________________
65
કથાસાર
jain તે જ રીતે ઉત્તર અને ત્યાર પછી પૂર્વ દ્વારના બધા સ્થાનોની પૂજા કરે છે. ત્યાર પછી સુધર્મસભામાં પ્રવેશ કરે છે. ત્યાં પણ જિન દાઢાઓ, સિંહાસન, દેવ શય્યા, મહેન્દ્ર ધ્વજ, આયુધ શાળા, ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા, પુસ્તક રત્ન, ચબૂતરા, સિંહાસન, નંદા પુષ્કરિણી સરોવર આદિ બધી જગ્યાઓનું મોરપીંછથી પ્રમાર્જન, પાણીથી સિંચન, ફૂલ, ધૂપ આદિ ક્રિયાઓ કરે છે. આ રીતે સર્વ નાનામોટા સ્થાનોનું ધૂપ દ્વિપ અને પૂજન, પ્રમાર્જન તથા પ્રક્ષાલન કરે છે. (નોંધઃ માલિક દેવ દ્રારા ઉપપાત થતાંજ આટલું મોટું કાર્ય અને તેમાં પણ વળી નાના મોટા દરેક સ્થળ, પગથીયાં વગેરેનું પ્રમાર્જન, પાણીથી પ્રક્ષલન વગેરે ક્રિયા વિચારણીય છે. નોકર દેવો પણ આટલું બધું કામ નથી કરતાં.) અંતે બલીપીઠની પાસે આવી બલી વિસર્જન કરે છે. પછી નોકર દેવો દ્વારા સૂર્યાભ વિમાનના બધા માર્ગ, દ્વાર, વન, ઉપવનમાં આ પ્રમાણે અર્ચા-પૂજા વિધિ કરાવે છે. ત્યાર પછી નંદા પુષ્કરિણીમાં હાથ-પગનું પ્રક્ષાલન કરી, સુધર્મા સભાના પૂર્વ દરવાજાથી પ્રવેશ કરે છે. પૂર્વ દિશામાં મુખ કરી સિંહાસન ઉપર બેસી જાય છે. સૂર્યાભ સભાની વ્યવસ્થા :- તેની પૂર્વ દિશામાં ચાર અગ્રમહિષીઓ, ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમમાં ચાર હજાર સામાનિક દેવ, દક્ષિણ પૂર્વમાં આવ્યંતર પરિષદના આઠ હજાર દેવ, દક્ષિણમાં મધ્યમ પરિષદના દસ હજાર દેવ, દક્ષિણ પણિ બાર હજાર દેવ, પશ્ચિમ દિશામાં સાત અનિકાધિપતિ દેવ, તદુપરાંત પાછળની ચારે દિશામાં સોળ હજાર આત્મ રક્ષક દેવ; આ બધા પોત પોતાના નિયુકત ભદ્રાસનો પર બેસે છે. સૂર્યાભ દેવનું ચાર પલ્યોપમનું આયુષ્ય છે. તેના સામાનિક દેવોનું પણ ચાર-ચાર પલ્યોપમનું આયુષ્ય છે. આ પ્રકારે સૂર્યાભ દેવ મહાદ્ધિ, મહાધુતિ, મહાબલ, મહાયશ અને મહાસૌખ્યવાળો તથા મહાપ્રભાવી છે.
દ્વિતીય ખંડ – પ્રદેશી રાજા સૂર્યાભદેવની મહાદ્ધિ જોતાં સ્વાભાવિક જિજ્ઞાસા થાય કે આવી સંપદા તેને કેવી રીતે પ્રાપ્ત થઈ? પૂર્વ ભવમાં તે કોણ હતો? શી તપશ્ચર્યા કરી હતી? સંયમ, ધર્મનું પાલન કેવી રીતે કર્યું હતું? તેના સમાધાન અર્થે અહીં સૂર્યાભના પૂર્વ ભવનું વર્ણન કરવામાં આવ્યું
પ્રદેશી રાજાનું જીવન :- ત્રેવીસમા તીર્થકર ભગવાન પાર્શ્વનાથનું શાસન પ્રવર્તી રહ્યું હતું. તે સમયે કેકયાર્દ્ર દેશમાં શ્વેતાંબિકા નામની નગરીમાં પ્રદેશ રાજા રાજ્ય કરતા હતા. તેની સૂર્યકાંતા નામની રાણી હતી અને સૂર્યકાંત નામનો પુત્ર હતો. તેને યુવરાજ પદે આરૂઢ કર્યો હતો. જે રાજ્યની અનેક વ્યવસ્થાઓની દેખરેખ રાખતો હતો. પ્રદેશી રાજાનો ભ્રાતૃવંશીય ચિત્ત નામનો પ્રધાન (સારથી) હતો. જે ચારે બુદ્ધિમાં પારંગત, કાર્યકુશલ, દક્ષ, સલાહકાર, રાજાનો વિશ્વાસુ, આલંબનભૂત, ચક્ષુભૂત, મેઢીભૂત હતો; રાજ્ય કાર્યમાં સક્રિય ભાગ લેવા વાળો હતો. પ્રદેશી રાજાનો આધીનસ્થ જિતશત્રુ રાજા હતો. જે કૃણાલ દેશની શ્રાવસ્તી નગરીમાં રહેતો હતો. એકદા પ્રદેશી રાજાએ ચિત્ત સારથીને શ્રાવસ્તીનગરીની રાજ્ય વ્યવસ્થાનું નિરીક્ષણ કરવાનું કહ્યું. કિંમતી ભેટશું આપી વિદાય કર્યો. ચિત્ત સારથી શ્રાવસ્તી ગયો. રાજાના ચરણોમાં ભટણું મૂકી પ્રદેશી રાજાનો સંદેશો કહ્યો. જિતશત્રુ રાજાએ ભેટનો સ્વીકાર કર્યો અને ચિત્ત સારથીનો સત્કાર કરી રાજમાર્ગ પર આવેલા ભવનમાં ઉતારો આપ્યો. ચિત સારથી ત્યાં રહી રાજ્ય વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા લાગ્યો. શ્રાવસ્તીમાં કેશી શ્રમણ :- એક વખત વિચરણ કરતા ભગવાન પાર્શ્વનાથના શિષ્ય અનેક ગુણોથી સંપન કેશીકુમાર શ્રમણ શ્રાવસ્તી નગરીની બહાર કાષ્ઠક નામના ઉદ્યાનમાં પધાર્યા. લોકોના ટોળે ટોળાં તેમના દર્શન કરવા જવા લાગ્યા. રાજમાર્ગ ઉપર કોલાહલ થતાં ચિત્ત સારથીનું ધ્યાન ખેંચાયું. અનુચર દ્વારા તપાસ કરાવતાં ખ્યાલ આવ્યો કે નગરીમાં કોઈ મહોત્સવ નથી પરંતુ કેશીકુમાર શ્રમણ બગીચામાં પધાર્યા છે, લોકો તેમના દર્શનાર્થે જઈ રહ્યા છે.
ચિત્ત સારથી પણ રથારૂઢ થઈ ઉધાનમાં કેશીકુમાર શ્રમણ પાસે આવ્યા. વિધિવત્ નમસ્કાર કરી પરિષદમાં બેઠા. ધર્મોપદેશ સાંભળ્યો. યથાયોગ્ય પચ્ચખાણ લઈ સહુ ચાલ્યા ગયા. ચિત્ત સારથીનું હૃદય પુલકિત બન્યું; ત્રણ વખત વંદન-નમસ્કાર કરી કહ્યું, “તે! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરું છું, રુચિ કરું છું અને તદ અનુરૂપ આચરણ કરવા તૈયાર છું. તેમણે નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા-ભકિત પ્રગટ કરતા થકાં, નિર્ગસ્થ પ્રવચનને ધારણ કરવાવાળા શ્રમણોનાં ગુણ-કીર્તન કર્યો. અને ધન્યવાદ આપ્યા. જાતને અધન્ય માનતાં થકા નિવેદન કર્યું કે- 'ભંતે! હું શ્રમણધર્મ સ્વીકારવા અસમર્થ છું, તેથી આપની પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કરવા ઇચ્છું છું'. ચિત્ત સારથીએ શ્રાવકના બાર વ્રત સ્વીકાર્યા તેમજ શ્રમણોપાસકનાં અનેક ગુણોથી સંપન્ન થયા. જિતશત્રુ રાજાએ ચિત્ત સારથીને અમૂલ્ય ભેટશું પ્રદેશ રાજાને આપવાનું નિવેદન કરી વિદાય આપી અને કહ્યું કે આપના કથન અનુસાર રાજ્યનું સંચાલન કરીશ.
વિદાય લઈ ચિત્ત સારથી પોતાના ભવનમાં આવ્યા. ત્યાર પછી પગે ચાલીને જ કેશીકુમાર શ્રમણ પાસે ગયા. વંદન–નમસ્કાર કરી ધર્મોપદેશ સાંભળ્યો. પછી વિનંતિ કરી કે – 'ભંતે! હું શ્વેતાંબિકા નગરી જઈ રહ્યો છું. કરબદ્ધ વિનંતિ કરું છું કે આપ ત્યાં પધારવાની કૃપા કરજો.'
ચિત્તની વિનંતિની ઉપેક્ષા કરતાં કેશી શ્રમણે પ્રત્યુત્તર ન આપ્યો. ચિત્તે ભાવભરી વિનંતિ કર્યે જ રાખી. ત્યારે કેશી શ્રમણે દષ્ટાંત આપી ઉત્તર આપ્યો. કે જે પ્રકારે કોઈ સુંદર, મનોહર વનખંડમાં પશુઓને દુઃખ દેવાવાળા પાપિષ્ઠ લોકો રહેતા હોય, ત્યાં વનચર પશુઓને રહેવાનો આનંદ કેમ આવે? તે પ્રકારે હે ચિત્ત! ક્વેતાંબિકા નગરી ભલે સુંદર, રમણીય હોય પણ તમારો રાજા પ્રદેશી જે રહે છે તે અધાર્મિક, અધર્મનું આચરણ કરવાવાળો અને અધર્મથી જ વૃત્તિ કરવાવાળો છે. સદા હિંસામાં આસકત, ક્રૂર, પાપકારી, ચંડ, રુદ્ર, ક્ષુદ્ર રહે છે. કૂડ-કપટ બહુલ, નિર્ગુણ, મયાર્દા રહિત, પચ્ચકખાણ રહિત, અધર્મનો જ સરદાર છે; પોતાની પ્રજાનું પણ રક્ષણ નથી કરતો યાવતું ગુરુઓનો પણ આદર-સત્કાર, વિનય-ભકિત નથી કરતો, તો તારી શ્વેતાંબિકા નગરીમાં કેવી રીતે આવું? અર્થાત્ આવવાની ઇચ્છા નથી'.