________________
jain
117
કથાસાર પારિણામીકી બુદ્ધિ કહે છે. એ ચારે પ્રકારની બુદ્ધિને ક્રિયાત્મક રૂપથી સમજવા માટે સૂત્રમાં કેટલાક દષ્ટાંતોનો સંકેત કરવામાં આવેલ છે. [નોધ: ઠાણાંગ ૪થો ઉદેશો ૩ જો.(આહરણ તદોશ) દષ્ટાંત,ઉદાહરણનાં ૪ દોષઃ ૧). અધર્મયુકત અધર્મ ઉત્પન્ન કરાવનાર. ૨). પ્રતિલોમ:- પ્રતિકુળ આચરણની શિક્ષા આપનાર – જેવા સાથે તેવા થવું. ૩). આત્મોપનીત - સ્વમતનો ધાત કરનાર. ૪). દુરુપનીત – જેનાથી સ્વમતમાં ઘુસણ આવે. નંદી સૂત્રના મૂળ પાઠમાં કથાઓ નથી, પરંતુ ફકત નામ છે. ચાર જ્ઞાનનાં દષ્ટાંતો જે કહેવાય છે તે ઉપરોકત દોશથી દુસીત છે. સૂત્રોને રોચક બનાવવા માટે કથા ઉમેરવાની દલીલ પણ નકામી છે.જેને સૂત્રરુચી નથી તે ફકત દયાને પાત્ર છે. રચનાકારની યોગ્યતા સિધ્ધ નથી થતી, તેથી કોઈ કથા દુષિત ન પણ હોય, તોય સૂત્રનો ભાગ નથી.] વિશેષ:- અવગ્રહ, ઈહા, અવાયથી જે વસ્તુનો નિર્ણય થાય છે તે નિર્ણયમાં જ્યારે નૂતન ધર્મને જાણવાની અભિલાષા થાય છે ત્યારે પુનઃ વિચારણા દ્વારા નૂતન ઈહા થાય છે, એવી સ્થિતિમાં તે પૂર્વનો અવાય આ નૂતન ઈહાને માટે અવગ્રહ બની જાય છે. આ પ્રકારે વિશેષ–વિશેષ નૂતન ધર્મની અપેક્ષા પૂર્વ–પૂર્વના અવાય પણ અવગ્રહ બની જાય છે. અર્થાત્ અપેક્ષાથી અવાય પણ અવગ્રહથી પુનઃ પ્રારંભ થાય છે. સામાન્યથી વિશેષ વિશેષતર નૂતન ધર્મ (ગુણ)ની જિજ્ઞાસાથી એમ થાય છે. મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દઃ- (૧) ઈહા (૨) અપોહ (૩) વિમર્શ (૪) માર્ગણા (૫) ગવેષણા (૬) સંજ્ઞા (૭) સ્મૃતિ (૮) મતિ (૯) પ્રજ્ઞા (૧૦) બુદ્ધિ. મતિજ્ઞાનનો વિષય :- (૧) દ્રવ્યથી- મતિજ્ઞાની અપેક્ષાએ સર્વદ્રવ્ય જાણે છે, પરન્તુ જોઈ શકતા નથી. (૨) ક્ષેત્રથી મતિજ્ઞાની અપેક્ષાએ સર્વ ક્ષેત્ર જાણી શકે છે, પરન્તુ જોઈ શકતા નથી. (૩) કાળથી– મતિજ્ઞાની અપેક્ષાએ સર્વે કાળ જાણી શકે છે, પણ જોઈ શકતા નથી. (૪) ભાવથી- મતિજ્ઞાની અપેક્ષાએ સર્વે ભાવોને જાણી શકે છે, પણ જોઈ શકતા નથી. આ તેનો ઉત્કૃષ્ટ વિષય છે. જઘન્ય, મધ્યમ મતિજ્ઞાન આનાથી ઓછું વિવિધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે. (૨) શ્રતજ્ઞાન :- અધ્યયન, શ્રવણ, વાંચન, ચિંતન, ઇત્યાદિથી જે અક્ષર વિન્યાસરૂપ જ્ઞાન થાય છે અથવા ઇગિત આકાર સંકેત દ્વારા જે અનુભવ અભ્યાસયુક્ત જ્ઞાન થાય છે, એ સર્વેને શ્રુતજ્ઞાન કહેવાય છે. તેમાં બધી ઇન્દ્રિય, મન તથા બુદ્ધિનો ઉપયોગ થાય છે. આ જ્ઞાન લૌકિક કે લોકોત્તર શાસ્ત્રમય હોય છે અથવા કોઈપણ ભાષા અક્ષર–સમૂહ સંકેતમય હોય છે.
શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે. અર્થાત્ અધ્યયન કે અક્ષરરૂપ જ્ઞાનથી પૂર્વ ઇન્દ્રિય યા મન સંબંધિત વસ્તુનું જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત થયા પછી શ્રુતજ્ઞાન થાય છે. અતઃ જ્ઞાનક્રમમાં પણ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન લેવામાં આવ્યું છે.
શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકાર છે. એના અધ્યયન દ્વારા શ્રુતજ્ઞાન સહજ રીતે ખૂબ જ સ્પષ્ટતાથી સમજી શકાય છે. તે આ પ્રમાણે છે– (૧) અક્ષરશ્રુત (૨) અનક્ષરદ્યુત (૩) સન્નીશ્રત (૪) અસત્રીશ્રત (૫) સમ્યકશ્રુત (૬) મિથ્યાશ્રુત (૭) સાદિકશ્રુત (૮) અનાદિકશ્રુત (૯) સપર્યવસિતશ્રત (૧૦) અપર્યવસિતશ્રત ૧૧) ગમિકશ્રત (૧૨) અગમિકશ્રત (૧૩) અંગ પ્રવિષ્ટશ્રત (૧૪). અનંગ પ્રવિષ્ટદ્યુત. અક્ષરદ્યુત તથા અનફરશ્રુતમાં સંપૂર્ણશ્રુત જ્ઞાનનો સમાવેશ થાય છે. પરંતુ સામાન્ય બુદ્ધિ ધરાવતા જીવોને વિભિન્ન પાસાઓથી અર્થ પરમાર્થને સમજવામાં સરળતા રહે એ હેતુથી અહીં સાત પ્રકારે બેબે ભેદ કરીને ૧૪ ભેદ કર્યા છે. (૧) અક્ષરગ્રુત :- આના ત્રણ ભેદ છે– સંજ્ઞા અક્ષરશ્રુત, વ્યંજન અક્ષરશ્રુત અને લબ્ધિ અક્ષરશ્રત. (૧) અક્ષરોની આકૃતિ અર્થાત્ વિભિન્ન લિપિઓમાં લખાયેલ અક્ષરને “સંજ્ઞાશ્રુત' કહે છે. (૨) અક્ષરના જે ઉચ્ચારણ કરાય છે, તેને “વ્યંજનશ્રુત કહેવાય છે. (૩) શ્રોતેન્દ્રિય આદિના ક્ષયોપશમના નિમિતે જે ભાવરૂપમાં શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને “લબ્ધિ અક્ષરગ્રુત કહે છે.
અક્ષર શબ્દની પર્યાલોચના થકી જે અર્થનો બોધ થાય છે તેને “લબ્ધિ' અક્ષર શ્રત કહે છે. એ જ ભાવ શ્રત છે. સંજ્ઞા અને વ્યંજન દ્રવ્યશ્રત છે અને ભાવ- શ્રતનું કારણ છે. (૨) અનરશ્રુત - જે શબ્દ અક્ષરાત્મક(વર્ણાત્મક) ન હોય પરન્તુ ધ્વનિ માત્ર હોય જેમ કે ખાંસવું, છીંકવું, થુંકવું, લાંબો શ્વાસ લેવોછોડવો, સીટી, ઘંટડી બ્યુગલ વગાડવા વગેરે. કોઈ પણ આશય સંકેત દ્વારા સૂચિત કરાય છે તે સર્વે અનક્ષશ્રત છે. વગર પ્રયોજન કરાયેલ ધ્વનિ કે શબ્દ અનક્ષરદ્યુત ન કહેવાય. મતિજ્ઞાન એવં શ્રતજ્ઞાનમાં સંબંધ વિચારણા - મતિજ્ઞાન કારણ છે. શ્રતજ્ઞાન કાર્ય છે. મતિજ્ઞાન સામાન્ય છે. શ્રતજ્ઞાન વિશેષ છે. મતિજ્ઞાન મૂક છે, શ્રુતજ્ઞાન મુખરિત (બોલતું) છે. મતિજ્ઞાન અનક્ષર છે. શ્રુતજ્ઞાન અક્ષર પરિણત છે. ઇન્દ્રિય અને મનથી જે જ્ઞાન અનુભૂતિ રૂપે થાય છે ત્યારે તેને મતિજ્ઞાન કહે છે, પરંતુ એ જ્ઞાન જ્યારે અક્ષરરૂપ સ્વયં અનુભવ કરે છે, કે બીજાને પોતાનો અભિપ્રાય ચેષ્ટાથી બતાવે છે, ત્યારે તે અનુભવ અને ચેષ્ટા આદિ શ્રુતજ્ઞાન કહેવાય છે. અતઃ મતિજ્ઞાન શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ સંબંધી ચિંતનના અનુભવથી થાય છે. જ્યારે શ્રુતજ્ઞાનમાં શબ્દ વગેરેની અનુભૂતિ અક્ષરના રૂપમાં કરાય છે. આમ, અક્ષરરૂપે સ્વયં અનુભવ કરવો અને બીજાને અક્ષર કે અનક્ષર(ધ્વનિ) દ્વારા અનુભવ કરાવવો તેને શ્રુત જ્ઞાન કહેવાય છે. (૩-૪) સન્નીશ્રત અસન્નીશ્રત :– સન્નીને થનાર જ્ઞાન સન્નીશ્રત કહેવાય છે અને અસત્રીને થનારું જ્ઞાન અસત્રીશ્રત કહેવાય છે. અસન્ની જીવોમાં અવ્યક્ત ભાવકૃત હોય છે. જ્યારે સન્ની જીવોનું ભાવ શ્રુતજ્ઞાન સ્પષ્ટ(વ્યક્ત) હોય છે. (૫) સભ્યશ્રુત - તીર્થકર ભગવંતો દ્વારા પ્રણીત અર્થને ગણધરો શાસ્ત્રરૂપે ગૂંથે તે “સમ્યદ્ભુત છે. આ શાસ્ત્રો પર આધારિત અન્ય દશ પૂર્વધારી પર્વતના બહુશ્રુત આચાર્યો દ્વારા રચિત શાસ્ત્ર પણ “સમ્યકશ્રુત” છે. વ્યક્તિગત સ્મૃતિની અપેક્ષાએ દશપૂર્વથી લઈને ચૌદ પૂર્વધારી જ્ઞાનીના ઉપયોગ સાથે ઉક્ત શાસ્ત્ર સમ્યદ્ભુત છે. એનાથી ઉતરતા જ્ઞાનવાળાના શાસ્ત્ર સમ્યક્ષુત રૂપ પણ હોય છે અને અસમ્યક પણ હોય છે. આનું કારણ સ્મૃતિ દોષપણ હોઈ શકે. દશપૂર્વથી ઓછા જ્ઞાનવાળા મિથ્યાદષ્ટિ હોઈ શકે.