________________
jain
151.
કથાસાર
તત્પર થઈશ. તે સમયે પૂર્ણ હોશમાં રહેતા હું સંપૂર્ણ કુટુંબ પરિવારનો મોહ, મમત્વભાવને છોડીને આત્મભાવમાં લીન બનીશ. બીજા અનેક જગતના પ્રપંચ અથવા જગત વ્યવહારની વાતોને ભૂલીને માત્ર આત્મ આરાધનાના વિચારોમાં રહીશ.
૧. હું પોતે સાવધાની પૂર્વક સંપૂર્ણ પાપોનો ત્યાગ કરીશ. ૨. લીધેલા વ્રત પ્રત્યાખ્યાનમાં લાગેલા દોષોની શુદ્ધિ કરીશ. ૩. બધા જીવો સાથે ખમતખામણા કરીશ. અર્થાત્ કોઈની સાથે વૈરવિરોધ ન રાખતા બધા જીવોને મારી તરફથી ક્ષમા આપીશ. કોઈની પ્રત્યે નારાજી ભાવ નહીં રાખું. પહેલાની કોઈ નારાજી હશે તો તેને યાદ કરીને દૂર કરીશ. આ રીતે આત્મામાં ક્ષમા, શાંતિ આદિ ગુણોને ધારણ કરતો હું ધર્મ ચિંતનમાં લીન રહીશ. પહેલા લાગેલા પાપોની આલોચના-પ્રાયશ્ચિત કરીને, આત્મશુદ્ધિ કરી સમાધિપૂર્વક પંડિત મરણને પ્રાપ્ત કરીશ. ભગવાનની આજ્ઞાનો આરાધક થઈશ તે દિવસ મારો ધન્ય થશે. હે પ્રભુ! જ્યારે મારો મૃત્યુ સમય નજીક આવી જાય ત્યારે મને આભાસ થઈ જાય કે હવે થોડીજ અંતિમ ઉમર બાકી છે. હવે મારે પંડિત મરણને માટે તૈયાર થઈ જવું જોઈએ અને આવું જાણીને હું આજીવન અનશન સ્વીકાર કરી લઉ. અંતમાં હે ભગવાન! મારી આ ભાવના છે કે તે ભવ, તે દિવસ તે સમય, મારા આત્માને શીધ્ર પ્રાપ્ત થાય જેથી હું આઠકર્મ ક્ષય કરીને સિદ્ધ, યાને મુક્ત થઈ જાઉ. તે સમય મારા આત્માને માટે પરમ કલ્યાણકારી થશે.
તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિત મન – શક્તિસાર વરતે સહી, પાવે શિવ સુખ ધન // ૧ // પતિત ઉદ્ધારન નાથજી, અપનો વિરુદ્ધ વિચાર – ભૂલ ચૂક સબ માહરી, ખમજો વારંવાર | ૨ છુટું પિછલા પાપસે, નવા ન બાંધુ કોય – શ્રી ગુરુ દેવ પસાય સે, સફલ મનોરથ હોય // ૩ અહો સમદષ્ટિ જીવડા, કરે કુટુંબ પ્રતિપાલ–અંતર્ગત ન્યારો રહે, જ્યે ધાય ખિલાવે બાલા ૪|| ધિક ધિક મારી આત્મા, સેવે વિષય કષાય હે જિનવર તારો મજે, વિનંતી વારંવાર | પI
આરંભ પરિગ્રહ કબ તજું, કબ હું મહાવ્રત ધાર– સંથારો ધારણ કરું, એ ત્રણ મનોરથ સાર // ૬I/ ચૌદ નિયમ(૨૫ નિયમોનું સરળ જ્ઞાન:પ્રયોજન - શ્રમણોપાસક દ્વારા ગ્રહણ કરાયેલા વ્રત તેમજ મર્યાદાઓને રોજ પોતાના દૈનિક જીવનનું ધ્યાન રાખીને સંકુચિત કરવા તે જ ચૌદ નિયમોનું મુખ્ય પ્રયોજન છે. આરંભ-સમારંભ તેમજ ઉપભોગ-પરિભોગની વસ્તુઓની જે મર્યાદાઓ આજીવન વ્રતોમાં કરી છે, તે બધાનું રોજના કાર્યમાં અથવા ઉપયોગમાં આવવું સંભવ નથી. તેથી તેને ઓછું કરવાનું શ્રાવકનું લક્ષ્ય હોવું જોઈએ. તેનાથી આત્મામાં સંતોષવૃત્તિ આવે છે તેમજ પાપઆશ્રવ ઓછો થઈ જાય છે. જેનાથી આત્માના કર્મબંધનના અનેક દ્વાર બંધ થઈ જાય છે. અગર કલ્પનાથી એમ કહેવામાં આવે કે મેરુ પર્વત જેટલું વ્યર્થનું પાપ ટળી જાય છે અને માત્ર રાઈ જેટલું પાપ ખુલ્લું રહે છે, તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય.
રોજ વ્રત પચ્ચકખાણની સ્મૃતિ રહેવાથી તેમજ આત્મામાં ત્યાગ પ્રત્યેની રુચિ વધતી રહેવાથી અશુભ કર્મોની અત્યંત નિર્જરા થાય છે. તેથી શ્રાવક ઉપયોગ પૂવર્ક, રુચિ તેમજ શુદ્ધ સમજણ પૂર્વક આ નિયમોને આગળ ૨૪ કલાકને માટે અથવા સૂર્યોદય સુધી ધારણ કરે. આ પ્રકારે ત્યાગના લક્ષ્યમાં વૃદ્ધિ કરતા રહેવાથી વ્રતોની આરાધના તેમજ અંતિમ સમયમાં પંડિત મરણ પ્રાપ્ત થવું બહુ સરળ થઈ જાય છે અને તે સાધક આરાધક થઈને શીધ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. વિવેક જ્ઞાન - સવારમાં(સામાયિકમાં અથવા એમજ નમસ્કાર મંત્ર, ત્રણ મનોરથ આદિનું ચિંતન પૂર્વક ધ્યાન કરીને આ નિયમોને ગ્રહણ કરી લેવા જોઈએ. નિયમોને ધારણ કરતી વેળાએ આ વિવેક રાખવો આવશ્યક છે કે “અમુક અમુક પાંચ સચિત્ત ખાઈશ.” એવું ન બોલતા આ રીતે કહેવું જોઈએ કે “પાંચ સચિત ઉપરાંત ત્યાગ અથવા “આ પાંચ સચિત સિવાય ખાવાનો ત્યાગ'. આ રીતે બધા નિયમોમાં વાક્ય પ્રયોગનું ધ્યાન રાખવું જોઈએ.
ધારણ કરેલા વ્રતોમાં ભૂલથી અથવા અસાવધાનીથી દોષ લાગી જાય તો તેનું મિચ્છામિ દુક્કડ લેવું જોઈએ. અથવા જાણી જોઈને દોષ લગાવ્યો હોય તો ગુરુ તેમજ ત્યાગી મહાત્માઓની પાસે આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. શ્રેષ્ઠતા એજ છે કે લીધેલા વ્રતોનું દઢતાપૂર્વક તેમજ દોષ રહિત પાલન થવું જોઈએ.
(સચિત દવૂ વિગ્નઈ, પણી તાંબુલ વત્થ કુસુમેસુ.- વાહણ સયણ વિલવણ, બંભદિસિ ન્હાણ ભત્તેસુ) (૧)સચિત્ત :- સચિત્ત વસ્તુઓ જે પણ ખાવા પીવામાં આવે, તે જાતિની મર્યાદા કરવી. જેમ કે લીલા શાકભાજી, ફળ, ફૂલ, વરિયાળી, એલચી, મેવો, મીઠું, જીરું, રાઈ, મેથી, અજવાયન, કાચું પાણી ઇત્યાદિ.
સચિત્ત વસ્ત અગ્નિથી અથવા કોઈપણ શસ્ત્રથી પરિણત થઈ જવા પર અચિત થઈ જાય છે. જો પૂર્ણ શસ્ત્રથી પરિણત ન થઈ હોય તો તેને સચિત્તમાં જ ગણવી. મિશ્રણ થયેલી ચીજ જેમ કેપાન આદિમાં જેટલી સચેત વસ્તુઓ હોય તે બધાની જુદી-જુદી ગણતરી કરવી. સચિત્ત સંબંધી ધ્યાનમાં રાખવા યોગ્ય મુદ્દાઓ :૧. બીજ કાઢયા વગર બધા ફળોને સચિત્તમાં ગણવા.બીજ પણ કાચા અને પાકા બે પ્રકારના હોય છે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ ૨. વઘારેલી વનસ્પતિઓ તથા સેકેલા ડોડા (અર્ધપક્વ હોય તો) સચિત્ત ગણવા. ૩. પાકા ફળોનો રસ કાઢીને તથા ગાળીને રાખ્યો હોય તો થોડો સમય થયા પછી અચિત્ત ગણવો. ૪. સાફ કરેલા ચોખાને છોડીને ઘણું પ્રાયઃ બધું અનાજ સચિત્ત. તે પીસવાથી તથા અગ્નિપર શેકવાથી અચિત્ત થાય પરંતુ પલાળવાથી નહીં. ૫. બધી જાતના મીઠા સચિત. ઉકાળીને બનાવ્યું હોય અથવા ગરમ કરેલુ હોય તો અચિત્ત. પીસવા પર તો સચિત્ત જ રહે છે. ૬. ધાણાના બે ટુકડા થઈ જાય તો પણ સચિત્ત. પીસવાથી અચિત્ત થાય.