________________
jain
67
કથાસાર દારૂણ દુ:ખ ભોગવતા હશે. તેમને મારા ઉપર અપાર સ્નેહ હતો. માટે મને સાવધાન કરવા મારી પાસે તેઓએ આવવું જોઈતું હતું કે હે પ્રિય પૌત્ર ! હું પાપકાર્યના ફલસ્વરૂપ નરકમાં ગયો છું અને મહાન દુઃખો ભોગવું છું તેથી તું આવું પાપ કાર્ય ન કરતો, ધર્મ કર, પ્રજાનું સારી રીતે સંરક્ષણ–પાલન કર. પણ આજ સુધી કયારેય આવ્યા જ નથી. તેથી હે ભંતે! આત્મા કંઈ અલગ નથી, શરીર એ જ આત્મા છે. શરીરના નાશ થયા પછી આત્માની સ્વતંત્ર કલ્પના કરવી તે જૂઠું છે. કેશી - રાજન્ ! તારા દાદા નરકમાં ગયા હશે તો પણ આવ્યા નથી તેનું કારણ એ છે કે – જેમ તારી રાણી સૂર્યકાંતાની સાથે કોઈ અન્ય પુરુષ ઇચ્છિત કામભોગોનું સેવન કરે તે જોયા બાદ તું તેને કેવો દંડ કરે? રાજા :- તે દુષ્ટ પાપીને તત્કાળ દંડ દઉં અર્થાત્ તલવારથી ટુકડે ટુકડા કરી પરલોકમાં પહોંચાડી દઉં. કેશી :–જો તે એમ કહે કે મને એકાદ બે કલાકનો સમય આપો, જેથી હું મારા પરિવારને મળી આવું, સૂચના આપી આવું તો તું તેને છોડી દે? રાજા :- ના..એટલો બોલવાનો પણ સમય ન આપું. અથવા તે બોલવાની હિંમત પણ ન કરી શકે અને કદાચ કહે તો દુષ્ટને એક ક્ષણ પણ રજા ન આપું. કેશી :- રાજન્! આ અવસ્થા નરકના જીવોની અને તારા દાદાની હશે. પોતાના દુઃખથી અહીં આવવાનો વિચાર પણ ન કરી શકે અથવા તે આવવા ઇચ્છે તો આવી ન શકે. તેથી તારા દાદા તને કહેવા ન આવ્યા હોય તે માટે જીવ અને શરીર એક જ છે, તેમ માનવું યોગ્ય નથી. રાજા ભંતે! મારી દાદી બહુ ધર્માત્મા હતી. તેથી તમારી માન્યતા અનુસાર જરૂર સ્વર્ગમાં ગઈ હશે. તેને પાપ ફળનું પ્રતિબંધ નહીં હોય તો તે આવીને મને કહી શકે કે હે પૌત્ર! હું ધર્મ કરી સ્વર્ગમાં ગઈ છું. તું પાપ નહીં કરતો. આત્મા અને શરીર ભિન્ન છે, તેમ માની ધર્મ કર, પ્રજાનું યથાતથ્ય પાલન કર, ઇત્યાદિ. પણ હજી સુધી તે મને સાવધાન કરવા કયારેય આવી નથી. તેને મારા ઉપર અત્યંત પ્રેમ હતો તો પણ કેમ આવી નહિ? તેથી પરલોક, દેવલોક અને આત્મા એવું કાંઈ નથી એવી મારી માન્યતા છે. (નોંધઃ કેશી સ્વામીનાં સમય કાળમાં પોતાનાં સંપૂર્ણ આયુષ્ય દરમિયાન પ્રદેશી રાજાએ દેવોને જોયા નથી. તેથી ચોથા આરામાં પણ દેવો ફકત તિર્થંકર,ચક્રવર્તી કે વાસુદેવની હાજરીમાંજ આવાગમનની પ્રવૃતિ કરતાં હશે એવું અનુમાન થાય છે.) કેશી :- રાજન્! જયારે તું સ્નાન આદિ કરી પૂજાની સામગ્રી આદિ લઈ મંદિરમાં જઈ રહ્યો હોય, અને માર્ગમાં કોઈ પુરુષ અશુચિથી ભરેલા શૌચગૃહ પાસે બેઠો તમને કહે.'અહીં આવો, થોડી વાર બેસો. તો તમે ત્યાં ક્ષણભર પણ નહીં જાવ. તે પ્રકારે હે રાજન્! મનુષ્ય લોકમાં પ00 યોજન ઉપર અશુચિની દુર્ગધ જાય છે. તેથી દેવો અહીં નથી આવતા. તેથી તમારા દાદી પણ તમને કહેવા ન આવ્યા હોય.
દેવલોકમાંથી તિøલોકમાં ન આવવાના કારણ (૧) ૫00 યોજન ઉપર દુર્ગધ ઊછળે છે. (૨) ત્યાં ગયા પછી અહીંનો પ્રેમ સમાપ્ત થઈ જાય છે. (૩) ત્યાં ગયા પછી હમણાં જાઉં જાઉં એવો વિચાર કરી કોઈ નાટક જોવામાં કે એશ-આરામમાં પડી જાય; તેટલા સમયમાં અહીં કેટલીય પેઢીઓ પસાર થઈ જાય છે. તેથી દાદીના આવવાના ભરોસે તમારું માનવું યોગ્ય નથી. રાજા :- ભંતે ! તે સિવાય પણ મારો અનુભવ છે કે શરીરથી ભિન્ન જીવ તત્વ નથી. એક વખત મેં એક અપરાધી પરષને લોખંડની કોઠીમાં બંધ કરી, ઢાંકણું ઢાંકી તેની ઉપર ગરમ લોખંડ અને ત્રાંબાનો લેપ કર્યો. વિશ્વાસુ માણસને પહેરેગીર તરીકે રાખ્યો. કેટલાક દિવસ પછી તે કોઠીને ખોલવામાં આવી તો તે વ્યકિત મૃત્યુ પામી હતી. તે કોઠીમાં સોઈની અણી જેટલું પણ છિદ્ર નહોતું પડયું. જો આત્મા અલગ હોય તો કોઠીમાંથી નીકળતાં કયાંક સૂક્ષ્મ છિદ્ર પડવું જોઈએ ને? ખૂબ ધ્યાન પૂર્વક નીરખ્યું હોવા છતાં કયાંય છિદ્ર ન દેખાયું. તેથી મારી માન્યતાને પુષ્ટિ મળી. કેશી : રાજનું! ચોતરફ બંધ દરવાજાવાળો એક ખંડ હોય. તેની દિવાલો નકકર બની હોય, તેમાં કોઈ વ્યકિત બૅડ-વાજા-ઢોલ આદિ લઈને ગઈ હોય, પછી દરવાજા બંધ કરી તેની ઉપર લેપ કરી સંપૂર્ણ છિદ્ર રહિત કરી, પછી જોર–જોરથી ઢોલ, ભેરી વગાડે તો અવાજ બહાર આવશે? તેની દિવાલ આદિમાં છિદ્ર થશે? રાજા :- દિવાલમાં છિદ્ર ન હોવા છતાં અવાજ તો જરૂર આવશે. કેશી :- રાજ! જેવી રીતે છિદ્ર વિનાની દિવાલમાંથી અવાજ બહાર આવે છે તો અવાજથી પણ આત્મ તત્વ અતિ સૂક્ષ્મ છે. તેની અપ્રતિહત ગતિ છે અર્થાત્ દિવાલ આદિથી જીવની ગતિ અટકતી નથી. તેથી તમે શ્રદ્ધા રાખો કે જીવ શરીરથી ભિન્ન તત્વ છે. રાજા : ભંતે! એક વખત મેં એક અપરાધીને મારી તત્કાળ લોહ કભીમાં પૂરી ઢાંકણને લેપ લગાડી નિચ્છિદ્ર કર્યો. કેટલાક દિવસો પછી જોયું તો તેમાં કીડાઓ પેદા થઈ ગયા હતા. તો બંધ કુંભમાં તેમનો પ્રવેશ કયાંથી થયો? અંદર તો કોઈ જીવ હતો જ નહિ. કેશી કોઈ સઘન લોખંડનો ગોળો હોય, તેને અગ્નિમાં નાખી દીધા પછી તે થોડીવારમાં લાલધૂમ થઈ જાય છે ત્યારે સમજવું તેમાં અગ્નિનો પ્રવેશ થયો છે. તે ગોળાને જોવામાં આવશે તો કયાંય છિદ્ર નહીં દેખાય તો તેમાં અગ્નિનો પ્રવેશ કયાંથી થયો? તેવી રીતે હે રાજન! જીવ પણ બંધ કુંભમાં પ્રવેશ કરી શકે છે. તેનું અસ્તિત્વ અગ્નિથી પણ સૂક્ષ્મ છે. તેને લોખંડ આદિમાં પ્રવેશ કરતાં કે બહાર નીકળતાં બાધા નથી પહોંચતી. તેથી હે રાજનું! તમે શ્રદ્ધા કરો કે શરીર અને આત્મા ભિન્ન છે, જન્મ, મરણ અને પરલોક છે. રાજા - એક શસકત વ્યકિત પાંચ મણ વજન ઉપાડી શકે છે અને બીજી અશકત વ્યકિત તે વજન ઉપાડી શકતી નથી. એટલે હું માનું છું કે શરીર એજ આત્મા છે. જો એક આત્મા વજન ઉપાડી શકે તો બીજો કેમ ન ઉપાડી શકે? કારણ કે શરીર ગમે તેવું અશકત હોય પણ આત્મા તો બધાના સરખા જ છે ને? બધા આત્મા સરખા હોવા છતાં સમાન વજન ઉપાડી નથી શકતા તેથી મારું માનવું યથાર્થ છે. 'શરીર એ જ આત્મા છે ' જેવું શરીર હોય તે પ્રમાણે કાર્ય થાય છે તેથી આત્માનું અલગ અસ્તિત્વ માનવાની આવશ્યકતા નથી. કેશી :- સમાન શકિતવાળા પુરુષોમાં પણ સાધનના અંતરથી કાર્યમાં પણ અંતર પડે છે. જેવી રીતે એક સરખી શકિતવાળા બે પુરુષોને લાકડા કાપવાનું કાર્ય સોપવામાં આવ્યું. એકને તીક્ષ્ણ ધારવાળી કુહાડી આપી અને બીજાને બુઠી ધારવાળી કુહાડી આપી