________________
આગમ-કથાઓ
12 આચારાંગ સૂત્રમાં છે તથા તેનું પ્રાયશ્ચિત નિશીથ સૂત્રમાં વર્ણવ્યું છે.
સાધુએ વિવેકથી આચારનું પાલન કરવું જોઈએ. તેમ છતાં કોઈ વ્યકિત આગ્રહ ભાવે સાધુની આજ્ઞા સ્વીકારવાનો વિકલ્પ ન રાખે તો તેવા આગ્રહી ભાવવાળા સાથે તિરસ્કાર વૃત્તિ કે દંડનીતિ ન અપનાવતાં ઉપેક્ષા ભાવ રાખી તટસ્થ રહેવું હિતાવહ છે. જેમ કે સૂર્યાભે ગૌતમ આદિ અણગારની સમક્ષ પોતાની ત્રદ્ધિ બતાવવાનું વિચાર્યું, પ્રભુએ સ્વીકૃતિ ન દેતાં મૌન ધાર્યું, નિષેધ કે તિરસ્કાર ન કર્યો તેમજ અસદ્ વ્યવહાર પણ ન કર્યો. સ્વીકૃતિ વિના જ સૂર્યાભે પોતાના નિર્ણય અનુસાર નાટક દેખાવ્યા જ. આવા પ્રસંગો ઉપસ્થિત થતાં યોગ્ય લાગે તો ઉપદેશ આપવો, શ્રાવક–સાધુના આચારો જણાવી સૂચન કરવું; છતાં ય નિરર્થક લાગે તો ઉપેક્ષા રાખવી; પણ જોહુકમી, તિરસ્કાર, બહિષ્કાર કે દુર્વ્યવહાર વગેરે ન જ કરવા અને તેવા વ્યવહારોની પ્રેરણા કે અનુમોદના પણ ન કરવી.ધર્મ આત્માના પરિણામો ઉપર આધાર રાખે છે. બીજા ઉપર બળજબરી કરી જાતને ધર્મી દેખાડવી યોગ્ય નથી. ઉપસંહાર :- આ પ્રકારે અનેક શિક્ષાઓ, પ્રેરણાઓથી પરિપૂર્ણ આ સૂત્ર છે. જે અનુભવ અને શ્રદ્ધાને પુષ્ટ કરે છે. તેથી આ અધ્યયનના મનનથી યથોચિત આત્મવિકાસને પ્રાપ્ત કરવો જોઈએ.
ઉપાંગ (નિરયાવલિકા વર્ગ પંચક) સૂત્ર પરિચય – આ આગમ બાર અંગસૂત્રોથી ભિન્ન અંગ બાહ્ય કાલિક સૂત્ર છે. આ સૂત્રનું નામ 'ઉપાંગ સૂત્ર છે, જે તેની પ્રારંભિક ભૂમિકાના મૂળ પાઠથી જ સ્પષ્ટ સિદ્ધ થાય છે. યથા (સમણેણં જાવ સંપતાણ ઉવંગાણે પંચ વગા પન્નતા, તંજહા નિરયાવલિયાઓ જાવ વહિદસાઓ,) છતાં પણ કાળક્રમથી તેનું નામ 'નિરયાવલિકા' પ્રસિદ્ધ થયું છે. તદુપરાંત એક સૂત્રના પાંચ વર્ગને પાંચ સૂત્ર તરીકે સ્વીકારી લેવામાં આવ્યા છે. હકીકતમાં આ "ઉપાંગસૂત્ર" નામનું આગમ છે. તેની રચના કયારે થઈ, કોણે કરી તે અજ્ઞાત છે. છતાં પણ તેના રચયિતા પૂર્વધર બહુશ્રુત છે, તે નિઃસંદેહ છે. કારણકે નંદીસૂત્રની આગમ સૂચિમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઉપાંગસૂત્ર' નું એક જ શ્રુતસ્કંધ છે. તેના પાંચ વર્ગ છે. પાંચ વર્ગના કુલ બાવન અધ્યયન છે. પાંચે વર્ગના નામનું સ્પષ્ટીકરણ કરતાં પ્રારંભની ઉત્થાનિકામાં તેના જે નામો કહ્યા છે તે વર્ગના નામને જ સૂત્ર કહેવામાં આવ્યા છે. પરંપરાએ લિપિકાળમાં આ કથનનો પ્રભાવ આ સૂત્રના અંતિમ પ્રશસ્તિ વાકયમાં અને નંદીસૂત્રમાં પણ પડયો છે. તો પણ આ પાંચ વર્ગ આગમ માન્ય અને સર્વમાન્ય તત્વ છે. વર્ગ કોઈ એક સૂત્રના હોય છે. તેથી ઉપાંગસૂત્ર નામનું આ એક જ આગમ છે. નિરયાવલિકા આદિ તેના પાંચ વર્ગ છે, તે ધ્રુવ સત્ય છે. પ્રામાણિક ઉદાહરણ માટે આ સૂત્રના પ્રારંભિક મૂળપાઠને જુઓ. તે અંતગડસૂત્રના પ્રારંભિક પાઠ સમાન જ છે. જે રીતે અંતગડદશામાં પૃચ્છા કરી આઠ વર્ગ કહ્યા છે તે જ રીતે આ સુત્રના પ્રારંભમાં ઉપાંગસૂત્રની પૃચ્છા કરી તેના પાંચ વર્ગ કહ્યા છે. સાર– નિરયાવલિકા વર્ગ પંચક એક સૂત્ર છે. તેનું વાસ્તવિક નામ "ઉપાંગસૂત્ર" છે. અંતગડસૂત્રના આઠ વર્ગ અને નેવુ અધ્યયનની સમાન જ નિરયાવલિકા આદિ તેના પાંચ વર્ગ તથા બાવન અધ્યયન છે. આ સૂત્ર કથા અને ઘટના પ્રધાન છે. કથાઓના માધ્યમે આલોક-પરલોક, નરક-સ્વર્ગ, કર્મ સિદ્ધાંત, સાંસારિક મનોદશા અને દુર્ગતિ, વૈરાગ્ય અને મુકિત, રાજનીતિ અને તત્કાલીન ઐતિહાસિક તત્વોને સમજાવવામાં આવ્યા છે.
પ્રથમ વર્ગ–નિરયાવલિકા (કપ્રિય) આ વર્ગમાં દસ અધ્યયન છે; જેમાં દસ જીવોનું નરકમાં જવાનું વર્ણન છે. તેથી આ વર્ગનું નામ નિરયાવલિકા છે. કથા વર્ણન – પ્રાચિન કાળમાં રાજગૃહી નામની નગરી હતી. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. શ્રેણિક રાજાને ચેલણા, નંદા આદિ તેર તથા કાલિ આદિ દસ એમ અનેક રાણીઓ હતી. ચેલણા રાણીને કોણિક, વેહલ્લ આદિ પુત્ર હતા. નન્દાને અભયકુમાર નામનો પુત્ર હતો, તેમજ કાલી આદિ દસ રાણીઓને કાલકુમાર આદિ દસ પુત્ર હતા. કોણિકનો જન્મ – એકદા રાણી ચેલણાએ સિંહનું સ્વપ્ન જોયું. જાગૃત થઈ તેણીએ રાજાને સ્વપ્નનું નિવેદન કર્યું. રાજાએ સ્વપ્ન પાઠકોને પૂછીને જાણ્યું કે કોઈ તેજસ્વી જીવ ગર્ભમાં આવ્યો છે. ગર્ભકાળના ત્રણ મહિના વીત્યા બાદ ચેલણાને ગર્ભના પ્રભાવે શ્રેણિક રાજાના કલેજાનું માંસ ખાવાનો દોહદ(સંકલ્પ) થયો. અભયકુમારનાં બુદ્ધિના બળે દોહદ પૂર્ણ કરવામાં આવ્યો.
બે ગર્ભ નષ્ટ કરવાના અનેક પ્રયત્નો કર્યા કિન્ત બધાજ નિષ્ફળ ગયા. ગર્ભકાળના નવ મહિના પૂર્ણ થતાં જ પુત્રનો જન્મ થયો. રાણીએ દાસી દ્વારા તેને ઉકરડા ઉપર નખાવી દીધો. ત્યાં કુકડાએ બાળકની આંગળીને કરડી ખાધી. તેથી આંગળીમાંથી લોહી અને પરુ વહેવા લાગ્યા. શ્રેણિકને આ ઘટનાની જાણકારી મળતાં તત્કાળ તે બાળક પાસે ગયા. રાજા સ્વયં બાળકને લઈ આવ્યા અને રાણીને આક્રોશભર્યા શબ્દોથી ઉપાલંભ દેતાં બાળકની સાર-સંભાળ લેવાનો આદેશ કર્યો. બારમે દિવસે તે રાજકુમારનું નામ કુણિક (કોણિક) રાખવામાં આવ્યું. યુવાવસ્થામાં કુણિકકુમારના પદ્માવતી આદિ આઠ રાજકન્યાઓની સાથે લગ્ન થયા.ચેલણારાણીને વિહલ્લકુમાર નામના પુત્ર પણ હતો. એકદા શ્રેણિક રાજાએ પ્રસન્ન થઈ સેચનક હાથી અને અઢાર સરો હાર વિહલ્લકુમારને ભેટ આપ્યા. શ્રેણિકના અશુભ કર્મોદય:- કાલી આદિ રાણીઓ દ્વારા કાલકુમાર આદિ દસ પુત્રો ઉત્પન થયા. એક વખત કુણિકે કાલકુમાર આદિ દસ ભાઈઓ સમક્ષ પ્રસ્તાવ મુકયો કે 'શ્રેણિકને બાંધી જેલમાં પૂરી દો અને રાજ્યના અગિયાર ભાગ કરી આપણે બધા રાજ્યશ્રીનો ઉપભોગ કરીએ.' કાલકુમાર આદિએ તેનો સ્વીકાર કર્યો. તક જોઈને શ્રેણિકને કારાગૃહમાં બંધનગ્રસ્ત કર્યા અને કોણિક સ્વયં રાજા બની ગયો. ત્યાર પછી કોણિક ચેલણામાતાના ચરણ સ્પર્શ કરવા ગયો. માતાને અપ્રસન્ન જોઈ તેનું કારણ પૂછતાં કોણિકના જન્મની વિસ્તૃત