________________
આગમ-કથાઓ
300 હોટલમાં પણ નછૂટકે અન્ય પ્રબંધ ન થાય તો જ ખાવું, ફળોથી ચલાવી લેવું, ભોજન સમારંભમાં જતાં પહેલાંજ દૂવ્ય ગણીને નકકી કરી લેવા, કયાંય પણ અજાણી વસ્તુ ખાવી નહિં, સોપારી પાન મુખવાસ ખાવા નહિં, ઠંડા પીણાંનો ત્યાગ, પીઝા ચીઝ સાબુદાણા, કેડબરી જેલીવાળી પીપર, પેક કરેલાં ડબાનાં ફળો કે રસ(તેમાં હાનીકારક રસાયણો હોય છે), અથાણા(એક બે બીજોરુ જેવા આગાર રાખીને બાકીનાં નહિ ખાવા), અનેક જાતનાં જામ,સરબત(બધાંજ પ્રીજરવેટીવ યુકત હોય છે), ધાર વિગય એટલે કે તેલ મરચું વધારે હોય તેવા પદાર્થ નહિં ખાવા. આંબલીથી હાથ પગનો દુખાવો, સાંધાનો દુખાવો અને મનોવિકાર થાય છે. તુચ્છ ફળો કે જેમાં ખાવાનું ઓછું ફેકવાનું વધારે હોય જેવા કે બોર, આખી શેરડી, બીઆર વગેરેને ફેકવાથી ત્રસ જીવો મટે છે. રેફ્રીજરેટરનાં ખોરાકથી હાડકામાં તિરાડ પડવાના બનાવો વધ્યા છે.અનેક બેકટેરીયા અને શરદીનાં જંતુઓ રેફ્રીજરેટરમાં હોય છે. ઘી, દૂધ વગેરે અલ્પ માત્રામાં વાપરવા, સૂકું શરીર રાગોથી વધારે દૂર હોય છે. ઉનાળામાં ફળો ખાસ જોઈને લેવા કે ખાવા, ઈયળોની ઉતપતી વધારે હોય છે.અકુદરતી રીતે પકાવેલા, ફ્રિીજ કરીને સાચવેલા ફળો નહિં ખાવા. મીઠાઈ પર વપરાતાં બધાજ રંગો હાનીકારક કેમાકલસ હોય છે. કચોરી, ભાકરવડી જેવા ફરસાણ વધેલા, બનાવટ સમયે બગડી ગયેલા, પાછા આવેલા બધાનો ભૂકો કરી રીસાયકલડ કરીને બનાવાય છે. તહેવારો વખતે માવાનો સંગ્રહ અનેક દિવસો સુધી કરાય છે. જેથી ફૂગ અને બેકટેરીયા વાળો થઈ જાય છે. સાકર ચઢાવેલી વરીયારીની અંદર કોઈ વાર ઈયળ કે ધનેડો હોય છે. ઉપરની બધી વસ્તુઓનો સાધુસંતોને આગ્રહ કરવો નહિં કે સામે લઈ જવી નહિં. તેઓ પણ ઘણીવાર પરિસ્થીતિથી અજાણ હોય છે. આમ જે વસ્ત શરીરને અને સ્વભાવને બેઉને નથી સદતી તે આસાનીથી છોડી શકાય. જરૂર છે ફકત યથાર્થ સમજણની. આહાર, નિંદ્રા, કામભોગ વધારવાથી વધે છે અને ઘટાડવાથી ઘટે છે. જ્ઞાન અભ્યાસથી અને તપ અનુભવથી વધે છે. – જ્ઞાતાસૂત્ર અ.૨. ધ શેઠ અને વિજયચોરનું તથા અ.૧૮. સુષમાદારિકા, બે રુપક કથા આહાર શા માટે અને કેવી ભાવનાથી કરવો તે સમજાવવા માટે છે. તેનું ફરી ફરી અધધ્યન કરવું. – અરસ નિરસ અલ્પ આહાર મળે તો, આજે મારા અન પુણ્યનો ઉદય નથી એમ વિચારી સમભાવ રાખવો. – અંત સમયે સંલેખના સંથારાની ભાવના રાખવી. ૨૦ વર્ષ સુધી ભાવના રાખવાથી ૨૦ વર્ષનો સંથારો એક અપેક્ષાથી કહી શકાય – વિશેષ જ્ઞાન અભ્યાસ ન હોય તો ફકત ભગવદ આજ્ઞામાં રહેવું એ પણ સંપૂર્ણ ધર્મ છે.
વળગાળ – થિણંધી નિંદ્રા દર્શનાવરણીય કર્મનો પ્રકાર નિંદ્રા અને તેનો પ્રકાર સ્તાનગર્ધિ નિંદ્રા અને તેનો પણ એક પ્રકાર, આ ડીપ્રેશન છે અથવા જેને વળગાળ માનવામાં આવે છે. જેમાં શરીરમાં અનેક ધણું બળ આવી જાય છે. મગજ અસ્થિર થવાથી સમયકત્વ પણ ટકતું નથી. આ સ્થીતિ માં આયુષ્યનો બંધ પડે તો જીવની અવગતી થવાની શકયતા છે. નરકમાં જવાની વાત શાસ્ત્રોમાં વજરુષભ નારી સંધયણ વાળાઓ માટે કહી છે. સામાન્ય રીતે શ્રાવકોને ન હોય, તેટલા મધ્યમ કદનું આ મોહનીય કર્મ છે. સંક્રમણથી બધાજ કર્મોનો વિપાક ઉદય હોય છે. એક પ્રકારની સ્તાનગધિ નિંદ્રા અને એ નિંદ્રામાં (જાગતાં) આવતાં સ્વપ્ન, એટલેજ વળગાળ કે ભૂતપિશાચનો શરીરમાં પ્રવેશ કહેવાય છે. કોઈ મિથ્યાત્વી દેવ કે યક્ષનો પ્રવેશ આમાં જવલેજ હોય છે. બહુધા તો એ શરીરની માનસીક બીમારી હોય છે. આંખમાં ઝામર આવવાથી જેમ દેખાતું નથી તેમ મગજમાં કેમીકલનો સ્ત્રાવ થવાથી વિચાર અવ્યવસ્થીત થઈ જાય છે. મંત્ર-તંત્ર, પીર-ફકીર, કે ભુવા-ડાકલા નો સહારો ન લેતાં ધર્મનું શરણું જ આવી સ્થીતિમાં લેવું જોઈએ. દરદીને જેટલી સંજ્ઞા કે ભાન હોય તે પ્રમાણે તેની પાસે ધર્માચરણનું કર્તવ્ય કરાવવું જોઈએ. સાથે યોગ્ય સાયક્રેટીસ્ટ ડોકટરની દવા લેવાથી સારું થઈ જવાની શકયતા છે. અબુધ અજ્ઞાની કે ફકત જન્મે જૈન હોય તેવાને માટે આમાં મનુષ્ય ભવ હારી જવા જેવું થાય છે.
નિયતિ વાદ (ઉપાસકદશા. અ.૭ સકડાલ.) વસ્તુ સ્વભાવ, કાળ, કર્મ, પુરુષાર્થ અને નિયતિ આ પાંચ સમવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ અનુસાર કોઈ એક સમવાયનું પ્રભુત્વ હોઈ શકે છે. બીજા સમવાયોનું પણ અસ્તીત્વ તો હોય જ છે, પણ બળ વધારે ઓછું થઈ જાય છે. નિગોદથી અસંજ્ઞિ પંચેન્દ્રીય સુધી નિયતિ નું પ્રભુત્વ છે. કર્મનું પણ પ્રભુત્વ છે. સ્વભાવ સમવાયનાં પ્રભુત્વનાં કારણે અભવી જીવો મોક્ષમાં જતાં નથી. કાળ સમવાયનાં કારણે શનિવાર પછી સીધો સોમવાર નથી આવતો,આજે આંબો વાવતાં કાલે ફળ નથી મળતાં. મનુષ્ય ભવમાં પુરુષાર્થ નું પ્રભુત્વ અને મહત્વ છે. જે કાર્ય મનુષ્યભવમાં થઈ શકે છે તે બીજે કયાંય શકય નથી. તેથી મનુષ્યભવ પ્રાપ્ત થતાં જીવે સમયક પુરુષાર્થ કરી આત્મકલ્યાણ સાધી લેવું જોઈએ.
હેત - તર્ક – પ્રમાણ નાં ૧૨ પ્રકાર.
યાપક – સરળતાથી ન સમજાય તેવું. સ્થાપક– તરત સિધ્ધ થાય તેવું, પ્રસિધ્ધ વ્યાપ્તી વાળુ. વયંસક– ભ્રમિત કરનારું, ચકરાવનારુ. લુસક જેવા સાથે તેવા થવું, ધૂર્તતા કરવી.