________________
jain
125
કથાસાર
એ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ કર્યો કે લોક શાશ્વત છે. કેમકે તે સદા હતો છે અને રહેશે. લોક–અશાશ્વત છે કેમ કે એ ઉત્સર્પિણી, અવસર્પિણી વગેરે રૂપ પર્યાયોમાં બદલતો રહે છે. આ જીવ શાશ્વત છે, કેમ કે સદા હતો, છે અને રહેશે. તેમજ આ જીવ અશાશ્વત છે, કેમ કે નારક વગેરે પર્યાયોમાં બદલાતો રહ્યો છે. ભગવાનથી અલગાવ અને મિથ્યા પ્રરુપણા :– જમાલી નિરુતર થઈ ગયા અને શ્રદ્ધા પ્રગટ ન કરતાં મિથ્યાત્વ ઉદયના પ્રભાવે ત્યાંથી નીકળી ગયા, અનેક અસત્ પ્રરુપણા કરતાં વિચરવા લાગ્યા. આ રીતે મિથ્યાત્વના અભિનિવેશથી પોતાને અને બીજાને ભ્રાંત કરતાં તપ—સંયમનું પાલન કરવા લાગ્યા. પ્રથમ ગુણસ્થાનવર્તી હોવા છતાં અનેક વર્ષ(૧૦–૧૫ વર્ષ) સંયમનું પાલન કર્યું. ૧૫ દિવસના સંથારા બાદ કાળધર્મ પામીને છઠ્ઠા દેવલોકમાં કિવિષિક દેવરૂપમાં ઉત્પન્ન થયા.
જમાલી કિક્વિષીક દેવ ઃ– જમાલીને કાળ ધર્મ પામ્યા જાણીને ગૌતમ સ્વામીએ એની ગતિ–સ્થિતિ, ભવ–ભ્રમણ સંબંધી પ્રશ્ન કર્યો. જવાબમાં ભગવાને જણાવ્યું કે જમાલી દેવલોકનો ભવ પૂરો કરીને ૪–૫ મનુષ્ય, તિર્યંચ, નરક, દેવના ભવ કરશે. પછી બધા કર્મનો ક્ષય કરીને મોક્ષે જશે.
કિક્વિષિકો ના ભવ ભ્રમણ :– કિક્વિષિક દેવ ત્રણ પ્રકારના હોય છે અને એના ત્રણ સ્થાન છે. (૧) પ્રથમ દ્વિતીય દેવલોકની નીચલી પ્રતરમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા (૨) ત્રીજા—ચોથા દેવલોકની નીચલી પ્રતરમાં ત્રણ સાગરોપમના આયુષ્યવાળા (૩)છઠ્ઠા દેવલોકમાં ૧૩ સાગરના આયુષ્યવાળા.
આ કિક્વિષિકો ઓછામાં ઓછા ૪-૫ નરક, તિર્યંચ, મનુષ્ય, દેવના ભવ કરે છે અને ઉત્કૃષ્ટ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. કારણ કે જે કુળ ગણ સંઘના વિરોધી દ્વેષી હોય છે; આચાર્ય, ઉપાધ્યાય, આદિના અપયશ, અવર્ણવાદ, અપકીર્તિ કરવાવાળા હોય છે; અનેક અસત્ય અર્થોની પ્રરુપણા કરે છે; કદાગ્રહમાં પોતે ભ્રમિત હોય છે અને બીજાને ભ્રમિત કરે છે, સાથે નિરંતર તપ સંયમની વિધિઓનું ઉત્કૃષ્ટ પાલન કરે છે. અંતિમ સમય સુધી પોતાની મિથ્યાવાદિતાની આલોચના–પ્રાયશ્ચિત્ત શુદ્ધિકરણ નથી કરતાં તે જીવ આ કિક્વિષિક દેવ સ્થાનોને પ્રાપ્ત કરે છે. દશવૈકાલિક સૂત્ર અધ્ય. ૫/૨ અનુસાર તપ સંયમના ચોર એવા વિરાધક શ્રમણ પણ મિથ્યાત્વ પામી કિક્વિષિકમાં જાય છે. ઔપપાતિક સૂત્ર આદિમાં પણ આનું વર્ણન છે.
શિવરાજર્ષિ :
(૧) હસ્તિનાપુરમાં 'શિવ' નામના રાજા રાજય કરતા હતા. તે શ્રેષ્ઠ રાજાના યોગ્ય ગુણોથી સમ્પન્ન હતા. એની ધારીણી નામની રાણી તથા શિવભદ્રકુમાર નામનો પુત્ર હતો. યોગ્ય સમયે રાજકુમાર રાજય કાર્યની દેખરેખ કરવા લાગ્યો.
એક વખત રાજાને રાત્રિમાં વિચાર ઉત્પન્ન થયો કે મને ધન સમ્પતિ અને રાજય સંબંધી બધી અનુકૂળતા પ્રાપ્ત થઈ છે. આ બધી વૃદ્ધિ પૂર્વના પુણ્યથી જ પ્રાપ્ત થઈ છે. હવે સમય થતાં આ બધાનો ત્યાગ કરીને મારે પુત્રને રાજ્ય સોંપીને સન્યાસ ગ્રહણ કરી લેવો જોઈએ. ઉત્પન્ન થયેલા એ વિચારોને શિવરાજાએ દ્રઢ કર્યા અને તે અનુસાર પુત્રનો રાજયાભિષેક કર્યો. શિવરાજર્ષિની તાપસી દીક્ષા :– એના પછી યોગ્ય તિથિ મુહૂર્ત જોઈને મિત્ર, જ્ઞાતીજન વગેરેને ભોજન કરાવીને, સમ્માનિત કરીને એ બધાની અને પુત્રની આજ્ઞા—સ્વીકૃતિ લઈ તાપસ આશ્રમમાં જઈને તેમણે દિશા પ્રોક્ષિક તાપસી પ્રવ્રજયા અંગીકાર કરી. તેઓ ગંગા નદીને કિનારે પોતાની ઝુંપડી બનાવીને રહેવા લાગ્યા. એમણે દીક્ષા લઈને છઠને પારણે છઠ કરવાનો પ્રારંભ કર્યો.
તે આતાપના ભૂમિમાં જઈને આતાપના લેતા હતા. પારણાના દિવસે આતાપના ભૂમિમાંથી ઉતરીને વલ્કલ વસ્ત્ર પહેરીને પોતાની ઝુંપડીમાં આવ્યા. વાંસની છાબડી અને કાવડ લઈને પૂર્વ દિશામાં ગયા પૂર્વ દિશાની પૂજા કરીને સોમ લોકપાલને આ પ્રકારે કહ્યું– હે પૂર્વ દિશાના સ્વામી સોમ મહારાજા ! ધર્મ સાધનમાં પ્રવૃત્ત મારું શીવરાજર્ષિનું રક્ષણ કરો અને પૂર્વ દિશામાં રહેલ કંદમૂલ, છાલ, પત્ર, પુષ્પ, ફલ, બીજ, લીલી વનસ્પતિ લેવાની આજ્ઞા આપો.
એવું કહી અને પછી પૂર્વ દિશાથી ઈચ્છીત સામગ્રીથી છાબડી ભરીને ઝુંપડીમાં આવ્યા. પછી ગંગા નદીમાં જઈ સ્નાન આદિ કરીને આવ્યા. પછી હવનની પૂર્ણ તૈયારી કરીને મધુ ઘૃત ચોખાથી હોમ કર્યો. વૈશ્વ દેવ અને અતિથિ પૂજન કરીને પછી આહાર કર્યો. પછી બીજો છઠ સ્વીકાર કર્યો.
આ પ્રકારે ક્રમશઃ પારણામાં દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશાનું પૂજન કરી એ દિશાના લોકપાલની આજ્ઞા પ્રાપ્ત કરી, બાકી વિધિ પ્રથમ પારણાની સમાન કરતાં, આમ તપ સાધના કરતાં–કરતાં તે ભદ્ર અને વિનીત પ્રકૃતિવાળા શિવ–રાજર્ષિને વિભંગજ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે સાત દ્વીપ સમુદ્ર જોવા લાગ્યા.
વિભંગ જ્ઞાની શિવરાજર્ષિ :- તે આતાપના ભૂમિથી ઝુંપડીમાં આવ્યા. ત્યાંથી તાપસ આશ્રમમાં આવ્યા અને ત્યાંથી હસ્તિનાપુર નગરમાં ગયા અને સર્વ ઠેકાણે પ્રચાર કરવા લાગ્યા કે મને અતિશય જ્ઞાન–દર્શન ઉત્પન્ન થયું છે. સાત દ્વીપ સમુદ્ર છે. એટલો જ લોક છે. એનાથી આગળ કાંઈ નથી. વાત નગરમાં વ્યાપ્ત થઈ લોકોની ચર્ચાનો વિષય બની ગયો. કેટલાક શ્રદ્ઘા કરવા લાગ્યા, કેટલાક સંદેહ કરવા લાગ્યા.
વિચરણ કરતાં શ્રમણ ભગવાન મહાવીર હસ્તિનાપુરમાં પધાર્યા. ગૌતમ સ્વામી પારણામાં ગૌચરી લેવા ગયા. લોકોની ચર્ચા ગૌતમ સ્વામી સુધી પણ પહોંચી. ગૌતમસ્વામીએ ભગવાનને નિવેદન કરી લોકોનો પ્રશ્ન વ્યક્ત કર્યો. ઉપસ્થિત પરિષદની સમક્ષ જ ભગવાને સ્પષ્ટીકરણ કર્યું કે સાત દ્વીપ સમુદ્ર જોવા સુધીની વાત સાચી છે. પરંતુ એની સાથે એણે જે પ્રરુપણ કરવાનું શરૂ કર્યું છે કે આટલો જ લોક છે, આગળ નથી; તે એનું કથન મિથ્યા છે અને એનું જ્ઞાનપણ અપૂર્ણ છે. વાસ્તવમાં દ્વીપ સમુદ્ર અસંખ્ય છે.
પરિષદના ચાલ્યા જવાથી નગરમાં બેરંગી વાતો થવા લાગી. શિવરાજર્ષિ સુધી પણ સારી વાર્તા પહોંચી ગઈ. તે શંકિત, કાંક્ષિત થયો, વિચારાધીન બન્યો અને એનું વિભંગ જ્ઞાન સમાપ્ત થઈ ગયું. ત્યારે એણે એવો વિચાર કર્યો કે શ્રમણ ભગવાન મહાવીરની