________________
આગમ-કથાઓ
66
ચિત્તે બધી વાતનો સ્વીકાર કર્યો. અને કહ્યું કે – ભંતે ! આપને પ્રદેશી રાજાથી શું કામ છે ? ત્યાં અન્ય અનેક રાજકર્મચારી, શેઠ, સેનાપતિ, સાર્થવાહ, પ્રજાજન ધાર્મિક છે. તેઓ આપનો સત્કાર કરશે અને વિનય—ભકિત કરશે. ધર્મોપદેશ સાંભળશે, પ્રત્યાખ્યાન ધારણ કરશે. આહાર–પાણીથી પ્રતિલાભશે તેથી આપ જરૂર શ્વેતાંબિકા પધારો'. વારંવાર વિનંતિ કરવાથી કેશીકુમાર શ્રમણે આશ્વાસન આપતાં કહ્યું, 'જેવો અવસર.......
આશ્વાસન મેળવી ચિત્તે પુનઃ વંદન–નમસ્કાર કર્યા. પોતાના ભવન ઉપર આવ્યા બાદ શ્વેતાંબિકા જવા પ્રસ્થાન કર્યું. શ્વેતાંબિકા પહોંચ્યા પછી ચિત્ત સારથીએ ઉદ્યાન પાલકને ભલામણ કરી. ત્યાર પછી પ્રદેશી રાજા પાસે જઈ ભેટલું આપી પોતાના મહેલમાં આવ્યા.
વિચરણ કરતા કેશીકુમાર શ્રમણ શ્વેતાંબિકા નગરીના મૃગવન ઉદ્યાનમાં પધાર્યા. ઉદ્યાન પાલકે ચિત્ત સારથીને સંદેશો પહોંચાડયો. ચિત્તે ત્યાંજ પ્રથમ સિદ્ધ ભગવંતને નમોત્થણના પાઠથી વંદન કર્યા. પછી કેશીશ્રમણને નમોત્થણના ઉચ્ચારણ પૂર્વક વંદન નમસ્કાર કર્યા ત્યાર પછી ઉદ્યાન પાલકને પ્રીતિદાન આપ્યું. યશાશીઘ્ર તૈયાર થઈ ચિત્ત સારથી ગુરુસેવામાં હાજર થયા. વંદન કર્યા. દેશના સાંભળી. ત્યાર બાદ પ્રદેશી રાજાને પ્રતિબોધવા વિનંતિ કરી.
કેશીશ્રમણે કહ્યું – (૧) જે વ્યકિત સંત–મુનિરાજની સમક્ષ બગીચામાં આવે છે, શ્રદ્ધા—ભકિતથી વાણી સાંભળે છે (૨) ગામ કે ઉપાશ્રયમાં જયાં પણ સંત હોય ત્યાં જાય (૩) ઘરે આવતાં સુપાત્રદાનથી સત્કાર કરે (૪) માર્ગમાં મળતાં અભિવાદન કરે છે; વંદના કરે છે તે વ્યકિત બોધ પ્રાપ્ત કરી શકે છે. તેનાથી વિપરીત જે બગીચામાં નથી આવતો, નજીકના ઉપાશ્રયે નથી આવતો, ઘરે દાન દેવાનો ઉત્સાહ પ્રગટ નથી કરતો, સામા મળતાં મુખ છુપાવે અને શિષ્ટાચાર પણ ન કરે તે બોધ પ્રાપ્ત નથી કરી શકતો. હે ચિત્ત ! તમારો રાજા પણ આજ રીતે કિંચિત્ પણ વિનય કે સત્કાર કરવા તૈયાર નથી, તો તેને બોધ કેવી રીતે આપવો ? ત્યારે ચિત્તે યુકિત પૂર્વક રાજાને લઈ આવવાનો નિર્ણય કર્યો.
બીજે દિવસે ચિત્તે પ્રદેશી રાજને કંબોજ દેશના શિક્ષિત કરાયેલા ઘોડાની પરીક્ષા કરવાનું કહ્યું. રાજાએ સ્વીકાર્યુ. ચાર ઘોડાને ૨થમાં જોડી બન્ને ફરવા માટે નીકળ્યા. અલ્પ સમયમાં ખૂબ દૂર નીકળી ગયા. સખત ગરમી અને તૃષાથી રાજા વ્યાકુળ બન્યા. આરામ કરવાની ઇચ્છા વ્યકત કરી. ચિત્તે અવસર જોઈ રથ ફેરવ્યો. શીઘ્રતાથી તે બગીચા પાસે આવ્યા. રથને ઉભો રાખ્યો. તે વખતે કેશી શ્રમણનું પ્રવચન ચાલી રહ્યું હતું. રાજા વૃક્ષની શીતળ છાયામાં આરામ કરી રહયા હતા. ત્યાંથી કેશીકુમાર શ્રમણ તથા તેમની પરિષદ દેખાતી હતી. વ્યાખ્યાનનો અવાજ પણ સંભળાતો હતો.
પ્રદેશી રાજાએ મનમાં વિચાર્યુ કે આ જડ, મુંડ અને મુઢ લોકો જડ, મુંડ અને મુઢની ઉપાસના કરે છે. આટલું જોરથી કોણ બોલે છે કે જે મને શાંતિથી આરામ કરવા નથી દેતા. ચિત્તને પૂછ્યું આ કોણ છે ? ચિત્તે મુનિનો પરિચય આપતાં કહ્યું કે ચાર જ્ઞાનના ધારક પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય છે. તેમને મનઃપર્યવ અને અવધિ જ્ઞાન છે. પ્રાસુક એસણીય આહાર કરનાર હોય છે. શ્રમણ કેશી અને રાજા પ્રદેશીનો સંવાદ :
પ્રદેશી રાજા ચિત્ત સારથીની સાથે કેશી શ્રમણ પાસે આવ્યા અને ઉભા ઉભા જ પૂછવા લાગ્યા – આપ અવધિ જ્ઞાની છો ? મનઃ પર્યવજ્ઞાની છો ? પ્રાસક એષણીય અન્ન ભોગી છો ?
કેશી શ્રમણ
:– રાજન્ ! જેમ વણિકો દાણચોરી કરવાના ભાવે સીધો માર્ગ નથી પૂછતા. તેવી રીતે તમે પણ વિનય – વ્યવહાર ન કરવાના ભાવે અયોગ્ય રીતે પ્રશ્ન પૂછી રહ્યા છો ? રાજન્ ! મને જોઈને તમારા મનમાં એ સંકલ્પ ઉત્પન્ન થયો કે જડ, મુંડ અને મૂર્ખ લોકો જડ, મુંડ અને મૂર્ખની ઉપાસના કરે છે ? ઈત્યાદિ.
રાજા પ્રદેશી :– મને એવો વિચાર આવ્યો તે તમે કેવી રીતે જાણ્યો ?
શાસ્ત્રમાં પાંચ જ્ઞાન કહ્યા છે. તેમાંથી ચાર જ્ઞાન મને છે. જેમાં મન:પર્યવ જ્ઞાન દ્વારા હું જાણી શકયો કે તમને ઉકત
શ્રમણ :સંકલ્પ થયો હતો.
રાજા :– હું અહીં બેસી શકું ?
કેશી :– આ તમારો બગીચો છે. તમે જાણો છો. ત્યારે પ્રદેશી રાજા ચિત્ત સારથીની સાથે બેસી ગયા.
રાજા :– ભંતે ! આત્મા શરીરથી જુદો છે કે શરીર જ આત્મા છે ?
=
કેશી
=
રાજન્ ! શરીર એ જ આત્મા નથી. આત્મા શરીરથી ભિન્ન છે. આત્માના અસ્તિત્વનું જ્ઞાન સ્વસંવેદનથી થઈ શકે છે. સંસારમાં જેટલા પ્રાણી છે તેમને સુખ અને દુઃખ, ધનવાન અને નિર્ધન, માન અને અપમાનનું જે સંવેદન થાય છે– અનુભૂતિ થાય છે, તે આત્માને જ થાય છે; શરીરને નહિ. શરીર તો જડ છે.
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ – શંકાનો કરનાર તેજ, અચરજ એહ અમાપ .
આત્માના અસ્તિત્વની શંકા જડને નથી થતી. એવો સંશય ચેતન તત્વને જ થાય છે – “આ મારું શરીર છે.'' આ કથનમાં જે 'મારું' શબ્દ છે તે સિદ્ધ કરે છે કે હું કોઈ શરીરથી અલગ વસ્તુ છું અને તે આત્મ તત્વ છે, આત્મા છે,જીવ છે, ચૈતન્ય છે. શરીરના નાશ થવા પછી પણ તે રહે છે, પરલોકમાં જાય છે. ગમનાગમન અને જન્મ મરણ કરે છે. તેથી સંશય કરવાવાળો, સુખ–દુ:ખ નો અનુભવ કરવાવાળો, આત્માનો નિષેધ કરવાવાળો અને'હું' 'મારું શરીર' આ બધાનો અનુભવ કરવાવાળો આત્મા જ છે અને તે શરીરથી ભિન્ન તત્વ છે.
આંખ જોવાનું કામ કરે છે, કાન સાભળવાનું કામ કરે છે પણ તેનો અનુભવ કરી ભવિષ્યમાં યાદ કોણ કરે છે ? તે યાદ રાખનાર આત્મ તત્વ છે, જે શરીર અને ઇન્દ્રિયોથી ભિન્ન છે.
રાજા :- ભંતે ! મારા દાદા મારા ઉપર અત્યંત સ્નેહ રાખતા હતા. તે મારા જેવા અધાર્મિક હતા, આત્મા અને શરીરને એક જ માનવા વાળા હતા તેથી તે નિઃસંકોચ પાપ કર્મ કરતાં જીવન પસાર કરતા હતા. તમારી માન્યતા અનુસાર તે નરકમાં ગયા હશે. ત્યાં