________________
70
આગમ-કથાઓ | (૨) કેશી શ્રમણનો ઉપદેશ સૂર્યકાંતા મહારાણીએ પણ સાંભળ્યો હતો. તે રાજા જેવી પાપિષ્ઠ નહોતી, રાજાને પ્રિયકારી હતી,
તેથી પુત્રનું નામ માતાના નામ ઉપરથી સૂર્યકાંત રાખવામાં આવ્યું હતું. છતાં રાજાના પૂવના નિકાચિત કર્મ ઉદયમાં આવતાં રાણીને કુમતિ સુઝી. જીવ અજ્ઞાન દશામાં કોઈ ઉતાવળું કાર્ય કરી બેસે છે, જેનાથી તેને કોઈ લાભ થતો નથી. છતાં ફકત ઉત્પન્ન થયેલ સંકલ્પોને પૂર્ણ કરવા દત્તચિત્ત બની જાય છે. આ પણ જીવની અજ્ઞાનદશા છે. અંતે અપયશ મેળવી આ ભવ-પરભવને બગાડી દુઃખની પરંપરાનું સર્જન કરે છે.
| સમ્યક સમજણ આવ્યા પછી રાજા હોય કે પ્રધાન શ્રાવકના બાર વ્રત ધારણ કરવામાં કોઈને તકલીફ પડતી નથી. તેથી ધર્મપ્રેમી કોઈપણ આત્મા સંયમ સ્વીકાર નથી કરી શકતા તેમણે શ્રાવકવ્રત ધારણ કરવામાં આળસ, પ્રમાદ, લાપરવાહી કે ઉપેક્ષાવૃતિ ન રાખવી જોઈએ. દા.ત. ચિત્ત સારથી અન્ય રાજ્યમાં રાજ્ય વ્યવસ્થા માટે ગયો હોવા છતાં ત્યાં બારવ્રતધારી બન્યો. પરદેશી રાજા અશ્વ પરીક્ષાર્થે નીકળ્યા હોવા છતાં મુનિના સત્સંગથી બારવ્રતધારી શ્રાવક બન્યા. આજે વર્ષોથી ધર્મ કરતા માણસો બાર વ્રત ધારી નથી બની શકતા. તેમણે આ સૂત્રમાંથી પ્રેરણા મેળવી વ્રતધારી શ્રાવક બનવું જોઈએ. આધ્યાત્મ ભાવની સાથે સાથે ગૃહસ્થ જીવનમાં અનુકંપા દાન અને માનવસેવાને સ્થાન આપવું જોઈએ. પ્રદેશી શ્રમણોપાસકને કેશી શ્રમણે ' રમણીક' રહેવાની પ્રેરણા આપી હતી. તેના ફળ સ્વરૂપે રાજાએ દાનશાળા ખોલી. અનેકાંતમય આ નિગ્રંથ પ્રવચન એક ચક્ષુથી નથી ચાલતું. ઉભય ચક્ષુ પ્રવર્તક છે. કેટલાક ફકત માનવસેવાને જ ધર્મ માને છે, વ્રત નિયમની ઉપેક્ષા કરે છે. તો કેટલાક શ્રાવક આધ્યાત્મ ધર્મમાં આગળ વધે છે પણ સંપજા હોવા છતાં દયા, દાન, માનવસેવા, ઉદારતાના ભાવોની ઉપેક્ષા કરે છે. તે બધાની ગૃહસ્થ જીવનની સાધના એક ચક્ષુભૂત સમજવી. તેઓ છતી શકિતએ ધર્મની પ્રભાવના કરી શકતા નથી આ પ્રમાણે આ સૂત્રના અંતિમ પ્રકરણથી શ્રાવકોએ ઉભય ચક્ષુ બનવાની પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ. અર્થાત્
અધ્યાત્મધર્મની સાધનાની સાથે છતી શકિતએ અનુકંપા દાન આદિની ઉપેક્ષા ન કરવી જોઈએ. (૫) શ્રમણ વર્ગે કેશીશ્રમણની આ ચર્ચાથી અનુપમ પ્રેરણા લેવી જોઈએ કે દુરાગ્રહી પ્રશ્નકર્તાઓને પણ સંતોષ આપી શકાય છે.
આવા પ્રકરણોનું વારંવાર સ્વાધ્યાય, મનન કરવાથી બુદ્ધિ અને તર્કશકિતનો વિકાસ થાય છે. (૬) કેવળજ્ઞાની ભગવંતો પણ અંતિમ સમયે ઘણા દિવસોનો સંથારો કરે છે તે પ્રદેશના ભવિષ્યના ભવ દઢપ્રતિજ્ઞના વર્ણનથી
સ્પષ્ટ થાય છે. (૭) કથાનકોમાં પ્રદેશી રાજાએ છઠના પારણે છઠની ૪૦ દિવસની શ્રમણોપાસકની પર્યાયમાં આરાધના કરી છે તેમ વર્ણવ્યું છે, પણ આ સૂત્રમાં તે ઉપલબ્ધ નથી. રાણીએ છઠનાં પારણા માં ઝેર આપ્યું હોય એ પણ શકય છે.
આ બધા તારા રૂપો પણ છે. કથામાં ઉપસ્થિત જીવાત્માઓમાં મારો આત્મા છે, તમારો આત્મા પણ છે, આજ સુધી અનંત ભવભ્રમણ કરતાં જીવ હજી સિધ્ધ ગતિ નથી પામ્યો. અને આજથી પૂર્વે જીવે અનંત ભવ કર્યા તેથી આમાંના સઘડા ભવ જીવે કર્યા. તેથી તે જીવો પ્રત્યે આત્મભાવમાં ધૃણા ન લાવતાં, કરુણા ભાવ રાખવો. નાગેશ્વરી કે ગોશાલક જ્વા જીવો પ્રત્યે પણ ઘાભાવ ન રાખવો, કે ન તેમનાં ભવભમકાનું વાંચન કરતાં, ન્યાય થયો એમ જાણવું. પરંતુ જીવોની આ પણ એક દશા છે. એમ જારી કરુણાભાવ રાખવો. કારણકે હે જીવ તે જીવાત્મા તું પોતે પણ છે. તેથી હવે તું પોતાના પર ઉપકાર કર, દયા કર અને ફરી આવા ભવ ભ્રમણ ન કરવા પડે તે માટે પ્રયત્ન કર. (૮) પાપકર્મોનો ઉદય થતાં પોતાના પણ પરાયા થઈ જાય છે. તેથી સંસારમાં કોઈની પણ સાથે મોહ રાખવો નહિ. નિમ્પ્રયોજન
અહિત કે પ્રાણઘાત કરનાર ઉપર પણ દ્વેષ કરવો નહિ. સમભાવ રાખવામાં કંઈ અહિત થતું નથી. આ પ્રકારે વર્તવાથી જ પ્રદેશીએ ધર્મ આરાધના કરી દેવભવની પ્રાપ્તિ કરી. તેમજ સંસાર ભ્રમણથી મુકત થવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. એક કવિના શબ્દોમાં કહીએ તો – જહર દિયા મહારાણીને, રાજા પરદેશી પી ગયા,- વિઘટન પાપકા કિયા, રોષ કો નિવારા હૈ
વિપદાઓ કે માધ્યમ સે, કર્મોના કિનારા હૈ – ડરના ભી કયા કષ્ટોસે, મહાપુરૂષોકા નારા હૈ. (૯) આત્મા આદિ અરૂપી તત્વોને શ્રદ્ધાથી સમજી સ્વીકારવા જોઈએ. સૂક્ષ્મતમ તત્વો માટે પ્રત્યક્ષ પ્રમાણનો આગ્રહ ન રાખવો
જોઈએ. તર્ક અગોચર વિષયોનો પણ શ્રદ્ધાથી સ્વીકાર કરવો જોઈએ. પરંપરાગત રૂઢીઓને પણ સાચી સમજણ મેળવ્યા પછી છોડી દેવી જોઈએ. પછી ગમે તેવી પરંપરા હોય, સિદ્ધાંતનું રૂપ લઈ ચૂક્યા હોય, આચારનો કે ઇતિહાસનો વિષય હોય તો પણ જો તે અસત્ય,કલ્પિત, અનઆગમિક, અસંગત હોય તો તે પરંપરાનો દુરાગ્રહ ન રાખવો. બલ્ક સત્ય બુદ્ધિથી નિર્ણય લીધા બાદ પરિવર્તન કરવામાં જરા પણ હિચકિચાટ ન થવો જોઈએ. આ પ્રેરણા કેશી સ્વામીએ પ્રદેશ રાજાને લોહ વણિકના
દષ્ટાંત દ્વારા આપી હતી. અને પ્રદેશીએ તેનો સ્વીકાર પણ કર્યો હતો. (૧૦) પ્રદેશ રાજા અને ચિત્ત સારથીના ધાર્મિક શ્રમણોપાસક જીવનના વર્ણનમાં મુનિ દર્શન, સેવા ભકિત, વ્યાખ્યાન શ્રવણ, પાંચ
અભિગમ,વંદન વિધિ ક્ષેત્ર સ્પર્શના કરવાની વિનંતિ, સાધુની ભાષામાં સ્વીકૃતિ, શ્રાવક વ્રત ધારવા, પૌષધ સ્વીકાર, શ્રમણ નિગ્રંથો સાથેનો વ્યવહાર, દૂર ક્ષેત્રમાં વિચરતા શ્રમણોને વંદના, ઉધાનમાં પધારવા છતાં પ્રથમ ઘરમાંજ વંદન વિધિ, અનશન ગ્રહણ આદિ ધાર્મિક કૃત્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. જે શ્રાવકોના શ્રેષ્ઠ આચારો છે. સાથે જ જનસેવાની ભાવનામય રાજયની આવકનો ચોથો ભાગ દાનશાળા માટે વાપરવા રૂપ આચરણને ધાર્મિક જીવનનું મહત્વશીલ અંગ