________________
બં છે
$
$
jain
કથાસાર અને કોઈક આ વિષયનું પ્રતિપાદન કરે તો પણ શ્રાવકના વ્રતોને પહાડ સમાન બતાવીને તેની કઠિનતાનો (અઘરાપણાનો) ભય શ્રાવકોમાં ભરી દે છે. જેથી કરીને શ્રાવક લોકો આ વ્રતોને ધારણ કરવાની વાતોને પહેલેથી ધકેલી દે છે, ઉપેક્ષા કરી દે
છે. માટે એવું ન કરતાં આ બાબતમાં વિદ્વાન સાધુ ભગવંતો અને સંત સતિઓએ વિશેષ ધ્યાન આપવું જોઈએ. ૫. ઉપદેશ શ્રવણ કર્યા પછી જિનવાણીની હૃદયપૂર્વક પ્રશંસા અનુમોદના કરવી જોઈએ.
પોતાની શકિતનું મૂલ્યાંકન કરીને અથવા વિકાસ કરીને વ્રત ધારણ કરવા જોઈએ. પરિવારના સહસભ્યોને પણ ધર્મકાર્યમાં, વ્રત પ્રત્યાખ્યાનમાં જોડાવા માટે ઉત્સાહિત કરવા જોઈએ. શ્રાવકપણામાં પણ તત્વજ્ઞાનની વૃદ્ધિ કરતાં રહેવું આગમોનો સ્વાધ્યાય પણ કરવો. શીધ્રપણે જ જવાબદારીઓમાં થી મુકત થઈને અથવા મુકત થવાની લગની રાખીને. ઘર, વ્યાપારનો કારોબાર પુત્ર વગેરેને સોપી દેવો જોઈએ. એમ નહીં કે મારે ત્યાં સુધી ઘર, દુકાન, ધંધો અને મોહ છૂટે જ નહીં. આવી મનોવૃત્તિ થી આરાધના થવી સંભવ નથી. તેથી સમય આવ્યે ધંધાથી નિવૃત્ત થઈને સાધનાની અભિવૃદ્ધિ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તે શ્રાવકનો પહેલો
મનોરથ પણ છે. ૧૦. નિવૃત્ત જીવનમાં શકિત અનુસાર તપ અને ધ્યાનમાં તેમજ આત્મ ચિંતન-મનનમાં લીન થઈ સાધના કરવી જોઈએ. ૧૧. પારિવારિક લોકોના મોહની એટલી હદે પ્રગાઢતા કે લાચારી ન હોવી જોઈએ કે અનશન લેતી વખતે તે બાધક બને. ૧૨. ગુણોનો વિકાસ ચરમ સીમાએ પહોંચ્યા પછી પણ વિનયનો ગુણ ન છોડવો જોઈએ. આનંદ શ્રાવકનું જીવન ત્યાગ, તપ,
ધ્યાન, પડિમાયુકત હતું, આદર્શ શ્રાવક રત્ન હતાં; અવધિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું; શરીર હાડપીંજર થઈ ગયું હતું. તેમ
છતાં ગૌતમ સ્વામીને જોઈને તેમના પ્રત્યે શ્રદ્ધા અને વિનય-ભકિત યુકત વંદન નમસ્કાર કરી ચરણોમાં મસ્તક ૧૩. સત્યનું સન્માન જીવનમાં હંમેશાં હોવું જોઈએ. વિનયવાન હોવા છતાં પણ સત્ય માટે દઢ મનોબળ હોવું જોઈએ. સત્યમાં
કોઈનાથી દબાવાની કેડરવાની જરૂર હોતી નથી. ૧૪. પોતે કરેલી ભૂલની ખબર પડે તો ઘમંડ અથવા ખોટો દંભ ન કરવો જોઈએ. સરલતા અને ક્ષમાયાચના રૂપે નમ્રતા ધારણ
કરીને જીવન સુંદર અને સાધનામય બનાવવું જોઈએ. સાર:- જિન શાસનમાં ત્યાગનુ, વ્રત નિષ્ઠાનું, શુદ્ધ શ્રદ્ધા તેમજ, સરલતા, નમ્રતા, આદિ ગુણોનું, સત્ય નિષ્ઠતા, નિડરતા અને ક્ષમાપના આદિગુણોનું તેમજ તે ગુણો યુકત આત્મવિકાસ કરનારાઓનું મહત્વ છે. આ પ્રકારના ગુણ સંપન સાધકો અંતિમ સમય સુધી ઉચ્ચ સાધનામાં લીન બનીને આત્મ કલ્યાણ કરી લે છે. તેઓ સાધનાની વચ્ચે ગુસ્સો,ઘમંડ, અપ્રેમ, વૈમનસ્ય, કલહ, દ્વેષ, | નિંદા, પ્રમાદ, આળસ આદિ દુર્ગુણોના શિકાર બનતા નથી.
મનમાં
નભાવ્યું.
બીજું અધ્યયન – શ્રમણોપાસક કામદેવ ભગવાન મહાવીરના સમયમાં પૂર્વ બિહારમાં ચંપા નામની નગરી હતી. જિતશત્રુ રાજા રાજય કરતો હતો. તે જ નગરમાં કામદેવ નામના શેઠ રહેતા હતા. જે આનંદ શ્રાવકની જેમ જ શ્રેષ્ઠ ગુણ વાળા અને સૌમ્ય પ્રકૃતિવાળા હતા. જેથી તેઓ સમાજમાં અગ્રસ્થાને હતા. લોકો તેમનો યોગ્ય આદર કરતા હતા. તેમને ભદ્રા નામની પતિપરાયણ અને ગુણ સંપન્ન સ્ત્રી હતી. સમૃદ્ધિમાં કામદેવ શ્રેષ્ઠિ આનંદથી ચડિયાતા (વિશેષ) હતા. તેમનું સાંસારિક જીવન ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતું.
ભગવાન મહાવીરનું ચંપાનગરીમાં પદાર્પણ થતાં પરિષદ તેમનો ઉપદેશ સાંભળવા ગઈ. કામદેવ પણ ગયા. ધર્મદેશના શ્રવણ કરતાં જ કામદેવ ગદ્ગદિત થઈ ગયા બાર વ્રત ધારણ કર્યા. ઇચ્છાઓ સીમિત થઈ ગઈ. જીવન સંયમિત બન્યું, સંસારના પદાર્થો પ્રત્યેની આસકિત ઘટી ગઈ. વિરકત ભાવે કુટુંબનું પરિપાલન કરતાં ધર્મ આરાધના કરવા લાગ્યા. ચૌદ વર્ષ સુધી શ્રાવક વ્રતનું પાલન કર્યા બાદ તેમના જીવનમાં ફરી પરિવર્તન આવ્યું. ભારે સમારોહની સાથે પુત્રને કુટુંબનો ભાર સોંપી નિવૃત્ત જીવનમાં અધિકાધિક સાધના કરવા પૌષધશાળામાં રહેવા લાગ્યા.
એક વખત કામદેવના વ્રત કસોટીના એરણે ચઢયા. તે પૌષધશાળામાં ધ્યાનસ્થ હતા. તેમની ધર્મ દઢતાની પ્રશંસા ઇન્દ્રસભામાં શકેન્દ્ર કરી મિથ્યાત્વી દેવથી તે સહન ન થઈ, તે કામદેવ શ્રાવકને ધર્મથી વિચલિત કરવા પૌષધશાળામાં આવ્યો; વિકરાળ પિશાચનું રૂપ લીધું; હાથમાં તલવાર લઈ કામદેવને ધમકાવતાં એમ કહ્યું – તમે આ ક્રિયા કલાપ તથા ધર્મોપાસના છોડી દો. નહિંતર આ તલવારથી તમારા ટુકડે ટુકડા કરી નાખીશ. જેથી આર્તધ્યાન કરતાં અકાળમાં જ તમે મૃત્યુ પામશો. બીજી અને ત્રીજી વખત પણ તે જ પ્રમાણે કહ્યું અને જોયું કે કામદેવ શ્રાવક તો પોતાની સાધનામાં મસ્ત બની ગયા છે. તેની ધમકીની કિંચિત પણ પરવા તેમને નથી. તે જોઈ દેવનો ગુસ્સો ખુબજ વધી ગયો. તત્કાળ તલવારથી તેના શરીરના ટુકડે ટુકડા કર્યા. ભયંકર વેદના હોવા છતાં કામદેવ શ્રમણોપાસક સમભાવથી સ્થિર રહ્યા.
દેવમાયાથી ફરીને શરીર જોડાઈ ગયું. બીજી વખત દેવે હાથીનું રૂપ કરી ડરાવ્યો, ધમકાવ્યો. ત્રણ વખત કહેવા છતાં પણ કામદેવ શ્રમણોપાસક નહિ માનવાથી સૂંઢથી ઉપાડી આકાશમાં ઉછાળ્યો અને દાંતોથી ઝીલી લીધો પછી પગ નીચે કચડ્યો. ઘોર વેદના સહન કરવા છતાં નિશ્વલ રહયા. દેવમાયાથી પુનઃ તેનું શરીર દુરસ્ત થઈ ગયું.
ફરીને ત્રીજી વખત વિષધર સર્પનું રૂપ ધારણ કર્યું. ડરાવ્યો, ધમકાવ્યો, ધર્મ છોડવા માટે કહ્યું તેમ છતાં કામદેવ સહેજ પણ ચલિત ન થયા. ત્યારે સર્પરૂપધારી દેવે તેના ગળામાં ત્રણ લપેટા દઈ છાતીમાં ડંખ માર્યો; ઘોરાતિઘોર વેદના આપી; હજી કામદેવ શ્રાવક અડોલ જ હતા. આખરે માનવ પાસે દાનવની હાર થઈ. ક્રૂરતા ઉપર શાંતિનો વિજય થયો. કામદેવ શ્રાવક પરીક્ષામાં ઉતીર્ણ થયા. દેવ ગુણાનુવાદ કરતો, ક્ષમા માંગતો, ભવિષ્યમાં હવે આવું નહીં કરું એવો સંકલ્પ કરી વારંવાર વિનય કરતો, દેવલોકમાં ચાલ્યો ગયો. ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં તે નગરમાં પધાર્યા. સવાર થતાં કામદેવે પૌષધ પાળી, યોગ્ય વસ્ત્ર પરિધાન કરી, જન સમૂહની સાથે ભગવાનના દર્શન કરવા ચાલ્યા. વંદન નમસ્કાર કરી બેઠા. ભગવાને ધર્મદેશના આપી. સ્વયં ભગવાને