________________
આગમ-કથાઓ
126
સમીપ જઈને પર્યુપાસના કરવી મારા માટે આ ભવ, પરભવમાં કલ્યાણકારી થશે; એવો વિચાર કરી તે તાપસ આશ્રમમાં આવ્યા, યોગ્ય ઉપકરણ વેશભૂષા ગ્રહણ કરી ભગવાનની સેવામાં પહોંચ્યા .
=
શિવરાજર્ષિની શ્રમણ દીક્ષા અને મુક્તિ :– ત્રણ વખત આવર્તન કરી વંદના, નમસ્કાર કરી ભગવાનની સેવામાં બેસી ગયા. ભગવાને શિવરાજર્ષિ પ્રમુખ અન્ય પણ ઉપસ્થિત પરિષદને ઉપદેશ આપ્યો. શિવરાજર્ષિને ભગવાનની વાણી અત્યંત રુચિકર લાગી અને ત્યાં જિન પ્રવ્રજ્યા અંગીકાર કરવા માટે તત્પર થયા. સ્કંધક અણગારની સમાન એનું સંયમ ગ્રહણ સંબંધી વર્ણન સમજવું. ઈશાનખુણામાં જઈને ભંડોપકરણ રાખી, પંચ મુષ્ઠિ લોચ કરી અને ભગવાનની સામે પહોંચીને વંદન કર્યા. ત્યાર પછી ભગવાને એને વિધિપૂર્વક દીક્ષા પાઠ ભણાવ્યો. શિવરાજર્ષિ શ્રમણ નિગ્રન્થ બની ગયા. ૧૧ અંગોનું અધ્યયન કર્યું. અંતમાં એ જ ભવમાં બધા કર્મ ક્ષય કરી મુક્ત થયા.
(૨) ગંગા કિનારે રહેનારા અન્ય વાનપ્રસ્થ સન્યાસી :– અગ્નિહોત્રી, પોતિક(વસ્ત્રધારી) કૌત્રિક, યાજ્ઞિક, શ્રદ્ધાળુ, ખપ્પરધારી, હૂંડિકાધારી, ફલ– ભોજી, ઉમજ્જક, નિમજ્જક, સમ્પ્રક્ષાલક, ઉર્ધ્વકંડુક, અધોકુંડક, દક્ષિણ- કૂલક, ઉત્તરકૂલક, શંખધમક, ફૂલધમક, મૃગલુબ્ધક, હસ્તી તાપસ, જલાભિષેક કર્યા વગર ભોજન ન કરનારા, વાયુમાં રહેનારા, પાણીમાં રહેનારા, વલ્કલધારી, જલભક્ષી, વાયુભક્ષી, શેવાલભક્ષી, મૂલાહારી, કંદાહારી, પત્રઆહારી, છાલ ખાનારા, પુષ્પઆહારી, બીજઆહારી, આપોઆપ જ પડેલા ફળ આદિ ખાનારા ફલાહારી, ઉંચા દંડ રાખનારા, વૃક્ષવાસી, મંડલવાસી, વનવાસી, બિલવાસી, દિશાપ્રોક્ષી, આતાપના લેવાવાળા, પંચાગ્નિ તાપ લેનારા વગેરે અને બીજા પણ ઔપપાતિક સૂત્ર વર્ણિત સન્યાસી ગંગા કિનારે રહેતા હતા.
વાનપ્રસ્થ આશ્રમમાં વિવિધ સાધનાઓ અને વિવિધ વેશભૂષા અને ઉપકરણ હોય છે. એ પોતાની માન્યતા અનુસાર વિવિધ તપસ્યાઓ કરે છે. સમભાવ–ઉપશાંતિની ઉપલબ્ધિ પણ કેટલાય સાધક કરે છે. અંતિમ સમયમાં સંલેખના સંથારા પણ કરે છે, જે મહિનો, બે મહિના પણ ચાલે છે અને પાદપોપગમન મરણ પણ સ્વીકાર કરે છે. જીવાદિનું સાચું જ્ઞાન અને આચરણ ન હોવા છતાં પણ પ્રકૃતિની શાંતિ, સમાધિ અને તપસ્યાના બળથી એ દેવગતિમાં તો જાય છે, પરંતુ અધિકતર ભવનપતિ વ્યંતર આદિ સામાન્ય દેવ થાય છે.
ગૌતમ, સ્કંધક, શિવરાજર્ષિ, જેવા કેટલાય ભદ્રિક પરિણામી પુનઃ વીતરાગ પ્રભુની પાસે શ્રમણ પ્રવ્રજ્યા સ્વીકાર કરીને સાધના કરતા આરાધક ગતિને પણ પ્રાપ્ત કરે છે.
સદર્શન શ્રમણોપાસક :
વાણિજ્ય ગ્રામ નામના નગરમાં જીવાજીવના જ્ઞાતા, ગુણસંપન્ન, સુદર્શન શ્રમણોપાસક રહેતા હતા. એક વખત ભગવાન મહાવીરસ્વામી નગરીની બહાર ધ્રુતિપલાસક બગીચામાં પધાર્યા. સુદર્શન શ્રાવક વિશાલ જનસમૂહની સાથે ચાલતાં ભગવાનના દર્શન કરવા ગયા. તેમણે પાંચ અભિગમ સાથે દર્શન વંદન કર્યા. પછી ભગવાને આવેલ સમસ્ત પરિષદને ધર્મ ઉપદેશ આપ્યો. ઉપદેશ પૂર્ણ થયા પછી પરિષદના ચાલ્યા જવા બાદ સુદર્શન શ્રમણોપાસકે ભગવાનને વંદન– નમસ્કાર કરી કાલ(સમય) સંબંધી પ્રશ્ન પૂછયો.
કાલ :– કાલ ચાર પ્રકારના હોય છે. (૧) પ્રમાણકાલ (૨) યથાયુષ્ય નિવૃત્તિ કાલ (૩) મરણકાલ (૪) અદ્ધાકાલ.
(૧) પ્રમાણકાલ :– ૧૨ મુહૂર્તથી લઈને ૧૮ મુહૂર્તની રાત્રી હોય છે. એટલો જ દિવસ હોય છે. ત્રણ મુહૂર્તની પોરષીથી લઈને સાડાચાર મુહૂર્તની પોરષી હોય છે. મોટો દિવસ અને મોટી પોરષી અષાઢમાં હોય છે. નાનો દિવસ અને નાની પોરષી પોષ મહીનામાં હોય છે. ૧/૧૨૨ મુહૂર્ત પ્રમાણ પોરષી ક્રમશઃ ઘટે છે અને વધે છે. આસો અને ચૈત્રમાં દિવસ–રાત ૧૫-૧૫ મુહૂર્ત સમાન જ હોય છે. એ સમયે ૩–૩/૪ઊ પોણા ચાર મુહૂર્તની પોરષી હોય છે. આ બધા પ્રમાણકાલ છે. (૨) યથાયુષ્ય નિવૃત્તિ કાલ :– ચારે ગતિમાં જે ઉંમર મળી છે એ કાલનું વ્યતીત થવું યથાયુષ્ય નિવૃત્તિ કાલ છે. (૩) મરણકાલ :– આયુષ્ય પૂર્ણ થવા પર જે શરીર અને જીવને અલગ થવા રૂપી મૃત્યુ થાય છે તે મરણકાલ છે. (૪) અદ્યાકાલ :– સમયથી લઈને આવલિકા મુહૂર્ત યાવત્ સાગરોપમ રુપ જે કાલ વિભાજન છે તે અન્ના કાલ છે.
પલ્યોપમ સાગરોપમ થી આયુષ્યની સ્થિતિઓનાં માપ હોય છે. પલ્યોપમ સાગરોપમરુપ કાળ કેવી રીતે ક્ષય થાય છે, વ્યતીત થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં સુદર્શન શ્રાવકને ભગવાને એના પૂર્વ ભવનું વર્ણન સંભળાવ્યું. પૂર્વ ભવ : મહાબલ ચરિત્ર :- હસ્તિનાપુર નગરમાં 'બલ' નામના રાજા રાજ્ય કરતા હતા. એક વખત એની રાણી પ્રભાવતીએ સ્વમુખમાં સિંહ પ્રવેશનું સ્વપ્ન જોયું. જેના ફળ સ્વરૂપે યોગ્ય સમયે એણે એક પુણ્યશાળી બાળકને જન્મ આપ્યો. રાજાએ પુત્રનો જન્મ મહોત્સવ મનાવ્યો. ત્રીજા દિવસે બાળકને સૂર્યદર્શન કરાવ્યા. છઠ્ઠા દિવસે જાગરણ અને અગિયારમાં દિવસે અશુચિ નિવૃત્તિકરણ કરાવ્યું, બારમાં દિવસે ઉત્સવ ભોજનની સાથે બાલકનું નામકરણ કર્યું. મહાબલકુમાર નામ રાખ્યું.
સુખપૂર્વક એનો બાલ્યકાળ વ્યતીત થયો. સાધિક આઠ વર્ષનો થવાથી એને કલાચાર્યની પાસે અઘ્યયન અર્થે મોકલવામાં આવ્યો. યુવાન અવસ્થામાં આઠ કન્યાઓની સાથે એનું પાણિગ્રહણ કરાવ્યું. પિતાએ વિવિધ પ્રકારની સામગ્રી ૮–૮ ની સંખ્યામાં એને પ્રીતિદાનરૂપમાં આપી. આ પ્રકારે તે મહાબલકુમાર માનુષિક સુખ ભોગવતાં કાલ વ્યતીત કરવા લાગ્યો.
એક સમયે વિમલનાથ અરિહંતના પ્રપૌત્ર શિષ્ય ધર્મઘોષ અણગાર હસ્તિનાપુર નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. જમાલીકુમારની સમાન અહીં મહાબલનું સંપૂર્ણ વર્ણન જાણવું. યથા- ધર્મશ્રવણ, આજ્ઞા પ્રાપ્તિ સંવાદ અને દીક્ષા ગ્રહણ. તેણે ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું, જુદા-જુદા તપ અનુષ્ઠાન કરતાં– કરતાં ૧૨ વર્ષની દીક્ષા પર્યાયનું પાલન કર્યું.