________________
jain
281
કથાસાર
અમાવસ્યાના દિવસે એક સમયે ચંદ્ર પૂર્ણ આચ્છાદિત(ઢંકાયેલો) રહે છે અને પૂનમના દિવસે એક સમયે ચંદ્ર પૂર્ણ પ્રગટ રહે છે. બાકીના બધા સમયોમાં કંઈક આચ્છાદિત તો કંઈક પ્રગટ રહે છે. એક યુગમાં ૬૨ ચંદ્રમાસ અને ૧૨૪ પક્ષ હોય છે. દર અમાસ, ૨ પૂનમ હોય છે. એના અસંખ્ય સમય હોય છે. અર્થાત્ યુગમાં અસંખ્ય સમય ચંદ્રની હાનિ અને અસંખ્ય સમય વૃદ્ધિ થાય છે. ચંદ્રનું અયન – અર્ધ ચંદ્ર મહિનામાં ચંદ્ર ૧૪ + મંડલ ચાલે છે. અર્થાત્ ૧૪ મંડલ પૂરા પાર કરીને ૧૫માં મંડલનો ૦.૨૬ મો ભાગ | (ચોથો ભાગ) ચાલે છે.
સૂર્યના અર્ધ માસમાં ચંદ્ર ૧૬ મંડલ ચાલે છે. આત્યંતરથી બહાર જતા સમયે અમાસના અંતમાં ૦.૦૬ ભાગ મંડલ સ્વ-પર અચલિત મંડલમાં ચાલે છે. પ્રવેશ કરતા સમયે પૂનમના અંતમાં ૦.૦૬ ભાગ મંડલ અચલિતમાં ચાલે છે.
લોકરૂઢિથી વ્યક્તિ ભેદની અપેક્ષા ન કરીને કેવળ જાતિ ભેદના આશ્રયથી એવું કહેવાય છે કે ચંદ્ર ૧૪ + મંડલ ચાલે છે, પરંતુ વાસ્તવમાં બે ચંદ્ર મળીને એટલું ચાલે છે. તેથી એક ચંદ્ર ૧૪+ અર્ધ મંડલ ચાલે છે. માટે પ્રથમ અયનમાં ચંદ્ર ૨, ૪, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪ મું અર્ધ મંડલ દક્ષિણમાં અને ૩, ૫, ૭, ૯, ૧૧, ૧૩, ૧૫નો ૦.૨ ભાગ (પાંચમો ભાગ)અર્ધ મંડલ ઉત્તરમાં ચાલે છે. એ પ્રકારે ૭ અર્ધ મંડલ દક્ષિણમાં, ૬.૨ અર્ધ મંડલ ઉત્તરમાં એમ કુલ ૧૩ ૨ અર્ધ મંડલ ચાલવાથી પ્રથમ ચંદ્ર અયન થાય છે.
ચંદ્ર, યુગની સમાપ્તિ અંતિમ મંડલમાં પૂનમમાં કરે છે. માટે નવા પ્રથમ અયનને બહારથી આવ્યંતર મંડલમાં પ્રવેશ કરતા સમયે પ્રારંભ કરે છે. બીજું અયન આત્યંતરથી બહાર જતા સમયે કરે છે.
- ચંદ્ર, નક્ષત્ર અર્ધ માસમાં ચંદ્ર અર્ધ માસની અપેક્ષા ૧ + અર્ધ મંડલ અધિક ચાલે છે. પૂર્ણ માસની અપેક્ષા બમણા સમજવા. તેથી ઉક્ત ૧૩.૨ અર્ધ મંડલ નક્ષત્ર અર્ધ માસથી કહેલ છે. ચંદ્રના ચલિત અચલિત માર્ગ:- બીજા અયનમાં આવ્યંતરથી બહાર જતા સમયે ચંદ્ર ઉત્તરમાં ૦.૮ અવશેષ ભાગ અર્ધ મંડલના ચાલીને, પછી બીજા મંડલના ૦.૨ ભાગ દક્ષિણમાં અર્ધ મંડલના ચાલીને બીજા અયનનું પ્રથમ અર્ધ મંડલ પૂર્ણ કરે છે. આ રીતે ૧૩ ૨ મંડલ પાર કરીને બીજાં અયન પૂર્ણ કરે છે ત્યારે ૭.૮ ભાગ પૂર્વમાં પરચલિતમાં ચાલે છે. ૭.૨ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે અને પશ્ચિમમાં ૬.૮ ભાગ પર ચલિત ઉપર ચાલે છે. ૬ ૨ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે. અવશેષ ૨.૨ ભાગ અચલિત ઉપર ચાલે છે. આમાં આત્યંતર મંડલમાં ૦.૨ અને બાહ્ય મંડલમાં ૦.૨ ભાગ અચલિત ઉપર ચાલે છે. ત્રીજા અયનમાં બહારથી અંદર જતાં સમયે પહેલા મંડલમાં ૦.૬૧ બંનેના ચલિત ઉપર ચાલે છે. ૦.૨ ભાગ પરચલિત ઉપર અને ૦.૨ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે. એટલું જ બીજા મંડલમાં ચાલે છે. ત્રીજા મંડલમાં ૦.૧૨ બંનેના ચલિત પર ચાલે છે.
આ રીતે આખા મહિનામાં ૧૩.૮ + ૨.૨ પરચલિત પર, ૧૩.૨ પોતાના ચલિત ઉપર, ૨.૬ + ૨.૨ + ૦.૧૨ ઉભય. ચલિત ઉપર ચાલે છે. અને ૨ ૨ અચલિત પર ચાલે છે.
ચૌદમો પ્રાભૃત શુકલ પક્ષમાં નિરંતર પ્રકાશ વધે છે. વદ પક્ષમાં નિરંતર અંધકાર વધે છે. શેષ વિવરણ તેરમા પ્રાભૃતના પ્રારંભમાં કહ્યા અનુસાર છે. ૧/૧૫ ભાગ ચંદ્ર પ્રતિ દિન આવૃત્ત અનાવૃત્ત થાય છે.
પંદરમો પ્રાભૃત ગતિ(ચાલ) - બધાથી ધીમી ગતિ ચંદ્રની છે. એનાથી સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાની ક્રમશઃ વધારે–વધારે ગતિ છે. ચંદ્ર એક મુહૂર્તમાં પોતાના મંડલનો ૧૭૬૮/૧૦૯૮૦૦ ભાગ ચાલે છે. સૂર્ય એક મુહૂર્તમાં પોતાના મંડલનો ૧૮૩૦/૧૦૯૮૦૦ ભાગ ચાલે છે. નક્ષત્ર એક મહુર્તમાં પોતાના મંડલનો ૧૮૩૫/૧૦૯૮00 ભાગ ચાલે છે.
ચંદ્રથી સૂર્ય ૬૨ ભાગ વધારે ચાલે છે. ચંદ્રથી નક્ષત્ર ૬૭ ભાગ વધારે ચાલે છે. સૂર્યથી નક્ષત્ર પાંચ ભાગ વધારે ચાલે છે. ગતિ સાથે યોગનો સંબંધ – આ ગતિની હીનાધિકતાના કારણે ચંદ્રની સાથે નક્ષત્ર થોડો સમય ચાલીને યોગ જોડીને આગળ વધી જાય છે. પછી પાછળ- વાળું નક્ષત્ર આગળ વધીને સાથે થઈ જાય છે અને જોગ જોડે છે. આ પ્રકારે એક એક નક્ષત્ર ક્રમશઃ ૧૫, ૩૦ કે ૪૫ મુહૂર્ત યોગ જોડીને આગળ નીકળી જાય છે. આટલા મુહૂર્ત સાથે રહેવાનું કારણ એ છે કે નક્ષત્રોનો સીમા વિખંભ વિમાનની આગળ પાછળ પણ બહુ હોય છે. એ સીમા જ્યારે ચંદ્રની સીધમાં રહે છે ત્યારે યોગ એજ નક્ષત્રનો ગણવામાં આવે છે. એની સીમા સમાપ્ત થવા પર પાછળ– વાળા નક્ષત્રની આગળની સીમા ચંદ્રની સીધમાં આવે છે. પછી એનું વિમાન અને પછી એની પાછલી સીમા. આમ પુરી સીમાની અપેક્ષા એટલા વધારે અર્થાતુ ૪૫ મુહૂર્ત સુધી યોગ કહેલ છે.
આ રીતે ચંદ્રની સાથે ગ્રહોનો યોગ ક્રમ પણ ઉત્તરોત્તર મુહૂર્તોમાં ચાલતો રહે છે.
સૂર્ય અને નક્ષત્રની ગતિમાં વધારે અંતર નથી માટે આ બન્નેનો યોગ અનેક દિવસો સુધી ચાલે છે. જેથી ૨૮ નક્ષત્રોનો યોગ થવામાં ૧ વર્ષ પૂર્ણ થઈ જાય છે. જ્યારે કે ચંદ્રની સાથે આ બધા નક્ષત્ર એક મહિનામાં યોગ પૂર્ણ કરે છે. એમના યોગકાળનું વર્ણન ૧૦મા પ્રાભૃતના બીજા પ્રતિ પ્રાભૃતમાં કહ્યું છે. આ જ રીતે સૂર્ય અને ૮૮ ગ્રહોનો યોગ કાળ પણ એક વર્ષમાં પૂર્ણ થાય છે. ચંદ્ર-સૂર્ય-નક્ષત્રની મંડલ ગતિ:| માસ આદિમાં
ચંદ્ર મંડલ ગતિ | સૂર્ય મંડલ ગતિ નક્ષત્ર મંડલ ગતિ નક્ષત્ર માસમાં
૧૩ + ૧૩ +
૧૩+ ચંદ્ર માસમાં
૧૪+
૧૪+ ૧૪ + ઋત માસમાં ૧૪+
૧૫ +
૧૫