________________
આગમ-કથાઓ
પરિમાણ :- આ સૂત્રમાં વિભાગ, અધ્યયન, ઉદ્દેશક આદિ કંઈ નથી. આ તેની સ્વયંની અલગ વિશેષતા છે. ઉપલબ્ધ આ સૂત્રને ૭૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. વાસ્તવમાં ગણતરી કરવાથી ૬૪૬ બ્લોક થાય છે. આ પ્રકારે જ્ઞાત થાય છે કે લેખનકાળમાં અપેક્ષાએ અનુમાનથી શ્લોક સંખ્યા અંકિત કરવામાં આવી છે. જે પરંપરાથી આજ સુધી તે જ રૂપે માન્ય કરવામાં આવે છે.
114
નંદી નો સારાંશ સ્તુતિ ગુણગ્રામ :–
(૧) જગતગુરુ, જગતનાથ, જગતબંધુ, જગતપિતામહ, સંપૂર્ણ ચરાચર પ્રાણીઓના વિજ્ઞાતા અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીરનો જય હો.
(૨) જગતમાં ભાવ ઉદ્યોત કરવાવાળા, દેવ દાનવોથી વંદિત, બધા કર્મોથી મુક્ત, એવા પ્રભુ વીતરાગ ભગવાન મહાવીરના શાસનનું કલ્યાણ હો.
(૩) (૧) નગરની ઉપમાવાળા, (૨) ચક્રની ઉપમાવાળા, (૩) રથની ઉપમા– વાળા, (૪) કમળની ઉપમાવાળા, (૫) ચંદ્રની, (૬) સૂર્યની (૭) સમુદ્રની (૮) મેરુની ઉપમાવાળા મહાસંઘનો સદા જય હો અને એવા ગુણસાગર સંઘને વંદન હો. (૪) આદિ તીર્થંકર ઋષભદેવથી લઈ ચરમ તીર્થંકર ભગવાન વર્ધમાન સ્વામી તથા સમસ્ત ગણધરોને વંદન હો.
(૫) નિર્વાણ માર્ગના પથ પ્રદર્શક, સંપૂર્ણ પદાર્થોનું સમ્યગ્ જ્ઞાન કરાવનારા, કુદર્શન–મિથ્યામતના મદને નષ્ટ કરનારા, એવા જિનેન્દ્ર ભગવાનનું શાસન જયવંત હો.
(૬) ભગવાનના શાસનને ગતિમાન રાખનારા એવા પટ્ટધર શિષ્ય તથા કાલિકશ્રુત અને એના અર્થ પરમાર્થ(અનુયોગ) ને ધારણ કરનારા બહુશ્રુતોને (જ્ઞાનીને) વંદન નમસ્કાર હો.
જેમાં (૧) સુધર્મા સ્વામી (૨) જંબૂસ્વામી બંને મોક્ષગામી છે. શેષ દેવલોક– ગામી બહુશ્રુત ભગવંત છે. તેઓ આ પ્રમાણે છે– (૩) પ્રભવ (૪) શયંભવ (૫) યશોભદ્ર (૬) સંભૂતિ વિજય (૭) ભદ્રબાહુ (૮) સ્થૂલીભદ્ર (૯) મહાગિરિ (૧૦) સુહસ્તી (૧૧) બલિસ્સહ (૧૨) સ્વાતિ (૧૩) શ્યામાર્ય (૧૪) શાંડિલ્ય (૧૫) સમુદ્ર (૧૬) મંગૂ (૧૭) ધર્મ (૧૮) ભદ્રગુપ્ત (૧૯) વજ (૨૦) રક્ષિત (૨૧) નન્દિલ (૨૨) નાગહસ્તિ (૨૩) રેવતીનક્ષત્ર (૨૪) બ્રહ્મદીપિકસિંહ (૨૫) સ્કંદિલાચાર્ય (૨૬) હિમવંત (૨૭) નાગાર્જુન (૨૮) ગોવિંદ (૨૯) ભૂતદેિશ (૩૦) લોહિત્ય (૩૧) દૂષ્યગણી. એ સિવાય બીજા પણ જે કાલિક શ્રુતના અર્થ–પરમાર્થ ને ધારણ કરનારા અનુયોગધર શ્રમણ થયા છે તે સર્વને પ્રણામ કરીને જ્ઞાનની પ્રરૂપણા કરું છું. ઉપરોકત નામો, ન તો એકાંત ગુરુ પરંપરાના છે, ન સ્થવિર પરંપરાના છે, ન તો પાટ પરંપરાના છે પરંતુ સર્વે નામો સંમિશ્રિત છે. મુખ્યત્વે યુગપુરુષ, પ્રસિદ્ધિ પ્રાપ્ત, અનુયોગધરોના નામ સ્મરણ કરીને સૂત્રકારે શેષ સર્વ અનુયોગધરોને અંતિમગાથામાં પ્રણામ—વંદન કર્યા છે.
ટિપ્પણી :–અંતિમ નામ અનુયોગધર દૂષ્યગણિનું છે. સ્વયંનું નામ પણ સૂત્રકારે મૂળ પાઠમાં રાખ્યું નથી. ટીકાકાર ચૂર્ણિકારે સ્પષ્ટ કર્યું છે કે દૃષ્યગણિના શિષ્ય દેવવાચક દેવગિણિ ક્ષમાશ્રમણ આ સ્તુતિના રચનાકાર છે તથા તેઓ જ આ સૂત્રના રચિયતા છે. યોગ્ય અયોગ્ય શ્રોતાઓના ચૌદ દષ્ટાંત ઃ
(૧) અપરિણામી : મુદ્ગશૈલ એટલે મજબૂત પથ્થર. જેમ ચીકણા ગોળ પથ્થર પર સતત સાત દિવસ અને રાત પુષ્કલાવર્ત મેઘ વરસ્યા પછી પણ તે અંદરથી ભીંજાતો નથી. તેમ લાખ પ્રયત્ન કર્યા પછી પણ જેના હૃદયમાં શિક્ષા ઉતરતી નથી; તેવા શ્રોતાઓ શાસ્ત્ર, શિક્ષા, ઉપદેશ કે વચન શ્રવણ કરવા માટે અયોગ્ય છે.
(૨) પાણીના ઘડા ચાર પ્રકારના હોય છે– (૧) ઉપ૨થી મુખ પર ફૂટેલા (૨) વચમાંથી ફૂટેલા (૩) નીચેથી ફૂટેલા (૪) અખંડ. આ ચાર પ્રકારોમાંથી પાણી ધારણ કરવા માટે ચોથા પ્રકારનો ઘડો શ્રેષ્ઠ છે. બાકી ત્રણ પ્રકારના ઘડા પાણી ધારણ કરવા માટે અયોગ્ય છે. એજ પ્રમાણે જે શ્રોતાઓ સર્વે જ્ઞાન, શિક્ષા ગ્રહણ કરી શકે છે, તેઓ શ્રેષ્ઠ છે.
દુષપરિણામી : દુર્ગંધયુકત ધડો–જેમાં ભરવાથી શુધ્ધ વસ્તુ પણ અશુધ્ધ થઈ જાય, તે ઉપદેશ શ્રવણ કરવા માટે અયોગ્ય છે. (૩) અગ્રાહિ : જેવી રીતે ચાળણીમાંથી પાણી નીકળી જાય છે, તેવી રીતે સાંભળ્યુ ન સાંભળ્યું કરી હૃદયમાં જેઓ ગુણને ગ્રહણ કરતા નથી તેઓ શ્રોતા તરીકે સંપૂર્ણ અયોગ્ય છે.
(૪) દોષ ગ્રાહિ : જેમ ઘી ગાળવાની ગળણી ઘીને જવા દઈ કીટુ રાખી લે છે તેમ જે ગુણોને છોડી દોષોને સ્વયંના હૃદયમાં રાખે છે; તેઓ શાસ્ત્ર શ્રવણ માટે અયોગ્ય છે.
(૫) જેમ હંસ દૂધ અને પાણીના મિશ્રણમાંથી ફક્ત દૂધને પીએ છે તેમ જેઓ ફક્ત ગુણને ગ્રહણ કરે છે અને અવગુણને છોડી દે છે તેઓ ઉપદેશ કે શાસ્ત્ર શ્રવણ ને યોગ્ય છે.
(૬) અંતરાય કરવા વાળો ઃ જેમ તળાવના પાણીને ભેંસ હલાવીને ડહોળું કરી નાખે છે તથા એજ ડહોળું પાણી સ્વયં પીએ છે તથા બીજાને પણ પીવું પડે છે, તેમ અવિનિત શિષ્ય સ્વયં શાસ્ત્ર કે શિક્ષણ ગ્રહણ કરતો નથી અને બીજાને પણ ગ્રહણ કરવા દેતો નથી. તેઓ શાસ્ત્ર શ્રવણ માટે અયોગ્ય છે.
(૭) નદી કિનારે જેમ બકરી શાંતિથી ઘૂંટણ ટેકવીને પાણીને હલાવ્યા વગર સ્વચ્છ પાણી પીએ છે. તેવી રીતે જેઓ સ્વયં શાંતિથી જ્ઞાન શ્રવણ કરે છે તથા બીજાને શાંતિથી જ્ઞાન શ્રવણ કરવા દે છે, તેઓ શ્રેષ્ઠ શ્રોતા છે.
(૮) અસમાધિ કરાવે ઃ જેમ મચ્છર શરીર પર બેસીને શરીરને કષ્ટ આપે છે, તેમ જે શ્રોતા આચાર્ય તથા ઉપદેશક ને કષ્ટ આપે છે તે અયોગ્ય શ્રોતા છે.
(૯) જેમ જળો શરીરને કષ્ટ આપ્યા વિના ગંદુ લોહી પી જાય છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રાખે છે. તેમ જેઓ આચાર્યને કષ્ટ આપ્યા વિના ઇશારા માત્રથી ઉપદેશ ગ્રહણ કરે છે તેઓ શાસ્ત્રજ્ઞાન ગ્રહણ કરવા યોગ્ય છે.