________________
આગમ-કથાઓ
ફૂટ :– શિખરતલ પર પૂર્વથી પશ્ચિમ તરફ ક્રમશઃ ૯ ફૂટ આ પ્રકારે છે–
(૧) સિદ્ધાયતન ફૂટ (૨) દક્ષિણાર્દ્ર ભરત ફૂટ (૩) ખંડ પ્રપાત ગુફા ફૂટ (૪) માણિભદ્રકૂટ (૫) વૈતાઢય ફૂટ (૬) પૂર્ણ ભદ્ર ફૂટ (૭) તિમિસ ગુફા ફૂટ (૮) ઉત્તરાર્દ્ર ભરત ફૂટ (૯) વૈશ્રમણ ફૂટ.
--
ગુફાઓ :– વૈતાઢય પર્વતના પૂર્વી ભાગમાં અને પશ્ચિમી ભાગમાં એમ બે ગુફાઓ છે જે વૈતાઢય પર્વતના ઉત્તરી કિનારાથી દક્ષિણી કિનારા સુધી ૫૦ યોજનની લાંબી છે, ૧૨ યોજન પહોળી છે અને ૮ યોજન ઊંચી છે. ગુફાઓની ઉત્તર દક્ષિણ બન્ને બાજુમાં એક એક દ્વાર છે, જેનો પ્રવેશ ૪ યોજનનો છે. પૂર્વી ગુફાની અંદર પૂર્વી કિનારે અને પશ્ચિમી ગુફાની અંદર પશ્ચિમી કિનારે ક્રમશઃ ગંગા, સિંધુ નદી ભિત્તિની અંદર નીચે વહે છે. એની સામેની દિશાની ભિત્તિમાંથી ઉમગજલા અને નિમગજલા નામની બે નદીઓ નીકળે છે. જે પૂર્ણ ગુફાના ૧૨ યોજન ક્ષેત્રને પાર કરી ગંગા સિંધુ નદીમાં મળી જાય છે. આ નદિઓ ૩–૩ યોજનની પહોળી છે અને એમનું પરસ્પરનું અંતર ૨–૨ યોજનનું છે. પૂર્વી ગુફાનું નામ ખંડ પ્રપાત છે અને પશ્ચિમી ગુફાનું નામ તમિશ્ર ગુફા છે. બન્ને ગુફાઓ અંધકાર પૂર્ણ એવં સદા બંધ દરવાજા વાળી છે. ચક્રવર્તીના સેનાપતિ રત્ન એમાં પ્રવેશ હેતુ એક એક તરફથી દરવાજા ખોલે છે અને બહાર નીકળવા માટે બીજી દિશાનો દરવાજો સ્વતઃ ખુલી જાય છે. આ બન્ને ગુફાઓનો એક–એક માલિક દેવ છે. ખંડપ્રપાત ગુફાના કૃતમાલક દેવ અને તમિશ્ર ગુફાના નૃતમાલક દેવ છે.
વૈતાઢયનામ :– ભરતક્ષેત્રના બે વિભાગ કરવાવાળો હોવાથી તેને વૈતાઢય કહ્યો છે. વૈતાઢયંગર કુમાર નામક મહર્ક્ટિક દેવ પલ્યોપમની સ્થિતિવાળા એમના માલિક દેવ છે. તેથી આ નામ શાશ્વત છે. આ નામ કોઈના દ્વારા અપાયેલું નથી.
240
ગંગા સિંધુ નદી ઃ– · ચુલ્લ હિમવંત પર્વતની લંબાઈ, પહોળાઈની મધ્યમાં એક પદ્મદ્રહ છે. જે પૂર્વ પશ્ચિમ ૧૦૦૦ યોજન લાંબો, ઉત્તરદક્ષિણ ૫૦૦ યોજન પહોળો છે. એના પૂર્વી કિનારાથી ગંગા નદી નીકળે અને પશ્ચિમી કિનારાથી સિંધુ નદી નીકળે છે. આ નદિઓ ૫૦૦–૫૦૦ યોજન પર્વત પર સીધી વહે છે. પછી ગંગાવર્ત ફૂટ અને સિન્ધુઆવર્ત ફૂટ પાસેથી દક્ષિણની તરફ વળાંક લઈ પર્વતના દક્ષિણી કિનારાથી ભરત ક્ષેત્રમાં પર્વતના નિતંબ(તળેટી)માં આવેલા ગંગા કુંડ અને સિંધુ કુંડમાં પડે છે. પડવાના સ્થાન પર આ નદિઓ એક જિહ્વાકાર માર્ગથી નીકળે છે તે ૬.૨૫ યોજનનો પહોળો, ૧/૨ યોજન લાંબો, ૧/૨ કોશ મોટો હોય છે. અર્થાત્ તે જિલ્હા પર્વતથી ૧/૨ યોજન બહાર નીકળેલી હોવાથી પાણી ૧૦૦ યોજન સાધિક નીચે પડે છે.
બન્ને કુંડોના દક્ષિણી તોરણથી બન્ને નદી ૬ .૨૫ યોજનના વિસ્તારથી તથા ૧/૨ કોશની જાડાઈથી પ્રવાહિત થાય છે. દક્ષિણની તરફ આગળ વધતાં ઉતરાર્ધ ભરત ક્ષેત્રમાં થઈ વૈતાઢય પર્વતની ખંડપ્રપાત ગુફાની નીચેથી ગંગા નદી અને તમિશ્ર ગુફાની નીચેથી સિંધુ નદી નીકળે છે. વૈતાઢય પર્વતને ઉત્તરદિશાથી ભેદી દક્ષિણ દિશાથી બન્ને નદીઓ પર્વતથી બહાર નીકળે છે. દક્ષિણાર્ધ ભારતના ૧/૨ ભાગ સુધી સીધી દક્ષિણમાં વહેતી ગંગાનદી પૂર્વની તરફ અને સિંધુ નદી પશ્ચિમની તરફ વળાંક લઈ લે છે. આગળ જઈને બન્ને નદિઓ ક્રમશઃ પૂર્વી લવણ સમુદ્ર અને પશ્ચિમી લવણ સમુદ્રમાં મળી જાય છે. બન્ને નદિઓ ભરત ક્ષેત્રની કુલ ૧૪,૦૦૦ અન્ય નદીઓને પોતાનામાં સમાવિષ્ટ કરી સમુદ્રમાં ૬૨.૫ યોજન વિસ્તાર અને સવા યોજનની ઊંડાઈથી મળે છે. નદિઓના બન્ને કિનારા પર વેદિકા અને વનખંડ છે.
ભરતક્ષેત્રના છ ખંડ :– આ પ્રકારે આ બન્ને નદીઓના ભરતક્ષેત્રમાં વહેવાથી ઉત્તર ભરતના અને દક્ષિણ ભરતના ત્રણ ત્રણ વિભાગ થઈ જાય છે. અર્થાત્ વૈતાઢય પર્વતના કારણે બે વિભાગ અને નદિઓના કારણથી છ વિભાગ બને છે. તે ભરતક્ષેત્રના છ ખંડ કહેવાય છે.
દક્ષિણ ભરતની મધ્યમાં વચ્ચોવચ વિનીતા નગરી છે. એજ પહેલો ખંડ છે. જે સૌથી મોટો ખંડ છે. સિંધુ નદીના નિષ્કુટવાળો વિભાગ બીજો ખંડ છે. ત્રીજો ખંડ ઉત્તર ભરતમાં સિંધુ નિષ્કુટ છે. ચોથો ખંડ ઉત્તર ભરતનો મધ્યમ વિભાગ છે. પાંચમો ખંડ ગંગાનિષ્કુટ ઉત્તર ભરતનો છે અને છઠ્ઠો ખંડ દક્ષિણ ભરતનો ગંગાનિષ્કુટ(ખુણો) છે. આ છએય ખંડોમાં મનુષ્ય પશુ આદિ નિવાસ કરે છે. એમાંથી દક્ષિણ ભરતમાં આવેલા પહેલા, બીજા, છઠ્ઠા ખંડ પર વાસુદેવ, બલદેવનું રાજ્ય હોય છે અને છએય ખંડો પર ચક્રવર્તીનું એક છત્ર રાજ્ય હોય છે. આ છ ખંડોમાં અને વિદ્યાધરોની બન્ને શ્રેણીઓમાં ઉત્સર્પિણી અવસર્પિણી ના ૬ આરાનું પ્રવર્તન હોય છે. ત્રીજો અને પાંચમો ખંડ સમાન છે. તે બીજા, ચોથા અને છઠ્ઠા ખંડથી મોટા છે.
:
ૠષભકૂટ પર્વત ઉત્તર ભરતના વચલા ખંડમાં વચ્ચોવચ ચુલ્લ હિમવંત પર્વતની પાસે ઋષભ કૂટ નામક પર્વત છે. આઠ યોજન ઊંચો એવં મૂલમાં આઠ યોજનના વિસ્તારવાળો છે. ઉપર ક્રમશઃ પહોળાઈ ઓછી હોય છે. શિખર તલ ચાર યોજનના પહોળા છે. સર્વત્ર ગોળ છે. અતઃ ત્રિગુણી સાધિક પરિધિ છે. સમ ભૂમિ પર એવં શિખર તલ પર પદ્મવર વેદિકા અને વનખંડ છે. શિખર તલની વચમાં એક ભવન છે. જે એક કોશ લાંબુ ૧/૨ કોશ પહોળુ અને દેશોન એક કોશ ઊંચુ છે. એમાં મહર્દિક દેવ સપરિવાર રહેતા હોય છે, જે આ ૠષભકૂટ પર્વતના માલિક દેવ છે. ગોપુચ્છાકાર ફૂટના સમાન આકારવાળા હોવાથી એના નામ સાથે કૂટ શબ્દ જોડવામાં આવેલ છે. સમસ્ત ફૂટ જેટલા ઊંચા હોય છે, તેટલા જ મૂળમાં પહોળા હોય છે.
નોંધ – ગંગા સિંધુ નદીઓનું વર્ણન ચોથા વક્ષસ્કારમાં આપવામાં આવ્યું છે.
-
બીજો વક્ષસ્કાર
ઉત્સર્પિણી અવસર્પિણી । :– સમય આવલિકાથી લઈને પલ્યોપમ સાગરોપમનું કાળમાન અનુયોગદ્વાર સૂત્ર માં આપવામાં આવેલ છે. ૧૦ ક્રોડા ક્રોડ સાગરોપમનો એક ઉત્સર્પિણીકાળ હોય છે અને એટલો જ અવસર્પિણી કાળ હોય છે, ઉત્સર્પિણી કાળમાં જીવોની અવગાહના, આયુ, શારીરિક સંયોગ આદિ ક્રમિક વધતા જાય અને પુદ્ગલ સ્વભાવ પણ વર્ધમાન અવસ્થાને પ્રાપ્ત થતા હોય છે. આ કારણે આ ૧૦ ક્રોડા ક્રોડ સાગર કાળમાનને ઉત્સર્પિણી(વિકાસ માન) કાળ કહેવાય છે.