SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 58. આગમ-કથાઓ કરવાથી રાજા સદા વિજયી બનતો. તેથી રાજાને વિશ્વાસ બેસી ગયો. આ પ્રકારે અતિ રુદ્ર, બીભત્સ, કૂર પાપકર્મ કરતા તેના 3000 વર્ષ નીકળી ગયા. અંતે કાળધર્મ પામી પાંચમી નરકમાં ગયો. ત્યાં સત્તર સાગરોપમનું આયુષ્ય ભોગવી બૃહસ્પતિદત્ત બન્યો છે. અહીં પૂર્વકૃત અવશેષ કર્મ ભોગવી રહ્યો છે. ભવિષ્ય :- આજે સાંજે ૬૪ વર્ષનું આયુષ્ય ભોગવી શૂળી દ્વારા મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ક્રમશઃ બધી જ નરકમાં તેમજ એકેન્દ્રિય, વિકલેન્દ્રિમાં મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે હસ્તિનાપુરમાં મૃગ થશે. જાળમાં ફસાઈ મૃત્યુ પામશે. ત્યાંથી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ લઈ દેવલોકમાં ઉત્પન્ન થશે. પછી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા – બોધ :- આ અધ્યયનમાં હિંસાના ક્રૂર પરિણામોનું અને પરસ્ત્રીગમનનું દુષ્પરિણામ બતાવવામાં આવ્યું છે. વ્યકિત કેટલીય ચતુરાઈ કરે પણ પાપ કયારેક તો પ્રગટ થઈ જ જાય. ભોગાશકિતને કારણે રાણી સાથે પકડાતા બૃહસ્પતિદત્ત રાજપુરોહિત તે જ ભવમાં દારુણ દુઃખે મૃત્યુને પામી ભવોભવ સુધી નરકનો મહેમાન થયો. માટે મન અને ઇચ્છાઓ પર અંકુશ રાખવો એ જ સુખી થવાનો માર્ગ છે. છઠું અધ્યયન – નંદિવર્ધન આ અધ્યયનનું નામ નંદિવર્ધન છે. આમાં રાજકુમાર નંદિવર્ધનનું જીવન વૃત્તાંત છે. મથુરા નગરીમાં શ્રીદામ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને નંદિવર્ધન નામનો પુત્ર હતો. તે સર્વાંગસુંદર એવં લક્ષણયુકત હતો. યથા સમયે તેને યુવરાજ બનાવવામાં આવ્યો પણ શ્રીદામની ઉંમર લાંબી હતી તેથી યુવરાજની ૬૦ વર્ષની ઉંમર થવા છતાં રાજ્ય ન મળ્યું. રાજ્યલિસા બળવત્તર બની. તેણે રાજાના મૃત્યુની વાંછા શરૂ કરી અને મારવાનો ઉપાય વિચારવા લાગ્યો. કોઈ અન્ય ઉપાય ન મળતાં તેણે રાજાની હજામત કરનાર હજામને અડધા રાજ્યનો લોભ બતાવી રાજાના ગળામાં છૂરી ભોંકી દેવાનો ઉપાય બતાવ્યો. હજામે એક વખત સ્વીકાર તો કરી લીધો પણ પછી ડરી ગયો. ભયનો માર્યો બધો વૃત્તાંત રાજાને જણાવી દીધો. રાજા રાજકુમાર ઉપર અત્યંત કોપિત થયા અને મૃત્યુદંડ જાહેર કર્યો. રાજપુરુષો દ્વારા બંધનમાં બાંધી, અનેક પીડાઓ આપતાં નગરમાં ફેરવ્યો. (ચૌટા ઉપર) અતિ ઉષ્ણ સિંહાસન ઉપર તેને બેસાડી, લોખંડ, ત્રાંબુ તથા શીશા આદિના ગરમ જલથી અભિષેક કરવા લાગ્યા. તે વખતે ગૌતમ સ્વામી ભિક્ષાર્થે પધાર્યા. દયનીય દશ્ય જોઈ ભગવાન પાસે નિવેદન કર્યું. પૂર્વભવ જાણવાની જિજ્ઞાસા વ્યકત કરી. પૂર્વભવ:- સિંહપુર નગરમાં સિંહરથ રાજાનો દુર્યોધન નામનો જેલર હતો. જે અધર્મી એવં સંકલિષ્ટ પરિણામી હતો. તેની પાસે દંડ દેવાના અનેક સાધનો હતા. રાજના અપરાધી, ચોર, લૂટારા, ઘાતક, લંપટ આદિ કોઈપણ વ્યકિત જેલમાં આવે તેને નિર્દયતાપૂર્વક અનેક પ્રકારની યાતનાઓ આપતો. કોઈને હાથી, ઘોડા, ઊંટ, ભેંસ, બકરા આદિ પશુઓનું મૂત્રપાન કરાવતો. કોઈને તપ્ત તાંબુ, લોઢું, શીશું પીવડાવતો. વળી કોઈને વિભિન્ન પ્રકારના બંધનોથી મજબૂત બાંધતો. શરીરને વાળતો, સંકોચતો અથવા શસ્ત્રોથી ચીરતો. કોઈને ચાબૂક આદિથી માર મારી અધમૂઓ કરી દેતો. હાડકાના ચૂરેચૂરા કરી નાખતો. ઉંધા લટકાવી છેદન કરતો. ક્ષાર મિશ્રિત તેલથી મર્દન કરાવતો. અનેક મર્મ સ્થાનોમાં ખીલાઓ ઠોકતો. હાથ-પગની આંગળીઓમાં સોઈઓ ભોકતો; અને તેનાથી જમીન ખોદાવતો. ભીના ચામડાથી શરીરને બાંધી તડકામાં બેસાડતો. ચામડું જ્યારે સૂકાઈ જતું અને સંકોચાઈ જતું ત્યારે તેને ખોલી નાખતો. આ પ્રકારે બહુ પાપકર્મ કરતો ૩૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ૨૨ સાગરોપમ સુધી દારૂણવેદના ભોગવી નંદિવર્ધન રૂપે પેદા થયો છે. આજે ૬૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી પ્રથમ નરકમાં જશે. ઘોર દુઃખો ભોગવતાં ભવભ્રમણ કરશે અંતે મચ્છ બનીને મૃત્યુ પામશે. ત્યાર પછી શ્રેષ્ઠી પુત્ર થઈ સંયમ લેશે. ત્યાંથી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થઈ, મહાવિદેહક્ષેત્રમાં જઈ સિદ્ધ થશે. શિક્ષા પિતા અને પુત્રનો સંબંધ નિકટનો સ્નેહ સંબંધ કહેવાય પરંતુ પૂર્વ ભવના અશુભ કર્મોનો સંયોગ હોવાના કારણે તે દ્વેષી અને વેરીનાં કામ કરી જાય છે. રાજકુમાર રાજાને મારવા ઇચ્છે અને તેના પરિણામે રાજા રાજકુમારને દારુણદંડ આપી મરાવી નાખે છે. આ સંસારના સંબંધ બધા પુણ્યાધીન છે માટે શુભકર્મ કરી આત્માનો વિકાસ કરવો જોઈએ અને કર્મક્ષય કરવામાં જ પુરુષાર્થ કરવો જોઈએ. સાતમું અધ્યયન – ઉંબરદસ્ત આમાં પ્રબલ અશાતા વેદનીય કર્મના ઉદયવાળા સાર્થવાહ પુત્રનું દુઃખી જીવન વૃત્તાંત છે. બાલકની દર્દશા:- પાટલીખંડ નામના નગરમાં સિદ્ધાર્થ રાજા રહેતો હતો. તે નગરમાં સાગરદત્ત સાર્થવાહ પણ રહેતો હતો. તેમની ગંગદત્તા નામની પત્ની હતી. તે મૃતવંધ્યા હતી. કોઈ યક્ષાયતનમાં સ્ત્રીઓના સમૂહની સાથે પૂજન કર્યું અને પુત્રની યાચના કરી. પુત્ર થતાં તેનો દાન-ભંડાર ભરવાનું આશ્વાસન દઈ યક્ષની માન્યતા કરી. કાલાંતરે એક પુત્રને જન્મ આપ્યો. યક્ષની સ્મૃતિમાં તેનું નામ ઉંબરદત આપ્યું. તેની નાની ઉંમરમાં જ મા-બાપનું મૃત્યુ થયું. તેનુ ધન લોકોએ તેમજ રાજપુરુષોએ હરી લીધું અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકયો. દુર્વ્યસની બન્યો. તીવ્ર પાપોદયે સોળ મહારોગ પેદા થયા. તેના હાથ-પગની આંગળીઓ સડવા લાગી. નાક-કાન ગળી ગયા. શરીરના ઘા માંથી પરૂ વહેવા લાગ્યું. વિવિધ વેદનાથી તે કષ્ટોત્પાદક, કરુણાજનક એવં દીનતા પૂર્ણ શબ્દ પોકારી રહ્યો હતો. અસહાય બની જ્યાં-ત્યાં ભટકતો રહેતો. તેની પાસે માટીનું ઠીબડું હતું. તેમાં ભોજન કરતો. હજારો માખીઓનું ઝુંડ તેની આસપાસ ફરતું. ઘરઘરમાં ભીખ માંગી તે જીવન પસાર કરતો હતો. ગૌતમ સ્વામીએ છઠ્ઠના પારણાના હેતુએ નગરીના પૂર્વ દરવાજામાંથી પ્રવેશ કર્યો. ત્યાં તેઓએ આ દુઃખી માણસને જોયો. બીજા છના પારણે દક્ષિણના દરવાજેથી પ્રવેશ કર્યો, ત્રીજા છઠ્ઠના પારણે પશ્ચિમના દરવાજેથી પ્રવેશ કર્યો. ચોથા છઠ્ઠના પારણે ઉત્તર
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy