલંઘીને ગોચરી જવું નહીં અને તેની સામે ઊભા પણ રહેવું નહીં.(અધ્ય.- ૫/૨) (૧૦૮) મુનિ સામુદાનિક ગોચરી કરે અર્થાત્ નિક કે ગરીબના ભેદ ભાવ વિના ગોચરી કરે. (અધ્ય.-૫/૨) (૧૦૯) મુનિ અજ્ઞાત ઘરોમાં એટલે કે પૂર્વ સૂચના વિનાના ઘરોમાં ગોચરી કરે અને એક જ ઘરમાં ગોચરી ન કરતાં, ગાયના અનેક જગ્યાથી ઘાસ ચરવાની જેમ અનેક ઘરોથી થોડી થોડી નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે.(અધ્ય.-૯) (૧૧૦) મુનિ પ્રાપ્ત આહારને બીજા દિવસ માટે રાખે નહીં. (અધ્ય.-૧૦) (૧૧૧) ભિક્ષુ મદ્ય, માંસ કે મત્સ્યનો આહાર કદાપિ કરે નહીં. અર્થાત્ મુનિ તેવી આહાર વૃત્તિથી દૂર રહે.(ચૂલિકા-૨/૭)
શ્રાવકના ઘરનો વિવેક
સુપાત્રદાનનો લાભ ઇચ્છનારા શ્રમણોપાસકે પોતાના ઘરે આ પ્રમાણે વિવેક રાખવો જોઈએ, યથા– (૧) શ્રાવકના ઘરે રસોઈ કરવાનો સમય અને ભોજન કરવાનો સમય સ્વાભાવિક રીતે એવો હોવો જોઈએ કે તેને સહજ ગોચરી વહોરાવવાનો લાભ મળે. (૨) ઘરમાં દ૨૨ોજ બનતા અચિત્ત પદાર્થો અને સંગ્રહિત રાખેલા અચિત્ત પદાર્થોને યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને રાખવાનો એવો વિવેક હોવો જોઈએ કે અચાનક પધારેલા મુનિરાજને તે પદાર્થ સહજ વહેરાવી શકાય. (૩) ઘરમાં સચિત્ત અને અચિત્ત પદાર્થોને રાખવાની વ્યવસ્થા જુદી-જુદી હોવી જોઈએ. (૪) ૨સોડામાં કે જમવાના સ્થાને જ્યાં વહોરાવવાની ખાદ્ય સામગ્રી રાખવામાં આવે ત્યાં સચિત્ત વસ્તુઓ જ્યાં ત્યાં વેરાયેલી કે વિખરાયેલી રાખવી નહીં. (૫) ઘરના પ્રવેશદ્વાર કે આવાગમનના માર્ગમાં ગોઠલી, બીજ વગેરે સચિત્ત પદાર્થ વેરાયેલા ન રાખવાની સૂચના કે સંસ્કાર ઘરના દરેક નાના—મોટા સભ્યને મળતા રહે તેમ ધ્યાન