________________
આગમ-કથાઓ
150 | (૧૨) બારમું વ્રત - દિવસે ભોજન કરતી વેળાએ ત્રણ નવકાર ગણીને સુપાત્રદાનની ભાવના ભાવીશ. સંત સતીજીઓની સામે
ખોટું બોલવાના પચ્ચકખાણ. બીજા પચ્ચખાણો - નિવૃત્તિ વ્યાપારથી (), ચાર સ્કંધ(મોટા ત્યાગ) (), રાત્રિ ભોજન (), નવકારશી (), પ્રતિક્રમણ (). મહિનામાં. બીજા જે કંઈ પણ પચ્ચખાણ લીધા હોય અથવા નવા પચ્ચખાણ કરવા હોય તો તેની અહીં યાદી કરી લેવી. નોંધ:- બધા વ્રત સમજ અનુસાર ધારણાનુસાર ધારણ કરું છું. ભૂલ તેમજ શારીરિક પરિસ્થિતિ તથા પરવશનો આગાર. આ લખેલા નિયમોને દરમાસે બે વખત અવશ્ય વાંચીશ. આમાં કયારેય પણ જે નવી શંકા ઉત્પન્ન થશે જે વિષયમાં અત્યારે કંઈપણ વિચાર્યું કે સમક્યું ન હોય તેને તે સમયની સમજ શક્તિ ભાવ અનુસાર કરીશ. સમજ ધારણા, આગાર, અતિચાર આદિના વિસ્તારને વાંચીને સમજી લેવું. આવશ્યક વાંચન કરવુંઃ (૧) જ્ઞાતા ધર્મકથા, ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક, જૈન તત્ત્વ પ્રકાશ, નવ તત્ત્વ સાર્થ.()વર્ષમાં વાંચીશ. | (૨) આવશ્યક સૂત્રનો સારાંશ વરસમાં () વાર વાંચીશ. (૩) બાર વ્રતોનું વિસ્તારથી વર્ણન મહિનામાં () વખત વાંચીશ.
(૪) આગમોનો સારાંશ વરસ માં () વખત વાંચીશ. (૫) સૂત્રનું વિવેચન યુક્ત પ્રકાશન વર્ષ () માં વાંચીશ. ઈચ્છા અનુસાર આગમ શાસ્ત્ર વાંચન– (લેખક, સંપાદક) – ઘાસીલાલજી મ.સા. મધુકર મુનિજી મ.સા. અમોલક ઋષિજી મ.સા. આત્મારામજી મ.સા., આચાર્ય તુલશી મ.સા. શૈલાના, બીકાનેર, જોધપુરથી પ્રકાશિત આગમ તેમજ રાજકોટથી પ્રકાશિત ગુરુપ્રાણ આગમ નું અધ્યયન મનન કરવું. ઈચ્છા અનુસાર બીજું વાંચન :- મોક્ષમાર્ગ (પારસમુની), ભાવના શતક (રત્નચંદ્રજી મ.સા.) સદ્ધર્મ મંડન, સમક્તિ સાર, ગણધરવાદ, જેનસિદ્ધાંત બોલ સંગ્રહ ભાગ એકથી સાત સુધી, મુખવસ્ત્રિકા નિર્ણય, સમ્યક્ત્વ શલ્યોધ્વાર ઇત્યાદિ નિબંધ ચર્યાનું સાહિત્ય વાંચવું. થોક સંગ્રહ, સામાયિક પ્રતિક્રમણ અર્થ સહિત વાંચવા. દિવા(ઈલેકટ્રીક બલ્બ)નાં અજવાળે નહિ વાંચવું, ઉધાડે મોઢે ધર્મચર્ચા નહિ કરવી, શરીરમાં સ્વસ્થતા હોય તો સુતા કે લેટીને નહિં વાંચવું. સામાયિક લઈ વાંચવા બેસવું, જેથી જ્ઞાન સમયક પરિણમે. તપથી શ્રધ્ધા-સમકીત દૃઢ થાય છે. તેથી યથા શકતિ તપ પણ કરવું.
ત્રણ મનોરથ : ચૌદ નિયમ ત્રણ મનોરથનો વિસ્તાર(હંમેશાં વાંચન મનન કરવાને માટે):
આરંભ પરિગહ તજી કરી, પંચ મહાવ્રત ધાર – અંત સમય આલોયણા, કરું સંથારો સાર. (૧) પહેલો મનોરથ:- મેં જે દ્રવ્યાદિની મર્યાદા રાખી છે તે આરંભ અને પરિગ્રહ પણ મારા આત્માને માટે કર્મબંધ કરાવવાવાળા છે. પરંતુ હું એવી પરિસ્થિતિમાં ફસાઈ ગયો છું. સંપૂર્ણ આરંભ પરિગ્રહનો ત્યાગ કરી શક્તો નથી તેથી મર્યાદા કરીને સંતોષ રાખું છું. પરંતુ વાસ્તવમાં તો મારો તે જ દિવસ ધન્ય થશે જે દિવસે હું સંપૂર્ણ આરંભ પરિગ્રહનો ત્યાગ કરીને નિવૃત્તિ ધારણ કરીશ. પોતાનો ભાર “આનંદ' આદિ શ્રાવકની જેમ પુત્ર આદિને સોંપીને સંપૂર્ણ સમય ધર્મ સાધનમાં લગાવીશ તે દિવસ મારા માટે પરમ મંગલમય તેમજ ધન્ય થશે.
જીવનમાં તે દિવસ મને જલ્દી પ્રાપ્ત થાય જે દિવસે હું ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહ(ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, રતિ, અરતિ, શોક, દુગંછા, ત્રણ વેદ, મિથ્યાત્વ) અને નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ (ખેત, વલ્થ, હિરણ્ય, સુવર્ણ ધન, ધાન્ય, દ્વિપદ, ચૌપદ, કુવિય આદિ) ના નિમિત્તથી થવાવાળા આરંભ તેમજ પરિગ્રહથી બિલકુલ નિવૃત્ત થઈશ. તે દિવસ મારો ધન્ય થશે.
આ આરંભ પરિગ્રહ સમ્યગુ જ્ઞાન, સમ્યગુ દર્શન, સમ્યફચારિત્ર આદિ સદ્ગણોનો નાશ કરનારા છે, રાગ દ્વેષને વધારનારા છે. વિષય કષાયને ઉત્પન્ન કરનારા છે. અઢાર પાપોને વધારનારા છે દુર્ગતિને દેનાર છે, અનંત સંસારને વધારનારા છે, અશરણરૂપ છે, અતારણરૂપ છે, નિગ્રંથને માટે નિંદનીય છે, ચાર ગતિ, ચોવીસ દંડક, ચોરાશી લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરાવીને દુઃખ આપનાર છે.
આ અપવિત્ર આરંભ–પરિગ્રહનો હું સર્વથા પ્રકારે ત્યાગ કરીશ, છોડીશ તેનું મમત્વ ઉતારીશ, તેને પોતાનાથી સંપૂર્ણ પણે અલગ કરીશ. તે દિવસ મારો ધન્ય થશે. હે પ્રભુ! મને એવી આત્મ શક્તિ પ્રગટ થાય કે હું આ આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરવામાં સર્વથા પ્રકારે સફળ થઈ શકે. (૨) બીજો મનોરથ - જ્યરે હું આરંભ પરિગ્રહથી પૂર્ણતઃ નિવૃત્ત થઈ અઢારેય પાપો ને ત્રણ કરણ ત્રણ યોગથી જીવન ભરને માટે ત્યાગીને મહાવ્રત ધારણ કરી સંયમ અંગીકાર કરીશ અને સંપૂર્ણ આશ્રવોને રોકીને તપ આદિ દ્વારા પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરવામાં લાગીશ; તે દિવસ મારો ધન્ય થશે. મને મનુષ્ય ભવ પ્રાપ્ત થયો તે પણ પૂર્ણ સાર્થક થશે.
જે મહાત્માઓએ સંયમ ધારણ કર્યો છે અથવા કરવાવાળા છે તેઓને કોટિ કોટિ ધન્યવાદ છે. હું સંયમ લેવાવાળાઓ માટે કયારેય બાધા રૂપ થઈશ નહીં. હે પ્રભુ! મારી પણ સંયમ લેવાની ભાવના દિવસે દિવસે વધતી જાય અને મારા પરિવારવાળાઓને એવી સદ્બુદ્ધિ થાય કે મારી ભાવના દઢ થતા જ તેમજ આજ્ઞા માંગતા જ જલદીમાં જલદી આજ્ઞા આપી દે અથવા મારુ એવા પ્રકારનું ઉચ્ચ મનોબળ થઈ જાય કે મારા માર્ગની બાધાઓ પોતાની મેળે જ દૂર થઈ જાય. આવી મારી મનોકામના સફળ થાય.
જે દિવસે હું પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ યતિધર્મ, સત્તર પ્રકારના સંયમનું, જે પ્રમાણે શાસ્ત્રમાં બતાવેલ છે તે પ્રમાણે, પાલન કરી ભગવાનની આજ્ઞામાં વિચરણ કરીશ, કષાયોને પાતળા કરીશ, પરમશાંત બનીશ, તે દિવસ મારો પરમ કલ્યાણકારી થશે. હે પ્રભુ! તે દિવસ, તે શુભઘડી મને જલદીથી જલદી પ્રાપ્ત થાય કે જેથી હું મુનિ બનું. (૩) ત્રીજો મનોરથ :- જે પ્રાણી જન્મ્યો છે તે અવશ્ય મરશે. મારે પણ મરવાનું અવશ્ય છે. મોત ક્યારે અથવા કેવી રીતે આવશે તેની કંઈ ખબર નથી, તેથી મારો તે દિવસ ધન્ય થશે કે જ્યારે હું મૃત્યુ સમયને નજદિક આવેલો જાણીને સંલેખના, સંથારાને માટે