________________
jain
બતાવ્યું છે.
(૧૧) સૂર્યાભ વિમાનની સુધર્મા સભામાં જે સિદ્ધાયતન આદિનું વર્ણન છે તેમાં ૧૦૮ જિન પ્રતિમાઓનું વર્ણન છે તેને સૂર્યાભદેવે જન્મ સમયે પૂજી છે. પણ સુધર્મા સભાની બહાર સ્તૂપના વર્ણનની સાથે જે ચાર જિન પ્રતિમાઓનું કથન મૂળ પાઠમાં ઉપલબ્ધ છે તે શંકાસ્પદ છે. કારણ કે શાશ્વત દેવલોકના સ્થાનોમાં ૧૦૮ નામ વિનાની મૂર્તિઓ અંદરના ભાગમાં છે. તો પછી દરવાજાની બહારના અસંગત સ્થાનમાં, તે પણ સ્તૂપ તરફ મુખવાળી તેમજ વર્તમાન ચોવીસીના ઋષભ અને વર્ધમાન નામ વાળી છે અને ઐરાવતના પ્રથમ અને અંતિમ તીર્થંકરનું નામ પણ તેમા જોડયું છે. શાશ્વત પ્રતિમાઓમાં ચોથા આરાના ચાર તીર્થંકરોનાં નામ હોવા ખરેખર સંદેહ પૂર્ણ છે.તેથી તેની કાલ્પનિકતા અને પ્રક્ષિપ્તતા પ્રગટ થાય છે. આ ચાર પ્રતિમાઓના માપ સૂત્રમાં કહયા અનુસાર વર્તમાન ઋષભ અને વર્ધમાન તીર્થંકારના માપથી ભિન્ન છે. કારણ કે શાશ્વત સ્થાનની પ્રતિમાઓ ભિન્ન ભિન્ન અવગાહનાવાળી ન હોય. તો ઋષભ અને વર્ધમાનની અવગાહનાનો મેળ કયાં બેસે ? ઋષભદેવની ૫૦૦ ધનુષ્યની અગવાહના છે જયારે મહાવીર સ્વામીની સાત હાથની. આથી ફલિત થાય છે કે તે સ્તૂપની પાસેની ચારે પ્રતિમાઓનું વર્ણન કાલ્પનિક છે.
71
કથાસાર
(૧૨) તીર્થંકર ભગવંતો ને અને શ્રમણોને પરોક્ષ વંદન, નમોત્થણના પાઠથી કરવામાં આવે છે તે વંદન ભલેને દેવ–મનુષ્ય કરે, દેવ સભા, રાજ સભા, પૌષધશાળા કે ઘરમાં બેઠા ક૨ે. તેમજ તેઓને પ્રત્યક્ષ વંદન તિકપુત્તોના પાઠથી કરાય છે, ચાહે શ્રાવક હોય કે દેવ. સિદ્ધોને વંદન સદાય નમોત્થાંના પાઠથી જ કરવામાં આવે છે. કારણ કે તેઓ હંમેશા પરોક્ષજ હોય છે. આ નિર્ણય પ્રસ્તુત સૂત્રના પ્રસંગોથી કે અન્ય સૂત્રમાં આવેલા પ્રસંગોથી તેમ સિદ્ધ થાય છે. મોક્ષ પ્રાપ્ત તીર્થંકારોને સિદ્ધપદથી વંદન કરવામાં આવે છે.
6
‘ ઈચ્છામિ ખમાસણો’ ના પાઠથી ઉત્કૃષ્ટ વંદન ફકત પ્રતિક્રમણ વેળાએ જ કરવામાં આવે છે. અન્ય સમયમાં અથવા અન્યત્ર આ ઉત્કૃષ્ટ વિધિથી વંદન કયાંય કરવામાં આવ્યા નથી. નમોત્થણં તથા તિક્ષુતોના પાઠથી વંદન બતાવ્યા છે.
શ્રમણોને જે નમોત્થણંથી વંદન કરવામાં આવે છે તેમાં તીર્થકરોના સંપૂર્ણ ગુણોનું ઉચ્ચારણ ન કરતાં નીચે પ્રમાણે સંક્ષિપ્તમાં બોલવામાં આવે છે ‘નમોત્થણં કેસિસ્ટ કુમાર સમણમ્સ મમ ધમ્માયરિસ્ટ ધમ્મોવએસગસ્સ' અને વિશિષ્ટ જ્ઞાની ગુરુ હોય તો વંદામિણું ભંતે ! તિત્થગયું ઈહગએ, પાસઉ મે ભગવંત તિત્થગયે ઈહગયં તિકટુ વંદઈ નમંસઈ.’ એટલું અધિક બોલવું જોઈએ. ઉપકારી શ્રમણોપાસકને પણ પરોક્ષ વંદન નમોત્થણના પાઠથી કરાય છે ઔપપાતિક સૂત્રમાં 'નમોત્પુર્ણ અંબડમ્સ પરિવ્યાયગસ્સ (સમણોવાસગસ્સ) અહં ધમ્માયરિયમ્સ ધમોવએસગસ્સ.'
ઔપપાતિક સૂત્રમાં ત્રણ વખત નમોત્થણં કહેવાનું કથન છે. પ્રસ્તુત રાજપ્રશ્નીય સૂત્રમાં તથા જ્ઞાતા સૂત્રમાં બે વખત નમોત્થણું કહેવાનો પ્રસંગ છે. બે વખત સૂર્યાભે સિદ્ધ અને અરિહંત ભગવાન મહાવીર સ્વામીને. ચિત્તસારથી, પ્રદેશી રાજા તથા ધર્મરૂચિ અણગારે સિદ્ધ અને ગુરુને નમોત્થણના પાઠથી પરોક્ષ વંદન કર્યા. ત્રણ વખત નમોત્થણં કહેનારા અંબડના શિષ્યોએ સિદ્ધને, ભગવાન મહાવીરને અને ગુરુ અંબડને પરોક્ષ વંદન કર્યા છે.
(૧૩) કથારૂપ અધ્યયનોના સ્વાધ્યાય કરતાં ધ્યાન રાખવું જરૂરી છે કે તેમાંથી ગ્રહણ કરવા યોગ્ય, છોડવા યોગ્ય, જાણવા યોગ્ય, મધ્યસ્થ ભાવ રાખવા યોગ્ય એમ જુદા જુદા ઘણા વિષયો હોય છે. તે માટે સતત વિવેકબુદ્ધિથી નિર્ણય કરવો જોઈએ. રાજાઓની દિવ્ય ઋદ્ધિનું વર્ણન પણ હોય છે, રાણીઓ (સ્ત્રીઓ)ની ભોગ સામગ્રીનું વર્ણન પણ હોય છે. ધર્માચરણ, શ્રાવકાચાર તથા શ્રમણાચારનું વર્ણન પણ હોય છે, તેમજ કુસિદ્ધાંત, કુતર્કોનું તેમજ મહા અધર્મી આત્માઓની ક્રૂર પ્રવત્તિનું વર્ણન પણ હોય છે; અને જીતાચાર, લોકાચારનું વર્ણન પણ હોય છે. આવા વર્ણનોથી ચિંતનપૂર્વક આચરણીય તત્વોનો નિર્ણય લેવો જોઈએ. કથામાં વર્ણિત વ્યકિતઓમાંથી કોઈની પણ ઉપર રાગ–દ્વેષ, નિંદા અને કર્મબંધના વિચારો આવવા જોઈએ નહીં. તટસ્થ પણે રહેવાનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે ઘટના પ્રસંગો ભૂતકાળમાં થઈ ગયા છે. હવે તેના વિષયમાં સંકલ્પ, વિકલ્પ કરવા નિરર્થક છે; અને તેમ કરતાં નાહક કર્મબંધના ભાગીદાર થવાય છે.
(૧૪) જીતાચાર અથવા લોક વ્યવહાર અને ધાર્મિક આચારનું સ્થાન જુદું જુદું હોય છે. ગૃહસ્થ શ્રમણોપાસકના જીવનમાં યા દૈવિક જીવનમાં કેટલાક વ્યવહારો મર્યાદિત સીમા સુધીના હોય છે. પણ તેમના ધાર્મિક આચાર તે વ્યવહારથી જુદા વ્રત–પ્રત્યાખાન, દયા, દાન, શીલ સંતોષ, સંવર અને નિર્જરા વગેરે ધર્મરૂપ હોય છે. કોઈપણ ધર્માચરણમાં જીતાચાર યા લોક વ્યવહારને પ્રવિષ્ટ કરાવી તેની પરંપરા બનાવી દેવી અનુચિત છે. તેવી જ રીતે જીતાચારને જ ધર્માચાર બનાવી દેવો તે પણ અયોગ્ય છે. તથા જીતાચાર કે લોક વ્યવહારની વિવેકબુદ્ધિ રહિત, એકાંત ઉપેક્ષા કરવી પણ યોગ્ય નથી. તેમાં વિવેક બુદ્ધિ રાખવાની હોય છે. સામાજિક જીવનમાંથી સ્વતંત્ર થઈ, નિવૃત્ત સાધનામય જીવનકાળમાં ગૃહસ્થના જીતાચાર આદિનો પૂર્ણ ત્યાગ કરી દેવો અનઉપયુકત નથી અર્થાત્ ઉપયુકત જ કહેવાય છે. આ કારણે જ અનિવૃત ગૃહસ્થ જીવનમાં મુખ્ય ૬ આગાર હોય છે. અને નિવૃત્ત સાધનાકાળમાં શ્રાવકને તે ૬ આગારનો પણ ત્યાગ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે અનિવૃત્ત શ્રાવકના જીવનમાં જીતાચારની એકાંત ઉપેક્ષા નથી કરી શકાતી. જ્ઞાતાસૂત્રના આદર્શ શ્રમણોપાસક અર્હન્નકને શ્રધ્ધામાંથી પિશાચ રૂપ દેવ પણ વિચલિત કરી ન શકયા. તેમણે પણ યાત્રાના પ્રારંભમાં નાવની પૂજા–અર્ચા તથા મંગલ મનાવવાની પ્રવૃત્તિ કરી હતી.
સમ્યગ્દષ્ટિ ચરમ શરીરી દેવેન્દ્રો પણ તીર્થંકરોના દાહ સંસ્કાર; ભસ્મ, અસ્થિ આદિ સંબંધી કેટલીય પ્રવૃત્તિ કરે છે. ઉત્કૃષ્ટ આરાધનાથી દેવ થયેલા. સૂર્યાભ સમ્યક્દષ્ટિ હોવા છતાં વિમાનના નાના—મોટા અનેક સ્થાનની પૂજા કરી હતી. જે પ્રસ્તુત સૂત્રમાં સ્પષ્ટ પણે વર્ણવવામાં આવ્યું છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે જીતાચારને જીતાચાર જ માનવો. તેને ધર્માચરણ ન માનતાં આવશ્યકતા અનુસાર સ્વીકાર કરવું, જીતાચાર પોત–પોતાની સીમા સુધી જ મર્યાદિત હોય છે.
(૧૫) શ્રમણોએ કોઈપણ પ્રકારના નાટક, વાંજીત્ર આદિ દર્શનીય દશ્યોને જોવાનો સંકલ્પ પણ ન કરવો. આ પ્રમાણેનો નિષેધ