________________
આગમ-કથાઓ કામદેવ શ્રાવકને પૂછયું કે " આજ રાત્રે દેવે આ પ્રમાણે ઉપસર્ગ આપ્યા હતા?' કામદેવે સ્વીકાર કર્યો. તે ઘટના બતાવી ભગવાને શ્રમણ-શ્રમણીઓને સંબોધિત કરતાં કહ્યું કે એક શ્રમણોપાસક ગૃહસ્થ પણ ધર્મની શ્રદ્ધા રાખી શકે છે; પરીક્ષાની ઘડીએ ધીર-ગંભીર બની સહન કરે છે. દાનવને પણ પરાજિત કરે છે; આ ઘટના દ્વારા દરેક સાધકે દઢ શ્રદ્ધાની અને સંકટોમાંથી પાર ઉતરવા ધેર્યની પ્રેરણા લેવી જોઈએ. ત્યારે ઉપસ્થિત શ્રમણ-શ્રમણીઓએ 'તપત્તિ' કહી પરમાત્માના વચનોનો સ્વીકાર કર્યો.
ત્યાર પછી કામદેવ શ્રાવકે વિનય યુકત કેટલાક પ્રશ્નો પૂછી સમાધાન પ્રાપ્ત કર્યું અને વંદન નમસ્કાર કરી ચાલ્યા ગયા. | ઉપવાસનું પારણું કર્યા પછી પૌષધશાળામાં આવી ધર્મસાધનામાં લીન બન્યા. આનંદની જેમ શ્રાવકની અગિયાર પડિમાઓ
સ્વીકારી. અંતે એક મહિનાનો સંથારો કરી સમાધિમરણ પ્રાપ્ત કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંનું ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જઈ સિદ્ધ થશે. બાકીનું બધું વર્ણન આનંદ શ્રાવકની જેમ જ સમજવું. ૧૪ વર્ષ સામાન્ય શ્રાવક પર્યાય + ૬ વર્ષ નિવૃત્તિ સાધનામય જીવન કુલ ૨૦ વર્ષ શ્રમણોપાસક પર્યાયનું પાલન કર્યું. શિક્ષા – પ્રેરણા આ ચરિત્રમાંથી ધર્મમાં દઢ શ્રદ્ધા અને મજબૂત મનોબળ રાખવાની પ્રેરણા મળે છે. માનવને કર્મ સંયોગે શારીરિક, આર્થિક, માનસિક, સામાજિક આદિ કેટલાય સંકટોમાંથી પસાર થવું પડે છે. તે સમયે સુબ્ધ ન થવું, પ્લાન ન બનવું, ગભરાવું નહિ પરંતુ ધૈર્યની સાથે આત્મ ક્ષમતાને કેન્દ્રિત કરતાં દઢધર્મી અને પ્રિયધર્મી બનવું. દશ વૈકાલિક સૂત્રમાં મનોબળને દઢ રાખવાવાળા આશ્વાસન વાક્યો કહ્યા છે –
ન મે ચિરં દુખમિણે ભવિસ્યુઈ પલિઓવમ ઝિન્નઈ સાગરો વાં
કિમંગ પણ મઝ ઈમ મણો દુહ ભાવાર્થ આ મારું દુઃખ શાશ્વત રહેવાવાળું નથી. નરકના જીવો અસંખ્ય વર્ષો સુધી ઘોરાતિઘોર વેદના સહન કરે છે તેની અપેક્ષાએ અહીંના શારીરિક કે માનસિક દુઃખ કંઈ વિસાતમાં નથી. આત્મા બધાનો સરખો છે. મારા આત્માએ પણ અજ્ઞાન દશામાં સહન કર્યા છે. તો હવે સમજણ પૂર્વક આવા સામાન્ય કષ્ટોને સહન કરી લઉં. આ પ્રમાણે ચિંતન કરી શ્રેષ્ટ આદર્શોને નજર સમક્ષ રાખી આપત્તિની ઘડીઓને ધૈર્ય પૂર્વક પાર પાડવી જોઈએ.
કેટલાક આત્માઓ ધર્મ દ્વારા લૌકિક સુખોની ઈચ્છા કરે છે. તેઓ પોતાની ચાહના પૂર્તિ થાય કે કેમ તેના ઉપરથી ધર્મગુરુઓની કિંમત આંકે છે. તેઓને ચમત્કારી ગુરુ તથા ચમત્કારી ધર્મ જ પ્રિય હોય છે. આવા ચમત્કાર પ્રિય શ્રાવકોએ આ અધ્યયનમાંથી શિક્ષા લેવી જોઈએ કે દેવ પ્રદત્ત કષ્ટોને સહેનાર કામદેવે એવું ન વિચાર્યું કે 'આવો શ્રેષ્ઠ ધર્મ ધારણ કર્યો, તીર્થકરોનું શરણું લીધું છે છતાં ધર્મના કારણે જ સંકટની ઘડીઓ આવી. સુખને બદલે દુઃખ મળ્યું. "આવો કોઈ વિકલ્પ ન કર્યો.
જેની પાસે સમ્યફ શ્રદ્ધા છે તેમને તો આવો વિચાર આવતો જ નથી. પણ ઐહિક સુખની ઈચ્છાવાળાને જ આવા સંકલ્પ-વિકલ્પ થાય છે. ચિત્ત સ્થિતિ ડામાડોળ થઈ જાય છે. માટે ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખવી જોઈએ. અસ્થિર ચિત્તવાળા ન બનવું જોઈએ. ધર્મના સંબંધે ઐહિક ચમત્કારથી મુકત બનવું જોઈએ.
ત્રીજું અધ્યયન-ચલની પિતા ભારતની સુપ્રસિદ્ધ સમૃદ્ધિશાળી વારાણસી નગરીમાં ચુલની પિતા નામના શેઠ રહેતા હતા. તેમની માતાનું નામ સમ્યકભદ્રા અને પત્નીનું નામ શ્યામા હતું. અગાઉના બને શ્રાવક કરતાં ચુલની પિતાની સમૃદ્ધિ ઘણી હતી. ૮ કરોડ સોનૈયા ભંડારમાં, ૮ કરોડ વ્યાપારમાં તથા ૮ કરોડ ઘરખર્ચમાં હતા. ૮ ગોકુલ હતા. આ પ્રમાણે ચુલની પિતા વૈભવશાળી પુણ્યશાળી પુરુષ હતા. ભગવાન મહાવીર પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા હતા. ચૌદ વર્ષ ગૃહસ્થ જીવનમાં રહ્યા બાદ નિવૃત્તિ મેળવી આત્મસાધનામાં લીન | બન્યા હતા.
એક વખત પૌષધશાળામાં ઉપવાસયુકત પૌષધની આરાધના કરી રહ્યા હતા. અર્ધ રાત્રિએ એક દેવ હાથમાં તલવાર લઈ બોલ્યો – ઓ ચુલની પિતા! આ ધર્મ-કર્મ છોડી દે. નહીં તો તારી સામે જ તારા મોટા દીકરાના શરીરના ટુકડા કરી, કળાઈમાં ઉકાળીશ. અને તેના લોહી અને માંસ તારી ઉપર નાંખીશ. બેત્રણ વખત આમ કહ્યા છતાં ચુલની પિતા દઢ રહ્યા. અંતે દેવે તેમજ કર્યું. પુત્રને મારી તેને કડાઈમાં તળી તેના લોહી–માંસ શ્રાવક ઉપર નાખ્યા. ચુલની પિતા નજરે જોતા હતા છતાં સાધનામાં ક્ષુબ્ધ ન થયા. તેથી દેવનો ક્રોધ તેની શાંતિને કારણે વધુ ભડકયો. દેવે એક એક કરતાં તેના ત્રણ પુત્રો સાથે તેવું જ બિભત્સ કૃત્ય કર્યું. ચુલની પિતા અડગ રહ્યા. અંતે દેવ દ્વારા ચુલની પિતાની માતા ભદ્રાની સાથે પણ તેવું જ કૃત્ય કરવાની ધમકી દેતાં શ્રાવકનું ધૈર્ય તૂટી ગયું. માતાની મમતાને કારણે સાધનામાં પરાજય થયો. પૌષધની મર્યાદાનું ઉલ્લંઘન કરીને દેવને પકડવાનો સંકલ્પ કર્યો. જ્યાં દેવને પકડવા હાથ ફેલાવયો ત્યાં દેવ તો અદશ્ય થઈ ગયો. અવાજ સાંભળતાં તેની માતા દોડતી આવી. આખી ઘટનાની જાણકારી થતાં કહ્યું. વત્સ! આ તો દેવ માયા હતી. અમે બધા સુરક્ષિત છીએ. નાહક ક્રોધ કરી સાધનામાં દોષ લગાડ્યો.તારા દોષનું પ્રાયશ્ચિત કરી લે. ચુલની પિતાએ પોતાના દોષનો સ્વીકાર કરી પ્રાયશ્ચિત કર્યું. કુલ વીસ વર્ષ સુધી શ્રાવક પર્યાયનું પાલન કરી, શ્રાવકની પડિમાઓ ધારણ કરી અંતે સંથારો કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. | શિક્ષા – પ્રેરણા – અપાર ધન વૈભવ સંપન્ન હોવા છતાં પ્રાચીન કાળના માનવોમાં એટલી સરળતા હતી કે શીધ્ર ધર્મબોધ પામી
જીવન પરિવર્તન કરી લેતા. આજના માનવે પણ તથ્યને જાણવું જોઈએ કે ધન સંપત્તિજ સર્વસ્વ નથી. પરલોકમાં સાથે ચાલશે ધર્મ, નહિ કે ધન. કોઈ નબળાઈના કારણે અનિચ્છાએ પણ ભૂલ થઈ જવાની સંભાવના રહે છે. છતાં ભૂલને ભૂલ સમજી, તેને સુધારી આદર્શમય જીવન જીવવું તે મહાન ગુણ છે. આપણે તેવો ગુણ અપનાવીએ અને તત્કાળ ભૂલનો સ્વીકાર કરી સન્માર્ગમાં આવી જઈએ.