SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ 25 jain અને ત્રણ યોગથી જીવન પર્યન્ત બધાં જ પાપોનો ત્યાગ કરે છે. તેમની એ સાધના સર્વ–વિરતિ સાધના છે. મહાવ્રતોની સમગ્ર પરિપૂર્ણ આરાધના રૂપ ઉપર્યુકત સાધનાની અપેક્ષાએ હળવો, સુકર, સરળ બીજો માર્ગ પણ છે. જેમાં સાધક પોતાની શકિત અનુસાર સીમામાં (મર્યાદામાં) વ્રત સ્વીકાર કરે છે. એવા સાધકોને શ્રમણોપાસક (શ્રાવક) કહેવામાં આવે છે. તેમની આ સાધનાને દેશ વિરતિ સાધના કહેવામાં આવે છે. કથાસાર ઉપાશક દશાંગ સૂત્ર અંગ સૂત્રોમાં સાતમું અંગ સૂત્ર છે. એમાં દેશ વિરતિ સાધના રૂપે શ્રમણોપાસક જીવનની ચર્ચાઓ છે. ભગવાન મહાવીરના સમયના દશ શ્રાવક આનંદ, કામદેવ, ચલણીપિયા, સુરાદેવ, ચુલશતક, કુંડકૌલિક, સકડાલપુત્ર, મહાશતક, નંદિની પિયા અને શાલિહિપિયા ન વર્ણન છે. આમ, ભગવાન મહાવીરના લાખોની સંખ્યામાં શ્રાવકો હતાં. તેમનાંમાં મુખ્ય પ્રમુખ શ્રાવકો સંખ– પુષ્કલીજી વગેરે હતાં. તદપિ અહીંયા આ ૧૦ શ્રાવકોનું જીવન કંઈક વિશેષ ઘટનાઓ અને ઉપસર્ગોને કારણે તેમજ પ્રેરક હોવાથી અંકિત કરવામાં આવ્યું છે. સૂત્રમાં વર્ણિત દશે શ્રાવકોએ વીસ વર્ષ સુધી શ્રાવક વ્રતોનું પાલન કર્યુ. જેમાં છેલ્લા છ વર્ષોમાં બધાયે નિવૃત્તિમય જીવન સ્વીકાર કર્યું અને શ્રાવકની અગિયાર પડિમાઓનું આરાધન કર્યું. આ સમાનતાની દૃષ્ટિએ પણ આ દશ શ્રાવકોનું વર્ણન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. આ સૂત્રની એ સ્વતંત્રરૂપે વિશેષતા છે કે તે ગૃહસ્થ જીવનની સર્વાંગીય સાધના પર પ્રકાશ પાડે છે. તે કારણે તેનું નામ પણ ઉપાશક દશાંગ સૂત્ર રાખવામાં આવ્યું છે. આથી ગૃહસ્થજીવનમાં ધર્માચરણ કરનાર દરેક સાધકો માટે આ સૂત્ર અવશ્ય વાંચવા યોગ્ય અને મનન કરવા યોગ્ય છે. આ તથ્યને સમજીને દરેક શ્રમણોપાસક આ સૂત્રનું વારંવાર અધ્યયન કરશે તો તેઓ અનેકાનેક માર્ગદર્શન આ સૂત્રથી મેળવી શકશે. પ્રાપ્ત કરશે. ઉપલબ્ધ આ સૂત્ર ૮૧૨ શ્લોક પ્રમાણ માનવામાં આવ્યું છે. પ્રથમ અધ્યયન આનંદ : પ્રાચીનકાળમાં વૈશાલીની નજીક જ વાણિજયગ્રામ નામનું નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તે લિછવિઓનું ગણ રાજ્ય હતું. તે નગરમાં આનંદ નામનાં શેઠ રહેતા હતા. તેની પાસે કરોડોની સંપત્તિ હતી. સમાજમાં તે પ્રતિષ્ઠિત અને સમ્માનિત હતા. બુદ્ધિમાન, વ્યવહાર કુશળ અને મિલનસાર હોવાને કારણે તેઓ બધાના વિશ્વસનીય હતા. તેમને શિવાનંદા નામની પત્ની હતી. તે પણ ગુણવંતી અને પતિપરાયણ હતી. આનંદના અન્ય પારિવારિક લોકો પણ ગુણ સંપન્ન અને સુખી હતાં. એક વાર તે નગરની બહાર ઉપવનમાં ભગવાન મહાવીર સ્વામી પર્ધાયા. પ્રજાજનો ભગવાનના દર્શન કરવા ગયાં. આનંદ શ્રાવકને જાણકારી મળી. તેના મનમાં પણ ભગવાનના દર્શન કરવાની ઉત્કંઠા જાગી. તે પણ ત્યાં પહોંચ્યા અને ભકિતપૂર્વક ભગવાનને વંદન નમસ્કાર કરીને પરિષદમાં બેસી ગયા. ભગવાને આવેલી વિશાળ પરિષદમાં બેઠેલાં તમામ લોકોને ઉપદેશ આપ્યો. જીવાદિ, મોક્ષ પર્યન્ત તત્વોનું સ્વરૂપ સમજાવ્યું. સંમય ધર્મ અને ગૃહસ્થ ધર્મનું પણ ભગવાને વિશ્લેષણ કર્યું. ઉપદેશ સાંભળીને કેટલાય લોકો પ્રતિબોધ પામ્યા. શ્રદ્ધાન્વિત બન્યા અને કેટલા ય લોકોએ શ્રમણ ધર્મ તથા શ્રમણોપાસક ધર્મ સ્વીકાર કર્યો તેમજ વીતરાગ ધર્મની ભૂ–િભૂરિ પ્રશંસા કરી. આનંદ શ્રેષ્ઠી ભગવાનની વાણીનું શ્રવણ કરીને અત્યંત આનંદિત થયા. અગાઢ શ્રદ્ધા ભકિત પ્રગટ કરીને તેણે ભગવાન સમીપે અણગાર બનનાર વ્યકિતઓને ધન્યવાદ આપ્યા અને પોતાની અસમર્થતા પ્રગટ કરીને શ્રાવકના વ્રતોનો સ્વીકાર કર્યો. આનંદ શ્રાવકે ગ્રહણ કરેલાં વ્રતો : (૧ થી ૩) સ્થૂલ — હિંસા, અસત્ય તથા ચોરીનો બે કરણ અને ત્રણ યોગથી ત્યાગ. ૪. શિવાનંદા સ્ત્રીની મર્યાદા અને શેષ કુશીલનો ત્યાગ. ૫. પરિગ્રહ પરિમાણમાં (૧) ચાર કરોડ સોનૈયા નિધાનમાં (૨) ચાર કરોડ વેપારમાં (૩) ચાર કરોડ ચલ-અચલ સંપતિમાં (ઘર વખરીમાં ) એ સિવાય પરિગ્રહનો ત્યાગ, ૪૦ હજાર પશુઓ ઉપરાંત પશુઓનો ત્યાગ. આવાગમન સંબંધી ક્ષેત્રસીમા – ૫૦૦ હલવા ઉપરાંત ત્યાગ. બે હજાર વાંસનો એક હલવો એવા ૫૦૦ હલવા અર્થાત્ ૨૫૦૦ માઈલ ૪૦૦૦ કિલોમીટરની ક્ષેત્ર મર્યાદા ઉપરાંત ત્યાગ. આ ક્ષેત્ર મર્યાદામાં મકાન, ખેતી, રહેવાનું અને ગમનાગમન વગેરેનો સમાવેશ છે. ૬. ૭. (૧) સુગંધિત તથા લાલ રંગના ટુવાલ, રૂમાલ ઉપરાંત ત્યાગ. (૨) લીલા બાવળના દાતણ સિવાય અન્ય દાતણોનો ત્યાગ. (૩) દુધીયા આંબળા, સિવાય વાળ ધોવાના ફળોનો ત્યાગ.(૪) શતપાક અને સહસ્ત્ર પાક તેલ ઉપરાંત માલિશનો ત્યાગ. (૫) એક પ્રકારની પીઠી સિવાય ઉબટ્ટણનો ત્યાગ.(૬) આઠ ઘડા ઉપરાંત સ્નાનનાં પાણીનો ત્યાગ. (૭) પહેરવાના સુતરાઉ કપડા સિવાય અન્ય વસ્ત્રનો ત્યાગ. (૮) ચંદન, કુમકુમ, અગર સિવાય તિલક માટેના લેપનો ત્યાગ. (૯) કમલ અને માલતીનાં ફૂલો સિવાય ફૂલનો ત્યાગ.(૧૦) કુંડલ અને અંગુઠી વીંટી સિવાયનાં આભૂષણોનો ત્યાગ. (૧૧) અગર અને લોબાન સિવાયનાં ધૂપનો ત્યાગ.(૧૨) એક જ પ્રકારનો કઢો અથવા ઉકાળા સિવાય અન્યપેય પદાર્થનો ત્યાગ. અથવા મગ તથા ચોખાના પાણી (રસ) સિવાય ત્યાગ.(૧૩) ઘેવર તથા સાટા સિવાયઅન્ય મીઠાઈઓનો ત્યાગ. (૧૪) બાસમતી ચોખા સિવાય ઓદનનો ત્યાગ.(૧૫) ચણા, મગ અને અડદની દાળ અતિરિકત દાળનો ત્યાગ. (૧૬) ગાયના દૂધના તાજા ઘી સિવાય ત્યાગ.(૧૭) દૂધી, સુવા, પાલકનો અને ભીંડા સિવાય લીલી શાકભાજીનો ત્યાગ. (૧૮) પાલંકા(વિશિષ્ટ પ્રકારના ગુંદર) સિવાય બીજા ગુંદરનો ત્યાગ. (૧૯) દાળના વડા અને કાંજીના વડા ઉપરાંત તળેલા પદાર્થોનો ત્યાગ. (૨૦) વરસાદનું પાણી અથવા ઘરમાં એકઠું થયેલું વરસાદનું પાણી, એ સિવાય ત્યાગ.
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy