________________
280
مياه |
|
આગમ-કથાઓ (૩) એ પ્રકારે બે(ચંદ્ર, સૂર્ય)ની સમાનતા ૩૦ સૂર્ય સંવત્સરોમાં થાય છે; ચારેયની ૬૦ સૂર્ય સંવત્સરમાં અને પાંચેયની ૭૮૦ સૂર્ય સંવત્સરોમાં સમાનતા થાય છે ત્યારે સૂર્ય સંવત્સર-૭૮૦, ઋતુ સંવત્સર ૭૯૩, ચંદ્ર સંવત્સર ૮૦૬, નક્ષત્ર સંવત્સર ૮૭૧, અભિવધિત સંવત્સર ૭૪૪ થાય છે. (૪) એક યુગમાં સૂર્ય મહિના ૬૦, ઋતુ મહિના ૬૧, ચંદ્ર મહિના ૬૨, નક્ષત્ર મહિના ૬૭, અને અભિવર્ધિત માસ – પ૭ મહિના, ૭ દિવસ અને ૧૧.૩૭+ મુહૂર્ત થાય છે. ઋતુ – (૧) પ્રાવૃટ (૨) વર્ષા (૩) શરદ (૪) હેમંત (૫) વસંત (૬) ગ્રીષ્મ આ ઋતુઓ પ૯-૫૯ દિવસની હોય છે.
ચંદ્ર સંવત્સરમાં ૬ તિથિઓ ઘટે છે– (૧) ત્રીજા (૨) સાતમા (૩) અગીયારમા (૪) પંદરમા (૫) ઓગણીસમા (૬) ત્રેવીસમા પક્ષમાં એમ ચંદ્ર ઋતુના ૫૯ દિવસો છે. સૂર્ય સંવત્સરમાં ૬ તિથિઓ વધે છે– ચોથા,આઠમા, બારમાં, સોળમા, વિસમા, ચોવીસમા, પક્ષમાં. આમ સૂર્ય ઋતુના ૬૧ દિવસ હોય છે. આ કારણે ચંદ્ર સંવત્સરના બે મહિના ૫૯ દિવસના હોય છે અને સૂર્ય સંવત્સરના બે મહિના ૬૧ દિવસોના હોય છે. જેથી ચંદ્ર સંવત્સર ૩૫૪ દિવસનો અને સૂર્ય સંવત્સર ૩૬૬ દિવસનો હોય છે. પાંચ ચંદ્ર સંવત્સર ૧૭૭૦ દિવસના અને પાંચ સૂર્ય સંવત્સર ૧૮૩૦ દિવસના હોય છે. ચંદ્ર સંવત્સરમાં ૬૦ દિવસ ઓછા હોય છે. તેને જ મેળવવા માટે પાંચ વર્ષમાં બે મહિના વધારવામાં આવે છે. સૂર્ય સંવત્સરના પ્રારંભિક માધ્યમિક યોગ:- સૂર્ય પ્રથમ મંડલમાંથી બીજા મંડલમાં જાય છે ત્યારે સંવત્સર(વર્ષ)ની શરૂઆત થાય છે અને સૂર્યની પરિક્રમા પણ ત્યાંથી જ પ્રારંભ થાય છે. તે પ્રારંભ સમયમાં ચંદ્ર સૂર્યની સાથે યુગના પાંચ વર્ષોની અપેક્ષા નક્ષત્ર યોગ આ પ્રમાણે છે
પરિક્રમા ચંદ્ર-નક્ષત્ર યોગ મુહૂર્ત | સૂર્ય-નક્ષત્ર યોગ મુહૂર્ત ૧ | અભિજિત પ્રથમ સમય પુષ્ય ૧૯ ૨ | મૃગશીર્ષ
૧૧
પુષ્ય ૧૯ | | વિશાખા
૧૩
પુષ્ય | ૧૯ ૪ | રેવતી
૨૫ | ૫ | પૂર્વા ફાલ્ગની | ૨
પુષ્ય | ૧૯ બાહ્ય મંડલથી અંદર પ્રવેશ કરતા સમયે :ક્રમ સમય
નક્ષત્ર | મહૂર્ત નક્ષત્ર | મુહૂર્ત | ૧ | પહેલા શિયાળામાં હસ્ત | ૫ | ઉત્તરાષાઢા ચરમ સમય | ૨ | બીજા શિયાળામાં | શતભિષક ૨ | ઉત્તરાષાઢા ચરમ સમય
૩ | ત્રીજા શિયાળામાં | પુષ્ય | ૧૦ | ઉત્તરાષાઢા ચરમ સમય | ૪ | ચોથા શિયાળામાં મૂલ | | ઉત્તરાષાઢા ચરમ સમય |
૫ પાંચમા શિયાળામાં કૃત્તિકા | ૧૮ | ઉત્તરાષાઢા ચરમ સમય આત્યંતર મંડલથી બાહ્ય મંડલ સુધી અને બાહ્ય મંડલથી આત્યંતર મંડલ સુધી; એ સૂર્યની બે આવૃતિઓ(અયન)કહેલ છે. એવી ૧૦ આવૃત્તિઓ એક યુગ (૫ વર્ષ)માં થાય છે.
ચંદ્રની એવી આવૃત્તિઓ એક યુગમાં ૧૩૪ થાય છે. ચંદ્રની એક આવૃત્તિ ૧૩.૬૫ + દિવસની હોય છે. સૂર્યની એક આવૃતિ ૧૮૩ દિવસની હોય છે. ૧૮૩ ૪ ૧૦ ઊ ૧૮૩૦ અને ૧૩.૫ ૪૧૩૪ ઊ ૧૮૩૦ થાય છે. સર્ય આવત્તિના પ્રથમ દિવસ :- (૧) શ્રાવણવદી એકમ (૨) માઘવદી સપ્તમી (૩) શ્રાવણવદી તેરસ (૪) માઘ સદી ચોથ (૫) શ્રાવણ સુદી દસમી (દ) માઘવદી એકમ (૭) શ્રાવણ વદી સપ્તમી (૮) માઘવદી તેરસ (૯) શ્રાવણ સુદી ચોથ (૧૦) માઘ સુદી દસમી. છત્રાતિછત્ર યોગઃ ઉપર ચંદ્ર, વચમાં નક્ષત્ર અને નીચે સૂર્ય એ રીતે ત્રણેનો એક સાથે યોગ થાય છે તેને છત્રાતિછત્ર યોગ કહેવાય છે.
- દક્ષિણ પૂર્વના મંડલ ચતુર્ભાગના ૨૭/૩૧,(૦.૯)ભાગ જાય અને ૩/૩૧ ,(૦.૧)ભાગ ચતુર્થાશ મંડલના શેષ રહે તે સ્થાને ચંદ્ર, સૂર્ય, નક્ષત્રનો છત્રાતિછત્ર યોગ થાય છે. આ યોગમાં ચિત્રા નક્ષત્ર ચરમ સમયમાં હોય છે.
આ ઉક્ત ભાગ આખા મંડલનો ૧૨૪મો ભાગ છે અને ચતુર્ભાગ મંડલનો ૩૧મો ભાગ છે. અર્થાત્ ૨૭ ભાગ ચાલવાથી અને ૨૮મા ભાગનો (૦.૯ નવ ભાગ જતાં અને ૦.૧(એક)-બે વિશાંશ)ભાગ અવશેષ રહે, તે છત્રાતિછત્ર યોગનું સ્થાન છે. તેમજ જુદા-જુદા યોગના કુલ ૧૨ પ્રકાર કહેવાયા છે જેમાં છત્રાતિછત્ર યોગ છઠ્ઠો યોગ પ્રકાર છે.
પુષ્ય
- ૧૯
|
તેરમો પ્રાભૃત ચંદ્રની વધઘટ:- ચંદ્ર માસમાં ર૯.૫ + દિવસ હોય છે. જેના ૮૮૫ ૫ મુહૂર્ત હોય છે. એમાં બે પક્ષ હોય છે. તેથી એક પક્ષમાં ૪૪૨ + મુહૂર્ત હોય છે. એક પક્ષમાં ચંદ્રની હાનિ અને બીજા પક્ષમાં વૃદ્ધિ થાય છે. આથી ૪૪૨ + મુહૂર્ત સુધી ઘટ (હાનિ) થાય છે. તે વદપક્ષ, કૃષ્ણ પક્ષ, અંધકાર પક્ષ છે અને પછી ૪૪૨ + મુહૂર્ત સુધી વૃદ્ધિ થાય છે. તે સુદ પક્ષ, ઉદ્યોત પક્ષ, જયોત્સના પક્ષ છે.