________________
jain
કથાસાર રાજા – ભંતે! આપે જે કંઈ સમજાવ્યું છે તે બધું ઠીક પણ મારા પૂર્વજો એટલે કે બાપ-દાદાના વખતથી ચાલ્યો આવતો આ ધર્મ કેમ છોડું? કેશી :- હે રાજન! તમે લોહ વણિકની જેમ હઠીલા ન બનો. નહિતર તેની જેમ પસ્તાવુ પડશે.યથા – એકદા કેટલાક વણિકો ધન કમાવાની ઇચ્છાથી યાત્રાર્થે નીકળ્યા. મોટા જંગલમાં આવ્યા ત્યાં કોઈ એક સ્થાને લોખંડની ખાણ જોઈ. બધાએ વિચાર વિમર્શ કરી લોખંડના ભારા બાંધ્યા. આગળ જતાં સીસાની ખાણ આવી. બધાએ વિચારી લોખંડ છોડી સીસાના ભારા બાંધ્યા. એક વણિકને અનેક રીતે સમજાવવા છતાં તેણે એમ જ કહ્યું કે આટલે દૂરથી મહેનત કરી વજન ઉપાડયું હવે તેને કેમ છોડાય?
આગળ જતાં ત્રાંબાની, પછી ચાંદીની, ત્યાર પછી સોનાની, રત્નની અને અંતે હીરાની ખાણો આવી. બધા વણિકોએ અગાઉની વસ્તુનો ત્યાગ કરી હીરા ભરી પુનઃ ઘર તરફ જવાની તૈયારી કરી. પણ પેલા વણિકે પોતાની જીદ અને અભિમાનમાં લોખંડ છોડ્યું નહિ અને હીરા લીધા જ નહિ.
નગરમાં આવ્યા પછી બધા વણિકોએ હીરા વેચી અખૂટ ધન સંપતિ પ્રાપ્ત કરી. વિશાળ સંપતિના માલિક બનીને સમય પસાર કરવા લાગ્યા. પરંતુ લોહ વણિક ફકત લોઢાના મૂલ્ય જેટલું ધન મેળવી પૂર્વવત્ જીવન જીવવા લાગ્યો અને તેના સાથીઓના
ને જોઈ પારાવાર પશ્ચાતાપ કરવા લાગ્યો. વણિક હોવા છતાં હાનિ-લાભ, સત્યઅસત્યનો વિચાર ન કર્યો. પૂર્વાગ્રહમાં રહી પશ્ચાતાપ મેળવ્યો, તેમ હે રાજન્ ! તું બુદ્ધિમાન થઈ, જાણતો હોવા છતાં સત્યઅસત્યનો નિર્ણય કરી સત્યનો સ્વીકાર નથી કરતો, તો તારી દશા લોહ વણિક જેવી જ થશે. રાજાનું પરિવર્તન - કેશીકુમાર શ્રમણના નિર્ભીક અને સચોટ વાકયોથી તથા તર્ક સંગત દષ્ટાંતોથી પ્રદેશ રાજાના જીવનમાં પરિવર્તન આવ્યું. ચિત્ત સારથીનો પુરૂષાર્થ સફળ થયો. રાજાએ વંદન નમસ્કાર કરી મુનિને કહ્યું – ભંતે! હું લોહ વણિક જેવું નહીં કરું કે જેથી મારે પસ્તાવું પડે. હું તમારી પાસે ધર્મશ્રવણ કરવા ઇચ્છું છું.
કેશી શ્રમણે સમય ઉચિત ધર્મ ઉપદેશ આપ્યો. જેથી પ્રદેશ રાજા વ્રતધારી શ્રમણોપાસક બન્યા. બીજે દિવસે સંપૂર્ણ પરિવાર સહિત રાજસી વૈભવ સહિત ઠાઠમાઠ પૂર્વક દર્શનાર્થે આવ્યા. પાંચ પ્રકારના અભિગમ સહિત તેમના અવગ્રહમાં પ્રવેશ કર્યો. | વિધિયુકત વંદન નમસ્કાર કર્યા. અગાઉ કરેલ અવિનય, અશાતનાની ક્ષમા યાચના કરી. ઉપદેશ સાંભળવા વિશાળ પરિષદ સાથે કેશી શ્રમણ સમક્ષ બેસી ગયા. કેશી શ્રમણે પરિષદને લક્ષ્યમાં રાખી ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળી પરિષદ વિસર્જિત થઈ.
કેશી શ્રમણે રાજાને સંબોધિત કરી કંઈક ભલામણ રૂપે શિક્ષા વચનો કહ્યા -
હે પ્રદેશી! જેવી રીતે ઉદ્યાન, ઈક્ષનું ખેતર, નૃત્ય શાળા આદિ કયારેક રમણીય હોય છે તો કયારેક અરમણીય પણ બની જાય છે. તેમ તું ધર્મની અપેક્ષાએ રમણીય બની પુનઃ કયારેય અરમણીય બનતો નહીં. રાજા :- ભંતે! હું શ્વેતાંબિકા સહિત સાત હજાર ગામ નગરોને ચાર વિભાગમાં વિભકત કરીશ. યથા (૧) રાજય વ્યવસ્થા માટે (૨) ભંડાર માટે (૩) અંતઃપુર માટે અને (૪) દાન શાળા માટે. દાનશાળાની વ્યવસ્થા માટે સુંદર કુટાકાર શાળા તથા નોકરોને નિયુકત કરીશ જેમાં સદા ગરીબોને તથા અન્ય વાચકો અને ભિક્ષાચરોને ભોજન આદિની સુંદર વ્યવસ્થા રહેશે. તદુપરાંત હું પણ વ્રત, પચ્ચકખાણ અને પૌષધ કરતો ઉત્તરોત્તર ધર્મ આરાધનામાં અભિવૃદ્ધિ કરીશ.
આ પ્રકારે પ્રદેશીએ દ્રવ્ય અને ભાવથી જીવન પરિવર્તન કર્યું. ધર્માચરણમાં તેની રુચિ કેન્દ્રિત થઈ ગઈ. રાજ્ય વ્યવસ્થાની લગન ઘટી ગઈ. યુવરાજ સૂર્યકાંત રાજ્ય વ્યવસ્થા સંભાળવા લાગ્યો. ભવિતવ્યતા વશ પ્રદેશનું ધર્મયુકત જીવન રાણી સૂર્યકાંતા સહી ન શકી. તેની દષ્ટિમાં રાજા વાસનાથી વૈરાગી – ધર્મઘેલા બની ગયા હોય તેવું લાગ્યું. અનેક વિકલ્પોથી ઘેરાઈ ગઈ. ત્યાં સુધી વિચાર્યું કે રાજાને ઝેર દઈ મારી નાખવા. પોતાની અધીરાઈને રોકી ન શકી. પોતાના કુત્સિત વિચારો સૂર્યકાંતકુમાર પાસે રજૂ કર્યા. સૂર્યકાંત કુમારે તેની હળાહળ ઉપેક્ષા કરી તેથી રાણીને લાગ્યું કે કદાચ કુમાર મારા વિચારો રાજા પાસે રજુ કરી ન દે..!
અવસર જોઈ રાજાને ભોજનનું નિમંત્રણ આપી વિષમય આસન, શય્યા, વસ્ત્ર, આભૂષણ અને આહાર-પાણી બનાવ્યા. યથાસમયે પ્રદેશને વિષયુકત ભોજન આપ્યું. તેનો ભોગ ઉપભોગ કરતા જ રાજાને બેચેની થવા માંડી, વિષનો પ્રભાવ વધવા માંડયો. રાજાને સમજતાં વાર ન લાગી. તે ત્યાંથી ઉઠયા. પૂર્ણ શાંતિ અને સમભાવના સાથે કર્મનો ઉદય અને ભવિતવ્યતાનો વિચાર કરી સૂર્યકાંતા પ્રત્યે બિલકુલ દ્વેષ ન કરતાં ધીરે ધીરે ચાલતાં પૌષઘશાળામાં પહોચી ગયા.
ઘાસના સંથારે પથંકાસને બેસી વિધિવત્ ભકતપ્રત્યાખ્યાન સંથારો કર્યો. પ્રથમ નમોત્થણે સિદ્ધ પરમાત્માને અને બીજું નમોત્થણે ધર્મગુરુ ધર્માચાર્ય કેશી શ્રમણને આપ્યું અને ઉચ્ચારણ કર્યું કે હે ભંતે! આપ ત્યાં બેઠા મને જોઈ – જાણી શકો છો હું આપને વંદન નમસ્કાર કરું છું. ત્યાર પછી અઢાર પાપ અને ચાર આહારનો ત્યાગ કર્યો. શરીરના મમત્વનો ત્યાગ કર્યો, શરીરને વોસિરાવી દીધું. વિષનું પરિણમન વૃદ્ધિગત થતાં પ્રગાઢ વેદના પ્રજવલિત થઈ પરંતુ પરીક્ષાના સમયે સમભાવને ન ચૂકતા પ્રદેશ રાજ આયુષ્ય પૂર્ણ કરી, ધર્મના આરાધક બની સૂર્યાભ દેવ બન્યા.
- આ પ્રકારે અમાવસ્યાથી પૂનમ તરફ આવીને એટલે કે નાસ્તિકમાંથી આસ્તિક બની, દિવ્ય દેવાનુભવ તથા ઐશ્વર્યને પ્રાપ્ત કર્યા. દેવભવની ચાર પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, રાજ ઋદ્ધિનો ત્યાગ કરી બાળ બ્રહ્મચારી દઢ પ્રતિજ્ઞા નામના શ્રમણ થશે. ઘણા વર્ષોની કેવલી પ્રવજ્યા પાળી અંતિમ દિવસોમાં અનશન કરી નિર્વાણ પ્રાપ્ત કરશે. ભવચક્રથી મુકત થઈ જશે. શિક્ષા એવં જ્ઞાતવ્ય:(૧) ધૃણા પાપસે હો પાપીસે નહીં કભી લવલેશ – ભૂલ સુજા કર સત્ય માર્ગ પે, કરો યહી યત્નશ.
મણના અનપમ આદર્શથી એક દુરાગ્રહી, પાપિષ્ઠ માણસ જેના હાથ લોહીથી રંગાયેલા રહેતા હતા, તેવી ઉપમા સૂત્રમાં જેને આપવામાં આવી છે, તે એક વખત સંત સમાગમ થતાં, વિશદ ચર્ચા કરતાં, દઢધર્મી બન્યો.