________________
24
આગમ-કથાઓ પાસે આવી વંદન નમસ્કાર કર્યા. દેવોની પરંપરા અનુસાર પોતાના નામ-ગોત્ર પ્રકાશિત કરી બત્રીસ પ્રકારની નાટ્યવિધિ બતાવી પાછી ગઈ. કાલીદેવીના ગયા પછી ગૌતમ સ્વામીએ ભગવાનની સમક્ષ પ્રશ્ન પૂછયો – '! કાલી દેવીએ દિવ્ય ઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી?' ત્યારે ભગવાને તેનો પૂર્વભવ જણાવ્યો. આમલકલ્પા નગરીના કાલ નામના ગાથાપતિની એક પુત્રી હતી. તેની માતાનું નામ કાલશ્રી હતું. પુત્રીનું નામ કાલી હતું. તે બેડોળ શરીરવાળી હતી. જેથી અવિવાહિત રહી ગઈ. એકદા પુરુષદાનીય ભગવાન પાર્શ્વનાથ આમલકલ્પામાં પધાર્યા. કાલીએ દેશના સાંભળી દીક્ષા અંગીકાર કરી. માતા-પિતાએ ઠાઠ-માઠથી દીક્ષા મહોત્સવ ઉજવ્યો. ભગવાને પુષ્પચૂલા આયોજીને શિષ્યા તરીકે પ્રદાન કરી. કાલી આયજીએ અગિયાર અંગનું અધ્યયન કર્યું અને યથાશકિત તપશ્ચર્યા કરતી સંયમની આરાધના કરવા લાગી. કેટલોક સમય વીત્યા બાદ કાલી આર્યાને શરીર પ્રત્યે આસકિત ઉત્પન્ન થઈ. વારંવાર અંગોપાંગ ધોતી અને જ્યાં સ્વાધ્યાય કાઉસગ્ગ આદિ કરતી ત્યાં પાણી છાંટવા લાગી. સાધ્વાચારથી વિપરીત પ્રવૃત્તિ જોઈ આર્યા પચ લાજીએ વારંવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ન માની. અંતે જુદા ઉપાશ્રયમાં રહેતી સ્વચ્છેદ થતા વિરાધક બની. અંતિમ સમયે પંદર દિવસનો સંથારો કરી, શિથિલાચારની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામી કાલીદેવી પણે ઉત્પન્ન થઈ છે. ગૌતમ સ્વામીએ પુનઃ પ્રશ્ન કર્યો, તે પ્રભુ! હવે તે કયાં જન્મ લેશે?" "ગૌતમ! દેવીનો ભવ પૂર્ણ કરી મહાવિદેહમાં જન્મ લેશે. ત્યાં નિરતિચાર સંયમની આરાધના કરી સિદ્ધિ પ્રાપ્ત કરશે. પ્રેરણા - શિક્ષા – મહાવ્રતોનું વિધિવતુ પાલન કરવાવાળો જીવ, તે ભવમાં જો સમસ્ત કર્મોનો ક્ષય કરે તો નિર્વાણ પ્રાપ્ત કરે. જો શેષ કર્મ બાકી રહી જાય તો વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે. પણ મહાવ્રતને અંગીકાર કરવા છતાં જો વિધિવત્ પાલન ન કરે તો શિથિલાચારી બને છે, કુશીલ બને છે, સમ્યગુજ્ઞાન આદિનો વિરાધક બને છે. કાય કલેશ આદિ બાહ્ય તપશ્ચર્યા દ્વારા દેવગતિ પ્રાપ્ત કરે છે પણ વૈમાનિક જેવી ઉચ્ચગતિ નથી મેળવી શકતો. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી દેવ બને છે.
દશ વર્ગોના વિષયોનું વર્ણન દ્વિતીય શ્રત સ્કંધના દશ વર્ગ છે. પ્રથમ વર્ગમાં ચમરેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન છે. બીજા વર્ગમાં વૈરોચનેન્દ્ર બલીન્દ્રનું, ત્રીજામાં અસુરેન્દ્રને છોડી દક્ષિણ દિશાના નવ ભવનવાસી ઇન્દ્રોની અગ્રમહિષીઓ અને ચોથામાં ઉત્તર દિશાના ઇન્દ્રોની અગ્રમહિષીઓનું વર્ણન છે. પાંચમામાં દક્ષિણ અને છઠ્ઠામાં ઉત્તર દિશાના વાણવ્યંતર દેવોની અગ્રમહિષીઓનું, સાતમામાં જયોતિષેન્દ્ર ચન્દ્રની, આઠમામાં સૂર્યેન્દ્રની તથા નવમા અને દશમા વર્ગમાં વૈમાનિકના સૌધર્મેન્દ્ર તથા ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન કરવામાં આવ્યું
આ બધી દેવીઓનું વર્ણન તેમના પૂર્વભવનું છે. જે મનુષ્ય પર્યાયમાં સ્ત્રીરૂપે હતી. સાધ્વી બન્યા પછી ચારિત્રની વિરાધના કરી. શરીરબકુશ બની. ગુરુણીની મનાઈ હોવા છતાં માની નહિ અને અંતે ગચ્છથી મુકત થઈ સ્વચ્છંદ પણે રહેવા લાગી. અંતિમ સમયે તેમણે દોષોની આલોચના – પ્રતિક્રમણ ન કર્યા. કાળધર્મ પામી.
ચમરેન્દ્રની અગ્રમહિષી | બલીન્દ્રની અગ્રમહિષી
દક્ષિણના નાગકુમાર આદિ ૯ની અગ્રમહિષી ૬૪૯ | ૫૪ | ઉત્તરના નાગકુમાર આદિ ૯ની અગ્રમહિષી ૬૪૯ | ૫૪ | દક્ષિણ વ્યંતરના આઠ ઇન્દ્રોની અગ્રમહિષી ૪૪૮ | ૩૦ ઉત્તર વ્યંતરના આઠ ઇન્દ્રોની અગ્રમહિષી ૪૪૮ | ૩૨ ચન્ટેન્દ્રની અગ્રમહિષી સૂર્યેન્દ્રની અગ્રમહિષી સિધર્મેન્દ્રની અગ્રમહિષી
ઈશાનેન્દ્રની અગ્રમહિષી આ પ્રમાણે દશ વર્ગના ૨૦ અધ્યયનમાં ૨૦૬ દેવીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એક ભવ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. સાર – જિનવાણી પ્રત્યે, જિનાજ્ઞા પ્રત્યે શ્રદ્ધા, આસ્થા શુદ્ધ છે. તપ-સંયમની રુચિ છે તો બકુશવૃત્તિ ભવપરંપરા નથી વધારતી પણ અંતે સાચા હૃદયથી આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી જીવ વિરાધક બને છે.
ઉપાસક દશા પ્રસ્તાવના: જૈન ધર્મમાં ત્યાગ અને સાધનાનું મહત્વપૂર્ણ સ્થાન છે. તીર્થકર પ્રભુ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ બાદ ધર્મ તીર્થની સ્થાપના કરે છે. જેમાં ચાર અંગ હોય છે. સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. એમની સાધનાને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. શ્રમણ ધર્મ અને શ્રમણોપાસક ધર્મ. શ્રમણ સર્વત્યાગી સંયમી હોય છે. જ્યાં આત્મ સાધના જ સર્વસ્વ છે. આ શ્રમણ "સવૅ સાવજજે જોગં પચ્ચખામિ" આ સંકલ્પ સાથે જ નવા જીવનમાં પ્રવેશ કરે છે. ત્યાં તેઓ કરવું કરાવવું અને અનુમોદન કરવું આ ત્રણ કરણ