________________
jain
75
કથાસાર હતો. એક વખત તે નગરીમાં પાર્શ્વનાથ ભગવાન પધાર્યા. સોમિલ બ્રાહ્મણને ખબર પડતાં અનેક પ્રશ્નોનું સમાધાન કરવા પ્રભુ સમીપે ગયો. પ્રભુએ શંકાનું સમાધાન કર્યું. સંતોષ મેળવી જૈન ધર્મ અને શ્રાવક ધર્મ સ્વીકાર કર્યો. કાળક્રમે સંત સમાગમની ઉણપને કારણે સોમિલ ધર્મ પ્રત્યે શિથિલ થઈ ગયો અને તેને અનેક પ્રકારના ઉદ્યાન બનાવવાની ઇચ્છા થઈ. અનેક પ્રકારના આમ્ર આદિના ફળો તથા ફૂલોના બગીચા બનાવ્યા. કાળાંતરે તેણે દિશા પ્રેક્ષિક તાપસની પ્રવ્રજયા અંગીકાર કરી. તેમાં તે છઠ્ઠના પારણે છઠ્ઠ કરતો. પારણાના દિને સ્નાન, હવન આદિ ક્રિયાઓ કરી પછી આહાર કરતો. પ્રથમ પારણામાં તે પૂર્વદિશામાં જતો અને તે દિશાના સ્વામીદેવની પૂજા કરી, તેની આજ્ઞા લઈ કંદ આદિ ગ્રહણ કરતો. બીજા પારણામાં દક્ષિણ દિશામાં, ત્રીજા પારણામાં પશ્ચિમ દિશામાં અને ચોથા પારણામાં ઉત્તર દિશામાં જતો. આ પ્રમાણે તાપસી દીક્ષાનું આચરણ કરતો હતો. તાપસી દીક્ષાનું પાલન કરતાં તેને સંલેખના કરવાનો વિચાર ઉદ્ભવ્યો. તેણે પ્રતિજ્ઞા કરી કે ઉત્તર દિશામાં ચાલતાં ચાલતાં જ્યાં પણ હું પડી જાઉં ત્યાંથી ઉઠીશ નહિ. પહેલે દિવસે ઉત્તર દિશામાં ચાલ્યો. દિવસ ભર ચાલતાં સાંજે કોઈપણ યોગ્ય સ્થાનમાં વૃક્ષનીચે પોતાના વિધિ વિધાન કરી, કાષ્ઠમદ્રાથી મખને બાંધી, મૌન ધારણ કરી, ધ્યાનમાં સ્થિર થઈ ગયો. રાત્રે ત્યાં આકાશમાં એક દેવ પ્રગટ થયો અને આકાશવાણી કરી કે, હે સોમિલા આ તારી પ્રવ્રજયા દુષ્પવ્રજયા છે અર્થાત્ તારું આ આચરણ ખોટું છે. સોમિલે તેના કહેવા પ્રત્યે ધ્યાન ન દોર્યું. દેવ ચાલ્યો ગયો. બીજે દિવસે ફરીને કાષ્ઠમુદ્રા બાંધી ઉત્તર દિશામાં ચાલવા લાગ્યો. સાંજે યોગ્ય સ્થાને બેઠો. રાત્રે ફરીને દેવ આવ્યો, પહેલાંની જેમ જ કહ્યું છતાં સોમિલે ધ્યાન ન આપ્યું. એ પ્રમાણે ત્રીજો તથા ચોથો દિવસ પણ વીતી ગયો. પાંચમે દિવસે પુનઃ દેવ આવ્યો, વારંવાર કહેતાં સોમિલે પ્રશ્ન પૂછયો – હે દેવાનુપ્રિય! કેમ મારી દીક્ષા ખોટી છે? પ્રત્યુત્તરમાં દેવે કહ્યું કે, – 'તમે પાર્શ્વનાથ ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા હતા. તે છોડી તાપસી દીક્ષા અંગીકાર કરી છે તે યોગ્ય નથી કર્યું.' પુનઃ સોમિલે પૂછયું કે 'મારું આચરણ સુંદર કેવી રીતે બને?" દેવે ફરીને બારવ્રત સ્વીકારવાની પ્રેરણા કરી. ત્યારબાદ સોમિલે સ્વયં બાર વ્રત અંગીકાર કર્યા. ઉપવાસથી લઈને માસખમણ સુધીની તપશ્ચર્યા કરી. અનેક વર્ષો સુધી શ્રાવકવ્રતનું પાલન કરી, પંદર દિવસનું અનશન કરી, મૃત્યુ પામી શુક્રાવતંસક વિમાનમાં શુક્ર મહાગ્રહના રૂપમાં દેવપણે ઉત્પન્ન થયા. એકદા આ શુક્ર મહાગ્રહ દેવ પણ ભગવાન મહાવીરની સેવામાં ઉપસ્થિત થયો. વંદન કરી પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કરી ચાલ્યો ગયો. વ્રતભંગ અને તાપસી દીક્ષા સ્વીકાર કરવાની આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી તે વિરાધક થયો. દેવ ભવનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ આત્મ કલ્યાણ કરશે, મુકત થશે.
ચતુર્થ અધ્યયન - બહુપુત્રિકા દેવી બહુપુત્રિકા દેવી – વારાણસી નગરીમાં ભદ્ર નામનો સાર્થવાહ રહેતો હતો. તેની પત્નીનું નામ સુભદ્રા હતું, તે વધ્યા હતી. પુત્ર ન થવાથી અત્યંત દુઃખી થતી હતી. એક વખત સુવ્રતા આર્યાની શિષ્યાઓ તેના ઘરે ગોચરી અર્થે પહોંચી સુભદ્રાએ આહાર–પાણી વહોરાવી સાધ્વીજી પાસે સંતાન ઉત્પત્તિ માટે વિદ્યા, મંત્ર ઔષધિની યાચના કરી. સાધ્વીજીઓએ કહ્યું કે આ સંબંધમાં કંઈપણ બતાવવું એ અમારા સિદ્ધાંત વિરુદ્ધનું કાર્ય છે. ત્યારબાદ સંક્ષેપમાં નિર્ગસ્થ પ્રવચનનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને તે શ્રમણોપાસિકા બની. કેટલોક સમય પસાર થયા બાદ તેણે સંયમ પણ અંગીકાર કર્યો પરંતુ બાળક–બાળિકાઓ ઉપર તેનો સ્નેહ વધવા લાગ્યો. સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરી બાળક-બાળકાઓની સાથે સ્નેહ, કડા, શૃંગાર, સુશ્રુષા આદિ પ્રવૃત્તિઓ કરવા લાગી. ગુણી દ્વારા અને અન્ય આર્યાઓ દ્વારા નિષેધ કરવા છતાં, સમજાવવાં છતાં, તેની ઉપેક્ષા કરી અન્ય સ્થાન (ઉપાશ્રય)માં જઈ રહેવા લાગી. સંયમ તપનું પાલન કરતાં, પંદર દિવસનો સંથારો કરી ઉક્ત દૂષિત પ્રવૃત્તિઓની આલોચના કર્યા વિના વિરાધક થઈ પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થઈ.
જ્યારે જ્યારે દેવલોકની ઈન્દ્રસભામાં તે જાય છે ત્યારે ઘણા બાળક – બાળિકાઓની વિલૂર્વણા કરી સભાનું મનોરંજન કરે છે. એટલા માટે ત્યાં તે બહુપુત્રકિા દેવીના નામથી ઓળખાય છે. એક વખત તે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીરના સમોસરણમાં આવી પોતાની બન્ને ભુજાઓમાંથી ક્રમશઃ ૧૦૮ બાળક તથા ૧૦૮ બાળિકાઓ કાઢયા. તે સિવાય અન્ય અનેક બાળકોની વિક્ર્વણા કરી નાટક બતાવી પોતાની શકિત તથા ઋદ્ધિનું પ્રદર્શન કરી, પુનઃ વૈક્રિય લબ્ધિને સંકોચી પોતાના સ્થાને ચાલી ગઈ. ગૌતમ સ્વામીના પૂછતાં ભગવાને તેનો પૂર્વભવ કહયો અને દષ્ટાંત આપી સમજાવ્યું છે કે જેવી રીતે એક વિશાળ ભવનમાંથી હજારો વ્યકિતઓ બહાર જાય છે અને ફરીને તેમાં પ્રવેશ કરે છે તે પ્રમાણે આખુંય રૂ૫ સમૂહ તેના શરીરમાં સમાવિષ્ટ થઈ જાય છે. તે દેવી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી બ્રાહ્મણના ઘરે સોમા નામની પુત્રી તરીકે ઉત્પન થશે. યૌવન અવસ્થામાં પ્રવેશતાં ભાણેજ રાષ્ટ્રકૂટ સાથે તેના માતા-પિતા લગ્ન કરાવશે. ત્યાં એક એક વર્ષમાં એક યુગલ પુત્રને જન્મ આપશે. કુલ સોળ વર્ષમાં બત્રીસ બાળકોને જન્મ આપશે. આટલા બાળકોની પરિચર્યા કરતાં તે પરેશાન થઈ જશે. તેમાંથી કેટલાક નાચશે, કૂદશે, રડશે, હસશે, એકબીજાને મારશે, એક બીજાનું ભોજન ખૂંચવી લેશે. તે બાળકો સોમાના શરીર ઉપર જ વમન કરશે તો કોઈ મળમૂત્ર કરશે. આ પ્રમાણે પુત્રોથી દુઃખિત થઈને વિચારશે કે "આ કરતાં વંધ્યા રહેવું શ્રેષ્ઠ છે." ગોચરીએ પધારેલા કોઈ સાધ્વીજી પાસે પોતાનું દુઃખ વર્ણવશે અને ધર્મ શ્રવણ કરી દીક્ષા અંગીકાર કરવા ઇચ્છશે પરંતુ પતિનો અધિક આગ્રહ થવાથી તે શ્રમણોપાસિકા બનશે. કાળાંતરે સંયમ રહી અગિયાર અંગો ભણી, શુદ્ધ આરાધના કરી, એક માસનો સંથારો કરી, કાળધર્મ પામી પ્રથમ દેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, સંયમની આરાધના કરી, સંપૂર્ણ કર્મક્ષય કરી સિદ્ધ, બુદ્ધ, મુકત થશે.