________________
jain
299
કથાસાર આરંભ અને હિંસાથી વ્યાપ્ત છે. સંગ્રહથી મોહ, લોભ અને આસકતિ વધારનાર છે.સુખ સગવડો બહુધા એકેન્દ્રીય જીવો તથા છકાય જીવોની વિરાધનાથીજ થાય છે. વિગલેનદ્રીય જીવો પર અયતના પ્રવર્તાવે છે. પોતાની સવલતોનાં રસ્તામાં આવે તો હણી નાખે છે. તથા મહાપ્રસાદથી એ જીવોની અવગણના કરતો વિચરે છે. ૭. પંચેનદ્રીયને કાંઈક જીવો તરીકે ઓળખે છે.અને કોઈક દયા ધરમ પણ કરે છે. પરંતુ ધર્મની સમજણ કે અંતરમાં કરૂણાં દયા ઓછાનેજ હોય છે. મોટા ભાગે પુણયની આશાથી કરે છે. ૮. પાંચ ઈનÉીયનો અસંયમ છે. ૯. જેન કુળમાં જનમયા છે, તેથી આ બધું હજી અનંતાનુબંધી નથી. કોઈકને ધર્મ કરણી કરતાં જુએ છે, તેને ભલું જાણે છે. પરંતુ પોતાને હજી ચારિત્ર મોહનીય કર્મનો ભયંકર ઉદય છે. સંપતિ છે ત્યાં સુધી બધા સગા છે, એ વાસ્તવીકતાને જાણે છે. તેથી સમાજ અને કુટુંબમાં પોતાનું સ્થાન કાયમ રાખવા બધું કરે છે. ડોકટરો પણ તેને અતિક્રોધ કે અતિકાર્ય કરતાં રોકે છે. ૧૦. આવા આ આપણે નથી, તો આસપાસનાં જૈનોને જુઓ અને બેધ્યાન, ઉપયોગ રહિત અવસ્થામાં આપણે કેમ વર્તીએ છીએ, તેનું નિરીક્ષણ કરો. પોતાને આ માયાજાળમાં થી બહાર કાઢો. નથી નીકળતું તો સંતોનું શરણું લો. આર્યપ્રદેશ અને સમકતી જીવોનું આલંબન લો. મન ચંગા તો કથરોટમાં ગંગાની કહેવત ખોટી જ પડી છે. શુભ પદગલો અને શુભ લેશ્યાઓથી ધર્મમાં રતિ થશે. આ માયા કયારે સંકેલાઈ જશે એ કોઈ નથી જાણતું. તેથી પ્રમાદ છોડી મનુષ્ય જન્મનાં ધ્યેયને પામો.
આહાર સંજ્ઞા. ભૂખ એ અસાતવેદનીય કર્મનો પ્રકાર છે, આહાર સંજ્ઞા મોહનીય કર્મનો પ્રકાર છે. ખાવાનાં કારણો: નવા નવા સ્વાદ ચાખવા અજાણી વસ્તુ ખાવી. જુના સ્વાદની સમૃતિથીઃ પહેલા ખાધેલી વસ્તુ ખાવી. આસ્વાદનથી ખાવું દરેક વસ્તુને ચટણી, નમક, મરચી વગેરેથી સ્વાદિષ્ટ કરી ખાવું. ચાખવા માટે . ભૂખનાં ભયથી: મુસાફરી વગેરેમાં ભૂખ લાગશે તો! ભૂખ લાગવાથીઃ કાળે અથવા અકાળે ભૂખ લાગવાથી. રોજીંદા વ્યવહારથી: નિયત સમયે ૨ ટાઈમ ચાપાણી–જમવાના વ્યવહારથી ખાવું. શરીરને પુષ્ટ કરવા : શકતિ વર્ધક ખોરાક નીયમીત કે સતત ખાવું. આહાર પર આસકતિ એ શરીર પરની આસકતિ છે. મગજ શકતિ વધારવા: બદામ, ઘી, દૂધ વગેરે. વ્યસનનાં કારણે : ચા, તંબાક આદિ. જાનવરોમાં આહારસંજ્ઞા અધિક હોવાથી જયાં મળે, જયારે મળે, જેવું મળે, જેટલું મળે તે બધું, જલ્દી જલ્દી અંતરાય પડે તે પહેલા ખાઈ લે છે. – નહિં ખાવાથી હું દુબળો પડી જઈશ, એવો ભય પણ ધણાંને, આપણને હોય છે. – આપણા ખોરાકનો ત્રીજો ભાગ શરીરની જરુરીયાત માટે પુરતો હોય છે. – કેટલીક માનસીક ભૂખ અને સ્વાદ માટે તથા કયારેક તો પેટ ના પાડે ત્યારે જ ખાવાનું આપણે બંદ કરીએ છીએ. - નાનપણથી માબાપ છોકરાને ઠાસીઠુસીને ખવડાવીને આદત પાડે છે. મારો દિકરો ખાશે તોજ મોટો અને હષ્ટપુષ્ટ થશે. એવી માનસીક ભ્રમણાથી જમાડે છે, જે સમય જતાં એનામાં આદતનું રૂપ ધારણ કરે છે. – ધર્મની, પુદગલ જગતની, શરીરની અસારતાની સમજણ ન મળે તો આ ધારણા જીવનભર ટકી રહે છે. – પૂર્વનાં ઉપાર્જીત નામ કર્મ પ્રમાણે શરીર બળ અને શકતિ મળે છે. – ગાય કાગળ ખાઈને પણ દૂધ આપે છે. ગધેડાનો માલીક આખો દિવસ કામ કરાવી સાંજે ભૂખ્યો જ કાઢી મૂકે છે, પછી ઉકરડા પરથી તે કચરો ખાય છે.તોય તેની એક લાત કોઈ જીરવી શકતું નથી. એકજ માટીમાં ઉગતા છોડમાથી લીંબુનો છોડ ખાટો અને આંબાનો છોડ મીઠો રસ ધારણ કરે છે. – મેદસ્વી જાડા લોકો, નહિ ખાઈને પણ પાતડા થઈ શકતાં નથી. દૂબડા ખાઈને પણ દૂબડાજ રહે છે. કચરામાંથી વીણીને ખાતાં ગરીબ ભિખારીનાં શરીરમાં પણ લોહીનાં બધાંજ તત્વો પુરા જોવા મળે છે. જયારે કયારેક કોઈ ધનિકનાં લોહીમાં હિમોગ્લોબીન કે એવાજ કોઈ તત્વ ઓછા હોવાનું તારણ ડોકટરો કરે છે. – આ વસ્તુમાં આ વિટામીન કે આયર્ન કે બુધ્ધિવર્ધક તત્વો છે, એ બધો માનસીક ભ્રમ છે. કર્મ ઉદય આવતાં શરીર કોઈ પણ પ્રકારે બચતું નથી કે બચાવી શકાતું નથી. – બહુધા માનસીક ચિંતા કે અતિશય પરિશ્રમ અથવા બીમારીનાં કારણે કયારેક કોઈનું શરીર દુબળું પડી જાય છે. ઓછુ ખાવાનું કારણ કદી હોતું નથી. ન ખાવાથી કોઈ રોગો થતાં નથી. આડેધડ ખાવાથીજ રોગો થાય છે. – આહારસંશા વધારવાથી વધે છે, ઘટાડવાથી ઘટે છે. તેથી ખાતાં પહેલાં અને ખાતી વખતે સુપાત્ર દાનની ભાવના ભાવવી. હું કયારે અણાહારી થઈશ, અસંખ્ય સ્થાવર જીવ અને કેટલાંય ત્રસ જીવોની વિરાધનાથી આહાર બને છે. એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી, રસ લાલુપ ન થવું, સિમીત પરિમીત આહાર કરવો. અજાણી વસ્તુ ન ખાવી. રાત્રી ભોજન ત્યાગનું લક્ષ્ય રાખવું. – જેમ જેમ ઉમર વધે તેમ આહારની માત્રામાં ધટાડો કરવાથી તંદુરસ્તી સારી રહે છે. – શું નથી ખાવું એ નકકી કરવાથી ખાવાની આદતો આપોઆપ સધરી જશે. દા.ત. બેકરીની વસ્તુઓ પાંઉ,ખારી, નાનખટાઈ, કેક, બીસ્કીટ(સાદા એકબે છોડીને ક્રીમવાળા કે અજાણ્યા નહિ ખાવા), આઈસ્ક્રીમ બધાજ,કંદમૂળ બધાજ,રસ્તા પરની લારીનું નહિં ખાવું