________________
jain
73.
કથાસાર ઘટના બતાવતાં માતાએ કહ્યું કે 'પિતાને તારી ઉપર અપાર સ્નેહ હતો. તેઓએ તને ઉકરડા ઉપરથી ઉઠાવી તારી પાકેલી આંગળીનું લોહી–પરુ ચૂસી તારી વેદના શાંત કરી હતી. હે પુત્ર! આવા પરમ ઉપકારી પિતાને બંધનગ્રસ્ત કરવાનું તારા માટે યોગ્ય નથી." માતા દ્વારા પોતાનો પૂર્વ વૃતાંત સાંભળી કોણિકને પોતાની ભૂલનો ખેદ થયો. પિતાને બંધનમુકત કરવા સ્વયં કુહાડી લઈને દોડ્યો. કુહાડી લઈને આવતો જોઈ શ્રેણિકે વિચાર્યું કે કોણિક મને મારવા માટે જ આવી રહ્યો છે. પુત્રના હાથે મરવા કરતાં જાતે જ મરી જવું જોઈએ એવું વિચારી વીટીમાં રહેલું તાલપુટ(સાઈનાઈડ) ઝેર મુખમાં નાંખી પ્રાણ ત્યાગ કર્યો. આ ઘટના બાદ કુણિક ખૂબ શોકાકુલ થયો અને અંતે મનને શાંત કરવા રાજગૃહી નગરી છોડી ચંપાનગરીમાં પરિવાર સહિત રહેવા ગયો. તેણે રાજ્યના અગિયાર ભાગ કર્યા. કાલકુમાર આદિ દસ ભાઈ અને કુણિક રાજા રાજ્યશ્રીને ભોગવવા લાગ્યા. હાર હાથી માટે નરસંહાર:- કોણિકના સગા ભાઈ વિહલકુમાર પોતાની રાણીઓના પરિવાર સહિત હાર અને હાથી દ્વારા અનેક પ્રકારે સુખોપભોગ કરતાં આનંદનો અનુભવ કરતાં ચંપાનગરીમાં રહેતા હતા. એક વખત મહારાણી પદ્માવતીએ પોતાના પતિ કુણિકને કહ્યું કે હાર અને હાથી તો તમારી પાસે હોવા જોઈએ. રાણીના અતિઆગ્રહથી કુણિકે ભાઈ પાસે હાર અને હાથી માંગ્યા. વિહલ્લકુમારે તેના બદલામાં અર્ધ રાજય માંગ્યું. કોણિકે તેનો અસ્વિકાર કર્યો અને હાર હાથી આપવા માટે વારંવાર આગ્રહ ચાલુ રાખ્યો. આવી પરિસ્થિતિ સર્જાતા વિહલ્લકુમારે પોતાના નાના(માતાનાપિતા) ચેડા રાજાની પાસે વૈશાલી નગરીએ જવાનું વિચાર્યું અને તક શોધી નીકળી પડયા. નાનાની પાસે પહોંચી તમામ પરિસ્થિતિથી વાકેફ કર્યા. મહારાજા ચેડા અઢાર ગણરાજાઓના પ્રમુખ હતા. બધા રાજાઓને બોલાવી મંત્રણા કરી નિર્ણય લીધો કે શરણાગતની રક્ષા કરવી. કોણિકે હાર-હાથીનો આગ્રહ ન છોડયો, પરિણામે બન્ને પક્ષમાં યુદ્ધની તૈયારી થવા લાગી. મહારાજા ચેડા ભગવાન મહાવીરના પરમ ઉપાસક હતા. તેમણે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા હતા. તેમનું બાણ અમોઘ હતું, કયારેય નિષ્ફળ ન જતું. કાલકુમાર આદિ દસે ભાઈ કોણિકની સાથે યુદ્ધમાં આવ્યા. યુદ્ધનો પ્રારંભ થયો. દસ દિવસમાં દસે ભાઈ સેનાપતિ બન્યા અને ચેડા રાજાના અમોઘ બાણથી માર્યા ગયા. તે ઉપરાંત યુદ્ધમાં અન્ય લાખો મનુષ્ય મૃત્યુ પામ્યા. માતાઓની મકિત :- જ સમયે ભગવાન મહાવીર સ્વામી વિચરતાં વિચરતાં ચંપા નગરીમાં પધાર્યા. કાલકમાર આદિ દસે કુમારની માતાઓ ભગવાનના દર્શનાર્થે ગઈ. ઉપદેશ સાંભળ્યા પછી એક પછી એક દસેય રાણીઓએ પ્રશ્ન કર્યો કે – 'મારો પુત્ર યુદ્ધ કરવા ગયો છે, હે ભગવન્! હું તેને જીવિત જોઈ શકીશ કે નહિ? પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે – 'તમારો પુત્ર ચેડા રાજા દ્વારા માર્યો ગયો છે માટે તમે તેમને જીવતાં જોઈ નહિ શકો.' ત્યાર પછી વૈરાગ્ય ભાવથી ભાવિત થઈ દસે રાણીઓએ દીક્ષા અંગીકાર કરી અને તે જ ભવમાં સંપૂર્ણ કર્મક્ષય કરી શિવપદને પ્રાપ્ત કર્યું. કાલકુમારાદિનું ભવિષ્ય – ગૌતમ ગણધરે પ્રશ્ન પૂછયો – હે ભગવંત! કાલકુમાર મૃત્યુ પામી કયાં ઉત્પન્ન થશે? ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે કાલકુમાર યુદ્ધમાં મૃત્યુ પામી ચોથી નરકમાં ઉત્પન્ન થયા છે. ત્યાં દસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં સંયમ સ્વીકારી સંપૂર્ણ કર્મક્ષય કરી મુકિત પામશે. આ પ્રકારે દસે ભાઈઓ યુદ્ધમાં કાળ કરી ચોથી નરકમાં ગયા અને પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ અંગીકાર કરી, સંપૂર્ણ કર્મનો ક્ષય કરી સિદ્ધ થશે. સાર:- (૧) માણસ ધારે છે કંઈ અને થાય છે કંઈક, માટે જ અનૈતિક અને અનાવશ્યક ચિંતન કયારેય પણ કરવું ન જોઈએ. (૨) માતાના ચરણ સ્પર્શ કરવા જવાના નિમિત્તે કોણિકની ચિંતન દશામાં પરિવર્તન આવી ગયું. (૩) અભયકુમારે પોતાની બુદ્ધિ કૌશલ્યથી અસંભવ કાર્યને સંભવ કરી બતાવ્યું. (૪) અતિ લોભનું પરિણામ શૂન્યમાં આવે છે – ન હાર મિલા ન હાથી ઓર ભાઈ મરે દસ સાથી. (૫) સ્ત્રીઓનો તુચ્છ હઠાગ્રહ માણસને મહાન ખાડામાં નાખી દે છે તેથી મનુષ્ય તેવા સમયમાં ગંભીરતાપૂર્વક હાનિ-લાભ તથા ભવિષ્યનો વિચાર કરી સ્વતંત્ર નિર્ણય લેવો જોઈએ. (૬) યુદ્ધમાં આત્મપરિણામોની ક્રૂરતા થાય છે તેથી તે અવસ્થામાં મરવાવાળા પ્રાયઃ નરકગતિમાં જાય છે. (૭) ચેલણારાણીએ મન વિના પણ પતિની આજ્ઞાથી કોણિકનું લાલનપાલન કર્યું. (૮) "પૂજ્ય પિતાસે લડતા લોભી ભાઈ કી હત્યા કરતા. લોભ પાપકા બાપ ન કરતા પરવાહ અત્યાચાર કી." કવિતાની આ કડીઓનું ઉકત ઘટનામાં સાકાર રૂપ જોઈ શકાય છે. તેથી સૂજ્ઞજનોએ લોભ સંજ્ઞાનો નિગ્રહ કરવો જોઈએ.
આ ઉપાંગસૂત્રનો નિરયાવલિકા નામનો પ્રથમ વર્ગ સમાપ્ત થયો.
- વર્ગ બીજો – કલ્પાવર્તાસિકા આ વર્ગના દસ અધ્યયન છે જેમાં દસ જીવોના દેવલોકમાં જવાનું વર્ણન છે માટે આ વર્ગનું નામ કલ્પાવતંસિકા રાખવામાં આવ્યું છે
પ્રથમ અધ્યયન પાકુમાર પ્રાચીનકાળે ચંપાનગરીમાં કોણિક રાજા રાજ્ય કરતો હતો. ત્યાં શ્રેણિકરાજાની પત્ની અને કોણિકની અપરમાતા કાલી નામની રાણી હતી. તેને કાલકુમાર નામનો પુત્ર હતો. જેણે પદ્માવતી સાથે લગ્ન કર્યા હતા. એક વખત પદ્માવતીને રાત્રે સિંહનું સ્વપ્ન આવ્યું. કાલાંતરે પુત્રરત્નનો જન્મ થયો જેનું નામ 'પાકુમાર' રાખવામાં આવ્યું. તરૂણાવસ્થામાં આઠ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. માનષિક સુખોનો ઉપભોગ કરતો થકો તે સમય વ્યતીત કરવા લાગ્યો. એક વખત તે ચંપાનગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. પાકુમાર પણ વંદન કરવા માટે ગયા. ધર્મદેશના સાંભળી, વૈરાગ્યમય વાણીથી માનવજીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો. ક્ષણિક ભોગ સુખોનું દારૂણ પરિણામ અને મનુષ્ય ભવનું મહત્વ સમજાયું. ઉપદેશ સાંભળ્યા પછી ભગવાન સમક્ષ પ્રવ્રજયા અંગીકાર કરવાની ભાવના પ્રગટ કરી. પરિવારિક જનોની આજ્ઞા લઈ દીક્ષિત થયા. દીક્ષા લીધા બાદ પદ્દમુનિએ અગિયાર અંગસૂત્રોનું જ્ઞાન કંઠસ્થ કર્યું. તેમજ અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા શરીરને અને કર્મને કૃશ – (પાતળા) કર્યા. પાંચ વર્ષ સુધી સંયમ પાળી, એક માસનો સંથારો કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ અંગીકાર કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મુકત થશે.