________________
આગમ-કથાઓ આ પ્રમાણે જ મહાપદ્રકુમાર આદિ શેષ નવનું વર્ણન સમજવું. પૂર્વ અધ્યયનમાં વર્ણિત કાલકુમાર આદિ દસે ભાઈઓના આ દશ પુત્ર હતા. શ્રેણિક રાજાના પૌત્ર અને કુણિકના ભત્રીજા હતા. આ દશે આત્માઓએ ક્રમશઃ (૧) પાંચ (૨) પાંચ (૩) ચાર (૪) ચાર (૫) ચાર (૬) ત્રણ (૭) ત્રણ (૮) ત્રણ (૯) બે (૧૦) બે વર્ષ સંયમ પાળી, એક મહિનાનો સંથારો (અનશન) કર્યો. નવમું અને અગિયારમું દેવલોક વર્જી દશે આત્માઓ ક્રમશઃ પહેલા દેવલોકથી માંડી બારમા દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થયા. આ દશેના પિતા નરકમાં ગયા. તેમના દાદીઓ ભગવાનની પાસે સંયમ અંગીકાર કરી તે જ ભવમાં મોક્ષે ગયા. સાર - એક જ પરિવારના દરેક જીવોની પોતપોતાના કર્મો અનુસાર ગતિ થાય છે. પિતા નરકમાં, માતા મોક્ષમાં, પુત્રો નરકમાં, પૌત્રો સ્વર્ગમાં, (શ્રેણિક, કાલિ આદિ રાણીઓ, કાલકુમારાદિ અને પદ્માદિ) ખરેખર તો પણ્યશાળી તે જ છે કે જે મળેલી પણ સામગ્રીમાં અંતિમ સમય સુધી ફસાયેલા (આસકત) રહેતા નથી પરંત સ્વેચ્છાએ તેનો ત્યાગ કરી મનુષ્ય ભવની અમૂલ્ય ક્ષણોને આત્મસાધનામાં પસાર કરે છે. મોક્ષપ્રદાયી આ માનવભવમાં એક દિવસ ધન-સંપત્તિ, સ્ત્રી-પુત્ર પરિવાર અને ઇન્દ્રિયના સુખોનો સ્વેચ્છાએ ત્યાગ કરે છે, ગુસ્સો, ઘમંડ, લોભ આદિ કષાયો ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે અને જીવનમાં પૂર્ણ સરલ, નમ્ર અને શાંત બની સંયમ–તપની આરાધનામાં મગ્ન બની જાય છે. તેને જ સાચો બુદ્ધિશાળી સમજવો જોઈએ. જીવનની અંતિમ ક્ષણો સુધી જે ધન-પરિવાર આદિમાં ફસાયેલો રહે છે, કષાયોથી મુકત થઈ સરલ–શાંત નથી બનતો; તેને આગમની ભાષામાં બાલ(અજ્ઞાની) જીવ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને મૂર્ખ કહેવાય છે. કારણ કે મનુષ્યભવ સંપત્તિને ગુમાવી નરક, તિર્યંચ ગતિના દુઃખોનો મહેમાન બની જાય છે. માટે જ, પ્રત્યેક માનવે અમૂલ્ય એવા મનુષ્ય ભવને પામીને નિપ્રયોજન પ્રવૃત્તિને ટાળી સંયમ, વ્રત, ત્યાગ અને ધર્મમાં અવશ્ય પ્રયત્નશીલ થવું જોઈએ.
વર્ગ ત્રીજો – પુપિકા પ્રથમ બે વર્ગમાં કેવળ શ્રેણિક રાજાના પરિવારના જીવોનું વર્ણન છે, જયારે આ ત્રીજા વર્ગમાં દશ અધ્યયનોમાં જુદા જુદા દશ જીવોનું વર્ણન છે માટે તેનું નામ પુષ્પિકા રાખવામાં આવ્યું છે.
પ્રથમ અધ્યયન – ચંદ્ર દેવનો પૂર્વભવ શ્રાવસ્તી નગરીમાં અંગજીત નામનો ધનસંપન્ન વણિક રહેતો હતો. અનેક લોકોનો તે આલંબનભૂત, આધારભૂત અને ચકુભૂત હતો. અર્થાતુ અનેકોનો માર્ગદર્શક હતો. એકદા પાર્શ્વનાથ ભગવાન ત્યાં પધાર્યા. અંગજીત શેઠ ભગવાનના દર્શન કરવા ગયા. દેશના સાંભળી સંસારથી વિરકત થયા. પુત્રને કુટુંબનો ભાર સોપી ભગવાન પાસે દીક્ષિત થયા. અગિયાર અંગ કંઠસ્થ કર્યા. વિવિધ તપશ્ચર્યાઓ કરી, પંદર દિવસનો સંથારો સહ, કાળ કરી ચંદ્ર વિમાનમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થયા. સંયમની આરાધનામાં થોડી ઉણપ રહેવાથી વિરાધક થયા. ચંદ્ર દેવનું મનુષ્ય લોકમાં આગમન :-દૈવિક સુખોને ભોગવતા થકા ચંદ્રદેવે અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકયો. જંબુદ્વિીપના આ ભરતક્ષેત્રમાં વિચરતા ભગવાન મહાવીર સ્વામીને જોયા. સપરિવાર ભગવાનના દર્શન કરવા આવ્યા. જતી વખતે બત્રીસ પ્રકારની નાટયવિધિ અને પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કર્યું. તેના ગયા બાદ ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેના પૂર્વભવનું કથન કર્યું. વર્તમાનમાં આપણે ચંદ્રવિમાન જોઈએ છીએ તેમાં આ અંગજીતનો જીવ ઇન્દ્રરૂપે છે. ત્યાં તેની ચાર અગ્રમહિષી–દેવી છે. સોળ હજાર આત્મરક્ષક દેવ આદિ વિશાળ પરિવાર છે. વૈજ્ઞાનિક ભ્રમ :- આજના વૈજ્ઞાનિકો આ ચંદ્રવિમાનમાં ન પહોંચતાં પોતાની કલ્પના અનુસાર અચાન્ય પર્વતીય સ્થાનોમાંજ પરિભ્રમણ કરે છે. કારણ કે જયોતિષ-રાજ ચંદ્રનું વિમાન રત્નોથી નિર્મિત છે અને અનેક દેવોથી સુરક્ષિત છે. જયારે વૈજ્ઞાનિકો પોતાના કલ્પિત સ્થાનમાં માટી કે પત્થર સિવાય કંઈજ મેળવી શકયા નથી. અંગજીતમુનિએ સંયમની વિરાધના કેવી રીતે કરી તેનો સ્પષ્ટ ઉલ્લેખ સૂત્રમાં નથી પરંતુ વિરાધના કરવાનો સંકેત માત્ર છે.
દ્વિતીય અધ્યયન સૂર્યદેવનો પૂર્વભવઃ- શ્રાવસ્તી નગરીમાં સુપ્રતિષ્ઠિત નામનો વણિક રહેતો હતો. તેનું સંપૂર્ણ વર્ણન અંગજીત સમાન જાણવું. અર્થાત્ સાંસારિક ઋદ્ધિ, સંયમગ્રહણ, જ્ઞાન, તપ, સંલેખના, સંયમની વિરાધના આદિ પ્રથમ અધ્યયન સમાન જ છે. પાર્શ્વનાથ ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી અને જયોતિષેન્દ્ર સૂર્યદેવ થયા. ચંદ્રદેવની સમાન તેઓ પણ ભગવાન મહાવીર સ્વામીની સેવામાં દર્શન કરવાં ઉપસ્થિત થયા; તેમજ પોતાની ઋદ્ધિ અને નાટયકળાનું પ્રદર્શન કર્યું. આ ચંદ્ર અને સૂર્ય અને જયોતિષેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાં યથાસમય તપ-સંયમનું પાલન કરી સંપૂર્ણ કર્મક્ષય કરી શિવગતિને પ્રાપ્ત કરશે. વૈજ્ઞાનિકો સૂર્યના રત્નવિમાનોને અગ્નિનો ગોળો સમજે છે પણ આ માત્ર તેમની કલ્પનાનો ભ્રમ છે. જૈન સિદ્ધાંતમાં તેને રત્નોનાં વિમાન કહ્યા છે. જે જયોતિષેન્દ્ર ચંદ્ર-સૂર્યદેવના સંપૂર્ણ પરિવારનું નિવાસ સ્થાન અને જન્મસ્થાન છે. તેમાં હજારો દેવ-દેવીઓ ઉત્પન્ન થાય છે, નિવાસ કરે છે. આ જંબુદ્વીપમાં ભ્રમણ કરનારા સૂર્યના વિમાન છે. બે સૂર્ય અને બે ચંદ્રના વિમાન જંબુદ્વીપમાં ભ્રમણ કરે છે. સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્યવિમાન ભ્રમણ કરે છે. અઢી દ્વીપથી બહાર અસંખ્ય ચંદ્ર-સુર્ય પોતપોતાના સ્થાન પર સ્થિર છે.
તૃતીય અધ્યયન – શુક્ર મહાગ્રહ શુક્ર મહાગ્રહનો પૂર્વભવઃ- વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ તથા અનેક શાસ્ત્રોમાં નિષ્ણાત