________________
આગમ-કથાઓ
116 ચારિત્ર મોહનીય કર્મનાં વિચિત્ર ક્ષયોપશમનાં કારણે આ દુસમ કાળમાં ઉપરનાં ગુણ-અવગુણનાં લગભગ બધાંજ ભાંગા આશચર્યજનક રીતે શકય છે. તેથી જ્ઞાન પ્રમાણ વાદ કરતી વખતે કે ઉપદેશ દેતી વખતે શ્રોતાઓનાં આ વિચિત્ર ક્ષયોપશમનું ધ્યાન રાખવું. જેથી વિવાદ ટળે અને જયાં કષાય ઉત્પતીની સંભાવના દેખાય ત્યાં મૌન ધરવું.
પાંચ જ્ઞાન જ્ઞાન આત્માનો નિજ ગુણ છે. જે જ્ઞાનાવરણીય કર્મથી આવરિત (આચ્છાદિત) થઈને વિભિન્ન રૂપે દષ્ટિગોચર થાય છે. જૈનાગમોમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪). મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. એ પાંચ જ્ઞાનને આવરણ કરનારા જ્ઞાનાવરણીય કર્મ પણ પાંચ પ્રકારના કહ્યા છે– (૧) મતિજ્ઞાનાવરણીય- કર્મ (૨) શ્રુતજ્ઞાનાવરણીયકર્મ (૩) અવધિજ્ઞાનાવરણીયકર્મ (૪) મન:પર્યવ જ્ઞાનાવરણીયકર્મ.
આ ચાર કર્મ પ્રકૃતિઓનો જેટલો ક્ષયોપશમ વધતો જાય એટલું જ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન વધતું જાય છે અને આ ચારેય કર્મોનો ઉદય વધતો જાય છે ત્યારે તે ચારેય જ્ઞાન ઘટતા જાય છે. (૫) કેવળજ્ઞાનાવરણીય કર્મ પ્રકૃતિનો તો એક સાથે ક્ષય થાય છે, તેનો ક્ષયોપશમ થતો નથી; ક્ષય થવાથી કેવળજ્ઞાન(અને સાથે કેવળ દર્શન પણ) પ્રગટ થાય છે. ચાર જ્ઞાનમાં ઘટાડો, વધારો અને લોપ થયા કરે છે પરંતુ કેવળજ્ઞાનમાં એવી કોઈ અવસ્થા હોતી નથી. તે ઉત્પન્ન થયા પછી સદા અને સર્વને એક સરખું રહે છે. પછી કયારેય નષ્ટ થતું નથી. એ આત્માનું સ્થાયી અને પરિપૂર્ણ જ્ઞાન છે.
આ પાંચ જ્ઞાનનો ક્રમ જે બતાવવામાં આવેલ છે તે અન્ય આગમોમાં વર્ણિત છે. અપેક્ષાથી અહીં નંદી સૂત્રમાં જ્ઞાનના ભેદ આ પ્રમાણે કહ્યા છે– પ્રત્યક્ષજ્ઞાન અને પરોક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાન બે પ્રકારના છે– ઈદ્રિય પ્રત્યક્ષ અને નોઈદ્રિય પ્રત્યક્ષ. ઈદ્રિય પ્રત્યક્ષના પાંચ પ્રકાર છે. જેમ કે– (૧) શ્રોતેન્દ્રિય પ્રત્યક્ષ (૨) ચક્ષુ ઇન્દ્રિય પ્રત્યક્ષ (૩) ઘ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) રસનેન્દ્રિય પ્રત્યક્ષ (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ. નોઈદ્રિય પ્રત્યક્ષ ૩ પ્રકારના છે–(૧) અવધિજ્ઞાન (૨) મનઃ પર્યવ જ્ઞાન (૩) કેવળ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન બે પ્રકારના છે-(૧) મતિજ્ઞાન (૨) શ્રતજ્ઞાન
અહીં સારાંશ ઉપક્રમમાં ઉપર બતાવેલ પ્રસિદ્ધ ક્રમથી પાંચ જ્ઞાનનું વર્ણન કરવામાં આવે છે. (૧) મતિજ્ઞાન – આ જ્ઞાન આભિનિબોધિક જ્ઞાનના નામથી પણ આગમમાં ઓળખાવાય છે, પરંતુ તેનું મતિજ્ઞાન એ નામ પણ લઘુ, સરળ અને આગમ સમ્મત છે. આ જ્ઞાન આત્માને મન અને ઈદ્રિયોના અવલંબનથી થાય છે અર્થાત્ જોવું, સાંભળવું, સુંઘવું, ચિંતન કરવું તેમજ બુદ્ધિજન્ય જે પણ જ્ઞાન હોય છે તે મતિજ્ઞાન છે.
મતિજ્ઞાનના મુખ્ય બે પ્રકાર છે– ૧. શ્રુતનિશ્રિત ૨. અશ્રુતનિશ્ચિત. (૧) મન અને ઈદ્રિયોના નિમિત્ત (યોગ)થી અર્થાત્ જોવા, સાંભળવા, વિચારવાના નિમિત્તથી થનાર મતિજ્ઞાન ૠતનિશ્રિત કહેવાય છે અને (૨) ચાર બુદ્ધિ દ્વારા થનાર મતિજ્ઞાન અશ્રુતનિશ્રિત કહેવાય છે. શ્રત નિશ્રિત મતિજ્ઞાન – આ જ્ઞાનની ચાર અવસ્થા છે યથા– અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. (૧) કોઈપણ વસ્તુ કે વિષયને સર્વપ્રથમ ઈન્દ્રિય દ્વારા ગ્રહણ કરવા અર્થાત્ સામાન્ય રીતે જોવું તથા સાંભળવું ઈત્યાદિને અવગ્રહ કહે છે. (૨) એના પર વિચારણા કરવી કે શું છે? કયાં છે? કેવો છે? વગેરેને ઈહા કહે છે. (૩) વિચારણા કરતાં-કરતાં તે શબ્દ કે રૂપ આદિને એક નિર્ણિત રૂપ આપવાને (આ નથી, એમજ છે) અવાય કહેવાય છે. (૪) આ નિર્ણિત કરેલા વિષય અથવા તત્વને થોડા સમય કે લાંબા સમય સુધી
સ્મૃતિમાં ધરવાને ધારણા કહેવાય છે. ઉદાહરણ - (૧) કોઈ મનુષ્ય દૂરથી દેખાય છે, તેને અવગ્રહ કહે છે. (૨) આ મનુષ્ય પર ચિંતન કરવું કે કયાંનો છે? કોણ છે? કેવો છે? એનું નામ ગૌતમ છે કે પારસ છે? ઇત્યાદિ પૂર્વ વિચારણા કરવાને ઈહા કહેવાય છે.(૩) આ મનુષ્ય ગૌતમ છે, એમ નિર્ણય લેવાય, તેને અવાય કહે છે. (૪) આ મનુષ્ય અથવા પ્રસંગ ને અમુક વર્ષ યાદ રાખવાને ધારણા કહે છે. અહીં રૂપનું ઉદાહરણ આપ્યું છે. તે જ રીતે ગંધ, શબ્દ, રસ, સ્પર્શના વિષયમાં સમજવું.
અવગ્રહ એક સમયનો હોય છે. ઈહા, અવાય, અંતર્મુહૂર્તના હોય છે. અને ધારણા ઉત્કૃષ્ટ સંખ્યા અસંખ્યાત વર્ષની હોય છે. સંખ્યાત અસંખ્યાત વર્ષ પછી પૂર્વની વાત સ્મૃતિ પટ પર રહી શકે છે અથવા સ્મરણ કરવાથી સ્મૃતિમાં આવી શકે છે. જાતિસ્મરણ જ્ઞાન :- ધારણાના ફળ સ્વરૂપ વ્યક્તિનું અનુભવ જ્ઞાન વધે છે અને એના પરિણામ સ્વરૂપ ઘણાં જીવોને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. આ જ્ઞાનથી જીવ સ્વયંના જન્મ જન્માંતરોની વાતો(ઘટનાઓ) જાણી શકે છે. પૂર્વભવોની અનેક ઘટનાઓ એની સ્મૃતિમાં આવી શકે છે. આ જાતિ સ્મરણ જ્ઞાન મતિજ્ઞાનનો એક પ્રકાર છે. જાતિસ્મરણ દ્વારા સેંકડો ભવનું જ્ઞાન થાય છે. આમાં પણ એક નિયમ છે કે પૂર્વમાં લગાતાર સંજ્ઞી પંચેન્દ્રિય ના ભવ કર્યા હોય તો તેનું જ્ઞાન થાય છે. પરંતુ વચમાં કોઈ અસન્નીનો ભવ કર્યો હોય તો જાતિ સ્મરણજ્ઞાન અવસ્થિત થઈ જાય છે. આવી રીતે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા ઈત્યાદિ ચાર પ્રકારના શ્રત | નિશ્રિત અર્થાત્ ઇન્દ્રિયજન્ય મતિ જ્ઞાન છે. તéપરાંત એના મૂળ ભેદ ૨૮ છે અને વિષયની અપેક્ષાએ ૩૩૬ ભેદ છે. (નંદી સૂત્રમાં દર્શાવેલ ૪ બુદ્ધિને ઉમેરતાં ૩૪૦ ભેદ થાય છે.) (૨) અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન – આ જ્ઞાન બુદ્ધિની અપેક્ષા રાખે છે. બુદ્ધિના ચાર પ્રકાર કહેલ છે. તેથી આ અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના ચાર પ્રકાર છે. બુદ્ધિના ચાર પ્રકાર આ પ્રમાણે છે- (૧) અભ્યાસના પ્રયાસ વગર ક્ષયોપશમના કારણે અચાનક જેની સ્વતઃ ઉપજ થાય કે સૂઝ બૂઝ પેદા થાય તેને ઔત્પાતિકી બુદ્ધિ કહે છે. IQ - intelligence quality. (૨) ગુરુ આદિની સેવા ભક્તિ વિનયથી જે ઉન્નત બુદ્ધિ પ્રાપ્ત થાય છે તેને વૈનયિકી બુદ્ધિ કહે છે. (૩) શિલ્પ કલા આદિ કોઈ કાર્યના અભ્યાસથી ઉત્પન્ન થયેલ બુદ્ધિને કર્મના બુદ્ધિ કહે છે. (૪) ચિરકાળ પર્વત પરસ્પર પર્યાલોચન, વિચારણા કરવાથી અથવા ઉમરના વધવાની સાથે પ્રાપ્ત અનુભવ જન્ય બુદ્ધિને પારિણામિકી બુદ્ધિ કહે છે. અથવા અનુમાનિત યોજના મુજબ કાર્ય કરીને ચોક્કસ પરિણામ આપનારી બુદ્ધિને
અશ્વત નિશ્ચિત મતિજ્ઞાન - આ શાન
છે(૧) અભ્યાસના પ્રયાસ વગર
યાર
આદિની સેવા ભક્તિ