________________
jain
કર્યા હોય કે ન કર્યા હોય.
ધ્યાન એ રાખવું કે એકાગ્ર ચિત્તથી ભાવપૂર્વક પ્રતિક્રમણ સાંભળવું અને કરવું જોઈએ અને વ્રત ન લીધા હોય તેને લેવા માટે આત્મામાં પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ.તથા જેમણે લીધા હોય તેમણે તેમાં ઉતરોતર પ્રગતિ કરવી જોઈએ.
191
કથાસાર
ભાવ આવશ્યક-પ્રતિક્રમણ .
જે પાપથી પાછા વળવા માટે પ્રયત્ન કરે છે, કર્મ સંજોગે અને પરિસ્થીતિ વશ,થઈ રહેલી એકેન્દ્રીય–છકાય જીવોની વિરાધનાનો પશ્ચાતાપ કરે છે અને અનુકંપા ભાવ રાખે છે. તેનું પ્રતિક્રમણ છે.
શુધ્ધ ઉચ્ચારણ અને વિધી સાથેનું આવશ્યક કરવાથી આત્મામાં એ ભાવો અવશ્ય આવે છે.અને સાંભડનારાઓ ને પણ તેનો લાભ થાય છે.
એ સિવાય પણ જે પ્રતિક્રમણનાં ભાવોને જાણે છે, નવ તત્વને જાણે છે, ૧૮ પાપને જાણે છે. અને તેનાથી પાછા હઠવા માટે પ્રયત્નશીલ છે, તેનું પ્રતિક્રમણ છે.
પ્રતિ એટલે વિરુધ્ધ અને ક્રમણ એટલે ગતિ. પાપથી વિરુધ્ધ ગતિનું લક્ષ્ય દિવસ–રાત્રિનાં દરેક સમયે અને દરેક કાર્ય કરતાં રાખવાનું છે. આજ ખરું ભાવ આવશ્યક–પ્રતિક્રમણ છે.
જેમ મોક્ષ એ લક્ષ્ય છે, કોઈ વિધી કે ક્રિયાનું નામ નથી. તેમ પ્રતિક્રમણ પણ પાપથી પાછા હઠવાનું લક્ષ્યનું છે.અને તેની પુર્તી માટે નિત્ય એ બધુ લક્ષ્ય યાદ કરી, ક્રિયા કરાય છે.
પ્રતિક્રમણ– અસમયક શ્રધ્ધાનું, વિપરીત પ્રરુપણાનું, અકાર્ય કરણનું, સતકાર્ય ન કરણનું, પ્રમાદનું અને પ્રત્યાખ્યાન ભંગનું . પશ્ચાતાપ અને પ્રાયચછીત થી થતું પ્રતિક્રમણ .
આલોચનાં– ભૂતકાળનાં અકાર્ય કરણથી પાછા હઠવું (પ્રતિક્રમણ) પ્રત્યાખ્યાન– ભવિષ્યમાં ન કરવાની પ્રતિજ્ઞા કરવી (બાધા લેવી ) સંવર– વર્તમાન સમયમાં સેવન ન કરવું
પ્રશ્ન :– ત્રીજા વ્રતના અતિચાર કેમ સમજવા ?
જવાબ ઃ- · ચોરીની વસ્તુ ખરીદવામાં મોટી ચોરીની વસ્તુ સમજવી. અર્થાત્ ચોરાઉ વસ્તુ લીધી હોય, ચોરને મદદ કરી હોય, ચાવી લગાવીને તાળુ તોડીને આદિ પાંચ પ્રકારની મોટી ચોરીની વસ્તુની ખબર પડી જવાથી ઓછી કિંમતમાં મળવાથી ખરીદવી, તે ત્રીજા વ્રતના અતિચાર છે. ખબર વિના પૂરી કિંમતે ખરીદવા પર અતિચાર લાગતા નથી.
પ્રશ્ન :– પાંચમા વ્રતના અતિચાર કેવી રીતે લાગે છે ?
જવાબ :– પાંચમા વ્રતમાં ધ્યાન ન રાખવાથી, હિસાબ ન મેળવવાથી મર્યાદા ઉલ્લંઘન થઈ જાય અથવા વારસો આદિ ધન મળી જવાથી મર્યાદા ઉલ્લંઘન થઈ જાય, પછી તેને શીઘ્ર સમયની મર્યાદા કરી તેટલા સમયમાં સીમિત કરી લેવાય તો તે આ વ્રતના અતિચાર થાય છે અને જાણીને લોભ, લા૫૨વાહીથી મર્યાદાનું ઉલ્લંઘન કરવું; આ વ્રતના અનાચાર છે.
પ્રશ્ન :– છઠ્ઠા વ્રતના અતિચાર કેવી રીતે સમજવાં ?
જવાબ :છઠ્ઠા વ્રતમાં શારીરિક આદિ પરિસ્થિતિઓથી અથવા ભૂલથી દિશા પરિમાણનું ઉલ્લંઘન થયું હોય તોતે અતિચાર કહેવાય છે પ્રશ્ન :– ૭મા વ્રતના અતિચાર કેવી રીતે છે ?
જવાબ :– ત્યાગ ન હોવા છતાં સચિત્ત વસ્તુઓનું સેવન, અભક્ષ્ય,અનંતકાય ભક્ષણ અને ૧૫ કર્માદાનનાં વ્યાપાર એ શ્રાવકના માટે ૭મા વ્રતના અતિચાર છે. જેમ કે કોઈને મારવા પીટવા આદિના પ્રત્યાખ્યાન ન હોય તો પણ બંધે, વહે, છવિચ્છેએ, અઈભારે, ભત્તપાણવોચ્છેએ પ્રથમ વ્રતના અતિચાર છે. અર્થાત્ ત્રસ જીવની સંકલ્પપૂર્વક હિંસા કરવાનો ત્યાગ માત્ર હોવા છતાં પણ ગુસ્સામાં કોઈને નિર્દયતાથી મારપીટ કરવી આદિ તથા અધિક ભાર ભરવો આદિ, તેવિજ રીતે ૭મા વ્રતના આ અતિચારોનો ત્યાગ ન હોવા છતાં પણ શ્રાવકના આચરણ યોગ્ય ન હોવાથી તે અતિચાર તો છે જ એવું સમજીને યથાશક્તિ ત્યાગ કરવો જોઈએ.
ન
શેરડી આદિ તુચ્છ વસ્તુ નથી, ઘણાં ઉઝ્ઝત ધર્મવાળી છે. પરંતુ મધ-માંસ, ઈંડા, માછલી આદિ અભક્ષ્ય; બીડી, સિગારેટ, તમાકુ આદિ તુચ્છ હેય પદાર્થ છે તથા અધિક પાપનું કારણ કર્માદાન હેય છે. તેમજ કંદમૂળ અનંતકાયના પદાર્થ પણ હેય તુચ્છ વસ્તુ છે. એ શ્રાવકને ત્યાગવા યોગ્ય છે. ૭મા વ્રતમાં મુખ્ય નવા ૨૦ અતિચારોનું કથન કરવામાં આવ્યું છે. બાકી પોતાના મર્યાદિત પદાર્થોમાં અથવા વ્યાપારોમાં કોઈ દોષ લાગે તેના અતિચાર સ્વયં સમજી લેવા જોઈએ અને જાણીને સ્વયં ભંગ કરે તો તેને અનાચાર સમજીને અલગથી આલોચના કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું જોઈએ. અભક્ષ્ય– બીડી, સીગારેટ, ચિલમ, તમાકુ, ઈંડા, માંસ, માછલી, શરાબ, ભાંગ, અફીણ ગાંજા આદિ, આ અભક્ષ્ય વસ્તુઓ છે.
પ્રશ્ન :– ૧૦ મા વ્રતના અતિચારોનો શું આશય છે ?
જવાબ :– ૧૦મા વ્રતમાં દિશાની મર્યાદા કરી બે કરણ ત્રણ યોગથી ત્યાગ કરવામાં આવે છે. એટલે મર્યાદિત ક્ષેત્રના બહારથી (૧) સામાન મંગાવવો (૨) મોકલવો (૩) બીજાને બોલાવીને સંકેત કરવો (૪) લખીને અથવા મોઢાના ઈશારેથી સંકેત કરવો (૫) ફોન, ચિઠ્ઠી, તાર આદિ દેવા અતિચાર છે.
પ્રશ્ન :– અતિચારો અને પાપોના પ્રતિક્રમણમાં શું અંતર છે ?
જવાબ :– વ્રતોમાં લાગેલ અતિચારોનું પ્રતિક્રમણમાં મિચ્છામિ દુક્કડં લેવામાં આવે છે. જે વ્રત જાણીને ભંગ કર્યા હોય તેનું ગુરુ આદિની સમક્ષ સ્વતંત્ર આલોચના પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે ત્યારે શુદ્ધિ થાય છે તથા જે પાપોનો ત્યાગ નથી, તેનું પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્ત ન થતાં ખેદ પશ્ચાત્તાપ અથવા ત્યાગનો મનોરથ અથવા ભાવના રાખવામાં આવે છે. સંક્ષેપમાં વ્રત પ્રત્યાખ્યાનના