________________
26
આગમ-કથાઓ
(૨૧) એલચી, લવિંગ, કપૂર, તજ અને જાયફળ સિવાય તંબોલ પદાર્થોનો ત્યાગ.
(રર) એક હજાર બળદ ગાડીઓ ઉપરાંત વધારે રાખવાનો ત્યાગ, આઠ જહાજ ઉપરાંત રાખવાનો ત્યાગ. ૮. ચાર પ્રકારના અનર્થ દંડનો ત્યાગ. ૯. વિશેષ સામાયિક આદિની સંખ્યા પરિમાણ આદિનું વર્ણન નથી. આનંદ શ્રાવક દ્વારા આ વ્રત પ્રત્યાખાન ગ્રહણ કરાયા પછી ભગવાન મહાવીરે તેમને સમકિત સહિત બધાં વ્રતોનાં ૯૯ અતિચાર સમજાવ્યાં. અતિચાર, આદરેલા વ્રતોની સીમામાં ન હોવાં છતાં પણ ધ્યાનમાં રાખવા યોગ્ય હોય છે. અતિચારોનું યથાશય સેવન ન કરવાથી જ વ્રત અને ધર્મની શોભા રહે છે. અતિચારોનું સેવન કરવાથી વતી અને ધર્મની અવહેલના થાય છે. અને વ્રતમાં પણ દોષ લાગે છે અથવા પરંપરાએ દોષ લાગવાની સંભાવના રહે છે.
૯૯ અતિચાર શ્રવણ કરીને આનંદ શ્રાવકે ભગવાનને વંદના નમસ્કાર કરીને પ્રતિજ્ઞા ઘારણ કરી કે હું હવે પછી અન્ય મતોના ધર્મદેવોને અને તેમના ધર્મગુરુઓને વંદન નમસ્કાર અને તેઓ સાથે અત્યધિક વાર્તાસંપર્ક નહીં કરું. આ પ્રતિજ્ઞામાં તેમણે રાજા, દેવતા, માતાપિતા, કુલની રીતી, ગુરુ અને આજીવિકા; આ છ પ્રકારનો આગાર રાખ્યો. તે પછી આનંદે પ્રભુ સમક્ષ શ્રમણ | નિગ્રંથોનો સંયોગ પ્રાપ્ત થતાં તેઓને આહાર, વસ્ત્ર અને ઓષધ વગેરે પ્રતિલાભિત કરવાનો સંકલ્પ પ્રગટ કર્યો.
પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પછી આનંદે પોતાના મનમાં ઉઠેલા પ્રશ્નો પૂછીને સમાધાન કર્યું. ત્યાર પછી ઘેર જઈને આનંદ શ્રાવકે પોતાની પત્ની શિવાનંદાને પણ વ્રત ધારણ કરવાની પ્રેરણા આપી. તેણે પણ ભગવાન સમક્ષ ઉપસ્થિત થઈને વિનય ભકિત પૂર્વક ઉપદેશ સાંભળીને શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા.
ક્રમશઃ શ્રમણોપાસક પર્યાયનું પાલન કરતાં-કરતાં શિવાનંદા પત્ની સહિત આનંદ શ્રાવક જીવ–અજીવ આદિ તત્વોના જ્ઞાતા બની ગયા; નિગ્રંથ પ્રવચનમાં તેમની શ્રદ્ધા દઢ થી દઢતર બની. કોઈ પણ દેવ કે દાનવ તેમને ધર્મમાંથી વિચલિત કરી શકતા નહિ. ધર્મનો રંગ તેના રોમે-રોમમાં વણાઈ ચૂકયો હતો. તેઓ મહિનામાં છ દિવસ ઘરનાં બધાંજ કાર્યોથી નિવૃત્ત થઈને પરિપૂર્ણ પૌષધ વ્રતનું સમ્યક પ્રકારે પાલન કરતા. ચૌદ વર્ષ પછી આનંદ શ્રાવકે મોટા(ભવ્ય) સમારંભ સાથે સંપૂર્ણ કુટુંબની જવાબદારી પોતાના પુત્રોને સોપીને પૌષધશાળામાં નિવૃત્તિથી રહેવા લાગ્યા. તે નિવૃત્ત જીવનમાં તેમણે શ્રાવકની ૧૧ પડિમાઓ સ્વીકારી. તે પડીમાઓની સાડા પાંચ વર્ષ સુધી સમ્યક આરાધના કરી. અને અંતમાં મૃત્યુનો સમય નજીક આવતો જાણીને તેમણે વ્યકત પ્રત્યાખ્યાન સંથારો ગ્રહણ કર્યો. સંથારા દરમ્યાન શુભ અધ્યવસાયોનું શુદ્ધિ કરણ વિશુદ્ધિ કરણ થતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિશિષ્ટ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે અવધિજ્ઞાન વડે તેઓ ઊંચા-નીચા અને તિથ્ય લોકના સીમિત ક્ષેત્રને અને તેમાં રહેલ જીવ-અજીવ પદાર્થોને પ્રત્યક્ષ જોવા લાગ્યા.
વિચરણ કરતાં-કરતાં ભગવાન મહાવીર સ્વામી તે નગરમાં પધાર્યા. ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞા લઈને છઠના પારણાર્થે ગોચરી વહોરવા નગરમાં પધાર્યા. આનંદ શ્રમણોપાસકના અનશનની વાત સાંભળીને ગૌતમ સ્વામી ત્યાં પૌષધશાળામાં આનંદ શ્રાવક પાસે આવ્યા આનંદ શ્રાવકનું શરીર ધન્ના અણગારની જેમ અસ્થિપંજર (અત્યંત કુશ) થઈ ગયું હતું. પોતાની જગ્યાએથી હલવું ચાલવું પણ તેમના માટે શકય ન હતું. માટે ગૌતમ સ્વામીને નજીક આવવાની પ્રાર્થના કરી. ગૌતમ સ્વામી નજીક ગયા. આનંદે તેમને ભકિત સભર વંદન-નમસ્કાર કર્યા. અને નિવેદન કર્યું કે હે ભંતે ! મને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે, જેથી હું ઉપર સૌધર્મ દેવલોક સધી નીચે લોલચ્ય નામક નરકાવાસ સુધી અને પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણમાં લવણસમદ્રમ
થી અને પર્વ-પશ્ચિમ અને દક્ષિણમાં લવણસમુદ્રમાં ૫૦૦-૫૦૦ યોજન સુધી તથા ઉત્તરમાં ચુલ્લ હિમવંત પર્વત સુધી જોઈ રહ્યો છું.
ગૌતમ સ્વામીએ કહ્યું કે શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે છે પરંતુ આટલું વિશાળ ન થઈ શકે. માટે તમે આ કથનની આલોચના અને પ્રાયશ્ચિત્ત કરો. આનંદ શ્રમણોપાસકે ગૌતમ સ્વામીને પ્રશ્ન કર્યો કે હે ભો! શું જિનશાસનમાં સત્યનો પણ પ્રાયશ્ચિત્ત હોય? ગૌતમ સ્વામીએ ઉત્તરમાં ફરમાવ્યું કે એવું નથી અર્થાત્ સાચા વ્યકિત ને પ્રાયશ્ચિત આવતું નથી. ત્યારે ગૌતમ સ્વામીને આનંદ શ્રાવકે ફરીને નિવેદન કર્યું કે હે ભંતે! તો આપે જ આલોચના-પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.
દઢતા યુકત આનંદ શ્રમણોપાસકના શબ્દો સાંભળીને ગૌતમસ્વામી સંદેહશીલ થઈ ગયા અને ભગવાનની પાસે જઈને આહાર–પાણી બતાવ્યા અને સંપૂર્ણ હકીકત કહીને ભગવાનને પૂછ્યું કે આનંદ શ્રાવકે પાયશ્ચિત કરવું જોઈએ કે મારે? ભગવાને ફરમાવ્યું કે હે ગૌતમ! તમારે જ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ અને શુદ્ધ થવું જોઈએ તેમજ આનંદ શ્રાવક પાસે આ પ્રસંગની ક્ષમાયાચના કરવી જોઈએ. ત્યારે ગૌતમ સ્વામીએ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કર્યું. અને પાછા પૌષધશાળામાં જઈને આનંદ શ્રાવક પાસે ક્ષમાયાચના કરી અને પછી આવીને પારણું કર્યું. આનંદ શ્રાવકનો આ સંથારો એક મહિના સુધી ચાલ્યો. પછી સમાધિ પૂર્વક તેમણે પંડિત મરણ પ્રાપ્ત કર્યું. દેહ ત્યાગ કરીને તેઓ પ્રથમ દેવલોકમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને તપ-સંયમનું પાલન કરીને મોક્ષ પ્રાપ્ત કરશે. શિક્ષા – પ્રેરણા –૧. વ્યકિતએ બુદ્ધિમાન, વ્યવહાર કુશળ અને મિલનસાર બનવું જોઈએ. ૨. પત્નીનો પતિ તરફ હાર્દિક અનુરાગ શ્રદ્ધા અને સમર્પણ ભાવ હોવો જોઈએ. ૩. ધર્મ પ્રત્યેની સાચી શ્રદ્ધા, નિષ્ઠા સમજ પ્રાપ્ત થઈ જાય પછી વ્રત ધારણ કરવામાં આળસ ન કરવી જોઈએ. કેટલી પણ
વિશાળ સંપત્તિ હોય કે ગમે તેટલું વિશાળ કાર્ય ક્ષેત્ર કેમ ન હોય પણ શ્રાવકને વ્રત ધારણ કરવામાં તે કોઈ બાધક રૂપ નથી બનતાં. કારણ કે સંપત્તિ ધર્મમાં બાધક હોતી નથી પરંતુ તેની અમર્યાદા અને મોહ તેમજ મમત્વ બાધક બને છે. કેટલાયે લોકો વર્ષો સુધી ધર્મ સાંભળે છે અને ભકિત કરે છે. પરંતુ શ્રાવકના બાર વ્રતોને ધારણ કરવામાં આળસના કારણે તેઓ પરિસ્થિતિઓ અને જવાબદારીઓનાં બહાનાઓને આગળ કરે છે. તેમણે આ શ્રાવકોનાં જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. સંતોએ પણ આવેલી પરિષદને શ્રાવકના વ્રતોનું સ્વરૂપ સરળતા પૂર્વક વિધિવત્ સમજાવવું જોઈએ અને તેમને વ્રતધારી બનવા ઉત્સાહિત પ્રોત્સાહિત કરવા જોઈએ. આજ-કાલ કેટલાયે ઉપદેશકો વગેરે આ વિષયનું વિશ્લેષણ કરતાં જ નથી
૪.