________________
આગમ-કથાઓ સૂર્યાભ વિમાનનું વર્ણનઃ સૌધર્મ નામનું પ્રથમ દેવલોક સમભૂમિથી અસંખ્ય યોજન ઉપર છે. તે દેવલોકમાં ૩ર લાખ વિમાન છે. તેની વચ્ચે પાંચ અવતંસક(મુખ્ય) વિમાન છે. (૧) અશોક અવતંસક (૨) સપ્તપર્ણ અવતંસક (૩) ચંપક અવતંસક (૪) આમ્ર અવતંસક. આ ચારે ચાર દિશામાં છે તેની વચ્ચે પ્રથમ દેવલોકના ઈન્દ્રનું સૌધર્માવલંસક વિમાન છે. આ સૌધર્મા વતંસક વિમાનની પૂર્વ દિશામાં અસંખ્ય યોજન દૂર સૂર્યાભ નામનું વિમાન છે. જે સાડા બાર લાખ યોજન લાંબુ–પહોળું છે. સૂર્યાભ વિમાનથી ૫00 યોજન દૂર ચારે દિશાઓમાં એક-એક વનખંડ છે. જે ૫00 યોજન પહોળા અને સૂર્યાભ વિમાન જેટલા લાંબા છે. તેના નામ – અશોક વન, સપ્તપર્ણ વન, ચંપક વન અને આમ્રવન છે. વનખંડમાં ઠેર ઠેર વાવડીઓ, પુષ્કરિણીઓ, કૂવા, તળાવ આદિ છે. જે વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. તેમાં ઉતરવા માટે ચારે દિશાઓમાં પગથીયા છે. તેની વચ્ચે ઠેર ઠેર નાના-મોટા પર્વત અને મંડપ છે. જ્યાં બેસવા-સૂવા માટે ભદ્રાસન છે. વનખંડમાં અનેક જગ્યાએ કદલીગૃહ, વિશ્રામગૃહ, પ્રેક્ષાગૃહ, સ્નાનગૃહ, શૃંગારગૃહ, મોહનગૃહ, જલગૃહ, ચિત્રગૃહ, આદર્શગૃહ આદિ શોભી રહ્યા છે. વિધ-વિધ લતા મંડપો છે જેમાં અનેક પ્રકારના આસન, શયનના આકારની શિલાઓ છે. ચારે વનખંડોમાં વચ્ચો વચ્ચ એક એક પ્રાસાદાવતંસક છે જેમાં પલ્યોપમની સ્થિતિવાળા એક એક દેવ રહે છે. જેના નામ – અશોક દેવ, સપ્તપર્ણ દેવ, ચંપક દેવ, આમ્ર દેવ છે. વનખંડનો અવશેષ ભૂમિ ભાગ સમતલ, સુંદર, સુખદ સ્પર્શવાળો રમણીય છે. અનેક પ્રકારના પંચરંગી મણિ, તૃણ અને તેની મધુર ધ્વનિથી સુશોભિત છે. પુણ્યફળનો ઉપભોગ કરનાર દેવ-દેવીઓ અહીં ક્રીડા કરે છે. ઉપકારિકાલયન :- સુઘર્મા સભા અને અન્ય પ્રમુખ સ્થાનોથી યુકત રાજધાની સમાન પ્રસાદમય ઘેરાયેલ ક્ષેત્રને ઉપકારિલાયન કહ્યું. છે. આ ક્ષેત્ર જંબુદ્વીપ જેવડું છે. તેની મધ્યમાં એક મુખ્ય પ્રાસાદ છે જે ૫00 યોજન ઊંચા ૨૫0 યોજન વિસ્તારવાળો છે. તેની ચારે તરફ ચાર ભવન અડધા પ્રમાણના છે, જે ચારે પણ અન્ય અર્ધ પરિમાણના ચાર ચાર ભવનોથી ઘેરાયેલા છે. તે ભવન પણ અન્ય અર્ધ પરિમાણના ચાર ભવનોથી ઘેરાયેલા છે. અર્થાત્ (૧ +૪+ ૧૬+ ૬૪)૮૫ પ્રાસાદ છે.
રેકાલયન સુર્યાભ વિમાનની વચ્ચે મધ્યમાં છે. સમભૂમિથી કંઈક ઊંચાઈ પર છે. તેમાં પ્રવેશ કરવાને માટે ચારે | દિશાઓમાં પગથિયા છે. તેની ચારે બાજુ પાવર વેદિકા રૂપ પરકોટા છે અને તેની ચારે બાજુ બે યોજનથી કંઈક ન્યૂન પહોળું વનખંડ છે. (નોંધઃ પક્ષીઓ ઉડવાની શકતિ ધરાવે છે, છતાં થોડું નજીકનાં ક્ષેત્ર માટે ચાલે પણ છે તેવીજ રીતે દેવોને પણ પગથીયાનો – સોપાનનો ઉપયોગ છે.) સુધર્મ સભાનું બાહય વર્ણન – મુખ્ય પ્રાસાદવર્તાસકના ઈશાન ખૂણામાં અનેક સ્તંભો પર બનેલી સુધર્મ સભા છે. તેની ત્રણ દિશામાં ત્રણ દ્વારા અને ત્રણ સોપાનશ્રેણી (પગથીયા) છે. પશ્ચિમમાં નથી. આ દ્વાર સોળ યોજન ઊંચા અને આઠ યોજન પહોળા છે. દ્વારની સામે મંડપ છે, મંડપની આગળ પ્રેક્ષાગૃહ છે. પ્રેક્ષાગૃહની વચ્ચે મંચ છે, મંચની વચ્ચે ચબૂતરો(મણિપીઠિકા) છે, તેની ઉપર એક એક સિંહાસન છે. તેની આસપાસ અનેક ભદ્રાસન છે. પ્રેક્ષાગૃહની સામે પણ મણિપીઠિકા છે. તેના પર સૂપ છે. સૂપની સામે મણિપીઠિકા પર ચૈત્યવૃક્ષ છે, ચૈત્યવૃક્ષની સામે ઓટલા પર માહેન્દ્ર ધ્વજ છે. અને તેની સામે નંદા નામની પુષ્કરિણી છે. સુધર્મસભાનું આવ્યંતર વર્ણન:- સુધર્મ સભાની ચારે તરફ કિનારા ઉપર ૪૮ હજાર ઘર જેવા ખુલ્લા વિભાગ છે. તેમાં ૪૮ હજાર લાંબી ખુરશીઓ સમાન આસન છે. સુધર્મ સભાની વચ્ચે ૬૦ યોજન ઊંચા માણવક ચૈત્ય સ્તંભ છે. જેના ૪૮ તળિયા અને ૪૮ પાળ છે. અર્થાત્ ૪૮ વળાંકમાં ગોળાકાર છે. જેના મધ્યભાગમાં અનેક ખીલીઓ છે જેમાં શીકા લટકી રહ્યા છે અને શીકામાં ગોળ ડબ્બીઓ છે. ડબ્બીઓમાં "જિન દાઢાઓ" છે. જે દેવો માટે અર્ચનીય એવં પૂજનીય છે. માણવક ચૈત્ય સ્તંભની પૂર્વમાં સિંહાસન અને પશ્ચિમમાં દેવશય્યા છે. દેવ શય્યાના ઈશાન ખૂણામાં માહેન્દ્ર ધ્વજ છે. મહેન્દ્ર ધ્વજની પશ્ચિમમાં આયુધ શાળા છે. આયુધ શાળાના ઈશાન ખૂણામાં સિદ્ધાયતન છે. સિદ્ધાયતનનું બાહ્ય વર્ણન સુધર્મસભાના બાહ્ય વર્ણન
છે. સિદ્ધાયતની અંદર ૧0૮ જિન પ્રતિમાઓ છે. તેની પાછળ એક છત્ર ધારક અને બાજુમાં બે ચામર ધારકની પ્રતિમાં છે. આગળ બબ્બે યક્ષ, ભૂત, નાગ આદિની મૂર્તિઓ છે. ત્યાં ૧૦૮ ઘંટડીઓ, ચંદન કળશ, થાળ, પુષ્પગંગેરી, ધૂપકડુચ્છક આદિ છે. સિદ્ધાયતનના ઈશાન ખૂણામાં અભિષેક સભા છે. તેના ઈશાન ખૂણામાં અલંકાર સભા છે. તેના ઈશાન ખૂણામાં વ્યવસાય સભા છે; તેમાં પુસ્તક રત્ન છે. જેમાં દેવોના જીતઆચાર કર્તવ્ય કલ્પ આદિ નું વર્ણન છે અને ધાર્મિક લેખ છે. વ્યવસાય સભાના ઈશાન ખૂણામાં નંદા નામની પુષ્કરિણી છે અને તેના ઈશાન ખૂણામાં વિશાળ બલીપીઠ' ચબૂતરો છે. સૂર્યાભનો જન્માભિષેક અને ક્રિયા કલાપ:- સૂર્યાભદેવ ઉપપાત સભામાં જન્મ લે છે. સામાનિક દેવોના નિવેદન અનુસાર પ્રવૃત્તિ કરવા માટે પૂર્વ દરવાજાથી નીકળી સરોવર પર આવે છે. ત્યાં સ્નાનાદિથી નિવૃત્ત થઈ અભિષેક સભામાં આવી પૂર્વ દિશા સન્મખ મુખ રાખી સિંહાસન પર બેસે છે. ત્યાં તેમનો બધા દેવ મળી જન્માભિષેક અને ઇન્દ્રાભિષેક કરે છે. અર્થાત કળશોથી સ્નાન કરાવે છે. અને વિવિધ પ્રકારે હર્ષ મનાવે છે. મંગલ શબ્દોચ્ચાર કરે છે. પછી પૂર્વ દરવાજાથી નીકળી સૂર્યાભદેવ અલંકાર શાળામાં આવી સિંહાસન પર બેસે છે. શરીરને લૂંછી, ગૌશીર્ષ ચંદનનો લેપ કરે છે. વસ્ત્ર યુગલ ધારણ કરે છે. અનેક આભૂષણ પગથી માંડી મસ્તક સુઘી ધારણ કરે છે. કલ્પવૃક્ષની જેમ સુસજિજત થાય છે. ત્યાર પછી વ્યવસાય સભામાં આવી સિંહાસન પર બેસી પુસ્તકરત્નનું અધ્યયન કરે છે. ત્યાર પછી નંદા પુષ્કરિણીમાં આવે છે. હાથ–પગનું પ્રક્ષાલન કરી પાણીની જારી અને ફૂલ લઈ સિદ્ધાયતનમાં આવે છે. વિનય ભકિત અને પૂજાવિધિ કરી ૧૦૮ મંગળ શ્લોકોથી સ્તુતિ કરે છે. ત્યાર પછી વંદન નમસ્કાર કરી મોરપીંછથી અનેકાનેક સ્થાનોનું પ્રમાર્જન, પાણીથી પ્રક્ષાલન અને ચંદનથી હાથના છાપા લગાવે છે, ધૂપ કરે છે, ફૂલ ચઢાવે છે. તે સ્થાનો આ પ્રમાણે છે – સિદ્ધાયતનનો મધ્યભાગ, દક્ષિણ દ્વાર, દ્વાર શાખા, પૂતળીઓ, વાઘ રૂપ મુખ મંડપનો મધ્ય ભાગ, મુખ મંડપનું પશ્ચિમી દ્વાર, પ્રેક્ષાઘર, મંડપના બધા ઉકત સ્થાન, ચૈત્ય સ્તૂપના બધા સ્થાન, ચૈત્ય વૃક્ષના બધા સ્થાન, મહેન્દ્ર ધ્વજના બધા સ્થાન, નંદા પુષ્કરિણીના બધા સ્થાન.