________________
jain
149
કથાસાર
(૨) અન્ય મતાવલંબી જૈનેતર સંન્યાસી આદિનો અતિ પરિચય ન કરવો. પરંતુ પોતે સંયોગવશાત્ મળી જાય તો અશિષ્ટતા, અસભ્યતા ન કરવી.
(૩) કુળ પરંપરાથી દેવ–દેવીની પૂજા આદિ કરવા પડે તો તેને ધર્મ ન સમજવો, સાંસારિક કાર્ય સમજવું.
(૪) હિંસામાં અને આડંબરમાં, ધર્મ ન સમજવો અને જે કોઈ હિંસા અને આડંબરને ધર્મ માને તો તેને ખોટા સમજવા. પાપના આચરણને કયારેય પણ ધર્મ ન માનવો.
(૫) કોઈપણ વ્યક્તિ સમુદાય વિશેષની નિંદા, અવહેલના, ઘૃણા ન કરવી; મધ્યસ્થ ભાવ, સમભાવ, અનુકંપા ભાવ રાખવા. (૬)જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરવાવાળા શ્રમણોને અવસર પ્રમાણે વિનયવિવેક યુક્ત શબ્દોમાં સૂચના કરતા રહેવું પરંતુ નિંદા ન કરવી (૭) સંસારના કોઈપણ પ્રાણી પ્રત્યે આપણા મનમાં રાગ અથવા દ્વેષ અર્થાત્ નારાજી, રંજ, એલર્જી ભાવ ન રાખવો. ભલે ને તે પાપી હોય, દુષ્ટ હોય, વિરોધી હોય, પ્રતિપક્ષી હોય, ધર્મી હોય, અશુદ્ધ ધર્મી હોય, અહિત કરનાર હોય, પાગલ કે મૂર્ખ હોય, શિથિલાચારી હોય, અન્ય સંપ્રદાય કે અન્ય ધર્મનો અનુયાયી હોય. બધાના પ્રત્યે ચિત્ત સ્વસ્થ અને પ્રસન્ન રહેવું જોઈએ. ‘બધાના પુણ્ય અને ઉદય કર્મ જુદા—જુદા હોય છે,’ એવું ચિંતન કરીને સમભાવ રાખવો આ સમકિતનું પ્રથમ લક્ષણ છે– ‘સમ’.
(૮) પરમત પરપાખંડ, અન્ય દર્શન, મિથ્યા દષ્ટિ આદિની સંગતિ, પરિચય, પ્રશંસા, સન્માન આદિનો સમ્યક્ત્વ શુદ્ધિની અપેક્ષાએ આગમોમાં નિષેધ છે. પરંતુ સ્વદર્શની જિનમતાનુયાયી તીર્થંકરોના અનુરાગી આદિ જે જૈન શ્રમણ નિગ્રંથ છે તેની નફરત કરવી, અનાદર કરવો, અયોગ્ય આચરણ છે, રાગ-દ્વેષ વર્દક આચરણ છે, સંકુચિત વૃત્તિનું પરિચાયક છે તે આગમ સમ્મત પણ નથી. પરંતુ જૈનશાસનની અવહેલના કરવાનું કાર્ય છે. તેથી સમસ્ત જૈન શ્રમણોનું સન્માન રાખવું જોઈએ તથા અનાદર તિરસ્કાર તો કોઈનો પણ ન ક૨વો જોઈએ.
સાવકા ભાઈ બહેન
ધર્મ પ્રેમી દરેક શ્રાવકને અન્ય સંપ્રદાયનાં સાધુ-સાધવી કે શ્રાવક શ્રાવીકાઓને જોઈને સાવકા ભાઈ-બહેનો ને જોવાથી થતી લાગણી જેવો અજ્ઞાત હર્ષની લાગણી થાય છે. પરમ ઉપકારી તિર્થપ્રવર્તક પિતા મહાવીરની ગેરહાીમાં પોતાના એ ભાઇ-બહેનો સાથે સમય ઉચીત વિનય અને વ્યવહાર, પ્રકટ કે અપ્રકટ હર્ષ સાથે દરેક ધર્મપ્રેમીએ અવશ્યથી કરવો જોઈએ. આ લોકાલમાં પા દરેક ભાઈ-બહેન કે જેમને વોરનાં વચનો પર અટલ શ્રધ્ધા છે ચાહે તે મંદિરમાર્ગી હોય કે સ્થાનક્વાસી ધન્યવાદને પાત્ર છે.
વ્રત ધારણ કરવાની સંક્ષિપ્ત વિધિ
=
[સૂચના :– કોઈપણ વિશેષ સ્પષ્ટીકરણ જાણવું હોય તો પૂર્વ પ્રકરણમાં વિસ્તારથી કથન છે, ત્યાં જોઈ લેવું. સમ્યક્ત્વ :દેવ, ગુરુ, ધર્મની શુદ્ધ સમજણ રાખીશ અને સુદેવ સુગુરુને ભક્તિપૂર્વક વંદન કરીશ. કુદેવ કુગુરુને વિનય વંદનની પ્રવૃત્તિ સમાજ–વ્યવહારથી, વિવેક ખાતર તથા પરિસ્થિતિથી કરવી પડે તો તેનો આગાર.
(૧) પહેલું વ્રત :– જાણીને મારવાની ભાવનાથી નિરપરાધી ત્રસ જીવને મારવાના પચ્ચક્ખાણ પોતાની સમજણ અને ધારણાનુસાર, આગાર સહિત, બે કરણ ત્રણ યોગથી, જીવનપર્યંત. અતિચારોને ટાળવાનું ધ્યાન રાખીશ.
(૨) બીજું વ્રત :– પાંચ પ્રકારનું મોટકું જૂઠ બોલવાના પચ્ચક્ખાણ, પોતાની સમજણ તેમજ ધારણાનુસાર, આગાર સહિત, બે કરણ–ત્રણ યોગથી જીવન પર્યંત. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ.
(૩) ત્રીજું વ્રત :– પાંચ પ્રકારની મોટી ચોરીના સમજ ધારણાનુસાર આગાર સહિત પચ્ચક્ખાણ. બે કરણને ત્રણ યોગથી જીંદગી સુધી ધારણાનુસાર. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ.
(૪) ચોથું વ્રત :– (૧) સંપૂર્ણ કુશીલ સેવનનો ત્યાગ અથવા (૨) મર્યાદા ( ) (૩) વેશ્યા ‚પરસ્ત્રીનો ત્યાગ (૪) દિવસમાં કુશીલ સેવનનો ત્યાગ ( ) ધારણાનુસાર અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ.
(૫) પાંચમું વ્રત :– · ખેતી ( ), કુલ મકાન, દુકાન( ), બાકી પરિગ્રહ રૂપિયામાં ( ) અથવા સોનામાં ( ); આ મર્યાદા ઉપરાંત સમજ ધારણા અનુસાર ત્યાગ, એક કરણને–ત્રણયોગથી. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ.
(૬) છઠ્ઠું વ્રત :– ભારત ઉપરાંત ત્યાગ અથવા દેશ ( ) ઉપરાંત ત્યાગ. ઊંચા (કિલોમીટર) ( ), નીચા (મીટર) ( ), ઉપરાંત ત્યાગ. એક કરણ ત્રણ યોગથી સમજ અનુસાર. અતિચાર ટાળવાનું ધ્યાનમાં રાખીશ.
(૭) સાતમું વ્રત :– - (૧) મંજન ( ) (૨) નાહવાનો સાબુ ( ) (૩) તેલ ( ) બીજા વિલેપન ( ) (૪) સ્નાન મહિનામાં ( )દિવસ ત્યાગ. (૫) વસ્ત્ર જાતિ ( ), રેશમનો ત્યાગ (૬) ફૂલ ( ), અત્તર ( ), ફુલ માળા. ( ) (૭) આભૂષણ ( ) (૮) ધૂપ જાતિ ( ), અગરબત્તીની જાતિ ( ) (૯) લીલાશાકભાજી ( ), જમીનકંદ ( ) (૧૦) મેવો ( ) (૧૧) વાહન હવાઈ જહાજ ( ), સમુદ્રી જહાજ ( ) જાનવરની સવારી ( ) (૧૨) જૂતા જાતિ ( ), જોડી ( ) (૧૩) સયણ ( ) રોજ.(૧૪) સચિત રોજ( ) (૧૫) દ્રવ્ય ( ) રોજ. વ્યાપાર કુલ ( ), કર્માદાન ( ); આ મર્યાદા ઉપરાંત ત્યાગ, સમજ ધારણાનુસાર, આગાર સહિત, એક કરણ ત્રણ યોગથી. અતિચારોને ટાળવાનું ધ્યાન રાખીશ. ભૂલ, દવાનો આગાર; બીજા કરી દે તો આગાર.
(૮) આઠમું વ્રત :– ચાર પ્રકારના અનર્થ દંડને પોતાની સમજ અથવા વિવેક અનુસાર ટાળવાનું ધ્યાન રાખીશ. બે કરણ ત્રણ યોગથી જીવન પર્યંત. જ્ઞાન અને વિવેક વધે તેને માટે કોશિશ કરીશ. ત્યાગ કરવો – હોળી રમવી નહિ.( ), ફટાકડા ફોડવા નહિ. ( ), જુગાર રમવો નહિ. ( ), સાત વ્યસન ત્યાગ ( ), ધૂમ્રપાન ત્યાગ ( ), તમાકુ નહિ ખાવું, સુંઘવી નહિ.( ), માપ વગર પાણીથી સ્નાન નહિ.( ), ગાળ્યા વગર પાણી પીવું નહિ.( ), રાત્રે સ્નાન આદિ કાર્ય નહિ. ( ), કોઈ પણ આરંભ–સમારંભની વસ્તુની અતિ પ્રશંસા ન કરવી, તેને માટે ધ્યાન રાખીશ.
(૯) નવમું વ્રત :– મહિનામાં સામાયિક () કરીશ. આગાર સહિત ૩૨ દોષોનું જ્ઞાન કરીને છોડવા યોગ્યને છોડવાનું ધ્યાન રાખીશ. (૧૦) દશમું વ્રત :– રોજ ૧૪ નિયમ(૨૩ નિયમ) ધારણ કરીશ, ચિતારીશ(પુનઃ નિરીક્ષણ કરીશ) અને ત્રણ મનોરથનું ચિંતન કરીશ. અભ્યાસની કમી, ભૂલ અને અસ્વસ્થતાનો આગાર.
(૧૧) અગિયારમું વ્રત :– કુલ દયા પૌષધ વર્ષમાં ( ) કરીશ, સમજ અને ધારણાનુસાર, આગાર સહિત.