________________
jain
57
કથાસાર
વેચતો. પોતે પણ ઇંડાને ખાતો અને શરાબ પીવામાં આનંદ માનતો આ રીતે પાપમય પ્રવૃત્તિ કરતો ૧૦૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો ત્યાંનું સાત સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી અભગ્નસેન ચોર સેનાપતિ બન્યો છે. રાજા દ્વારા છળ કપટથી પકડાઈ દુઃખમય વેદના સહી રહ્યો છે.
આગામીભવ :–ભૂતકાળની વાત સાંભળ્યા પછી ભવિષ્ય જાણવાની જિજ્ઞાસા ગૌતમ સ્વામીને થઈ. ભગવાને તે પણ પ્રકાશ્યું. આજે જ શૂળી ઉ૫૨ ૭૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. પછી મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે બનારસમાં 'સુવર' બનશે. શિકારીઓ દ્વારા મારવામાં આવશે. પછી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ સ્વીકારી દેવલોકમાં જશે, ત્યાંથી મહાવિદેહમાં અને મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા
–
:– શારીરિક બલ કેટલુંય પણ હોય પરંતુ જ્યારે પાપનો કુંભ ભરાઈ જાય તો ફૂટતા વાર ન લાગે. પાપકૃત્યો કરનારો ચોર પોતે અભગ્નસેન શકિતથી નહિ પણ કપટથી પકડાયો અને આ ભવમાં જ ઘોર દુઃખો પ્રાપ્ત કરી આગળ પણ દુઃખોને જ પામ્યો. માટે કર્મ કરતાં પહેલાં જ તેના ફળ(વિપાક)નો વિચાર કરવો .
ચોથું અધ્યયન – શકટકુમાર
જ
આ અધ્યયનનું નામ શકટકુમાર છે. આમાં તે નામના દુઃખી બાળકનું જીવન વૃત્તાંત છે. સાહંજણી નામની નગરીમાં મહાચંદ્ર રાજાનો સુષેણ નામનો પ્રધાન હતો. તે જ નગરમાં સુભદ્ર સાર્થવાહનો શકટકુમાર નામનો પુત્ર હતો. જે સુંદર એવં રૂપ સંપન્ન હતો. દુર્ભાગ્યવશ તેના માતા–પિતા કાળધર્મ પામ્યા. ઉજિઝતકની સમાન એને પણ ઘરમાંથી બહાર કાઢી મૂકાયો. ભટકતો ભટકતો તે સુદર્શના વેશ્યાને ત્યાં પહોંચ્યો. ત્યાં જ ભોગાસકત બની રહેવા લાગ્યો.
એક વખત સુષેણ મંત્રીએ તેને વેશ્યાના ઘરમાંથી હાંકી કાઢયો અને તે વેશ્યાને પોતાની પત્ની સ્વરૂપમાં સ્વીકારી લીધી. કયારેક મોકો મળતાં શકટકુમાર પણ મંત્રી પત્ની વેશ્યાના ઘરે ગયો અર્થાત્ સુદર્શના પાસે પહોંચ્યો. સંયોગવશાત્ મંત્રીનું આગમન થતાં પકડાઈ ગયો. મંત્રીએ તેને રાજા પાસે ઉપસ્થિત કર્યો. 'મારા અંતઃપુરમાં પ્રવેશ કરવાનો અપરાધ કર્યો છે' આ પ્રમાણે ફરિયાદ કરતાં રાજાએ કહ્યું, 'તમને યોગ્ય લાગે તે દંડ કરો.' શકટ અને સુદર્શના બન્નેને બાંધી ચૌટા ઉપર મારતા મારતા નગરમાં ફેરવ્યા. ગૌતમ સ્વામીનું નગરીમાં ભિક્ષાર્થે પદાર્પણ થયું. બન્નેની દુર્દશા જોઈ ભગવાન પાસે દયનીય દશ્યનું વર્ણન કરી તેનું કારણ પૂછયું. ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કર્યું.
:
પૂર્વભવ : આ ભારતવર્ષમાં છગલપુરમાં છણિક નામનો કસાઈ રહેતો હતો જે ધનાઢય છતાં અધર્મી હતો. તે માંસ–મદિરા સેવનમાં આસકત હતો. તે સેંકડો—હજારો પશુઓ રાખતો. મુખ્યતાએ બકરાના માંસનો વ્યાપાર કરતો હતો તેમ છતાં મૃગ, ગાય, બળદ, સસલા, સૂવર, સિંહ, મોર, પાડા આદિનું માંસ પણ વેચતો હતો. પશુઓનું માંસ પકાવી નોકરો દ્વારા નગરમાં વેચતો અને પોતે પણ ખાતો. આવી પાપમય પ્રવૃત્તિને તે પોતાનું સર્વોત્તમ કત્તવ્ય સમજતો. તેથી કલિષ્ટ કર્મોનું ઉપાર્જન કરી, સાતસો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ચોથી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં દસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી. દુઃખમય જીવન પસાર કરી અહીં શકટકુમાર બન્યો છે. વેશ્યામાં આસકત થવાથી અને પૂર્વકૃત કર્મોના ઉદયથી આવી દુર્દશા થઈ છે.
આગામી ભગ : હવે ચૌટા ઉપર ફેરવી બન્નેને વધસ્થાને લઈ જવામાં આવશે. ત્યાં ગરમ લોહ પ્રતિમાથી આલિંગન કરાવશે. આ પ્રકારે આજે જ મૃત્યુ પામી બન્ને પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી બંને ચાંડાલ કુળમાં યુગલ સ્વરૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ બન્નેના નામ શકટ અને સુદર્શના રાખવામાં આવશે. યૌવન વય પ્રાપ્ત થતાં બન્ને પતિ-પત્ની બનશે. ત્યાં પણ અનેક પાપકર્મોનું ઉપાર્જન કરી પ્રથમ નરકમાં જશે.
પછી મૃગાપુત્રની સમાન સંસાર ભ્રમણ કરતાં અંતે મચ્છ થશે. ત્યાંથી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ ગ્રહણ કરશે. ત્યારબાદ પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે.
બોધઃ– આ અધ્યયનમાં માંસાહાર, પંચેન્દ્રિય વધ, વેશ્યાગમન મદ્યપાન આદિ દુર્વ્યસનોનું કડવું પરિણામ બતાવ્યું છે. અત્યંત ભાગ્યશાળી આત્મા જ વ્યસનથી મુકત રહી શકે છે. માટે સુખ ઇચ્છનાર માનવીએ સદાય કુસંગત અને દુર્વ્યસનનો ત્યાગ કરવો જોઈએ.
પાંચમું અધ્યયન – બૃહસ્પતિ દત્ત
તે
આ અધ્યયનનું નામ બૃહસ્પતિ દત્ત છે. તે નામના રાજ પુરોહિતનું જીવન વૃત્તાંત આ અધ્યયનમાં વર્ણવેલ છે. કૌશામ્બી નગરીમાં શતાનીક રાજાનો ઉદાયન નામનો રાજકુમાર હતો. સોમદત્ત રાજ પુરોહિત હતો. તેનો બહુસ્પતિદત્ત સર્વાંગ સુંદર પુત્ર હતો. રાજાનું મૃત્યુ થતાં ઉદાયન રાજા બન્યો અને બૃહસ્પતિદત્ત પુરોહિત બન્યો. પુરોહિત રાજાનો બાલ મિત્ર હતો, વળી પુરોહિત કર્મ કરતાં રાજાના કોઈપણ સ્થાનમાં નિઃસંકોચ બેરોકટોક ગમનાગમન કરતો. અંતઃપુરમાં પણ કસમયે જવા લાગ્યો. આ પ્રમાણે અંતઃપુરમાં વારંવાર જતાં મહારાણી પદ્માવતી દેવીમાં આસકત થયો અને યથેચ્છ ભોગ ભોગવવા લાગ્યો. એકાએક ઉદાયનની નજરમાં ઝડપાઈ ગયો. પ્રચંડ ક્રોધમાં આવતાં શૂળીની સજા ફરમાવી. રાજ કર્મચારીઓએ તેને બંધનોથી બાંધી, મારતાં–પીટતાં, તેનું માંસ તેને જ ખવડાવતાં ઘોષણા કરતાં નગરમાં ફેરવ્યો. "બૃહસ્પતિદત્ત પોતાના અપરાધથી એટલે કે કુકર્મોથી દુઃખી થઈ રહ્યો તેને અન્ય કોઈ દુઃખ નથી આપતા." પ્રભુ મહાવીરના પ્રથમ ગણધરે ભિક્ષાર્થે ભ્રમણ કરતાં આ દારૂણ દશ્ય જોયું. પ્રભુ પાસે જિજ્ઞાસા વ્યકત કરતાં પ્રભુએ તેનો પૂર્વભવ કહયો .
પૂર્વભવ – પ્રાચીન કાળમાં સર્વતોભદ્ર નામનું નગર હતું. જિતશત્રુ રાજાનો મહેશ્વરદત્ત નામનો પુરોહિત હતો. તે રાજાની રાજ્યવૃદ્ધિ માટે હંમેશા એક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રના બાળકનું હૃદય કાઢી તેનાથી શાંતિ હોમ કરતો. અષ્ટમી—ચતુર્દશીના બે—બે બાળકો, ચૌમાસીના ચાર–ચાર બાળકો, છ માસીએ આઠ–આઠ બાળકો, સંવત્સરીએ ૧૬–૧૬ બાળકોના હૃદયનો શાંતિહોમ કરતો. રાજા જો યુદ્ધ માટે પ્રયાસ કરતા તો ૧૦૮–૧૦૮ બ્રાહ્મણ આદિના બાળકોનો હવન કરતો. સંયોગવશ એવું